TEXT OPTIONS
AUDIO OPTIONS
Show audio player
Auto play audio
Auto advance audio
Auto scroll to audio
Auto advance to next page
॥ સ્વામીની વાતો ॥
પ્રકરણ: ૨
વાત: ૧૧ થી ૨૦
આ લોકમાં પદાર્થને ને મનુષ્યાદિકને કેવી દૃષ્ટિએ જોવાં જે, એ સર્વે વિઘ્ન કરનાર છે. અને એક તો કોઈ પ્રકારે સત્સંગમાંથી જાય એવો ન હોય તે પણ જાય, ને એક તો કોઈ રીતે સત્સંગમાં રહે એવો ન હોય તે પણ રહે, એમ સંગમાં રહ્યું છે, અને ભણનારા કરતાં પણ ભણાવનારને વધારે દાખડો પડે છે, તેમ જ્ઞાન દેવામાં શિષ્ય કરતાં ગુરુ વધારે દાખડો કરે ત્યારે જ્ઞાન થાય છે, તે વિના જ્ઞાન થાતું નથી. અમૃતનું ફળ ઝેર છે, તે શું જે, વિષય ભોગવવા સારા લાગે છે, પણ તેનું ફળ દુઃખ છે, ને સારા વિષય ને નરસા વિષય એ બેય નાશવંત તો છે, પણ નરસામાં દુઃખ છે ને દોષ નથી ને સારામાં દુઃખ ને દોષ બેય છે.
In what context should one see the objects of this world, people, etc? They are all a cause of obstacles on the spiritual path. Since, one who under no circumstances is likely to leave Satsang, even he goes; and one who is in no way likely to stay in Satsang, stays – this is due to company.
The efforts of those who teach are greater than those who learn. Similarly, when the guru puts in more effort than the devotee to give spiritual knowledge, then spiritual knowledge is attained, but otherwise spiritual knowledge is not attained.
The fruits of nectar (in the form of good material pleasures) is poison. What does that mean? To enjoy the material pleasures feels good, but its consequence is misery. Material pleasures, be they good or bad, are all perishable. In the bad there is misery but no faults (in the form of intense attachment) and in the good there is both misery and faults.
Ā lokmā padārthne ne manuṣhyādikne kevī draṣhṭie jovā je, e sarve vighna karanār chhe. Ane ek to koī prakāre satsangmāthī jāy evo na hoy te paṇ jāy, ne ek to koī rīte satsangmā rahe evo na hoy te paṇ rahe, em sangmā rahyu chhe, ane bhaṇanārā karatā paṇ bhaṇāvnārne vadhāre dākhaḍo paḍe chhe, tem gnān devāmā shiṣhya karatā guru vadhāre dākhaḍo kare tyāre gnān thāy chhe, te vinā gnān thātu nathī. Amṛutnu faḷ zer chhe, te shu je, viṣhay bhogavavā sārā lāge chhe, paṇ tenu faḷ dukh chhe, ne sārā viṣhay ne narasā viṣhay e bey nāshvant to chhe, paṇ narasāmā dukh chhe ne doṣh nathī ne sārāmā dukh ne doṣh bey chhe.
એકલું જ્ઞાન કહેવું ને સાંભળવું તે કાંઈ કઠણ નથી, માટે બે ઘડી વૃત્તિ પાછી વાળીને ભગવાનને સંભારવા ને ધ્યાન ન થાય તો ભજન કરવું, પણ રસોઈ કરીને જમવું નહિ, તે શા કામનું? એકલું જ્ઞાન કરવાથી વિષય ઓછા થવાના નથી. ને એ તો ભગવાન સંભારશું ત્યારે થાશે ને ભગવાનને સંભારવા માંડે તો તેના ઉપર ભગવાનની ને મોટા સાધુની દૃષ્ટિ થાય પણ એ માર્ગે તો ચાલે નહિ ત્યારે તેના ઉપર શેની દૃષ્ટિ થાય? માટે એ તો ભગવાનનો વિશ્વાસ રાખીને મંડવું. ને જેવો સંગ થાય તેવું થવાય છે, પણ જેમાં ગુણ નહિ હોય તેને સંગે તે ગુણ ક્યાંથી આવશે? ને જે જે ભગવાનમાં વળગ્યા હશે ને જેના જે જે વિષય ઓછા થયા હશે તેના સંગમાંથી તે તે ગુણ આવશે, એ વાતમાં સંશય નથી. જેનું જે અંગ હોય તે તે વાતનું મુખ્ય પ્રતિપાદન કરે, એ વાત સમજી રાખવી. ને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય એ ત્રણ હોય તો તે જીવના સુખને અર્થે થાય ને ભગવાન સંભારવા તે પણ છે તો જીવના સુખ સારુ, પણ તેને મહારાજ પોતાને અર્થે કર્યું એમ માની લે છે.
