TEXT OPTIONS
AUDIO OPTIONS
Show audio player
Auto play audio
Auto advance audio
Auto scroll to audio
Auto advance to next page
॥ સ્વામીની વાતો ॥
પ્રકરણ: ૧
વાત: ૯૧ થી ૧૦૦
જીવને ચોંટવાનાં ઠેકાણાં બે જ છે, તે ભગવાનમાં ચોંટે નીકર માયામાં ચોંટે. પણ આધાર વિના કેમ રહેવાય?
There are only two places where the jiva becomes attached. Either to God or to māyā. But how is it possible to exist without support?
Jīvne choṭavānā ṭhekāṇā be ja chhe, te Bhagwānamā choṭe nīkar māyāmā chonṭe. Paṇ ādhār vinā kem rahevāy?
“દોષ કેમ ટળતા નથી?” એ પ્રશ્ન પૂછ્યો. તેનો ઉત્તર જે, “એ તો ધન્વંતર વૈદ૧ છે તે ખોટા કેમ થાશે? ને જેમ અક્ષરાનંદ સ્વામીને ગોળી દઈને રાફી૨ કાઢી નાખી, તેમ જ કામ-ક્રોધાદિક ઘણી રાફિયું છે, તે કાઢી મૂકશે. આપણે તો એને બાઝી પડવું એટલું જ કરવું.”
૧. વિષ્ણુનો તેરમો અવતાર. આયુર્વેદના પ્રવર્તક ધન્વન્તરિ, દીર્ઘતમાના પુત્ર અને કેતુમાનના પિતા હતા. પુરાણ અનુસાર સમુદ્રમંથન વખતે નીકળેલાં ચૌદ રત્નો પૈકી અમૃતકુંભ સાથે તેઓ પ્રગટ થયેલા. ભાગપ્રકાશ ગ્રંથ મુજબ ઇન્દ્રે સ્વયં આયુર્વેદ શિખવાડીને તેમને પૃથ્વી પર લોકકલ્યાણ માટે મોકલ્યા હતા. (ભાગવત: ૯/૧૭/૪-૫ તથા વિષ્ણુપુરાણ: ૪/૮/૮-૧૧)
૨. હાથી જેવો પગ થઈ જવાનો એક જાતનો રોગ. તે એક જાતનું જંતુજન્ય પગનું દરદ છે. સાધારણ રીતે તે એડી કે ફણામાં થાય છે. તેમાં ઘણાં છિદ્રો પડી પરુ વહે છે. તેના દાણા રાતા, ધોળા કે કાળા હોય છે. રાફીવાળો પગનો ભાગ ઠેઠ હાડકાં સુધી સડી જાય છે.
Someone asked, “Why can’t the flaws be destroyed?” Swami answered, “How can the physician Dhanvantar be proved wrong?1 Just as Aksharanand Swami’s disease of the feet was cured by giving him a pill, there are many diseases, such as lust, anger, etc., that [the Satpurush] will cure. We simply have to cling to him. That is all we have to do.”
1. The analogy Swami draws is that the medicine prescribed by Dhanvantar, an ayurvedic physician, cannot be wrong. Similarly, the Satpurush will certainly cure the jivas’ disease.
“Doṣh kem ṭaḷatā nathī?” E prashna pūchhyo. Teno uttar je, “E to Dhanvantar Vaid1 chhe te khoṭā kem thāshe? Ne jem Akṣharānand Swāmīne goḷī daīne rāfī2 kāḍhī nākhī, tem ja kām-krodhādik ghaṇī rāfiyu chhe, te kāḍhī mūkashe. Āpaṇe to ene bāzī paḍavu eṭalu ja karavu.”
1. Viṣhṇuno termo avatār. Āyurvednā pravartak Dhanvantari, Dīrghatamānā putra ane Ketumānnā pitā hatā. Purāṇ anusār Samudra-manthan vakhate nīkaḷelā chaud ratno paikī amṛutkumbh sāthe teo pragaṭ thayelā. Bhāgprakāsh granth mujab Indre swayam āyurved shikhavāḍīne temane pṛuthvī par lokkalyāṇ māṭe mokalyā hatā. (Bhāgwat: 9/17/4-5 tathā Viṣhṇu Purāṇ: 4/8/8-11)
2. Hāthī jevo pag thaī javāno ek jātno rog. Te ek jātnu jantujanya pagnu darad chhe. Sādhāraṇ rīte te eḍī ke faṇāmā thāy chhe. Temā ghaṇā chhidro paḍī paru vahe chhe. Tenā dāṇā rātā, dhoḷā ke kāḷā hoy chhe. Rāfīvāḷo pagno bhāg ṭheṭh hāḍakā sudhī saḍī jāy chhe.
