TEXT OPTIONS
AUDIO OPTIONS
Show audio player
Auto play audio
Auto advance audio
Auto scroll to audio
Auto advance to next page
॥ સ્વામીની વાતો ॥
પ્રકરણ: ૨
વાત: ૧૨૧ થી ૧૩૦
કારખાનાં કરવાની રીતિ મહારાજે કહેલ જે, “સાવજ૧ હોય તે દિવસમાં ત્રણ તલપું૨ નાખે ને તેમાં આહાર મળે તે ખાય, ને નારડા૩ છે તે તો આખો દિવસ દોડતાં ફરે. તેમ કારખાનું કરવું, તે સાવજની પેઠે એક મહિનો કરવું ને પછી પાછું છ મહિને કે વરસ દહાડે બીજું કરવું, પણ નારડાની પેઠે નિરંતર બારે માસ ન કરવું.” એમ કહ્યું હતું.
૧. સિંહ.
૨. શિકાર માટે છલાંગ.
૩. હિંસક પશુઓની ઊતરતી જાત, વરુઓ.
Maharaj thus described the method of worldly enterprise, “A lion makes three attempts in a day to capture prey and from that eats whatever food is obtained. Jackals keep running around all day for food.” So if one wants to build and run a factory, then, like the lion, do so for one month, then the next one should be established after six months or a year, but do not be like the jackal for all twelve months.
Kārakhānā karavānī rīti Mahārāje kahel je, “Sāvaj1 hoy te divasmā traṇ talpu2 nākhe ne temā āhār maḷe te khāy, ne nāraḍā3 chhe te to ākho divas doḍatā fare. Tem kārakhānu karavu, te sāvajnī peṭhe ek mahino karavu ne pachhī pāchhu chha mahine ke varas dahāḍe bīju karavu, paṇ nāraḍānī peṭhe nirantar bāre mās na karavu.” Em kahyu hatu.
1. Sinha.
2. Shikār māṭe chhalāng.
3. Hinsak pashuonī ūtartī jāt, varuo.
પ્રતિલોમપણે હૃદયમાં સંકલ્પ સામું જોવું તથા પ્રતિલોમપણે ભગવાનનું ધ્યાન કરવું ને તેમાં જ સુખ છે પણ પ્રતિલોમ૧ જેવો બીજો સુખનો ઉપાય નથી, માટે પ્રતિલોમનો અભ્યાસ નિરંતર રાખવો એ સિદ્ધાંત વાત છે. તે વચનામૃતમાં મહારાજે બહુ ઠેકાણે કહ્યું છે ને મોટા સંતનો એ આગ્રહ મુખ્ય છે ને પ્રતિલોમ વિના યથાર્થ જ્ઞાન થાતું નથી.
૧. પાછી વૃત્તિ વાળવી, અંતર્વૃત્તિ કરી તપાસવું.
Look within at the desires in one’s own heart. Introspect to meditate on God since only that has happiness. Apart from introspection there is no greater means to attaining happiness. Therefore, introspect continuously. That is the principle and it has been spoken of by Maharaj many times in the Vachanamrut. So, the great holy Sadhu insists mainly on this. Without introspection, true spiritual knowledge is not attained.
Pratilompaṇe hṛudaymā sankalp sāmu jovu tathā pratilompaṇe Bhagwānnu dhyān karavu ne temā ja sukh chhe paṇ pratilom1 jevo bījo sukhno upāy nathī, māṭe pratilomno abhyās nirantar rākhavo e siddhānt vāt chhe. Te Vachanāmṛutmā Mahārāje bahu ṭhekāṇe kahyu chhe ne Moṭā Santno e āgrah mukhya chhe ne pratilom vinā yathārth gnān thātu nathī.
1. Pāchhī vṛutti vāḷavī, antarvṛutti karī tapāsavu.
અનંત કોટિ બ્રહ્માંડ છે ને તે સર્વ બ્રહ્માંડમાં અનંત કોટાનકોટિ ભગવાનની મૂર્તિયું છે. એ સર્વના કારણ સ્વામિનારાયણ ભગવાન છે, એમ સમજવું.
There are infinite brahmānds and there are infinite murtis of God in each brahmānd. One should understand that the cause of all this is Bhagwan Swaminarayan.
Anant koṭi brahmānḍ chhe ne te sarva brahmānḍmā anant koṭānkoṭi Bhagwānnī mūrtiyu chhe. E sarvanā kāraṇ Swāminārāyaṇ Bhagwān chhe, em samajavu.
જ્યાં સુધી દાઢી-મૂછ ન ઊગી હોય ત્યાં સુધી તેમાં સ્ત્રીનો ભાવ કહેવાય, તે સારુ એવા સામું દૃષ્ટિ માંડીને જોવું નહિ ને એવા સામું જોયા કરે તો સ્ત્રી સામું પણ જોવાય, માટે એવામાં હેત ન કરવું.