To merely speak and listen to spiritual knowledge is not difficult. So, for some time, withdraw one’s focus (from the external world) and remember God. If meditation is not possible, then offer worship. But of what use is it to cook a meal and not eat? Desire for material pleasures will not be reduced merely by spiritual knowledge; that will happen only when we remember God. And one who begins to remember God gains the blessings of God and the great Sadhu, but one does not walk that path. So what blessings will fall on one? Therefore, keep faith in God and continue one’s efforts.
One becomes like those whose company one keeps. But how can one gain virtues by keeping the company of one who has no virtues? By associating with those who have embraced God and reduced their worldly enjoyments, their virtues will be acquired – of this there is no doubt. A person will primarily promote a view as per his inclination. Understand this principle.
If one has dharma, spiritual wisdom and detachment, these three are for the happiness of the jiva. And to remember God is also for the happiness of the jiva. But Maharaj considers that it is done for him.
Ekalu gnān kahevu ne sāmbhaḷvu te kāī kaṭhaṇ nathī, māṭe be ghaḍī vṛutti pāchhī vāḷīne Bhagwānne sambhārvā ne dhyān na thāy to bhajan karavu, paṇ rasoī karīne jamavu nahi, te shā kāmnu? Ekalu gnān karavāthī viṣhay ochhā thavānā nathī. Ne e to Bhagwān sambhārshu tyāre thāshe ne Bhagwānne sambhārvā mānḍe to tenā upar Bhagwānnī ne Moṭā Sādhunī draṣhṭi thāy paṇ e mārge to chāle nahi tyāre tenā upar shenī draṣhṭi thāy? Māṭe e to Bhagwānno vishvās rākhīne manḍavu. Ne jevo sang thāy tevu thavāy chhe, paṇ jemā guṇ nahi hoy tene sange te guṇ kyāthī āvashe? Ne je je Bhagwānmā vaḷagyā hashe ne jenā je je viṣhay ochhā thayā hashe tenā sangmāthī te te guṇ āvashe, e vātmā sanshay nathī. Jenu je ang hoy te te vātnu mukhya pratipādan kare, e vāt samajī rākhavī. Ne dharma, gnān, vairāgya e traṇ hoy to te jīvnā sukhne arthe thāy ne Bhagwān sambhārvā te paṇ chhe to jīvnā sukh sāru, paṇ tene Mahārāj potāne arthe karyu em mānī le chhe.
ઇન્દ્રિયારામ ને અર્થારામની જોડે આસન કરે તો ગમે તેવો હોય તેનું પણ ઠેકાણું ન રહે, અને વૈરાગ્યનું છેટું છે; કેમ જે, વિષયમાં રાગ છે. ને આત્મજ્ઞાનનું પણ છેટું છે; કેમ જે, જીવ દેહમાં જડાઈ ગયો છે. માટે હવે તો એક ધર્મને વિષે ને બીજી ભગવાનના સ્વરૂપને વિષે નિષ્ઠા, એ બે વાત મુખ્ય રાખવી.
Whoever one may be, if one associates with a person who craves for sense pleasures, possession of wealth and worldly objects, one is deviated from Satsang. And attainment of detachment is far off, since desires for material pleasures remain. Ātmā-realization is also far, since the jiva is closely welded with the body. So now, keep resolute faith in, first, dharma and, second, the manifest form of God. Keep these two ideas foremost in one’s mind.
Indriyārām ne arthārāmanī joḍe āsan kare to game tevo hoy tenu paṇ ṭhekāṇu na rahe, ane vairāgyanu chheṭu chhe; kem je, viṣhaymā rāg chhe. Ne ātmagnānnu paṇ chheṭu chhe; kem je, jīv dehmā jaḍāī gayo chhe. Māṭe have to ek dharmane viṣhe ne bījī Bhagwānnā swarūpne viṣhe niṣhṭhā, e be vāt mukhya rākhavī.
