share

॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૨

વાત: ૧૫૧ થી ૧૬૦

ગમે તેવું ઉત્તમ સ્થાન હોય તેમાં જઈને રહે તો પણ જીવ વૃદ્ધિ પામે નહિ, એ તો સારા સંતને સંગે જ સમાસ થાય, પણ તે વિના ન થાય.

સત્સંગ (18.22) / (૨/૧૫૧)

No matter how great a place may be, the jiva cannot progress by merely residing there. Contentment is possible only with the association of a good sadhu. But without this it is not possible.

Satsang (18.22) / (2/151)

Game tevu uttam sthān hoy temā jaīne rahe to paṇ jīv vṛuddhi pāme nahi, e to sārā santne sange ja samās thāy, paṇ te vinā na thāy.

Satsang (18.22) / (2/151)

લોક, શાસ્ત્ર ને અનુભવ એ ત્રણમાં મળતું ને ન મળતું તેની વાત મહારાજે કહી જે, પરણીને સ્ત્રી રાખે તે ત્રણેમાં મળતું ને વ્યભિચાર કરે તે લોકમાં ન મળે, હૈયામાં ન મળે ને શાસ્ત્રમાં ન મળે ને હૈયામાં સુખ ન રહે; તેમ જ નાતમાં જમે તે ત્રણેમાં મળતું ને વટલે તે ત્રણેમાં ન મળતું એમ તપાસ કરવો, તે વેદ પ્રમાણે વાત છે.

ધર્મ-નિયમમાં દ્રઢતા (15.6) / (૨/૧૫૨)

Maharaj talked about what is acceptable and not acceptable in society, scriptures and in actual experience. “If one marries and keeps a woman, it is acceptable to all three and if one commits adultery, it is not acceptable to society, the heart and the scriptures, and happiness does not prevail in the heart. This talk is based on the Vedas.”

Resolute Observance of Dharma and Codes of Conduct (15.6) / (2/152)

Lok, shāstra ne anubhav e traṇmā maḷatu ne na maḷatu tenī vāt Mahārāje kahī je, paraṇīne strī rākhe te traṇemā maḷatu ne vyabhichār kare te lokmā na maḷe, haiyāmā na maḷe ne shāstramā na maḷe ne haiyāmā sukh na rahe; tem ja nātmā jame te traṇemā maḷatu ne vaṭale te traṇemā na maḷatu em tapās karavo, te Ved pramāṇe vāt chhe.

Resolute Observance of Dharma and Codes of Conduct (15.6) / (2/152)

મહારાજે કહ્યું હતું જે, આપત્કાળ આવે તો લીલા ખડને દંડવત્ કરજો, તેમાં રહીને પણ હું સહાય કરીશ.

ભગવાનની દયા-કરુણા-કૃપા (39.22) / (૨/૧૫૩)

Maharaj said, “In perilous times perform prostrations to even green grass. I will protect and help you through it.”

Mercy-Compassion-Grace of God (39.22) / (2/153)

Mahārāje kahyu hatu je, āpatkāḷ āve to līlā khaḍne danḍavat karajo, temā rahīne paṇ hu sahāy karīsh.

Mercy-Compassion-Grace of God (39.22) / (2/153)

મહારાજે અનેક પ્રકરણ ફેરવીને સાધુને વરતાવ્યા ને અનેક પ્રકરણ ફેરવીને પ્રવર્તાવ્યાં, તેનો વિચાર કરવો ને તેમાંથી મુમુક્ષુને કેટલું ગ્રહણ કરવાનું છે. તે ધ્યાન કરવાના પ્રકરણમાં, ધૂન્ય કરવામાં ને કીર્તનમાં થાકવું નહિ. ને મનને ગમતું ન કરવું ને ન ખાવું એ બહુ આકરું કહેવાય. ને ક્રોધનું ખંડન જે દંડવત્ કરવા ને ગાડે ન બેસવું એ આદિક પંચવિષયનું ખંડન અનેક પ્રકારે ને ધર્માદિક ગુણનું પ્રતિપાદન - એ સર્વેનો તપાસ કરવો, ને ઉત્થાન ઓળખવાનું પ્રકરણ એ સર્વે પ્રકરણનો વિચાર કરીને વર્તવું.