ગાફલાઈ ટાળવાનું કારણ એ છે જે, ખટકો રાખે તો ટળે ને બીજો ઉપાય તો કોઈક શિક્ષા કરે ત્યારે ટળે.
Complacency can be overcome if we are vigilant or if someone punishes us.
Gāfalāī ṭāḷavānu kāraṇ e chhe je, khaṭako rākhe to ṭaḷe ne bījo upāy to koīk shikṣhā kare tyāre ṭaḷe.
આ તો બહુ મોટો લાભ થયો છે પણ ઊંઘમાં જાય છે, તે શું જે, વિષયમાં સુષુપ્તિ નિરંતર વર્તે છે.૧ ને આ દર્શન તો પંચમહાપાપને૨ બાળી મૂકે એવું છે પણ મહિમા જણાતો નથી.
૧. વિષયમાં સુષુપ્તિ વર્તવી એટલે વિષયભોગમાંથી ક્યારેય બહાર ન આવવું તે.
૨. બ્રહ્મહત્યા, સુવર્ણની ચોરી, સુરાપાન, ગુરુસ્ત્રીગમન તથા આ ચાર માંહેલા કોઈનો સંગ કરવો.
For us this is a great opportunity, but we let it pass in sleep. How? We are deeply engrossed in the enjoyment of material pleasures, but by the mere darshan of the Sadhu the five grave sins1 are burnt away. However, we do not know his glory.
1. Five grave sins: killing a Brahmin, stealing gold (or money), drinking alcohol, illicit relations with wife of one’s guru and company of one committing any of the previous four sins.
Ā to bahu moṭo lābh thayo chhe paṇ ūnghmā jāy chhe, te shu je, viṣhaymā suṣhupti nirantar varte chhe.1 Ne ā darshan to panch-mahāpāpne2 bāḷī mūke evu chhe paṇ mahimā jaṇāto nathī.
1. Viṣhaymā suṣhupti vartavī eṭale viṣhay-bhogmāthī kyārey bahār na āvavu te.
2. Brahmahatyā, suvarṇanī chorī, surāpān, guru-strī-gaman tathā ā chār māhelā koīno sang karavo.
‘કર્મવિપાક’ નામે ગ્રંથ છે તે મહારાજે વંચાવ્યો હતો. તેમાં કહ્યું છે જે, ‘આ પાપે કરીને આ રોગ થાય,’ એ પ્રકારે તેમાં ઘણો વિસ્તાર કર્યો છે.
Maharaj had the scripture Karmavipāk read. The scripture elaborates on each sin that leads to the respective disease.
‘Karmavipāk’ nāme granth chhe te Mahārāje vanchāvyo hato. Temā kahyu chhe je, ‘Ā pāpe karīne ā rog thāy,’ e prakāre temā ghaṇo vistār karyo chhe.
આખી પૃથ્વીમાં એક માણસ મરે તેનો કાંઈ ખરખરો થાય છે? તેમ અક્ષરની દૃષ્ટિને જે પામે છે તેને આખા બ્રહ્માંડનો પ્રલય થાય તો પણ થડકો ન થાય, એવી પણ એક સમજણ છે.
Does one lament after the death of one person from the whole earth? Similarly, when one acquires the perspective of Akshar, then even if the whole brahmānd undergoes dissolution, one would not fret. This is that type of understanding.
Ākhī pṛuthvīmā ek māṇas mare teno kāī kharkharo thāy chhe? Tem Akṣharnī draṣhṭine je pāme chhe tene ākhā brahmānḍno pralay thāy to paṇ thaḍako na thāy, evī paṇ ek samajaṇ chhe.
“સાંખ્યની દૃઢતા કેમ થાય?” એ પ્રશ્નનો ઉત્તર કર્યો જે, “માણસ મરી જાય છે, દેહ ઘરડો થાય છે, તે જોવું. ને નિત્યપ્રલય,૧ નિમિત્તપ્રલય૨ ને પ્રાકૃતપ્રલય૩ તેનો વિચાર કરવો. ને સાંખ્ય ને જોગ સિદ્ધ કરવાનું કારણ આ સમાગમ છે.”
૧. દેવ, દૈત્ય અને મનુષ્યાદિકના જે દેહ તેનો ક્ષણ ક્ષણ પ્રત્યે નાશ તેને નિત્યપ્રલય કહીએ. (વચનામૃત ગઢડા પ્રથમ ૧૨) જીવો દ્વારા રોજ ભોગવાતી સુષુપ્તિ અવસ્થા, એ પણ નિત્યપ્રલય છે. નિત્યપ્રલયમાં જીવની ઉપાધિ લીન થઈ જાય છે. (વચનામૃત અમદાવાદ ૨ના આધારે)
૨. વિરાટ બ્રહ્માનો દિવસ વીત્યે રાત્રિ પડે છે ત્યારે ત્રિલોકીનો નાશ થાય છે. તે નિમિત્તપ્રલય. આમ, વિરાટ બ્રહ્માની સુષુપ્તિને નિમિત્તપ્રલય કહ્યો છે.
૩. પ્રાકૃતપ્રલય એટલે મહાપ્રલય; જુઓ સ્વામીની વાત: ૧/૫૬.
How can Sānkhya (understanding that all material things are perishable) be strengthened? The answer, “Observe that man dies and the body becomes old. Think of the nitya-pralay, nimitta-pralay and prākrut-pralay. And the means to perfecting Sānkhya and Yoga is this association with the great Sadhu.”
“Sānkhyanī draḍhatā kem thāy?” E prashnano uttar karyo je, “Māṇas marī jāy chhe, deh gharaḍo thāy chhe, te jovu. Ne nitya-pralay,1 nimitta-pralay2 ne prākṛut-pralay3 teno vichār karavo. Ne sānkhya ne jog siddha karavānu kāraṇ ā samāgam chhe.”
1. Dev, daitya ane manuṣhyādiknā je deh teno kṣhaṇ kṣhaṇ pratye nāsh tene nityapralay kahīe. (Vachanāmṛut Gaḍhaḍā Pratham 12) Jīvo dvārā roj bhogvātī suṣhupti avasthā, e paṇ nityapralay chhe. Nityapralaymā jīvnī upādhi līn thaī jāy chhe. (Vachanāmṛut Amdāvād 2nā ādhāre)
2. Virāṭ Brahmāno divas vītye rātri paḍe chhe tyāre Trilokīno nāsh thāy chhe. Te nimittapralay. Ām, Virāṭ Brahmānī suṣhuptine nimittapralay kahyo chhe.
3. Prākṛut-pralay eṭale mahā-pralay; juo Swāmīnī Vāt: 1/56.
જેમ નાતનો, નામનો અને ગામનો નિશ્ચય થયો છે, તેમ જ એવો અભ્યાસ કરે જે, ‘હું આત્મા છું, બ્રહ્મ છું, સુખરૂપ છું ને ભગવાનનો ભક્ત છું, પણ દેહ તે હું નહિ;’ એમ કરે તો તે પણ થાય. ને આ દેહ આપણને નિત્યે નરક ચૂંથાવે છે એથી ભૂંડું શું? પણ જ્ઞાન વિના તેની ગમ નથી.
Just as one is absolutely convinced of one’s community, name and village, similarly, if one repeats, ‘I am ātmā, brahma, blissful and a devotee of God, but I am not this body,’ then this too can be learnt. And this body daily gives us an experience of hell, so what can be worse than that? But without spiritual knowledge we do not realize this.
Jem nātno, nāmno ane gāmno nishchay thayo chhe, tem ja evo abhyās kare je, ‘Hu ātmā chhu, brahma chhu, sukhrūp chhu ne Bhagwānno bhakta chhu, paṇ deh te hu nahi;’ em kare to te paṇ thāy. Ne ā deh āpaṇne nitye narak chūnthāve chhe ethī bhūnḍu shu? Paṇ gnān vinā tenī gam nathī.
અક્ષરધામના જેવું સુખ આંહીં વર્તે છે, તેમાં પણ કેટલાક દુખિયા છે. તેમાં દેહનું દુઃખ થોડું ને મનનું દુઃખ ઝાઝું છે.
The bliss of Akshardham prevails here, yet still, some are miserable. Misery due to the body is a minor cause and misery due to the mind is a major cause.
Akṣhardhāmnā jevu sukh āhī varte chhe, temā paṇ keṭlāk dukhiyā chhe. Temā dehnu dukh thoḍu ne mannu dukh jhājhu chhe.
પ્રકૃતિપુરુષ સુધી ત્રણ તાપ છે ને ત્રણ ગુણ છે ને તેથી પર ગુણાતીત સુખ છે.
Up to Prakruti-Purush there are the three miseries and the three gunas. And above this is the bliss of gunātit.
Prakṛuti-Puruṣh sudhī traṇ tāp chhe ne traṇ guṇ chhe ne tethī par Guṇātīt sukh chhe.