હવે તો ગૃહસ્થ ઘરમાં બંધાશે ને ત્યાગી ક્રિયામાં બંધાશે. ને કામી હોય તે જેમ સ્ત્રીને જોયા કરે છે તેમ ભગવાન તો જીવ સામું જોઈ રહ્યા છે જે, “મુને કોઈ સંભારે છે?” પણ જીવ એવો અવળો છે જે, બીજા પદાર્થ સામું જુએ, પણ ભગવાન સામું ન જુએ.
Now, the householder will become attached to the home and the renunciant will become attached to activities. And just as a lustful person stares at a woman, God is looking at the jiva (saying), “Does anyone remember me?” But the jiva is so foolish that it looks at other objects, but does not look at God.
Have to gṛuhasth gharmā bandhāshe ne tyāgī kriyāmā bandhāshe. Ne kāmī hoy te jem strīne joyā kare chhe tem Bhagwān to jīv sāmu joī rahyā chhe je, “Mune koī sambhāre chhe?” Paṇ jīv evo avaḷo chhe je, bījā padārth sāmu jue, paṇ Bhagwān sāmu na jue.
સંગનું રૂપ કર્યું જે, “ભેગા રહે પણ સંગ ન કરે,” તેમાં ઊનાના શેઠિયાનું૧ દૃષ્ટાંત દીધું જે, “સાઠ માણસ ભેગાં રહેતાં પણ તેમાં સંગ તો પુરુષ, સ્ત્રી ને છોકરો એ ત્રણને હતો. ને ભગવાનની સ્મૃતિ વિના જે જે થાય છે તે ખડ ખાય છે.૨ ને સત્સંગી પણ સ્મૃતિ ન કરાવે, તો કુસંગી ભુલાવે એમાં શું કહેવું? ને કામમાંથી પરવારીને પ્રભુ ભજવા એવી તો કોઈએ આશા જ રાખવી નહિ; કેમ જે, કોઈનું કામ પૂરું થયું નથી ને થાશે પણ નહિ. અને આ જીવને વૃક્ષનો દેહ આવે તેમાં આવરદા તો ઘણી લાંબી પણ તેમાં પ્રભુ ભજાય નહિ ને પશુ, પક્ષી આદિકના દેહ આવે તેમાં પણ ન ભજાય ને મનુષ્ય દેહમાં ભજાય; તેમાં પણ મોટે ઠેકાણે ન ભજાય, ને ખાવા ન મળે તો પણ ન ભજાય ને રોગ થાય તો પણ ન ભજાય, ઇત્યાદિક વિઘ્ન છે અને આ તો સર્વ વાતે સાનુકૂળ છે; ને તેમાં પણ પ્રભુ નહિ ભજે તો પછી કિયે દહાડે ભજાશે?”
૧. કલ્યાણજી શેઠ. સંપીલું બહોળું કુટુંબ હોવા છતાં જીવમાં સત્સંગ હતો.
૨. મૂર્ખાઈ કરે છે.
The nature of association was described: people may stay together but do not associate. The example of the family of Kalyanji Sheth of Una1 was given – 60 people lived together but (close) association was confined to only the three: husband, wife and child. Whatever happens without remembering God is like eating waste (i.e. useless). If a satsangi does not help one to remember (God), what can be said of non-believers making one forget? Nobody should hope that they can finish their work and then worship God. Since, nobody’s work has ever been finished nor will it be. When this jiva gets the body of a tree, the lifespan is long but God cannot be worshipped; and even in the body of animals, birds, etc. God cannot be worshipped. Only in a human body can God be worshipped – but in that, too, in most situations, he is not worshipped when one does not get food to eat or is suffering from some disease. And there are other such obstacles. But at this time it is convenient in all respects, and if God is not worshipped now, then when will he be worshipped?