(૨/૧૫૪)

૧. ભગવાન સ્વામિનારાયણે પોતાના પરમહંસોને કઠિન તપશ્ચર્યાઓ કરાવેલી. એ તપશ્ચર્યાઓ ‘પ્રકરણ’ના નામે પ્રસિદ્ધ છે. કુલ ૧૧૪ જેટલાં પ્રકરણ સમયાંતરે ફેરવેલાં અમુક પ્રકરણમાં પોતે પણ જોડાતા. આ પ્રકરણોની યાદી આ પ્રમાણે છે.

(૧) લોજમાં બાઈઓ તથા ભાઈઓની સભા નોખી પાડીને કહ્યું કે, “પરમહંસને બાઈઓ સાથે અડવું-બોલવું નહીં.”

(૨) બબે જણને ધ્યાનમાં સામસામાં બેસાડતા તેમાં ઊંઘવું નહીં તથા સંકલ્પ ન કરવો.

(૩) લોજમાં પાંચ-પાંચને ધ્યાનમાં બેસાડતા તેમાં કાંઈ જોવું નહીં તથા બોલવું નહીં ને જેને નિદ્રા આવે તેને દડાથી અગર છડી અડાડીને જગાડતા.

(૪) યોગ ધારણા શીખવી.

(૫) અષ્ટાંગ યોગની ક્રિયા શીખવી.

બધાં પ્રકરણ ખોલો...

૨. સંકલ્પનું મૂળ ઉદ્‍ભવસ્થાન.

Maharaj issued many prakarans1 and made the sadhus behave according to the prakarans. A mumukshu should think on that and determine what needs to be grasped. From the prakaran related to meditation and singing dhun and kirtans, one should not tire from these. It is harsh to not do what one’s mind wants to do and wants to eat. And to retract anger and prostrate, not sit on a bullock cart, other such means of denouncing the panch-vishays, and to promote the virtues of dharma, gnān, etc. - one should scrutinize all of this. One should think about the prakaran related to recognizing the root cause of worldly thoughts and behave accordingly.

(2/154)

1. Bhagwan Swaminarayan issued many austere commands for the paramhansas to observe over a span of years. These commands are well-known as ‘prakarans’ in the Sampraday. Maharaj issued 114 total prakarans and he himself observed some of them. These prakarans are listed below:

(1) In Loj, [Maharaj] separated the male and female devotees during assemblies and told the paramhansas, “They should not speak to or have contact with women.”

(2) [Maharaj] sat paramhansas in pairs facing each other for meditation and forbade sleeping or having other thoughts.

(3) In Loj, [Maharaj] sat paramhansas in groups of five and barred them from looking or speaking. He woke up those who dozed off by throwing a ball at them or touching them with a staff.

(4) Learn dhāranā, the sixth step of yoga.

(5) Learn ashtāng yoga.

Expand all prakarans...

Mahārāje anek prakaraṇ1 feravīne sādhune varatāvyā ne anek prakaraṇ feravīne pravartāvyā, teno vichār karavo ne temāthī mumukṣhune keṭalu grahaṇ karavānu chhe. Te dhyān karavānā prakaraṇmā, dhūnya karavāmā ne kīrtanmā thākavu nahi. Ne manne gamatu na karavu ne na khāvu e bahu ākaru kahevāy. Ne krodhnu khanḍan je danḍavat karavā ne gāḍe na besavu e ādik pancha-viṣhaynu khanḍan anek prakāre ne dharmādik guṇnu pratipādan - e sarveno tapās karavo, ne utthān2 oḷakhavānu prakaraṇ e sarve prakaraṇno vichār karīne vartavu.

(2/154)

1. Bhagwān Swāminārāyaṇe potānā paramhansone kaṭhin tapashcharyāo karāvelī. E tapashcharyāo ‘Prakaraṇ’nā nāme prasiddha chhe. Kul 114 jeṭalā prakaraṇ samayāntare feravelā amuk prakaraṇmā pote paṇ joḍātā. Ā prakaraṇonī yādī ā pramāṇe chhe. (1) Lojmā bāīo tathā bhāīonī sabhā nokhī pāḍīne kahyu ke ‘Paramahansane bāīo sāthe aḍavu-bolavu nahī.’ (2) babe jaṇane dhyānmā sāmsāmā besāḍatā temā ūnghavu nahī tathā sankalp na karavo. (3) Lojmā pānch-pānchane dhyānmā besāḍtā temā kāī jovu nahī tathā bolavu nahī ne jene nidrā āve tene daḍāthī agar chhaḍī aḍāḍīne jagāḍtā. (4) yog dhāraṇā shīkhavī. (5) aṣhṭāng yognī kriyā shīkhavī.

Badhā prakaran kholo...

2. Sankalpnu mūḷ udbhavsthān.

સત્સંગમાંથી પડાય નહિ તે વાત મહારાજે કહી જે, સર્વ સાધુ સત્સંગી સાથે જીવ બાંધે તો ન પડે, એમ કહીને પછી તો ઓછા ઓછા કહેતાં છેલ્લી વારે કહે, “બે સારા સાધુ તથા ચાર સત્સંગી સાથે જીવ બાંધ્યો હોય તો ન પડે ને તે વિના તો દેશકાળે પડે ખરો.”

દ્રઢ સમાગમ-પ્રીતિ-ભક્તિ-મિત્રતા (19.10) / (૨/૧૫૫)

Maharaj has described how not to fall from Satsang, “If the jiva is attached with all sadhus and satsangis, it will not fall.” And, gradually reducing the number, he finally said, “If one has attached the jiva with two good sadhus and four good satsangis, then it will not fall, otherwise due to adverse time and place, it may fall.”

Profound Association-Love-Devotion-Friendship (19.10) / (2/155)

Satsangmāthī paḍāy nahi te vāt Mahārāje kahī je, sarva sādhu satsangī sāthe jīv bāndhe to na paḍe, em kahīne pachhī to ochhā ochhā kahetā chhellī vāre kahe, “Be sārā sādhu tathā chār satsangī sāthe jīv bāndhyo hoy to na paḍe ne te vinā to desh-kāḷe paḍe kharo.”

Profound Association-Love-Devotion-Friendship (19.10) / (2/155)

પાંચ વાતે સાનુકૂળ હોય ત્યારે પ્રભુ ભજાય; તે સંગ, શાસ્ત્ર, શ્રદ્ધા, રૂડો દેશ ને રૂડો કાળ.

ભગવાનનું ધ્યાન અને ભક્તિ (25.14) / (૨/૧૫૬)

When five factors are convenient, then God can be worshipped: good company, study of scriptures, faith (in God and his Sadhu), favourable place and favourable time.

Worship and Meditation of God (25.14) / (2/156)

Pānch vāte sānukūḷ hoy tyāre Prabhu bhajāy; te sang, shāstra, shraddhā, rūḍo desh ne rūḍo kāḷ.

Worship and Meditation of God (25.14) / (2/156)

આપણે તો બહુ મોટો લાભ થયો છે ને બહુ મોટી પ્રાપ્તિ થઈ છે પણ આપણને સમજાતું નથી, તે જેમ પૃથ્વીનો રાજા હોય તેનો છોકરો અલ્પ પદાર્થ સારુ રુએ તેમ જ આપણને મહારાજનો ને મોટા સંતનો સંબંધ થયો છે પણ આ લોકના અલ્પ પદાર્થ ન મળે કે નાશ પામે તેનો શોક થાય કે તે સારુ દિલગીર થવાય, તેને આ વાત સમજાતી નથી.

પ્રાપ્તિનો મહિમા (32.11) / (૨/૧૫૭)

We have received a great benefit and a great attainment, but we do not understand their significance. Just as the son of a universal king cries for insignificant objects, similarly, we have the association of Maharaj (God) and the great Sadhu, but are upset when we do not get the ordinary objects of this world or when they are destroyed. This is because one has not understood these talks.

Glory of Attainment (32.11) / (2/157)

Āpaṇe to bahu moṭo lābh thayo chhe ne bahu moṭī prāpti thaī chhe paṇ āpaṇne samajātu nathī, te jem pṛuthvīno rājā hoy teno chhokaro alp padārth sāru rue tem ja āpaṇne Mahārājno ne Moṭā Santno sambandh thayo chhe paṇ ā loknā alp padārth na maḷe ke nāsh pāme teno shok thāy ke te sāru dilgīr thavāy, tene ā vāt samajātī nathī.

Glory of Attainment (32.11) / (2/157)

એક તો આખા દિવસમાં આખો કોટ ચણીને ઊભો કરે ને એક તો તે કોટમાં એક કાંકરી નાખે તે પડી જાય, એ બેમાં અંતે ચણનારો થાકશે. તેનું સિદ્ધાંત જે, આખો દિવસ વહેવાર કરે ને એક ઘડી સત્પુરુષની વાત સાંભળે તો તેથી સર્વે ખોટું થઈ જાય.

કથા-વાર્તા (17.26) / (૨/૧૫૮)

૧. અમદાવાદમાં અહમદશાહ બાદશાહ કોટ ચણાવતા તેનો બુરજ ચણવાનો હતો, ત્યારે એક માણેકનાથ નામે સિદ્ધ બાવા કોઈ મંત્રથી આખો દિવસ ચણેલો બુરજ પાડી દેતા, તેના સંદર્ભમાં સ્વામીએ આ દૃષ્ટાંત કહ્યું છે. બાદશાહને તપાસ કરતા ખબર પડી ત્યારે માણેકનાથ પાસે આવીને વિનંતી કરી, એટલે માણેકનાથે કહ્યું કે આ બુરજ સાથે મારું નામ જોડો તો નહીં પાડું. બાદશાહે ગણેશબારી આગળના આ બુરજનું નામ ‘માણેક બુરજ’ પાડ્યું અને માણેકનાથની ઝૂંપડી આગળ મોટો ચૌટો હતો તેનું નામ ‘માણેકચોક’ પાડ્યું [અમદાવાદનો ઇતિહાસ (પૃ. ૮-૯)નો સારાંશ]

One person spends the whole day building a wall and another throws a stone at the wall and it falls down. Of the two, ultimately, the builder will tire. The message: if one engages in worldly activities all day and listens to the Satpurush’s talks for even a short time, then all worldly actions are nullified.

Spiritual Discourses and Discussions (17.26) / (2/158)

Ek to ākhā divasmā ākho koṭ chaṇīne ūbho kare ne ek to te koṭmā ek kānkarī nākhe te paḍī jāy,1 e bemā ante chaṇanāro thākashe. Tenu siddhānt je, ākho divas vahevār kare ne ek ghaḍī satpuruṣhnī vāt sāmbhaḷe to tethī sarve khoṭu thaī jāy.

Spiritual Discourses and Discussions (17.26) / (2/158)

1. Amadāvādmā Ahmadshāh Bādshāh koṭ chaṇāvtā teno buraj chaṇavāno hato, tyāre ek Māṇeknāth nāme siddha bāvā koī mantrathī ākho divas chaṇelo buraj pāḍī detā, tenā sandarbhmā Swāmīe ā draṣhṭānt kahyu chhe. Bādshāhne tapās karatā khabar paḍī tyāre Māṇeknāth pāse āvīne vinantī karī, eṭale Māṇeknāthe kahyu ke ā buraj sāthe māru nām joḍo to nahī pāḍu. Bādshāhe Gaṇeshbārī āgaḷnā ā burajnu nām ‘Māṇek Buraj’ pāḍyu ane Māṇeknāthnī zūpaḍī āgaḷ moṭo chauṭo hato tenu nām ‘Māṇekchok’ pāḍyu [Amadāvādno Itihās (Pṛu. 8-9)no sārānsh]

જ્યાં સુધી પોતાને પુરુષ મનાશે ત્યાં સુધી તેને સ્ત્રી જોઈશે ને જ્યાં સુધી પોતાને સ્ત્રી મનાશે ત્યાં સુધી તેને પુરુષ જોઈશે, ને ગમે ત્યાં જાશે પણ એમ રહેશે. માટે કહ્યું છે જે, બ્રહ્મરૂપ થઈને ભક્તિ કરવી.

(૨/૧૫૯)

As long as one believes himself to be a man, he will want a woman. And as long as one believes herself to be a woman, she will want a man. No matter where one goes, it will remain like that. Therefore, it is said, one should become brahmarup and worship God.

(2/159)

Jyā sudhī potāne puruṣh manāshe tyā sudhī tene strī joīshe ne jyā sudhī potāne strī manāshe tyā sudhī tene puruṣh joīshe, ne game tyā jāshe paṇ em raheshe. Māṭe kahyu chhe je, brahmarūp thaīne bhakti karavī.

(2/159)

અક્ષરધામ ને આ લોકમાં એકાંતિક પાસે માયા નથી ને કજિયો નથી, બાકી સર્વ ઠેકાણે માયા ને કજિયો છે.

માયા (6.8) / (૨/૧૬૦)

In Akshardham and with the great God-realized Sadhu in this world there is no māyā or quarrelling. Otherwise, everywhere else, there is māyā and dispute.

Maya (6.8) / (2/160)

Akṣhardhām ne ā lokmā ekāntik pāse māyā nathī ne kajiyo nathī, bākī sarva ṭhekāṇe māyā ne kajiyo chhe.

Maya (6.8) / (2/160)

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading