share

॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૧

વાત: ૮૧ થી ૯૦

આ તો પ્રબંધે કરીને રાખીએ છીએ પણ ધન ને સ્ત્રી ન જોઈએ એવા માણસ ઝાઝા જડે નહિ.

(૧/૮૧)

૧. નિયમે કરીને.

We sustain everyone because of an arrangement we made;1 otherwise, one cannot find many people who do not desire wealth and women.

(1/81)

1. The arrangement that Swami speaks of is the establishment of niyams. Without observance of niyams, one would transgress their religious vows, and hence no one would sustain in satsang.

Ā to prabandhe1 karīne rākhīe chhīe paṇ dhan ne strī na joīe evā māṇas jhājhā jaḍe nahi.

(1/81)

1. Niyame karīne.

‘વચનામૃત’ની આખી પ્રત્યું પણ સત્સંગમાં સહાય નહિ કરે, તે તો પુસ્તક મૂકી મૂકીને પણ ચાલ્યા જાય છે. માટે સહાય તો આવા સાધુ કરશે.

(૧/૮૨)

The whole manuscript of the Vachanamrut will not help in satsang. Many leave [satsang] leaving behind the manuscripts. Only a Sadhu like this one will help.1

(1/82)

1. Swami is explaining that the Satpurush is needed in order to sustain in satsang. Relying only on reading of the Vachanamrut or other scriptures will not help. This is also the case for becoming brahmarup. One needs the manifest guru who is the form of Aksharbrahman. However, one cannot become brahmarup by reading scriptures alone.

‘Vachanāmṛut’nī ākhī pratyu paṇ satsangmā sahāy nahi kare, te to pustak mūkī mūkīne paṇ chālyā jāy chhe. Māṭe sahāy to āvā Sādhu karashe.

(1/82)

લોયાના સાતમા વચનામૃતમાં કહ્યું છે જે, ઇન્દ્રિયું, અંતઃકરણ ને અનુભવ એ ત્રણે પૂગે ત્યારે પૂરો જ્ઞાની કહેવાય. તે ઉપર બોલ્યા જે, “આપણે તો સર્વે પૂગે છે ને નથી દેખાતું તે તો એની ઇચ્છા છે.”

(૧/૮૩)

૧. આ કથનમાં ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે જેને પ્રત્યક્ષ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ કે અક્ષરબ્રહ્મ સત્પુરુષ એવા ગુરુનો યથાર્થ નિશ્ચય છે, તેને તો વચનામૃત લોયા ૭ પ્રમાણે ઇન્દ્રિયો, અંતઃકરણ અને અનુભવ પહોંચેલાં જ છે. કારણ કે ઇન્દ્રિયો દ્વારા પ્રત્યક્ષ ભગવાનનાં દર્શન, સ્પર્શ, શ્રવણ વગેરે કરે છે; અંતઃકરણ દ્વારા પ્રત્યક્ષ ભગવાનનું મનન, ચિંતન, ધ્યાન, જ્ઞાન વગેરે પણ કરે છે; અને પ્રત્યક્ષ ભગવાનના દિવ્ય સુખનો અનુભવ પણ મુમુક્ષુની પાત્રતા પ્રમાણે થતો રહે છે. કદાચ કોઈ મુમુક્ષુને પોતાની યથાર્થ પાત્રતાને અભાવે આવો દિવ્ય અનુભવ ના થાય અને તેને લીધે તે સાધનામાં ઉદાસ અને નિરાશ ન થાય, તે માટે સ્વામી અહીં બળની વાત કરતાં કહે છે કે ન દેખાય તો એમની ઇચ્છા છે એમ સમજીને પણ પોતાને કૃતાર્થ માનવું.

[Maharaj] has said in Vachanamrut Loya 7 that, when one has reached the realization of gnān through the indriyas, antahkaran, and experience, then one can be called a complete gnāni. Regarding this, Swami said, “We have reached everything. But we do not realize this because it is his wish.”1

(1/83)

1. Swami states that because we have attained God in the form of the Satpurush, we can realize God through all three: indriyas - through sight, touch, hearing, etc.; antahkaran - by contemplating and meditating; and experience - by experiencing bliss within.

Loyānā Sātmā Vachanāmṛutmā kahyu chhe je, indriyu, antahkaraṇ ne anubhav e traṇe pūge tyāre pūro gnānī kahevāy. Te upar bolyā je, “Āpaṇe to sarve pūge chhe ne nathī dekhātu te to enī ichchhā chhe.”1

(1/83)

1. Ā kathanmā Guṇātītānand Swāmī kahe chhe ke jene pratyakṣh Parabrahma Puruṣhottam Nārāyaṇ ke Akṣharbrahma Satpuruṣh evā guruno yathārth nishchay chhe, tene to Vachanāmṛut Loyā 7 pramāṇe indriyo, antahkaraṇ ane anubhav pahonchelā ja chhe. Kāraṇ ke indriyo dvārā pratyakṣh Bhagwānnā darshan, sparsh, shravaṇ vagere kare chhe; antahkaraṇ dvārā pratyakṣh Bhagwānnu manan, chintan, dhyān, gnān vagere paṇ kare chhe; ane pratyakṣh Bhagwānnā divya sukhno anubhav paṇ mumukṣhunī pātratā pramāṇe thato rahe chhe. Kadāch koī mumukṣhune potānī yathārth pātratāne abhāve āvo divya anubhav nā thāy ane tene līdhe te sādhanāmā udās ane nirāsh na thāy, te māṭe Swāmī ahī baḷnī vāt karatā kahe chhe ke na dekhāy to emanī ichchhā chhe em samajīne paṇ potāne kṛutārth mānavu.

પાણીના ધરા જેવું તો શ્વેતદ્વીપના મુક્તને રહે છે ને અક્ષરધામની તો વાત જ શી કહેવાય! ને આ લોકમાં કેટલાક પ્રકારના વિક્ષેપ આવે, માટે ઠોંટ મારીને મોઢું રાતું રાખવું એવું છે.

અક્ષરધામનું સર્વોપરીપણું (36.1) / (૧/૮૪)

૧. ઊંડા પાણીના ભરેલા ધરામાં જેવી શીતળતા હોય છે, તેવી અંતરમાં શાંતિ.

The peace experienced by the released souls of Shvetdwip is like a cool, placid water pool. What, then, can be said of the peace experienced by the liberated souls in Akshardham? And there are many obstacles in this world. Therefore, it is like keeping the face red (apparently healthy) by slapping it (i.e. there is no real happiness in the material world).

Supremacy of Akshardham (36.1) / (1/84)

Pāṇīnā dharā1 jevu to Shvetdvīpnā muktane rahe chhe ne Akṣhardhāmnī to vāt ja shī kahevāy! Ne ā lokmā keṭlāk prakārnā vikṣhep āve, māṭe ṭhonṭ mārīne moḍhu rātu rākhavu evu chhe.

Supremacy of Akshardham (36.1) / (1/84)

1. Ūnḍā pāṇīnā bharelā dharāmā jevī shītaḷtā hoy chhe, tevī antarmā shānti.

નંદ રાજાએ આખી પૃથ્વીનું ધન ભેળું કર્યું ને છેલ્લી વારે એમાંથી મોત થયું, ને ચિત્રકેતુ રાજાએ કરોડ સ્ત્રિયું ભેળી કરી ને છેલ્લી વારે તેમાંથી દુઃખ થયું ત્યારે મૂકી; તે માર્ગ જ એવો છે.

પંચવિષય-વાસના-વ્યસન (8.6) / (૧/૮૫)

૧. નંદ રાજા અતિ લોભી હતા. તેમણે પૃથ્વીમાંનું બધું જ ધન પોતાની પાસે ભેગું કરી દીધું હતું. તેમની પાસે વરાહનું હાડકું હતું. જેના દ્વારા તેઓ સમુદ્રમાં તળિયે જઈ શકતા અને ત્યાં બધું ધન મૂકી આવતા. પરંતુ નારદજીના કહેવાથી તેમની રાણીએ ‘આ હાડકું નંદ રાજાની અગાઉની રાણીનું હાડકું છે’ એમ માની લઈ, તેને ચૂલામાં બાળી દીધું. આ સમાચાર મળતાં નંદ રાજા તરત મૃત્યુ પામ્યા.

૨. એક નિઃસંતાન રાજા. અંગિરા ઋષિએ ત્વષ્ટાદેવની પ્રસાદી મુખ્ય રાણી કૃત-દ્યુતિને ખવડાવી. કરોડો સ્ત્રી પૈકી એક જ સ્ત્રી સંતાનવાળી થઈ. બીજી સ્ત્રીઓને ઈર્ષ્યા આવી કે એ માનીતી થઈ જશે. આથી કુંવરને ઝેર આપી મારી નાખ્યો. રાજા વધુ દુઃખી થયો, નારદજીના ઉપદેશથી સાચું જ્ઞાન થયું. છેવટે બધું છોડી યમુનાતટે તપ કરી સુખી થયો.

King Nand1 hoarded all the wealth of the world and finally died from attachment to it. King Chitraketu2 had ten million wives and finally left them when they brought him misery. This path of attachment to wealth and women is like that.

Material Pleasures-Desires-Addictions (8.6) / (1/85)

1. A greedy king who gathered all the wealth of the world. He had a bone of Varah, by which he could go to the ocean floor to store his wealth. Naradji told king Nand’s queen that it belonged to the previous queen and that he kept it as a reminder of his affection for her. This upset the present queen, who threw the bone in the fire. Hearing this, Nand died instantly of shock.

2. A king of the Yadu lineage. He was childless. Then Angira rishi fed Chitraketu’s senior queen, Krutadyuti, sanctified food from Tvashta Dev. Thus, out of the king’s ten million queens only one bore a son. All the others were jealous so they poisoned and killed the newborn prince. The king was very upset. By the spiritual discourses of Naradji, the king gained spiritual insight and eventually renounced everything to perform austerities on the banks of the Ganga.

Nand Rājāe ākhī pṛuthvīnu dhan bheḷu karyu ne chhellī vāre emāthī mot thayu,1 ne Chitraketu Rājāe karoḍ striyu bheḷī karī ne chhellī vāre temāthī dukh thayu tyāre mūkī;2 te mārg ja evo chhe.

Material Pleasures-Desires-Addictions (8.6) / (1/85)

1. Nand Rājā ati lobhī hatā. Temaṇe pṛuthvīmānu badhu ja dhan potānī pāse bhegu karī dīdhu hatu. Temanī pāse Varāhnu hāḍku hatu. Jenā dvārā teo samudramā taḷiye jaī shakatā ane tyā badhu dhan mūkī āvatā. Parantu Nāradjīnā kahevāthī temanī rāṇīe ‘Ā hāḍku Nand Rājānī agāunī rāṇīnu hāḍku chhe’ em mānī laī, tene chūlāmā bāḷī dīdhu. Ā samāchār maḷatā Nand Rājā tarat mṛutyu pāmyā.

2. Ek nihsantān rājā. Angirā Ṛuṣhie tvaṣhṭādevanī prasādī mukhya rāṇī kṛuta-dyutine khavaḍāvī. Karoḍo strī paikī ek j strī santānavāḷī thaī. Bījī strīone īrṣhyā āvī ke e mānītī thaī jashe. āthī kunvarane zer āpī mārī nākhyo. Rājā vadhu duhkhī thayo, nāradajīnā upadeshathī sāchun jnyān thayun. Chhevaṭe badhun chhoḍī yamunātaṭe tap karī sukhī thayo.

આપણામાં ત્યા‍ગી થઈ જાય છે ને સંસાર મૂકી દે છે, એ તો ભગવાનમાં હેત તે તણાઈ આવે. એ તો જોગ છે પણ સાંખ્ય નહિ, ને હેત તો આંગળી ત્રુટતું હોય પણ સાંખ્ય નહિ, ને જેને સાંખ્ય હોય ને સાધુ થાવા આવે ને તેને કહીએ જે, ઘરનાં માણસ સર્વે ઘરમાં સૂતાં હોય ને ઘર બાળીને આવો તો સાધુ કરીએ; તો સાંખ્યવાળાને એ કઠણ ન પડે ને જોગવાળાથી એ થાય નહિ.

સાંખ્યજ્ઞાન (27.1) / (૧/૮૬)

In our fellowship a person renounces worldly ties and becomes a renunciant because he has love for God and so is drawn to him. This is Yoga, but not Sānkhya. There may be much love for God but that is not Sānkhya. And if a practitioner of Sānkhya comes to become a sadhu and is told that he will only be made a sadhu if he goes and burns his family who is at home, then it is not difficult for him to do so. But one with mere Yoga cannot do this.