1. Kalyanji Sheth had a united and extended family, and he was a staunch satsangi.
Sangnu rūp karyu je, “Bhegā rahe paṇ sang na kare,” temā Ūnānā sheṭhiyānu1 draṣhṭānt dīdhu je, “Sāṭh māṇas bhegā rahetā paṇ temā sang to puruṣh, strī ne chhokaro e traṇne hato. Ne Bhagwānnī smṛuti vinā je je thāy chhe te khaḍ khāy chhe.2 Ne satsangī paṇ smṛuti na karāve, to kusangī bhulāve emā shu kahevu? Ne kāmmāthī parvārīne Prabhu bhajavā evī to koīe āshā ja rākhavī nahi; kem je, koīnu kām pūru thayu nathī ne thāshe paṇ nahi. Ane ā jīvne vṛukṣno deh āve temā āvaradā to ghaṇī lāmbī paṇ temā Prabhu bhajāy nahi ne pashu, pakṣhī ādiknā deh āve temā paṇ na bhajāy ne manuṣhya dehmā bhajāy; temā paṇ moṭe ṭhekāṇe na bhajāy, ne khāvā na maḷe to paṇ na bhajāy ne rog thāy to paṇ na bhajāy, ityādik vighna chhe ane ā to sarva vāte sānukūḷ chhe; ne temā paṇ Prabhu nahi bhaje to pachhī kiye dahāḍe bhajāshe?”
1. Kalyāṇjī Sheṭh. Sampīlu bahoḷu kuṭumb hovā chhatā jīvmā satsang hato.
2. Mūrkhāī kare chhe.
મહારાજ ગમે એટલી પ્રવૃત્તિ કરાવતા તો પણ એક પડખે પુસ્તક નિરંતર રાખતા ને ‘હરે! હરે!’ કરતા, તે આપણને શીખવતા. અને મહારાજે કહ્યું હતું જે, “કેટલાક મોટા મોટાને તો પ્રવૃત્તિમાં ન ભળવું; કેમ જે, પૂર્વે ઋષિ પ્રવૃત્તિમાં૧ ભળ્યા તે આહ્નિક૨ ભૂલી ગયા હતા. પછી વળી કોઈક વૃદ્ધ પાસેથી શીખ્યા ને તે પછી શાસ્ત્ર કર્યાં.”
૧. યજ્ઞાદિક કર્મકાંડ.
૨. નિત્ય થતી ભગવદ્ આરાધના, નવધા ભક્તિ.
However much work Maharaj gave to do, he always kept a scripture near at hand and called out, “Hare! Hare!” and thus he taught us (not to forget discourses). And Maharaj said, “Some of the seniors should not be engaged in work, since, previously rishis engaged in work and forgot their daily rituals. Then they learnt from some elder and wrote scriptures.”
Mahārāj game eṭalī pravṛutti karāvtā to paṇ ek paḍakhe pustak nirantar rākhatā ne ‘Hare! Hare!’ karatā, te āpaṇne shīkhavtā. Ane Mahārāje kahyu hatu je, “Keṭlāk moṭā moṭāne to pravṛuttimā na bhaḷavu; kem je, pūrve ṛuṣhi pravṛuttimā1 bhaḷyā te āhnik2 bhūlī gayā hatā. Pachhī vaḷī koīk vṛuddha pāsethī shīkhyā ne te pachhī shāstra karyā.”
1. Yagnādik karmakānḍ.
2. Nitya thatī Bhagwad ārādhanā, navadhā bhakti.
મહારાજ કહેતા જે, “ભેંસું, ગાયું, બકરાં આદિકનાં ટોળાંમાં એક ચારનારો હોય તે પોતે એમ સમજે જે, ‘આ સર્વે પશુ છે ને હું મનુષ્ય છું;’ એમ ભગવાનના ભક્તને સમજવું જે, ‘વિમુખ સર્વે પશુ છે ને હું ભગવાનનો ભક્ત મનુષ્ય છું.’”
Maharaj used to say, “In a herd of buffaloes, cows, goats, etc., even if only one cowherd is present, he believes, ‘All these are animals and I am a human.’ Similarly, a devotee of God should understand, ‘All those who are atheists are like animals and I, a devotee of God, am human.’”
Mahārāj kahetā je, “Bhesu, gāyu, bakarā ādiknā ṭoḷāmā ek chārnāro hoy te pote em samaje je, ‘Ā sarve pashu chhe ne hu manuṣhya chhu;’ em Bhagwānnā bhaktane samajavu je, ‘Vimukh sarve pashu chhe ne hu Bhagwānno bhakta manuṣhya chhu.’”
ભગવાનના ભક્તનો અવગુણ આવે ત્યારે તેમાં ગુણ હોય તે વિચારવા, તો તે અવગુણ ટળી જાય, જેમ પાંચ લડવા આવ્યા હોય તે સામા પચાસ આવે તો તેને હઠાવી દિયે; તેમ ગુણ તો ઘણાય હોય તે વિચારવા, તો દોષ થોડા હોય તે ટળી જાય; ને જો દોષ ઝાઝા હોય તો સત્સંગમાં રહેવાય નહિ. ને જીવને બળ પામવાનો હેતુ તો સત્સંગ જ છે. તે જેમ ખાય તેમ બળિયો થાય. તેમ એક તો આ બધાંય મંદિર કરે ને સત્સંગમાં ન રહે, ને એક તો એક ઈંટ પણ ન લીધી હોય ને સત્સંગમાં રહે, એમ સમજણમાં રહ્યું છે. તે ઊતરતાને સંગે ઊતરતો ઊતરતો ઊતરી જાય, જેમ બ્રાહ્મણ હતો તે ઢેઢડી સારુ ઢેઢ૧ થઈ ગયો તેમ થાય.
૧. એક બ્રાહ્મણે કામવાસનાને લીધે નિમ્ન જાતિનો સ્વીકાર કર્યો.
When a flaw of a devotee is noticed, then think of his virtues so that thoughts of the flaw are eliminated. Just as, if five soldiers have come to fight and if fifty come to oppose them, they will certainly throw out the five. Similarly, there are many virtues and by thinking of them the few faults are discarded. And if a devotee has many faults, he will not be able to stay in Satsang.
Bhagwānnā bhaktano avaguṇ āve tyāre temā guṇ hoy te vichārvā, to te avaguṇ ṭaḷī jāy, jem pāch laḍavā āvyā hoy te sāmā pachās āve to tene haṭhāvī diye; tem guṇ to ghaṇāy hoy te vichārvā, to doṣh thoḍā hoy te ṭaḷī jāy; ne jo doṣh jhājhā hoy to satsangmā rahevāy nahi. Ne jīvne baḷ pāmavāno hetu to satsang ja chhe. Te jem khāy tem baḷiyo thāy. Tem ek to ā badhāy mandir kare ne satsangmā na rahe, ne ek to ek īnṭ paṇ na līdhī hoy ne satsangmā rahe, em samajaṇmā rahyu chhe. Te ūtartāne sange ūtarto ūtarto ūtarī jāy, jem brāhmaṇ hato te ḍheḍhaḍī sāru ḍheḍh1 thaī gayo tem thāy.
1. Ek brāhmaṇe kāmvāsanāne līdhe nimna jātino svīkār karyo.
આ મેડિયું મળી છે ને સારું સારું ખાવા મળે છે, કે માન મળે છે, ઇત્યાદિક મનુષ્ય દેહનું ફળ નથી. તે તો વિમુખને પણ મળે છે. માટે મનુષ્ય દેહનું ફળ તો સારાનો સંગ ને સ્વભાવ ટળે, એટલું જ છે.
The multi-storey buildings, good food and honour we get are not the fruits of this human birth. These are also attained by those who do not worship God. Therefore, the fruits of this human birth are the company of good people and that our desires are overcome. That is all.
Ā meḍiyu maḷī chhe ne sāru sāru khāvā maḷe chhe, ke mān maḷe chhe, ityādik manuṣhya dehnu faḷ nathī. Te to vimukhne paṇ maḷe chhe. Māṭe manuṣhya dehnu faḷ to sārāno sang ne swabhāv ṭaḷe, eṭalu ja chhe.
એક કામમાં જીવ થાકી જાય માટે ફરતું ફરતું કરવું. તે શું જે, કથાવાર્તા સાંભળવી, વાંચવું, ધ્યાન કરવું, નામ-રટણ કરવું, એ આદિકમાં થાક લાગે ત્યારે બીજું કરવું, નીકર મૂંઝવણ થાય ને મન જીવને મૂંઝવે એવું છે.
The jiva becomes bored of doing just one task, therefore, keep rotating tasks. That is, listen to discourses, read, meditate, chant the name of God, etc. When one becomes tired of these then do something else. Otherwise anxiety arises and the mind is such that it agonizes the jiva.
Ek kāmmā jīv thākī jāy māṭe faratu faratu karavu. Te shu je, kathā-vārtā sāmbhaḷavī, vānchavu, dhyān karavu, nām-raṭaṇ karavu, e ādikmā thāk lāge tyāre bīju karavu, nīkar mūnzavaṇ thāy ne man jīvne mūnzave evu chhe.