TEXT OPTIONS
AUDIO OPTIONS
Show audio player
Auto play audio
Auto advance audio
Auto scroll to audio
Auto advance to next page
॥ સ્વામીની વાતો ॥
પ્રકરણ: ૨
વાત: ૧૭૧ થી ૧૮૦
ગમે એવા હોય તેને પણ સેવાએ કરીને કે પદાર્થે કરીને રાજી કરીએ. ને પદાર્થે કરીને રાજી ન થાય એવા તો કૃપાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી એ કોઈ રીતે ન જિતાય; કેમ જે, એને તો સેવા કે કોઈ પદાર્થ જોઈએ નહિ. પણ તે એક ઉપાયે જિતાય જે, એને આગળ દીન થાવું ને હાથ જોડવા; એવો બીજો ઉપાય નથી.
Whatever his nature, a person can be pleased by offering service or by giving objects. But, Kripanand Swami, Muktanand Swami and Gopalanand Swami are not pleased by giving them gifts. They cannot be pleased in this way, since, they do not want service or any objects. But they can be pleased by one method: being humble and folding one’s hands before them. There is no other better method.
Game evā hoy tene paṇ sevāe karīne ke padārthe karīne rājī karīe. Ne padārthe karīne rājī na thāy evā to Kṛupānand Swāmī, Muktānand Swāmī, Gopāḷānand Swāmī e koī rīte na jitāy; kem je, ene to sevā ke koī padārth joīe nahi. Paṇ te ek upāye jitāy je, ene āgaḷ dīn thāvu ne hāth joḍavā; evo bījo upāy nathī.
ક્રિયાનું પ્રધાનપણું થઈ ગયું છે તેથી જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ, મહિમા અને ઉપાસના તેની વાત કરે છે કોણ ને સાંભળે છે કોણ? પણ કથાવાર્તા કરતાં કરતાં થાય તે કરવું ને તે કરતાં થયું તે થયું ને બાકી ન થાય તે રહ્યું; પણ મુખ્ય તો એ જ કરવું ને બાકી તો ફેર ચડી જાય છે. ને આ તો ગમે એટલું કરો પણ રાત્રિપ્રલયમાં સર્વ નાશ પામી જશે.
Work has become predominant, so who talks and who listens about spiritual knowledge, detachment, dharma, glory and upāsanā? But do what can be done while engaging in spiritual discourses. What is done during that time is done; otherwise if it remains undone do not worry. But that is the main thing to do, otherwise desires increase. And no matter how much of this you do, it will be destroyed during the dissolution of the universe.
Kriyānu pradhānpaṇu thaī gayu chhe tethī gnān, vairāgya, dharma, mahimā ane upāsanā tenī vāt kare chhe koṇ ne sāmbhaḷe chhe koṇ? Paṇ kathā-vārtā karatā karatā thāy te karavu ne te karatā thayu te thayu ne bākī na thāy te rahyu; paṇ mukhya to e ja karavu ne bākī to fer chaḍī jāy chhe. Ne ā to game eṭalu karo paṇ rātripralaymā sarva nāsh pāmī jashe.
સભાની વાત બહુધા લાગે નહિ, એ તો એકાંતમાં પૂછવું-સાંભળવું ત્યારે સમાસ થાય છે. ને સમાગમ કરે તેનો સંગ લાગે ત્યારે તે સમાગમ કર્યો કહેવાય, તે જેમ પાણી લાગે છે૧ એમ જ્યારે સંગ લાગે ત્યારે તેનાં તો અવયવ ફરી જાય. ને સંગ તો કેવો છે, તો એને લોભાદિક દોષ ન મૂકવા હોય તો પણ મુકાઈ જાય. ને જો દોષ મૂકવા હોય તો પણ જો ઊતરતો સંગ થઈ જાય તો મૂળગા દોષ વધી જાય, એમ સંગમાં રહ્યું છે.
૧. ગીરનું પથ્થરિયું પાણી પીનારને લાંબે સમયે પેટ ગોળા જેવું થાય છે ને હાથ-પગ દોરડી જેવા થાય છે. તે પછી કશું કાર્ય કરવા સમર્થ થતો નથી. એના એ અવયવ અશક્ત થઈ જાય છે.
On the whole, the talks delivered in the assembly do not have a lasting effect. It is only when one asks and listens individually that satisfaction is attained. When the company one keeps has an effect on one’s life that is known as true association. It is like when the water of Gir is consumed,1 similarly, when company has an effect, one is transformed. What is the nature of association? Even if one does not want to shed faults such as greed, etc., still they are overcome. And if one wants to overcome base instincts, but if improper company is attained, then, in fact, the faults increase. This is the nature of company.
1. The hard water of the Gir region (near Junagadh) caused an illness in which the stomach becomes bloated and the hands and legs become thin.
Sabhānī vāt bahudhā lāge nahi, e to ekāntmā pūchhavu-sāmbhaḷavu tyāre samās thāy chhe. Ne samāgam kare teno sang lāge tyāre te samāgam karyo kahevāy, te jem pāṇī lāge chhe1 em jyāre sang lāge tyāre tenā to avayav farī jāy. Ne sang to kevo chhe, to ene lobhādik doṣh na mūkavā hoy to paṇ mukāī jāy. Ne jo doṣh mūkavā hoy to paṇ jo ūtarto sang thaī jāy to mūḷagā doṣh vadhī jāy, em sangmā rahyu chhe.
1. Gīrnu paththariyu pāṇī pīnārne lāmbe samaye peṭ goḷā jevu thāy chhe ne hāth-pag doraḍī jevā thāy chhe. Te pachhī kashu kārya karavā samarth thato nathī. Enā e avayav ashakt thaī jāy chhe.
આંહીંથી તે પ્રકૃતિપુરુષ સુધી પણ વિષયસુખ છે, એમાં તે શું અધિક છે; સર્વેનું આવું ને આવું છે અને બ્રહ્મચર્ય તો ક્યાંય નથી; ને આ લોકમાં, દેવતામાં, ઋષિના લોકમાં ને બીજા લોકમાં પણ નથી. એ તો અક્ષરધામ, શ્વેતદ્વીપ, બદરિકાશ્રમ ને આંહીં સંતમાં, એ ચાર ઠેકાણે બ્રહ્મચર્ય છે.
From this world up to Prakruti-Purush there is enjoyment of the material pleasures. What is so special about that? Everyone is like that, but brahmacharya is not found anywhere; it is not found in this world or the realm of the deities and rishis, and not even in any other realm. Brahmacharya is observed in four places – Akshardham, Shvetdwip, Badrikashram and here (on earth) in the company of the holy Sadhu.
Āhīthī te Prakṛuti-Puruṣh sudhī paṇ viṣhay-sukh chhe, emā te shu adhik chhe; sarvenu āvu ne āvu chhe ane brahmacharya to kyāy nathī; ne ā lokmā, devatāmā, hruṣhinā lokmā ne bījā lokmā paṇ nathī. E to Akṣhardhām, Shvetdvīp, Badrikāshram ne āhī Santmā, e chār ṭhekāṇe brahmacharya chhe.
ભક્તિમાં સ્વભાવ વધે ને ધ્યાનમાં દેહાભિમાન વધે, એ બે ગુણમાં બે દોષ જાણવા ને તે ટાળવા.
In devotion, base instincts increase and in meditation, body-consciousness increases. Identify these two faults in the two virtues (of devotion and meditation) and overcome them.
Bhaktimā swabhāv vadhe ne dhyānmā dehābhimān vadhe, e be guṇmā be doṣh jāṇavā ne te ṭāḷavā.
મોટાનો રાજીપો હોય તેના અંતરમાં સુખ વર્ત્યા કરે ને દેહમાં તો સુખ-દુઃખ આવે, તેનો તો નિર્ધાર નહિ, બાકી તેને દિન-દિન પ્રત્યે શ્રદ્ધા વૃદ્ધિ પામતી જાય, ને દહાડે દહાડે વધતો જાય, એમ વર્તે ત્યારે એમ જાણવું જે, ‘મોટા રાજી છે.’ ને જેણે સ્વભાવ મૂક્યો હોય ને મૂકતો હોય ને મૂકવાનો આદર હોય, તે સર્વે ઉપર મોટાની દૃષ્ટિ રહ્યા કરે. ને એક તો સો જન્મે એકાંતિક થવાનો હોય તે આ જન્મે થાય, ને આ જન્મે એકાંતિક થવાનો હોય તેને ઊતરતાનો સંગ થાય તો સો જન્મ ધરવા પડે. તેમાં દૃષ્ટાંત: જેમ દસ મણ પાણા સાથે એક મણ લાકડું બાંધે તે લાકડાંને બુડાડે, ને દસ મણ લાકડાં સાથે એક મણ પાણો બાંધે તે પાણાને તારે, એમ સંગમાં ભેદ રહ્યો છે.
If one has the blessings of the great Sadhu, inner happiness prevails. The body may experience both happiness and misery, there is no certainty about that. However, one whose faith increases daily and who progresses daily should understand that the great (Sadhu) is pleased.
One destined to become enlightened after a hundred births will become so in this birth by the company of the Satpurush; and one destined to become enlightened in this very birth, will have to take a hundred births if he keeps improper company. To explain: if one kilo of wood is bound to ten kilos of stones, the wood will sink and if one kilo of stones is bound to ten kilos of wood, even the stones will float; similarly, there is a difference in company.
Moṭāno rājīpo hoy tenā antarmā sukh vartyā kare ne dehmā to sukh-dukh āve, teno to nirdhār nahi, bākī tene din-din pratye shraddhā vṛuddhi pāmatī jāy, ne dahāḍe dahāḍe vadhato jāy, em varte tyāre em jāṇavu je, ‘Moṭā rājī chhe.’ Ne jeṇe swabhāv mūkyo hoy ne mūkato hoy ne mūkavāno ādar hoy, te sarve upar Moṭānī draṣhṭi rahyā kare. Ne ek to so janme ekāntik thavāno hoy te ā janme thāy, ne ā janme ekāntik thavāno hoy tene ūtartāno sang thāy to so janma dharavā paḍe. Temā draṣhṭānt: jem das maṇ pāṇā sāthe ek maṇ lākaḍu bāndhe te lākaḍāne buḍāḍe, ne das maṇ lākaḍā sāthe ek maṇ pāṇo bāndhe te pāṇāne tāre, em sangmā bhed rahyo chhe.
આ તો નિયમે કેટલુંક વરતાય છે, પણ સર્વ વાતની છૂટ મૂકે જે, જેમ જેને ફાવે એમ વર્તવું એવી આજ્ઞા થાય, ત્યારે કેટલું વર્તાય? એમ પોતાનો તપાસ કરવો.
Look at how we behave because of niyams. If we permitted everything - one can behave as they see fit - if this type of āgnā was passed, then how would we behave? One should examine themselves.
Ā to niyame keṭaluk varatāy chhe, paṇ sarva vātnī chhūṭ mūke je, jem jene fāve em vartavu evī āgnā thāy, tyāre keṭalu vartāy? Em potāno tapās karavo.
નાના ખાતરાનું૧ પાણી મોટી નદીમાં ભળે ને તે નદી સમુદ્રમાં ભળે. તેનું સિદ્ધાંત જે, અલ્પ જેવો જીવ હોય તે જો મોટામાં જોડાય તો તે પણ ભગવાનને પામે એવો મોટાનો પ્રતાપ છે.
૧. નાની નદી, વહેળો.
Small streams of water merge with a big river and rivers merge with the ocean. The principle: even if the helpless jiva attaches to the great Sadhu, it also reaches God. That is the power of the great Sadhu.
Nānā khātarānu1 pāṇī moṭī nadīmā bhaḷe ne te nadī samudramā bhaḷe. Tenu siddhānt je, alp jevo jīv hoy te jo Moṭāmā joḍāy to te paṇ Bhagwānne pāme evo Moṭāno pratāp chhe.
1. Nānī nadī, vaheḷo.
ત્યાગીમાં એક વખત ખાવું ને પછી બીજું જે મળે તે ત્યાગ કરવું તે તો સ્ત્રી ભેળું નિષ્કામી રહેવું એવું કઠણ છે.
A renunciant should eat once and abandon the rest [of the mealtimes]. This is as difficult as remaining free of lust while being together with a woman.
Tyāgīmā ek vakhat khāvu ne pachhī bīju je maḷe te tyāg karavu te to strī bheḷu niṣhkāmī rahevu evu kaṭhaṇ chhe.
ટોપીવાળો૧ મૂંઝાય ત્યારે બંગલામાં જાતો રહે ને ત્યાં જઈને વિચાર કરે, એમ પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ પામીને પ્રતિલોમ દૃષ્ટિ કરીને વિચાર કરવો.
૧. અંગ્રેજ અફસર.
When the English officers are troubled, they retreat into the bungalow and think. Similarly, become free from one’s activities, introspect and think.
Ṭopīvāḷo1 mūnzāy tyāre bangalāmā jāto rahe ne tyā jaīne vichār kare, em pravṛuttimāthī nivṛutti pāmīne pratilom draṣhṭi karīne vichār karavo.
1. Angrej afasar.