TEXT OPTIONS
AUDIO OPTIONS
Show audio player
Auto play audio
Auto advance audio
Auto scroll to audio
Auto advance to next page
॥ સ્વામીની વાતો ॥
પ્રકરણ: ૨
વાત: ૧૬૧ થી ૧૭૦
સુખમાં દુઃખ દેખવું એ ઝાઝાને સૂઝે નહિ, એ તો સૂક્ષ્મ વાત છે; તે શું જે, રસોઇયું તથા બહુ સન્માન આદિક તેમાં તો વૃત્તિયું ફાટી જાય એવાં છે ને તેમાં સુખ દેખાય છે, પણ સુખ તો મોટાનો સમાગમ થાય એટલું જ; બાકી નહિ.
Not many can realize the misery in [worldly and bodily] happiness. This is very subtle. What is that? One’s inclination becomes impure in good food and great honors. Yet, one sees happiness in that. But happiness is only the association with the Mota-Purush. Otherwise, it is not.
Sukhmā dukh dekhavu e zāzāne sūze nahi, e to sūkṣhma vāt chhe; te shu je, rasoiyu tathā bahu sanmān ādik temā to vṛuttiyu fāṭī jāy evā chhe ne temā sukh dekhāy chhe, paṇ sukh to Moṭāno samāgam thāy eṭalu ja; bākī nahi.
“જ્ઞાન વિના તો સુખ ન થાય. ને ભક્તિ કરે તેને મોટા હોય તે હાર આપે કે થાળ આપે, પણ તેણે કરીને સંકલ્પ ઓછા ન થાય, માટે સમજણ તો જોઈએ ખરી,” એમ વાત કરી.
“There can be no happiness without spiritual knowledge. The great Sadhu garlands or gives sanctified food to those who offer devotion. But these do not reduce one’s desires. Therefore, understanding is definitely needed.”
“Gnān vinā to sukh na thāy. Ne bhakti kare tene Moṭā hoy te hār āpe ke thāḷ āpe, paṇ teṇe karīne sankalp ochhā na thāy, māṭe samajaṇ to joīe kharī,” em vāt karī.
વળી, એટલું તો એમ સમજવું જે, જો વિષયમાં સુખ હોય તો તેની આપણને મહારાજ બંધી શા સારુ કરે? માટે એમાં તો સુખ જ નથી ને એમાં સુખ મનાય છે એ અજ્ઞાન છે ને મોટા મોટા એ માર્ગે ચાલતા નથી.
At least understand this: if there is happiness in material pleasures, then why has Maharaj forbidden them for us? Therefore, there is no happiness in them. Believing them to be a source of happiness is ignorance. Great sadhus do not walk this path (of indulgence).
Vaḷī, eṭalu to em samajavu je, jo viṣhaymā sukh hoy to tenī āpaṇne Mahārāj bandhī shā sāru kare? Māṭe emā to sukh ja nathī ne emā sukh manāy chhe e agnān chhe ne moṭā moṭā e mārge chālatā nathī.
સત્સંગમાં અનેક વાતું સમજવાની છે; તેમાં મુખ્ય ઉપાસના, બાકી ધર્મ રાખવો ને વચનામૃત આદિક શાસ્ત્રનો અભ્યાસ રાખવો.
There are many things to understand in the spiritual fellowship. Of these, the main is upāsanā. Additionally, observe dharma and study the Vachanamrut and other scriptures.
Satsangmā anek vātu samajavānī chhe; temā mukhya upāsanā, bākī dharma rākhavo ne Vachanāmṛut ādik shāstrano abhyās rākhavo.
મૂંઝવણ ટાળ્યાનો ઉપાય જે, કાળની ગતિ જાણવી, જન્મ-મૃત્યુનું દુઃખ વિચારવું, ભગવાનનો મહિમા વિચારવો. વળી, આપણું કોઈ નથી ને આપણે કોઈના નથી. વળી, આત્મા તો ત્રણ દેહથી વિલક્ષણ છે, એમ જ્ઞાનીને તો અનંત લોચન૧ છે ને મૂંઝવણ ટાળ્યાના પણ અનેક ઉપાય છે; ને મૂંઝવણ અનેક પ્રકારની છે.
૧. લોચન એટલે દૃષ્ટિ. જ્ઞાની સુખ-દુઃખ, માન-અપમાન વગેરેમાં સ્થિરતા ધારી શકે છે.
Methods for overcoming worries: know the nature of time, think about the miseries of birth and death, and the glory of God. Remember, no one belongs to us and we belong to no one. Also, the ātmā is separate from the three bodies. Such a spiritually wise person has infinite eyes.1 There are many ways of overcoming worries, since there are many reasons for worries.