As long as one has not grown a beard or mustache, one is considered to have the quality of a female. Therefore, one should not look at them with a fixed gaze. If one does look at them, then one would want to look at a woman also. Therefore, one should not develop affection toward them.
Jyā sudhī dāḍhī-mūchh na ūgī hoy tyā sudhī temā strīno bhāv kahevāy, te sāru evā sāmu draṣhṭi mānḍīne jovu nahi ne evā sāmu joyā kare to strī sāmu paṇ jovāy, māṭe evāmā het na karavu.
ત્રણ વાત સર્વ કરતાં મુખ્ય રાખવી, બાકી બીજા ગુણ જે, ત્યાગ, વૈરાગ્યાદિક તે તો કોઈને થોડા હોય ને કોઈને વધુ હોય; તેની વિક્તિ જે, એક તો ઉપાસના, બીજી આજ્ઞા ને ત્રીજું ભગવદી સાથે સુહૃદપણું, એ ત્રણ અવશ્ય રાખવાં. તે ત્રણ જેમાં હોય તે મોટાને ગમે.
Three qualities should be cultivated above all. Since, other virtues, such as, renunciation, detachment, etc. may be present to varying degrees, more in some, and less in others. The details: first, upāsanā; second, obeying commands; and third, friendship with the devout. One should certainly keep these three. And the great (Sadhu) likes those who have all three.
Traṇ vāt sarva karatā mukhya rākhavī, bākī bījā guṇ je, tyāg, vairāgyādik te to koīne thoḍā hoy ne koīne vadhu hoy; tenī vikti je, ek to upāsanā, bījī āgnā ne trīju bhagvadī sāthe suhṛadpaṇu, e traṇ avashya rākhavā. Te traṇ jemā hoy te Moṭāne game.
પૂર્વે એક સદ્ગુરુ પાસે મુમુક્ષુ દ્રવ્ય લઈને ગયો ને પૂછ્યું જે, “આ દ્રવ્યનું કેમ કરવું છે?” ત્યારે તે ગુરુ કહે જે, “દ્રવ્ય તું રાખે કે હું રાખું કે કોઈને આપીએ તો તે સર્વેનું ભૂંડું કરે એવું એ છે,” એમ કહીને ગંગામાં નંખાવ્યું.
Once, an aspirant took some money to a sadhu and asked, “What should I do with this money?” The guru replied, “Whether you keep the money or I keep it or if it is given to someone else, it will still bring misery to all.” Saying this, he had it thrown into the Ganga.
Pūrve ek sadguru pāse mumukṣhu dravya laīne gayo ne pūchhyu je, “Ā dravyanu kem karavu chhe?” Tyāre te guru kahe je, “Dravya tu rākhe ke hu rākhu ke koīne āpīe to te sarvenu bhūnḍu kare evu e chhe,” em kahīne Gangāmā nankhāvyu.
મોટા પાસે નિષ્કપટ થાવામાં બહુ લાભ છે. તે એક જણને રૂપ દેખાઈ ગયું તેનો આકાર બંધાઈ ગયો. પછી તેણે મોટા સંત પાસે કહ્યું, ત્યારે તે સંતે મહારાજની સ્તુતિ કરીને ટાળી નાખ્યું.
There are many benefits in confessing one’s sins and faults before the great Sadhu. One person saw a woman and her form became fixed in his mind. He revealed this to the great Sadhu who prayed to Maharaj and erased it from his heart and mind.
Moṭā pāse niṣhkapaṭ thāvāmā bahu lābh chhe. Te ek jaṇne rūp dekhāī gayu teno ākār bandhāī gayo. Pachhī teṇe moṭā sant pāse kahyu, tyāre te sante Mahārājnī stuti karīne ṭāḷī nākhyu.
સ્મૃતિ સહિત અને સ્મૃતિ રહિતમાં કેમ ભેદ છે? તો જેમ ભર્યું માણસ ને ઠાલું માણસ, ભર્યું ગાડું ને ઠાલું ગાડું, તેમ તેનું ચાલવું, બોલવું, જોવું, સાંભળવું, ખાવું ઇત્યાદિક ક્રિયામાં ભેદ છે.
What is the difference between doing all activities while remembering God and without remembering God? It is like the difference between a wise person and a foolish person; a full cart and an empty cart. Similarly, between devotees and non-devotees, there are differences in their actions, such as, walking, speaking, seeing, listening, eating, etc. (The former perform all duties while remembering God while the latter do not remember God.)
Smṛuti sahit ane smṛuti rahitmā kem bhed chhe? To jem bharyu māṇas ne ṭhālu māṇas, bharyu gāḍu ne ṭhālu gāḍu, tem tenu chālavu, bolavu, jovu, sāmbhaḷavu, khāvu ityādik kriyāmā bhed chhe.
મોટાનો મહિમા જીવને સમજવો કઠણ છે, કેમ જે, બ્રહ્માંડની પણ ગણતી નહિ ને વળી આ લોકના તુચ્છ પદાર્થની પણ સંભાવના રાખે, તે એ વાત કેમ સમજાય?
It is difficult for the jiva to understand the glory of the great Sadhu. Since, even a universe is of no significance to the great Sadhu and yet he looks after the insignificant objects of this world. How can such behaviour be understood?
Moṭāno mahimā jīvne samajavo kaṭhaṇ chhe, kem je, brahmānḍnī paṇ gaṇatī nahi ne vaḷī ā loknā tuchchha padārthnī paṇ sambhāvanā rākhe, te e vāt kem samajāy?
મોટા એકાંતિક ક્રિયા કરાવે ને બીજા કરાવે તેમાં ભેદ છે; કેમ જે, મોટા ક્રિયા કરાવે, તેમાં બંધાવા દે નહિ ને તેનો ફેર ચડાવી દે નહિ, તેનો નિષેધ કર્યા કરે. ને બીજો તો કરાવે એટલું તેના હૈયામાં ભેગું થઈને ખડકાય ને નવરા રહે તો પણ તેના મનસૂબા કર્યા કરે, ને અંતરમાં ગોટા વળાવે. તે કરનાર કરે એટલા દહાડા તો તેના ઉપર સર્વ હેત બહુ કરે, પણ તેથી જ્ઞાન વિના જો કાંઈક આડુંઅવળું થઈ જાય તો તેને માથે સંસ્કાર કરાવે. ને મોટા ક્રિયા કરાવે તે તો જેમ બકરાને ખવરાવીને સાવજ આગળ રાખે તેમાં તોલ વધે નહિ;૧ એમ કરાવે. એવી રીતે ભેદ છે, પણ એ વાત સમજાય નહિ.
૧. અકબરે ખેડુતોની કસોટી કરવા ફરમાણ ફેલાવ્યું: બકરીઓને ઘટે તેમ ઘાસ ખવડાવવું પણ વજન વધવા દેવું નહિ. બકરીનું વજન વધે તો દંડ કરવો. ખેડુતોએ જહેમત કરી પણ બકરીઓનું વજન વધ્યું. તેથી તેઓ બીર્બલ પાસે ગયા. બીર્બલે વિચરી અને યુક્તિ કરી. બકરીઓને ખવડાવ્યા પછી પાંજરામાં સિંહ પાસે લઈ ગયા. સિંહની ગર્જના સાંભળી બકરીઓના પેટમાં અનાજ ટકી ન શક્યું એટલે જે ખાય તે બધુ બહાર નીકળી જાય. આમ રોજ ઘટે તેમ ખવડાવે પણ સિંહ આગળ ઊભી રાખે એટલે વજન વધે નહિ. આ દૃષ્ટાંતનું સિદ્ધાંત: મોટાપુરુષ પ્રવૃત્તિમાં જોડે પણ સિંહની પેઠે જુએ અને ગર્જના કરે એટલે પ્રવૃત્તિમાં બંધન ન થાય.
There is a difference between the great enlightened Sadhu making one perform a task and someone else making one do something. Since, in the work the great Sadhu makes one do, he does not let one become attached to it and does not let it go to one’s head. He continually denounces it. Whereas that which another makes one do accumulates in one’s heart, and when one is free, one still thinks of it (the task). So, within, there is confusion. While one does some tasks everyone shows much affection, but if unknowingly something wrong is done, then the blame is put on one’s head. But the great make one perform tasks in the way a goat is fed while it is kept before a lion, with the result that it does not gain weight.1 He does this and in this way there is a difference. But this talk is not understood.
1. Akbar set a challenge to his kingdom’s farmers that they should feed his goats as much grass as possible, but not allow them to gain weight. If they gained weight, the farmers would be punished. Despite their best efforts the farmers could not prevent the goats from gaining weight and so they were punished. They went to Birbal for help. After assessing the situation, Birbal fed the goats and then took them to a ferocious lion which was in a cage. The frightening roar of the lion caused diarrhoea in the goats. So whatever they had eaten was passed out. In this way, the goats were fully fed everyday and then brought before the lion and their weight did not increase. Similarly, the great Sadhu engages people in activities, but watches over them like a lion to ensure they do not become attached to the activities.
Moṭā Ekāntik kriyā karāve ne bījā karāve temā bhed chhe; kem je, moṭā kriyā karāve, temā bandhāvā de nahi ne teno fer chaḍāvī de nahi, teno niṣhedh karyā kare. Ne bījo to karāve eṭalu tenā haiyāmā bhegu thaīne khaḍakāy ne navarā rahe to paṇ tenā mansūbā karyā kare, ne antarmā goṭā vaḷāve. Te karanār kare eṭalā dahāḍā to tenā upar sarva het bahu kare, paṇ tethī gnān vinā jo kāīk āḍu-avaḷu thaī jāy to tene māthe sanskār karāve. Ne moṭā kriyā karāve te to jem bakarāne khavrāvīne sāvaj āgaḷ rākhe temā tol vadhe nahi; em karāve. Evī rīte bhed chhe, paṇ e vāt samajāy nahi.