TEXT OPTIONS
AUDIO OPTIONS
Show audio player
Auto play audio
Auto advance audio
Auto scroll to audio
Auto advance to next page
॥ સ્વામીની વાતો ॥
પ્રકરણ: ૨
વાત: ૧૩૧ થી ૧૪૦
મહારાજ બેઠાં બેઠાં વાત કરતા હોય ને કેટલાક સૂઈ રહેતા. તેના પશ્ચાત્તાપ સારુ તો જે જાગતા હોય તેને મહારાજ કેટલીક વાર મળતા, એમ શ્રદ્ધાવાળાને સુખ આપતા.
Maharaj would remain seated and discourse while some slept. To make them regret, Maharaj would embrace those who remained awake to listen. Maharaj gave bliss to those with faith in this way.
Mahārāj beṭhā beṭhā vāt karatā hoy ne keṭlāk sūī rahetā. Tenā pashchāttāp sāru to je jāgatā hoy tene Mahārāj keṭlīk vār maḷatā, em shraddhāvāḷāne sukh āpatā.
સેવા તો પોતાની શ્રદ્ધા પ્રમાણે થાય તે કરવી, પણ અસેવા તો ન જ કરવી. તે અસેવા તે શું જે, અવગુણ લેવો.
Serve according to one’s own faith, but never do disservice. What is that disservice? To perceive faults in others.
Sevā to potānī shraddhā pramāṇe thāy te karavī, paṇ asevā to na ja karavī. Te asevā te shu je, avaguṇ levo.
આ જીવને માખીમાંથી સૂર્ય કરવો છે તે દાખડા વિના થાય નહિ. તે તો ગુરુ ને શિષ્ય એ બેયને શ્રદ્ધા જોઈએ.
We want to transform this jiva from a mere, insignificant fly (i.e. an ordinary jiva) into the bright sun (i.e. a mukta). It is not possible without effort. For this, the guru and disciple both need strong faith.
Ā jīvne mākhīmāthī sūrya karavo chhe te dākhaḍā vinā thāy nahi. Te to guru ne shiṣhya e beyne shraddhā joīe.
જીવ-પ્રાણીમાત્રના મનને રહેવાનું ઠેકાણું મહારાજે કહ્યું જે, “પુરુષનું મન સ્ત્રીના અંગમાં છે ને સ્ત્રીનું મન પુરુષના અંગમાં છે.”
Maharaj revealed the focus of the mind of all jivas, “The mind of men is on the private organs of women and the mind of women is on the private organs of men.”
Jīv-prāṇīmātranā manne rahevānu ṭhekāṇu Mahārāje kahyu je, “Puruṣhnu man strīnā angmā chhe ne strīnu man puruṣhnā angmā chhe.”
દેહ પોતે નથી તે સાક્ષાત્ દેખાય છે ને દેહ મનાઈ ગયું છે એ અજ્ઞાન છે.
That we are not (really) this body is manifestly seen, but that we believe ourselves to be this body is ignorance.
Deh pote nathī te sākṣhāt dekhāy chhe ne deh manāī gayu chhe e agnān chhe.
ભગવાનમાં મન રાખે એવા થોડા, બાકી તો આખા મંદિરનો વહેવાર ચલાવે એવા પણ ખરા, ને કદાપિ ભગવાનમાં મન ન રહે તો પણ નિરંતર કથાવાર્તા કરવી ને તે કથાવાર્તામાં મન રાખવું. તે પણ નિરંતર એવો સંગ જોઈએ. નીકર તો એવું ન થાય, તે સારુ ક્રિયા પ્રવર્તાવી છે, તે જે કરે તેમાં ભગવાનનો સંબંધ, એ પણ માર્ગ છે, બાકી સિદ્ધાંત તો ભગવાનમાં મન રાખવું એ કરવાનું છે. તે તો મરણિયો થાય ત્યારે એ વાત થાય છે.
Those who keep their mind concentrated on God are few. But, there are those who can run the administration of the whole mandir with competence. Even if one’s mind does not stay focused on God, still engage in spiritual discourses continuously and keep the mind (focused) on the discourses. For that, too, one constantly needs such company; otherwise, that is not possible. For that reason, activities have been promoted and to engage in them while remembering God is also a good path. But the main principle is to keep the mind on God. That has to be done. This is possible only when one is ready to fully dedicate one’s life to attain it.