1. Their vast experience gives them wide-ranging vision which enables them to maintain equanimity in all situations.
Mūnzavaṇ ṭāḷyāno upāya je, kāḷnī gati jāṇavī, janma-mṛutyunu dukh vichāravu, Bhagwānno mahimā vichāravo. Vaḷī, āpaṇu koī nathī ne āpaṇe koīnā nathī. Vaḷī, ātmā to traṇ dehthī vilakṣhaṇ chhe, em gnānīne to anant lochan1 chhe ne mūnzavaṇ ṭāḷyānā paṇ anek upāy chhe; ne mūnzavaṇ anek prakārnī chhe.
1. Lochan eṭale draṣhṭi. Gnānī sukh-dukh, mān-apamān vageremā sthiratā dhārī shake chhe.
પ્રથમ કાંઈ નહોતું ને આટલાં કારખાનાં થયાં ને હજી થાય છે ને વળી થાશે, એ તો વધતું જ જાશે, પણ મુખ્ય તો કથાવાર્તા, ધ્યાન ને મોટા સંતનો સમાગમ, એ જ કરવાનું છે.
Initially, there was nothing and now many workshops (for building mandirs, etc.) have been set up, are being set up and will continue to be set up. This activity will continue to increase, but the main aim is spiritual discourses, meditation and association of a great Sadhu. These are the only things to do.
Pratham kāī nahotu ne āṭalā kārakhānā thayā ne hajī thāy chhe ne vaḷī thāshe, e to vadhatu ja jāshe, paṇ mukhya to kathā-vārtā, dhyān ne Moṭā Santno samāgam, e ja karavānu chhe.
અંતર્દૃષ્ટિ કરીને હૈયામાં જોવું ને તે વિના તો ગુણદોષ યથાર્થ ન સૂઝે. ને અંતર્દૃષ્ટિ કરવી એ નિર્ગુણપણું છે ને બાહ્યદૃષ્ટિમાં સગુણપણું છે. વળી બાહ્યદૃષ્ટિ દૈત્યની કહી છે ને અંતર્દૃષ્ટિ રાખવાનો અભ્યાસ કરતાં સુખ પણ થાય ને જેમ ચકમક ખરે તે ખેરતાં દેવતા કળીમાં લાગી જાય છે, એમ કોઈક દિવસ પ્રકાશ થઈ જાય, એ સિદ્ધાંત છે.
Introspect to see within one’s heart. Without this, virtues and faults are not completely understood. To introspect is to transcend material nature, and to see only outwardly is to possess material qualities. Also, to look outwardly is said to be devilish and by practising introspection, one gets happiness. Just as a falling spark from a flint may cause a fire, similarly, some day due to the practice of introspection, enlightenment may arise. This is the principle.
Antardraṣhṭi karīne haiyāmā jovu ne te vinā to guṇdoṣh yathārth na sūze. Ne antardraṣhṭi karavī e nirguṇpaṇu chhe ne bāhyadraṣhṭimā saguṇpaṇu chhe. Vaḷī bāhyadraṣhṭi daityanī kahī chhe ne antardraṣhṭi rākhavāno abhyās karatā sukh paṇ thāy ne jem chakamak khare te kheratā devatā kaḷīmā lāgī jāy chhe, em koīk divas prakāsh thaī jāy, e siddhānt chhe.
વરતાલમાં કથા થઈ તે ફેરે ઘણા દિવસ સુધી પ્રતિલોમ કરવાની વાતું કરિયું ને કરાવિયું. એવી રીતનો અભ્યાસ કરવા-સાંભળવાનો નિરંતર રાખે ત્યારે તે વાત સમજાય ને તે માર્ગે ચલાય, પણ તે વિના થાય નહિ.
At the time of the spiritual discourses in Vartal, for many days I talked about and had others talk about introspection. In this way if one continues to internally listen to such talks and practises introspection, then only is this message realized and is one able to walk on that path. But, otherwise it is not possible.
Vartālmā kathā thaī te fere ghaṇā divas sudhī pratilom karavānī vātu kariyu ne karāviyu. Evī rītno abhyās karavā-sāmbhaḷvāno nirantar rākhe tyāre te vāt samajāy ne te mārge chalāy, paṇ te vinā thāy nahi.
ઉપાસના સમજવી જે, કોટાનકોટિ ભગવાનના અવતાર જે શ્રીકૃષ્ણ, રામચંદ્ર, વાસુદેવ, નરનારાયણ ઇત્યાદિક સર્વેના કારણ મહારાજ છે. ને પૂર્વે અવતાર થઈ ગયા એવા તો આજ સત્સંગી ને સાધુ છે પણ આપણને મહિમા પૂરો સમજાતો નથી ને શ્રીકૃષ્ણે કેટલું જ્ઞાન કર્યું ત્યારે એક ઉદ્ધવે ત્યાગ કર્યો ને આજ તો વીસ વીસ વરસના સંસાર મૂકીને ચાલ્યા આવે છે, ને પૂર્વે શાસ્ત્રમાં સ્ત્રી તો કોઈએ ત્યાગી નથી ને આજ તો હજારો બાઇયું ત્યાગ કરે છે, ને પૂર્વે ભગવાન બે-ત્રણને તેડવા આવ્યા તે શાસ્ત્રમાં લખ્યું છે ને આજ તો ઘરોઘર ભગવાન તેડવા આવે છે, ને બીજા અવતાર મોટા મોટા તે પારસમણિ૧ જેવા છે ને પુરુષોત્તમ તો ચિંતામણિ છે.