The Knowledge of Sankhya (27.1) / (1/86)

Āpaṇāmā tyā‍gī thaī jāy chhe ne sansār mūkī de chhe, e to Bhagwānmā het te taṇāī āve. E to jog chhe paṇ sānkhya nahi, ne het to āngaḷī truṭatu hoy paṇ sānkhya nahi, ne jene sānkhya hoy ne sādhu thāvā āve ne tene kahīe je, gharnā māṇas sarve gharmā sūtā hoy ne ghar bāḷīne āvo to sādhu karīe; to sānkhyavāḷāne e kaṭhaṇ na paḍe ne jogvāḷāthī e thāy nahi.

The Knowledge of Sankhya (27.1) / (1/86)

ચિંતામણિ કાંઈ રૂપાળી ન હોય, તેમ ભગવાન ને સાધુ પણ મનુષ્ય જેવા જ હોય પણ એ દિવ્ય છે ને કલ્યાણકારી છે. ને મનુષ્યનું દેહ ચિંતામણિ છે.

સાધુનો મહિમા (30.11) / (૧/૮૭)

The chintāmani is not necessarily beautiful to look at. Similarly, God and his holy Sadhu may look like humans but they are divine and give moksha. And this human body is rare, like a chintāmani.

Glory of the Sadhu (30.11) / (1/87)

Chintāmaṇi kāī rūpāḷī na hoy, tem Bhagwān ne Sādhu paṇ manuṣhya jevā ja hoy paṇ e divya chhe ne kalyāṇkārī chhe. Ne manuṣhyanu deh chintāmaṇi chhe.

Glory of the Sadhu (30.11) / (1/87)

જો માર માર કરતો કોઈ આવતો હોય તો એમ સમજવું જે, ‘મારા સ્વામીનું જ કર્યું સર્વે થાય છે, પણ તે વિના કોઈનું હલાવ્યું પાનડું પણ હલતું નથી.’

(૧/૮૮)

If someone comes charging at us with the intent of beating us, we should understand that everything happens according to my Swami’s wishes; however, without his will, no one can stir a leaf.

(1/88)

Jo mār mār karato koī āvato hoy to em samajavu je, ‘Mārā Swāmīnu ja karyu sarve thāy chhe, paṇ te vinā koīnu halāvyu pānaḍu paṇ halatu nathī.’

(1/88)

‘વાંદરું વૈકુંઠમાં રહે નહિ’ એમ કહે છે, તે સારુ આપણે ભગવાન પાસે રહેવાય એવા સ્વભાવ કરવા; તે આંહીં કરવા કાં શ્વેતદ્વીપમાં જઈને કરવા.

સ્વભાવ-વાસના-દૂરગુણો-પાપ (5.7) / (૧/૮૯)

It is said, “Monkeys cannot stay in Vaikunth.”1 Therefore, we should cultivate our nature in such a way that we can stay with God. This should be done here or after going to Shvetdwip.

Base Instincts-Worldly Desires-Drawbacks-Sin (5.7) / (1/89)

1. Lord Ram graced the monkeys with a place in his abode. But, they quarrelled among themselves and misbehaved and so were sent back to earth.

‘Vāndaru Vaikunṭhmā rahe nahi’ em kahe chhe, te sāru āpaṇe Bhagwān pāse rahevāy evā swabhāv karavā; te āhī karavā kā Shvetdvīpmā jaīne karavā.

Base Instincts-Worldly Desires-Drawbacks-Sin (5.7) / (1/89)

બ્રહ્માંડ આખું સ્વામિનારાયણનું ભજન કરશે ત્યારે સત્સંગ થયો એમ જાણવું ને ત્યાં સુધી થાવો છે. ને એક એક સાધુની કેડ્યે લાખ લાખ માણસ ફરશે ત્યાં સુધી સત્સંગ થાવો છે.

સત્સંગનો પ્રસાર (20.1) / (૧/૯૦)

૧. પાછળ.

Satsang is said to be established when the whole universe worships Swaminarayan. And it is going to spread until then. Satsang will grow until there are hundreds of thousands of people following each sadhu (of the Swaminarayan faith).

Spread of Satsang (20.1) / (1/90)

Brahmānḍ ākhu Swāminārāyaṇnu bhajan karashe tyāre satsang thayo em jāṇavu ne tyā sudhī thāvo chhe. Ne ek ek sādhunī keḍye1 lākh lākh māṇas farashe tyā sudhī satsang thāvo chhe.

Spread of Satsang (20.1) / (1/90)

1. Pāchhaḷ.

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading