share

॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૨

વાત: ૧૧૧ થી ૧૨૦

મુમુક્ષુ છે તે નેત્રને ઠેકાણે છે ને સમાગમ છે તે સૂર્યને ઠેકાણે છે. સૂર્ય હોય તો નેત્રે દેખાય, ને ગમે એવો સંસ્કાર હોય તો પણ સમાગમ વિના ટળી જાય, ને સમાગમ હોય ને સંસ્કાર ન હોય તો પણ થાય. માટે ક્રિયમાણ બળવાન છે.

સત્સંગ (18.20) / (૨/૧૧૧)

૧. વર્તમાનકાળે આચરવામાં આવતાં કર્મ.

The spiritual aspirant represents the eyes and association with the great Sadhu represents the sun. If sunlight is present, vision is possible with the eyes. No matter what great merits one may have from previous births, without association they are lost. If one has the association and no merits from previous births, still good merits are cultivated. Therefore, current actions1 are powerful.

Satsang (18.20) / (2/111)

1. Three types of actions: kriyamān – current actions; prārabdha – the fruits of past actions which form one’s current destiny; sanchit – stock of karma, for which the consequences/fruits have yet to be experienced.

Mumukṣhu chhe te netrane ṭhekāṇe chhe ne samāgam chhe te sūryane ṭhekāṇe chhe. Sūrya hoy to netre dekhāy, ne game evo sanskār hoy to paṇ samāgam vinā ṭaḷī jāy, ne samāgam hoy ne sanskār na hoy to paṇ thāy. Māṭe kriyamāṇ1 baḷavān chhe.

Satsang (18.20) / (2/111)

1. Vartamānkāḷe ācharvāmā āvatā karma.

સંસારમાં ચોંટ્યા વિના તો રહેવાય જ નહિ, પણ જો સારા સાધુનો નિરંતર સમાગમ રાખે તો ઊખડાય, નીકર ચોંટી જવાય.

સત્સંગ (18.21) / (૨/૧૧૨)

It is not possible to engage in worldly affairs without becoming attached to them. But if one gets the continuous association of a good sadhu, one can become detached from the world, otherwise one surely becomes attached.

Satsang (18.21) / (2/112)

Sansārmā choṭyā vinā to rahevāy ja nahi, paṇ jo sārā sādhuno nirantar samāgam rākhe to ūkhaḍāy, nīkar choṭī javāy.

Satsang (18.21) / (2/112)

વિષયનો સંબંધ થયા મોર્ય તો બકરાની પેઠે બીવું ને સંબંધ થઈ જાય તો ત્યાં સિંહ થાવું.

પંચવિષય-વાસના-વ્યસન (8.17) / (૨/૧૧૩)

Before contact is made with material pleasures, be fearful like a goat (i.e. run away from them), but if contact is made, become like a lion (i.e. chase them away).

Material Pleasures-Desires-Addictions (8.17) / (2/113)

Viṣhayno sambandh thayā morya to bakarānī peṭhe bīvu ne sambandh thaī jāy to tyā sinha thāvu.

Material Pleasures-Desires-Addictions (8.17) / (2/113)

જીવનો સ્વભાવ બદ્ધ છે, તે ત્યાગીમાં બંધાય ને ગૃહસ્થમાં પણ બંધાય, ને પદાર્થમાં બંધાય ને દેશમાં ને ગામમાં બંધાય ને આસનમાં બંધાય ને જ્યાં એક ઠેકાણે રહે ત્યાં બંધાય; ને નાતજાતમાં બંધાય, એવાં અનંત ઠેકાણાં બંધાવાનાં છે. તે સારુ તો ટોપીવાળો કોઈને એક ઠેકાણે રહેવા દેતો નથી.

(૨/૧૧૪)

૧. અંગ્રેજી અમલદારોની સમયે સમયે ફેરબદલી થાય છે તે.

The nature of the jiva is to attach. Whether is becomes a renunciant or a gruhastha, it will become attached. It will become attached to objects or land or a village or a place or where one lives. It will attach to its caste or community. There are infinite such places to become attached. For this reason, the British do not allow anyone to stay in one place.

(2/114)

Jīvno swabhāv baddha chhe, te tyāgīmā bandhāy ne gṛuhasthmā paṇ bandhāy, ne padārthmā bandhāy ne deshmā ne gāmmā bandhāy ne āsanmā bandhāy ne jyā ek ṭhekāṇe rahe tyā bandhāy; ne nāt-jātmā bandhāy, evā anant ṭhekāṇā bandhāvānā chhe. Te sāru to ṭopīvāḷo koīne ek ṭhekāṇe rahevā deto nathī.1

(2/114)

1. Angrejī amaldāronī samaye samaye ferbadalī thāy chhe te.

વિષયને માર્ગે આંધળા થાવું, બહેરા થાવું, લૂલા થાવું એમ થાવું, પણ આસક્ત ન થાવું.

પંચવિષય-વાસના-વ્યસન (8.18) / (૨/૧૧૫)

On the path of sense pleasures, become blind, deaf and lame, but do not become attached to them.

Material Pleasures-Desires-Addictions (8.18) / (2/115)

Viṣhayne mārge āndhaḷā thāvu, baherā thāvu, lūlā thāvu em thāvu, paṇ āsakta na thāvu.

Material Pleasures-Desires-Addictions (8.18) / (2/115)

આ બ્રહ્માંડના સર્વ જીવને ખવરાવવું તે કરતાં એક ભગવદીને જમાડવો એ અધિક છે.

સાધુનો મહિમા (30.41) / (૨/૧૧૬)

To feed a devotee of God is superior than feeding all the jivas of this universe.

Glory of the Sadhu (30.41) / (2/116)

Ā brahmānḍnā sarva jīvne khavarāvavu te karatā ek bhagvadīne jamāḍavo e adhik chhe.

Glory of the Sadhu (30.41) / (2/116)

ખટરસમાં રહ્યા ને જલેબીમાં ગયા. તે શું જે, ટાઢી અગ્નિ એવા વિષય ભૂંડા છે.

(૨/૧૧૭)

૧. શ્રીજીમહારાજે શરૂ શરૂમાં સંતો-પરમહંસો પાસે ખૂબ તપ કરાવ્યાં હતાં. ભોજનના છ એ છ રસનો ત્યાગ રાખવો તે ખટરસ વર્તમાન ગણાય. તેવાં અઘરાં વર્તમાન પાળનાર ઘણા સાધુ હતા. પછી મહારાજે પ્રકરણ ફેરવ્યું ને સૌને મિષ્ટાન્ન જમાડવાનું શરૂ કર્યું. તેમાં અતિ વૈરાગ્યવાળાને આ ન રુચ્યું ને સત્સંગ છોડી જતા રહ્યા. આનો એક અર્થ આમ પણ કરી શકાય: ખટરસ જેવા શુષ્ક વિષયમાં કદાચ રહી જવાય પણ જલેબી જેવા મિષ્ટ વિષયોમાં તો પતન થઈ જ જાય. કારણ કે સારા વિષયો ભોગવ્યાથી ઇન્દ્રિયો બળવાન થાય અને તેને સત્સંગ બહાર ફેંકી દે.

૨. સદ્‍ગુરુ સંતો આ વાતનો મર્મ આ રીતે પણ કરે છે કે મહારાજે તપ કરાવ્યું ત્યારે સૌને ઇન્દ્રિયોની વૃત્તિઓ વિરામ પામી ગઈ, પરંતુ જમાડવાનું પ્રકરણ ચલાવ્યું ત્યારે વૃત્તિઓ એ આકારે થઈ ગઈ ને જગતના ઘાટ થવાથી તે ગયા. પરંતુ જેમણે કેવળ શ્રીજીની મૂર્તિનું જ સુખ લીધું તેઓ આ પ્રકરણમાંથી પણ પાર ઊતરી ગયા. ટાઢી અગ્નિ એટલે હિમ. (જુઓ: વચનામૃત ગઢડા મધ્ય ૨૩)

The [paramhansas] stayed during the khatras prakaran and left during the jalebi prakaran.1 Particularly, the vishays are detrimental like frost.2

(2/117)

1. There are two ways to understands this short statement by Swami: (1) In the beginning, Shriji Maharaj made the paramhansas perform extreme austerities by issuing various prakarans. In one prakaran, Maharaj made the paramhansas abstain from eating foods that contained six types of tastes. This was known as the khatras vartamān. Many sadhus passed this harsh vartamān. Maharaj then overturned this prakaran and started serving delicious foods and sweets. However, many sadhus, who were inclined toward practicing vairāgya, did not prefer this freedom from austerities. So, many of these sadhus left. (2) Another way to interpret this statement is: It is possible to stay in Satsang when a harsh prakaran like khatras is observed, but when one is allowed to eat delicious foods like jalebis, one will certainly fall, because indulging in the best of the vishays will awaken the indriyas’ inclination to enjoy the vishays. This leads one to fall from observing the niyams of satsang.