Bhagwānmā man rākhe evā thoḍā, bākī to ākhā mandirno vahevār chalāve evā paṇ kharā, ne kadāpi Bhagwānmā man na rahe to paṇ nirantar kathā-vārtā karavī ne te kathā-vārtāmā man rākhavu. Te paṇ nirantar evo sang joīe. Nīkar to evu na thāy, te sāru kriyā pravartāvī chhe, te je kare temā Bhagwānno sambandh, e paṇ mārg chhe, bākī siddhānt to Bhagwānmā man rākhavu e karavānu chhe. Te to maraṇiyo thāy tyāre e vāt thāy chhe.
સોમલખારનું૧ દૃષ્ટાંત જે, ગમે એવો હેતુ હોય ને તે કહેશે જે, બે પૈસાભાર ખાઓ, તો પણ તે મનાય નહિ, તેમ વિષયનું રૂપ છે એવું જણાય, તો ભોગવાય નહિ.
૧. એક અત્યંત ઝેરી પદાર્થ.
[Swami gave the example of a deadly poison:] For whatever reason, if someone says, “Consume (just) a tiny amount,” still one does not do so. Similarly, if one understands the true nature of the material pleasures, then one will not indulge in them.
Somalkhārnu1 draṣhṭānt je, game evo hetu hoy ne te kaheshe je, be paisābhār khāo, to paṇ te manāy nahi, tem viṣhaynu rūp chhe evu jaṇāy, to bhogavāy nahi.
1. Ek atyanta zerī padārth.
જ્યારે ભગવાન રાજી થાય ત્યારે તેને બુદ્ધિયોગ આપે છે, કાં મોટા સાધુનો સંગ આપે છે. ને જ્યાં સુધી જે પુરુષને વિષે રજ, તમ રહ્યો છે, ને એમાં ધર્માદિક ગુણ જણાય છે, પણ તેની એક સ્થિતિ રહેતી નથી, એમ પંચમસ્કંધમાં કહ્યું છે.
When God is pleased with someone, he gives him either a sense of understanding or the association of a great Sadhu.
Jyāre Bhagwān rājī thāy tyāre tene buddhiyog āpe chhe, kā Moṭā Sādhuno sang āpe chhe. Ne jyā sudhī je puruṣhne viṣhe raj, tam rahyo chhe, ne emā dharmādik guṇ jaṇāy chhe, paṇ tenī ek sthiti rahetī nathī, em Pancham Skandhmā kahyu chhe.
દ્રવ્યનું પ્રધાનપણું ન થાય એવા તો માણસ થોડા જ નીકળે ને જેને શ્રીજીમહારાજ સામી નજર હોય તેને પ્રધાન ન થાય. તે કહ્યું છે જે, ‘એવી કોણ વસ્તુ છે આ ભૂમાં, જેમાં લોભે જે લોભ્યા પ્રભુમાં,’૧ એવાને દ્રવ્ય પ્રધાન ન થાય બાકી તો સર્વેને થાય.
૧. સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી રચિત ભક્તચિંતામણિ, નિર્લોભી વર્તમાણ - પ્રકરણ ૧૦૭.
Only a few people do not have a priority for acquiring wealth. And for those who have their focus on Shriji Maharaj, money does not become a priority. It is said, “What object is there in this world that entices one who is attached to God?”1 For such people, wealth does not become predominant, but for all others it does.
1. Nirlobhi Vartamān - Prakaran 107 in Bhaktachintamani by Sadguru Nishkulanand Swami.
Dravyanu pradhānpaṇu na thāy evā to māṇas thoḍā ja nīkaḷe ne jene Shrījī Mahārāj sāmī najar hoy tene pradhān na thāy. Te kahyu chhe je, ‘Evī koṇ vastu chhe ā bhūmā, jemā lobhe je lobhyā Prabhumā,’ evāne dravya pradhān na thāy bākī to sarvene thāy.
ચૈતન્યાનંદ સ્વામી કેવા મોટા? તેને પણ બાળમુકુંદાનંદ સ્વામી મળ્યા ત્યારે જ સર્વે ખોટ્ય દેખાણી ને પછી મૂકી.૧ તે એવાને પણ રહી જાય તો બીજાને રહે એમાં શું? માટે મોટા પુરુષનો મન, કર્મ, વચને સમાગમ થયા વિના ખોટ્ય દેખાય નહિ ને ટળે પણ નહિ, એ સિદ્ધાંત વાર્તા છે. ચૈતન્યાનંદ સ્વામીની પેઠે અક્ષરાનંદ સ્વામી૨ તથા સર્વનિવાસાનંદ સ્વામીની૩ વાત છે.
૧. પરમચૈતન્યાનંદ સ્વામી સદ્ગુરુ કોટિના સંત હતા. એક વાર ઘેલામાં જળઝીલણી ઉત્સવ ઉજવવા જતાં તેમને કોઈએ બોલાવ્યા નહીં. આથી, તેઓ ઉદાસ થઈ ગયા. તે વખતે બાળમુકુંદાનંદ સ્વામીએ કહ્યું, “આપણે ક્યાં માન મેળવવા સત્સંગી થયા છીએ?” આ સાંભળી તેમને અંતર્દૃષ્ટિ થઈ. પછી તેમના ગુરુ ગોપાળાનંદ સ્વામીની પાસે વાતો સાંભળી. તેમણે મહારાજના મહિમાની ને સાધુની કેવી રીત-સમજણ હોવી જોઈએ તે વિષે અદ્ભુત વાતો કરી. ત્યારે ચૈતન્યાનંદ સ્વામી બોલ્યા કે, “બાર વરસ ગુરુ રહ્યો ને બાર વરસ સદ્ગુરુ રહ્યો પણ સત્સંગી તો આજ થયો.”
૨. શ્રીજીમહારાજે અગતરાઈ પાસેના ખોરાસા ગામના ગરાસિયા રાજાભાઈએ સતત બાર વર્ષ સુધી પોતાની આજ્ઞા પાળી પર્વતભાઈનું હળ હાંકેલું. તેથી પ્રસન્ન થઈ તેમને સાધુ કરી અક્ષરાનંદ સ્વામી નામ પાડ્યું ને તરત જ વરતાલ મંદિરના મહંત નીમ્યા. ત્યાર પછી રઘુવીરજી મહારાજે વરતાલની મહંતાઈ ગોપાળાનંદ સ્વામીના શિષ્ય સુપર્ણાનંદ સ્વામીને આપી ને અક્ષરાનંદ સ્વામીને બુધેજ મોકલ્યા. આથી, અક્ષરાનંદ સ્વામી મૂંઝાયા. પછી એક વાર જૂનાગઢ ગયેલા ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ સાંખ્યજ્ઞાનની ને માન-મોટપની તુચ્છતાની અદ્ભુત વાતો કરી. સ્વામીની વાતો સાંભળી તેમના હૃદયમાં ટાઢક થઈ ગઈ ને બોલ્યા, “વરતાલની મહંતાઈ કરી, પણ સાચો સત્સંગી-સાધુ આજ થયો.”
૩. સર્વનિવાસાનંદ સ્વામી અને સોમપ્રકાશાનંદ સ્વામી બન્ને પૂર્વાશ્રમમાં સગા ભાઈઓ હતા. તેમણે બન્નેએ શ્રીજીમહારાજના હસ્તે દીક્ષા ગ્રહણ કરી હતી. સર્વનિવાસાનંદ સ્વામી સદ્ગુરુ સંતા હતા. તેમના મંડળમાં ૫૦ સાધુ અને ૧૦ પાર્ષદો હતા. વળી, તેમની પાસે ૬૦ ચરણારવિંદની જોડ હતી. તેઓ ગોપાળાનંદ સ્વામીનો મહિમા સમજી તેમનો સમાગમ કરવા અમદાવાદનું સદ્ગુરુપદ જતું કરી વરતાલ જવા તૈયાર થયા. આચાર્ય અયોધ્યાપ્રસાદજીએ તેમને જોઈએ તેટલાં પુસ્તકો, ગાદી-તકિયા, માગે તેટલા સાધુ અને ૨૦ જોડ ચરણારવિંદ આપવાની વાત કરી, પરંતુ બધી જ મહોબત છોડી તેમણે ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કર્યો. તેમને ગોપાળાનંદ સ્વામીમાં અતિશય હેત થયું હતું. ગોપાળાનંદ સ્વામીના સમાગમથી તેઓને પંચવિષયમાં અનાસક્તિ થઈ હતી. ગોપાળાનંદ સ્વામી ઘણી વખત કહેતા, “મારા જ્ઞાનને ત્રણ જણ પામ્યા, બાલમુકુંદાનંદ સ્વામી, સર્વનિવાસાનંદ સ્વામી અને વિજયાત્માનંદ સ્વામી.” ગુણાતીતાનંદ સ્વામી કહેતા, “ગોપાળાનંદ સ્વામીને ઓળખવા હોય તો સર્વનિવાસાનંદ સ્વામીનો સમાગમ કરવો.” આવા સંતવર્ય સર્વનિવાસાનંદ સ્વામી સંવત ૧૯૧૯ના માગશર સુદ ૨ના રોજ વરતાલમાં અક્ષરનિવાસી થયા.
સર્વનિવાસાનંદ સ્વામી અમદાવાદ દેશના મુમુક્ષુ સંત હતા. એક વાર ગોપાળાનંદ સ્વામી અમદાવાદમાં પધાર્યા, ત્યારે તેમણે એમનો સમાગમ કર્યો. તેઓ વચનામતના જ્ઞાતા હોવા છતાં જ્યારે ગુરુ ગોપાળાનંદ સ્વામીએ વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું ૨૦મું સર્વનિવાસાનંદ સ્વામીને સમજાવ્યું, ત્યારે તેમને અંતદૃષ્ટિ થઈ. જ્ઞાનનાં પડળ ખૂલી ગયાં. મનુષ્યદેહે કરીને મોક્ષ પ્રાપ્ત કરી લેવાનો નિશ્ચય કરી ગોપાળાનંદ સ્વામી સાથે જવા માટે તૈયાર થયા. આચાર્ય અયોધ્યાપ્રસાદજી મહારાજને તેનાં ખબર મળ્યાં. તેમણે સર્વનિવાસાનંદ સ્વામીને રોક્યા ને લાલચ આપી કે, “તમને મહારાજનાં વીસ જોડ ચરણારવિંદ આપું ને અમદાવાદ મંદિરના મહંત બનાવું. તમે અહીં રહો. અહીં શી ખોટ છે!” તેઓ કહે, “અહીં બધું છે પણ ગોપાળાનંદ સ્વામી નથી, મારે તેમનો સમાગમ કરવો છે.” એમ મહોબત મૂકીને એમણે સમાગમ કરેલો. તેમણે ગુણાતીતાનંદ સ્વામીને કહેલું કે, “ઓલ્યા દેશમાં રહ્યો હોત તો કલ્યાણ રહી જાત.” (સ્વામીની વાતો: ૧૦/૧૪૪)
How great was Chaitanyanand Swami? Even so, he realized his flaw only when he met Balmukundanand Swami and eradicated it. If someone like him has flaws remain, what is so surprising if others have flaws remain? Therefore, without associating with the great Purush through mind, body, and speech, one cannot realize their flaws - this is the principle. Just like Chaitanyanand Swami,1 Aksharanand Swami’s2 and Sarvanivasanand Swami’s3 stories are similar.
1. Paramchaitanyanand Swami (also known as Chaitanyanand Swami) was a senior sadhu of Shriji Maharaj. Once, everyone went to celebrate Jal-Jhilani festival in the Ghela River and no one remembered to call him. He became disheartened that he was forgotten. At that time, Balmukund Swami said, “Did we become satsangi to be honored?” Hearing these words, he reflected and understood his mistake. He then listened to talks by Balmukund Swami’s guru Gopaland Swami. From his amazing talks, Paramchaitanyanand Swami understood the greatness of Shriji Maharaj and the qualities of a sadhu. Chaitanyanand Swami said, “I was a guru for 12 years, a sadguru for 12 years, but I became a satsangi today.”
2. Prior to becoming a sadhu, Aksharanand Swami was a landowner named Rajabhai of Khorasa, a village near Agatrai. He plowed Parvatbhai’s farm for 12 years upon Shriji Maharaj’s command before Maharaj gave him dikshā and named him Aksharanand Swami. Immediately after dikshā, he appointed him as the mahant of Vartal mandir. Later, Raghuvirji Maharaj appointed Gopalanand Swami’s shishya Suparnanand Swami as the mahant of Vartal and relocated him to Budhej. Aksharanand Swami did not take this change well. Once, he went to Junagadh and listened to Gunatitanand Swami’s talks of sankhya and the triviality of fame and seniority. He felt peace after listening to Swami’s talks and said, “I was the mahant of Vartal, but I became a true satsangi and a true sadhu today.”
3. Sarvanivasanand Swami and Somprakashanand Swami were brothers prior to receiving dikshā from Shriji Maharaj. Sarvanivasanand Swami was a sadguru (senior) sadhu. He was the leader of 50 sadhus and 10 pārshads. He also had 60 pairs of imprints of Shriji Maharaj’s holy feet. He had understood Gopalanand Swami’s greatness and left his seniority of Amdavad for the company of Gopalanand Swami in Vartal. Ayodhyaprasadji Maharaj learned of this and tried to entice him with scriptures, comforts, more sadhus, and 20 pairs of Maharaj’s footprints; yet, Sarvanivasanand Swami was not tempted by these enticements and left to listen to Gopalanand Swamis’s talks. By his association, Sarvanivasanand Swami had become free from desires of sensual pleasures. Gopalanand Swami praised him many times, saying, “Only three attained my wisdom: Balmukund Swami, Sarvanivasanand Swami, and Vijayatmanand Swami.”
Sarvanivasanand Swami had developed affection toward Gopalanand Swami. Once, Gopalanand Swami arrived in Amdavad and Sarvanivasanand Swami listened to his talks. Although he was well-versed in the Vachanamrut, hearing Gopalanand Swami’s talks on Vachanamrut Gadhada I-20 opened his eyes and he realized his goal was to attain liberation. He was determined to leave Amdavad and go with Gopalanand Swami for his constant association. He kicked all of the worldly pleasures aside for Gopalanand Swami’s association. He once said to Gunatitanand Swami, “If I had stayed in that diocese (Amdavad), I would have spoiled my liberation.”
Chaitanyānand Swāmī kevā moṭā? Tene paṇ Bāḷmukundānand Swāmī maḷyā tyāre ja sarve khoṭya dekhāṇī ne pachhī mūkī.1 Te evāne paṇ rahī jāy to bījāne rahe emā shu? Māṭe moṭā puruṣhno man, karma, vachane samāgam thayā vinā khoṭya dekhāy nahi ne ṭaḷe paṇ nahi, e siddhānt vārtā chhe. Chaitanyānand Swāmīnī peṭhe Akṣharānand Swāmī2 tathā Sarvanivāsānand Swāmīnī3 vāt chhe.
1. Paramchaitanyānand Swāmī sadguru koṭinā sant hatā. Ek vār Ghelāmā Jaḷjhīlaṇī utsav ujavavā jatā temane koīe bolāvyā nahī. Āthī, teo udās thaī gayā. Te vakhate Bāḷamukundānand Swāmīe kahyu, “Āpaṇe kyā mān meḷavavā satsangī thayā chhīe?” Ā sāmbhaḷī temane antardraṣhṭi thaī. Pachhī temanā guru Gopāḷānand Swāmīnī pāse vāto sāmbhaḷī. Temaṇe Mahārājnā mahimānī ne sādhunī kevī rīt-samajaṇ hovī joīe te viṣhe adbhut vāto karī. Tyāre Chaitanyānand Swāmī bolyā ke, “Bār varas guru rahyo ne bār varas sadguru rahyo paṇ satsangī to āj thayo.”
2. Shrījī Mahārāje Agatrāī pāsenā Khorāsā gāmnā garāsiyā Rājābhāīe satat bār varṣha sudhī potānī āgnā pāḷī Parvatbhāīnu haḷ hānkelu. Tethī prasanna thaī temane sādhu karī Akṣharānand Swāmī nām pāḍyu ne tarat ja Vartāl Mandirnā mahant nīmyā. Tyār pachhī Raghuvīrjī Mahārāje Vartālnī mahantāī Gopāḷānand Swāmīnā shiṣhya Suparṇānand Swāmīne āpī ne Akṣharānand Swāmīne Budhej mokalyā. Āthī, Akṣharānand Swāmī mūnzāyā. Pachhī ek vār Jūnāgaḍh gayelā tyāre Guṇātītānand Swāmīe sānkhyagnānnī ne mān-moṭapnī tuchchhatānī adbhut vāto karī. Swāmīnī vāto sāmbhaḷī temanā hṛudaymā ṭāḍhak thaī gaī ne bolyā, “Vartālnī mahantāī karī, paṇ sācho satsangī-sādhu āj thayo.”
3. Vachanāmṛutnā gnātā hovā chhatā jyāre sadguru Gopāḷānand Swāmīe Gaḍhaḍā Prathamnu 20mu Vachanāmṛut Sarvanivāsānand Swāmīne samajāvyu tyāre samajaṇnī khoṭ dekhāī.