૧. મૂળ શબ્દ સ્પર્શમણિ, સ્પર્શથી લોઢાનું સોનું કરનાર મણિ.
One should understand upāsanā this way: The cause of millions of avatārs, such as Shri Krishna, Ramchandra, Vasudev, Narnarayan, etc., is Maharaj. The present-day satsangis are like the avatārs of the past. But we do not understand the greatness completely. Shri Krishna imparted so much knowledge; only then did one - Uddhav - renounce. In contrast, many twenty year-old [youths] renounce their life and come here today. And in the past, no scripture has mentioned anyone renouncing a woman, and today, thousands renounce women. It is written in the scriptures that God came to take two or three to his abode in the past. Today, God comes to many homes [to take them to his abode]. The other great avatārs are like a pārasmani, whereas, Purushottam is a chintāmani.1
1. In this analogy, a pārasmani requires physical contact with a metal to turn it into gold. A chintāmani fulfills any wish of the mind. Hence, a chintāmani is superior to a pārasmani.
Upāsanā samajavī je, koṭānkoṭi Bhagwānnā avatār je Shrī Kṛuṣhṇa, Rāmchandra, Vāsudev, Narnārāyaṇ ityādik sarvenā kāraṇ Mahārāj chhe. Ne pūrve avatār thaī gayā evā to āj satsangī ne sādhu chhe paṇ āpaṇne mahimā pūro samajāto nathī ne Shrī Kṛuṣhṇe keṭalu gnān karyu tyāre ek Uddhave tyāg karyo ne āj to vīs vīs varasnā sansār mūkīne chālyā āve chhe, ne pūrve shāstramā strī to koīe tyāgī nathī ne āj to hajāro bāiyu tyāg kare chhe, ne pūrve Bhagwān be-traṇne teḍavā āvyā te shāstramā lakhyu chhe ne āj to gharoghar Bhagwān teḍavā āve chhe, ne bījā avatār moṭā moṭā te pārasmaṇi1 jevā chhe ne Puruṣhottam to chintāmaṇi chhe.
1. Mūḷ shabda sparshamaṇi, sparshathī loḍhānu sonu karanār maṇi.
ભગવાનનું સ્વરૂપ નિર્દોષ સમજવું ને મોટા મોટા એકાંતિક સાધુને પણ એમ સમજવા, તે બરોબર કોઈ સાધન નથી, તે વચનામૃતમાં કહ્યું છે એમ ચાર શાસ્ત્રે કરીને સમજવું. તથા સ્વરૂપનિર્ણયમાં૧ કહ્યું છે એમ સર્વ પ્રકારે નિર્બાધપણે ને નિર્દોષપણે સમજવું. તે આત્યંતિક પ્રલય જે જ્ઞાનપ્રલય કરવાનો છે ત્યાં સુધી સમજવાનું છે. તે જેને આત્યંતિક પ્રલય થયો હોય તે સાથે જોડાય ત્યારે તેથી થાય.
૧. સદ્ગુરુ ઉત્તમાનંદ સ્વામી વિરચિત - સ્વરૂપનિર્ણય. (હરિસ્વરૂપનિર્ણય ગોપાળાનંદ સ્વામીએ રચ્યો છે).
Understand the form of God to be free from all blemishes; and also understand the great God-realized Sadhu to be the same. There is no spiritual endeavour equivalent to this. This is stated in the Vachanamrut, to understand this as per the four systems of philosophy.1 As stated in the Swarupnirnay (a book by Uttamanand Swami), understand God to be unattached and faultless in every respect. One has to understand this until one attains the ultimate spiritual knowledge. This is possible when one attaches oneself to a person who has already attained the ultimate spiritual knowledge.
1. Four systems of Indian philosophy: Sankhya, Yoga, Panchratra and Vedant.
Bhagwānnu swarūp nirdoṣh samajavu ne moṭā moṭā Ekāntik Sādhune paṇ em samajavā, te barobar koī sādhan nathī, te Vachanāmṛutmā kahyu chhe em chār shāstre karīne samajavu. Tathā Swarūp Nirṇaymā1 kahyu chhe em sarva prakāre nirbādhpaṇe ne nirdoṣhpaṇe samajavu. Te ātyantik pralay je gnān-pralay karavāno chhe tyā sudhī samajavānu chhe. Te jene ātyantik pralay thayo hoy te sāthe joḍāy tyāre tethī thāy.
1. Sadguru Uttamānand Swāmī virachit - Swarūpnirṇay. (Hariswarūpnirṇay Gopāḷānand Swāmīe rachyo chhe).