See Swamini Vat 2/154 footnote for the list of prakarans issued by Shriji Maharaj.

2. The sadguru sadhus explain the significant of this statement this way: When Maharaj made the sadhus perform extreme austerities, the inclination of their indriyas became dormant. When he ended the khatras vartamān and started feeding the sadhus, their indriyas awakened and became attached to the delicious foods. This lead to thoughts of enjoying other aspects of the world and they left. In contrast, the ones who derived happiness only from Maharaj’s murti successfully passed this prakaran. Here, Swami refers to frost as ‘cold heat’. This is in reference to Vachanamrut Gadhada II-23: Heat and Frost.

Khaṭrasmā rahyā ne jalebīmā gayā.1 Te shu je, ṭāḍhī agni evā2 viṣhay bhūnḍā chhe.

(2/117)

1. Shrījī Mahārāje sharū sharūmā santo-paramahanso pāse khūb tap karāvyā hatā. Bhojannā chha e chha rasno tyāg rākhavo te khaṭras vartamān gaṇāy. Tevā agharā vartamān pāḷnār ghaṇā sādhu hatā. Pachhī Mahārāje prakaraṇ feravyu ne saune miṣhṭānna jamāḍavānu sharū karyu. Temā ati vairāgyavāḷāne ā na ruchyu ne satsang chhoḍī jatā rahyā. Āno ek artha ām paṇ karī shakāy: khaṭras jevā shuṣhka viṣhaymā kadāch rahī javāy paṇ jalebī jevā miṣhṭa viṣhayomā to patan thaī ja jāy. Kāraṇ ke sārā viṣhayo bhogavyāthī indriyo baḷavān thāy ane tene satsang bahār fenkī de.

2. Sad‍guru santo ā vātno marma ā rīte paṇ kare chhe ke Mahārāje tap karāvyu tyāre saune indriyonī vṛuttio virām pāmī gaī, parantu jamāḍavānu prakaraṇ chalāvyu tyāre vṛuttio e ākāre thaī gaī ne jagatnā ghāṭ thavāthī te gayā. Parantu jemaṇe kevaḷ Shrījīnī mūrtinu ja sukh līdhu teo ā prakaraṇmāthī paṇ pār ūtarī gayā. Tāḍhī agni eṭale him. (Juo: Vachanāmṛut Gaḍhaḍā Madhya 23)

મહારાજ કહેતા જે, “હરિભક્ત કોઈ રીતે સુખિયા થાતા નથી; તે જો રૂપિયા આપીએ તો દર્શન કરવા નવરા થાતા નથી ને ગરીબ રાખીએ તો કહેશે જે ભાતું ન મળે, શું દર્શને જઈએ? માટે બેય વાતે જીવ ભગવાનને ભજતા નથી. તે સારુ ચાર ઉપાય કરીએ છીએ. તે સામ જે, વાતું કરીએ છીએ; ને દામ જે, ભગવાન આપીએ છીએ; ને ભેદ જે, સર્વે ખોટું કહીએ છીએ; ને દંડ જે, જમપુરીનાં દુઃખ દેખાડીએ છીએ; એમ કરીએ છીએ.”

ભગવાનનું ધ્યાન અને ભક્તિ (25.12) / (૨/૧૧૮)

Maharaj used to say, “Devotees do not become happy in any way; if we give them money then they do not become free to come for darshan and if we keep them poor, they say, ‘We do not get food, so why go for darshan?’ Thus, both ways, the jiva does not worship God. For this, we use four remedies: sām – we talk; dām – give them God; bhed – explain everything as perishable; and dand – show them the miseries of hell. This is what we do.”

Worship and Meditation of God (25.12) / (2/118)

Mahārāj kahetā je, “Haribhakta koī rīte sukhiyā thātā nathī; te jo rūpiyā āpīe to darshan karavā navarā thātā nathī ne garīb rākhīe to kaheshe je bhātu na maḷe, shu darshane jaīe? Māṭe bey vāte jīv Bhagwānne bhajatā nathī. Te sāru chār upāy karīe chhīe. Te sām je, vātu karīe chhīe; ne dām je, Bhagwān āpīe chhīe; ne bhed je, sarve khoṭu kahīe chhīe; ne danḍ je, Jampurīnā dukh dekhāḍīe chhīe; em karīe chhīe.”

Worship and Meditation of God (25.12) / (2/118)

સત્સંગમાં કેટલાક મુક્ત છે, તેમાં કેટલાક ભેદ છે. તેમાં કેટલાક મુક્ત તો મંદિર, મેડિયું ને ધર્મશાળા કરાવે એવા છે, ને કેટલાક ખેતર, વાડી, બાગ-બગીચા કરે એવા છે, ને કેટલાક તો દ્રવ્યનું ઉપાર્જન કરે એવા હોય, ને કેટલાક ગામગરાસ કરે એવા હોય. એ સર્વ પ્રકારના મુક્ત તો ઘણાય, પણ આવા મુક્ત થોડા જે, ઉપાસના, આજ્ઞા ને જ્ઞાન એ ત્રણ વાત પ્રવર્તાવે. પણ માલ તો એ ત્રણ વાતમાં જ છે. ને ધર્મ ને વૈરાગ્ય તો તેના પેટામાં આવી જાય ને બીજું પણ ઉપાર્જન એ ત્રણ વાતનું મુખ્યપણું રાખે તો સહેજે થાય, પણ તે પ્રવર્તાવે એવા મુક્ત થોડા. પણ માલ તો એમાં જ છે. ને આ વાત વારે વારે વિચારી વિચારીને નિરધાર કર્યો છે તે કહ્યો.

ભક્તનાં લક્ષણ અને મહિમા (21.12) / (૨/૧૧૯)

In Satsang, some are liberated souls. Even among them, there are some differences. Some are capable of constructing mandirs, buildings and resthouses for pilgrims; some can manage fields, farms and gardens; some can raise and manage funds; and some are able to manage estate and property. There are many liberated souls like these, but there are only a few liberated souls who promote talks on the three topics of upāsanā, God’s commands and spiritual knowledge. And value lies only in these three talks. Also, dharma and detachment are included in them. So, by keeping these three talks in the forefront, other things are also easily achieved. However, only a few liberated souls propagate them. But only they contain the real substance. After repeatedly thinking about this, I have developed firm conviction in it and spoken.

Qualities and Glory of a Devotee (21.12) / (2/119)

Satsangmā keṭlāk mukta chhe, temā keṭlāk bhed chhe. Temā keṭlāk mukta to mandir, meḍiyu ne dharmashāḷā karāve evā chhe, ne keṭlāk khetar, vāḍī, bāg-bagīchā kare evā chhe, ne keṭlāk to dravyanu upārjan kare evā hoy, ne keṭlāk gām-garās kare evā hoy. E sarva prakārnā mukta to ghaṇāy, paṇ āvā mukta thoḍā je, upāsanā, āgnā ne gnān e traṇ vāt pravartāve. Paṇ māl to e traṇ vātmā ja chhe. Ne dharma ne vairāgya to tenā peṭāmā āvī jāy ne bīju paṇ upārjan e traṇ vātnu mukhyapaṇu rākhe to saheje thāy, paṇ te pravartāve evā mukta thoḍā. Paṇ māl to emā ja chhe. Ne ā vāt vāre vāre vichārī vichārīne niradhār karyo chhe te kahyo.

Qualities and Glory of a Devotee (21.12) / (2/119)

મોટા સાધુ સાથે જીવ બાંધ્યો હોય ને તેને કોઈક દેશકાળ લાગે ને સત્સંગમાંથી જાવું પડે એવું હોય તો પણ તેનું પ્રાયશ્ચિત્ત કરવાનું એ સંત પોતાને માથે લે અથવા એને પ્રાયશ્ચિત્ત કરવાનું બળ આપે અથવા છેલ્લી વારે એને રોગ પ્રેરીને પણ સત્સંગમાં રાખે, પણ એને જાવા દે નહિ.

દ્રઢ સમાગમ-પ્રીતિ-ભક્તિ-મિત્રતા (19.9) / (૨/૧૨૦)

If one has attached one’s jiva to the great Sadhu, and due to adverse time and place it becomes necessary to leave satsang, then still the great Sadhu will himself observe any atonement or will give the devotee the strength to observe the atonement. Ultimately, he will induce some illness in him to free him from worldly desires, but will keep him in satsang and will not let him go.

Profound Association-Love-Devotion-Friendship (19.9) / (2/120)

Moṭā Sādhu sāthe jīv bāndhyo hoy ne tene koīk desh-kāḷ lāge ne satsangmāthī jāvu paḍe evu hoy to paṇ tenu prāyashchitt karavānu e Sant potāne māthe le athavā ene prāyashchitt karavānu baḷ āpe athavā chhellī vāre ene rog prerīne paṇ satsangmā rākhe, paṇ ene jāvā de nahi.

Profound Association-Love-Devotion-Friendship (19.9) / (2/120)

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading