share

॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૧

વાત: ૭૧ થી ૮૦

આપણું તો દર્શન કરશે તેનું પણ કલ્યાણ થાશે, પણ બહુ મહિમા કહીએ તો કોઈ વર્તમાન પાળે નહિ, ને આ તો મુક્તે દેહ ધર્યા છે ને વાસના જેવું જણાય છે તે તો દેહ ધર્યો તેનો ભાવ જણાય છે, નીકર તો દેહ રહે નહિ.

(૧/૭૧)

Whoever has our darshan will be liberated. However, if we reveal [your] greatness much more than that, then no one will observe the religious vows. And today, the muktas have taken birth; and it may seem they have vāsanā, but this is because they have assumed a body that will show its qualities. Otherwise, the body would not remain.1

(1/71)

1. Swami is explaining that we must understand that the devotees of God are not ordinary but are the muktas of Akshardham. We may notice their faults and desires because they have assumed a human body, but we must believe that this is not a characteristic of their true form, the ātmā.

Āpaṇu to darshan karashe tenu paṇ kalyāṇ thāshe, paṇ bahu mahimā kahīe to koī vartamān pāḷe nahi, ne ā to mukte deh dharyā chhe ne vāsanā jevu jaṇāy chhe te to deh dharyo teno bhāv jaṇāy chhe, nīkar to deh rahe nahi.

(1/71)

મહારાજની કહેલી વાત કરી જે, “મહારાજ કહે જે, ‘કરોડ વહાણે કરીને એક મનવાર ભરાય એવી સો કરોડ મનવાર્યું ભરવી છે, એટલા જીવનું કલ્યાણ કરવું છે. તે એટલા જીવનું કલ્યાણ કેમ થાય? પછી અમે વિચાર કર્યો જે, અમારું દર્શન કરે તેનું કલ્યાણ. વળી, એમ વિચાર કર્યો જે, અમારું દર્શન તે કેટલાક જીવને થશે? માટે અમારા સાધુનાં દર્શન કરે તેનું પણ કલ્યાણ. પછી વળી તેમાં પણ વિચાર થયો જે, સાધુનું દર્શન પણ કેટલાક જીવને થાશે? માટે અમારા સત્સંગીનું દર્શન કરે તેનું પણ કલ્યાણ; ને સત્સંગીને જમાડે ને એનું જમે, ને સત્સંગીને પાણી પાય ને એનું પાણી પીએ, એ સર્વેનું કલ્યાણ કરવું છે.’”

મોક્ષ-પ્રદાતા (47.1) / (૧/૭૨)

૧. મોટું વહાણ.

Maharaj said, “One huge ship is filled by ten million boats. We want to fill 1000 million such huge ships. To that many jivas we want to grant moksha. And how can that many jivas attain moksha? Then I thought that those who have my darshan will get moksha. Again I thought, how many jivas will get my darshan? So those who have the darshan of my sadhus will also get moksha. Again I thought, how many jivas will have darshan of my sadhus? Therefore, those who have the darshan of my satsangis will also get moksha. Also, those who feed satsangis, those who eat from them, those who serve them water and those who drink their water, to all, I want to grant moksha.”

Granting Moksha (47.1) / (1/72)

Mahārājnī kahelī vāt karī je, “Mahārāj kahe je, ‘Karoḍ vahāṇe karīne ek manavār1 bharāy evī so karoḍ manavāryu bharavī chhe, eṭalā jīvnu kalyāṇ karavu chhe. Te eṭalā jīvnu kalyāṇ kem thāya? Pachhī ame vichār karyo je, amāru darshan kare tenu kalyāṇ. Vaḷī, em vichār karyo je, amāru darshan te keṭalāk jīvne thashe? Māṭe amārā sādhunā darshan kare tenu paṇ kalyāṇ. Pachhī vaḷī temā paṇ vichār thayo je, sādhunu darshan paṇ keṭalāk jīvne thāshe? Māṭe amārā satsangīnu darshan kare tenu paṇ kalyāṇ; ne satsangīne jamāḍe ne enu jame, ne satsangīne pāṇī pāy ne enu pāṇī pīe, e sarvenu kalyāṇ karavu chhe.’”

Granting Moksha (47.1) / (1/72)

1. Moṭu vahāṇ.

ગુરુનું અંગ બોલાવ્યું, તેમાં પ્રશ્ન પૂછ્યો જે, “આ અંગમાં તો સર્વે વાત ગુરુ જ કરે એમ કહ્યું છે પણ કાંઈ પુરુષપ્રયત્નનું તો કહ્યું નથી તે કેમ સમજવું?” ત્યારે તેનો ઉત્તર કર્યો જે, “સર્વે વાત ગુરુ જ કરે છે, ત્યારે અહીં અવાણું છે. અને હમણાં એમ છે જે, સર્વે દોષ ટળી જાય તો પછી સુખે સૂઈ રહે, પછી કોઈક ટોકે તો પણ ન ખમાય, ને જ્ઞાન વિના તો ઉન્મત્ત થઈ જાય. માટે સર્વ કરતાં જ્ઞાન શ્રેષ્ઠ છે.”

જ્ઞાન-સમજણ-અજ્ઞાન (26.6) / (૧/૭૩)

૧. બ્રહ્માનંદ સ્વામી રચિત મનહર છંદમાં વર્ણવેલ ગુરુમહિમા:
‘ગુરુદેવ જનની જનક રુ સંબંધિ બંધુ, પૂરન અત્યંત સુખ ગુરુહું સે પાયો હૈ, નાસિકા બદન બૈન દિને ગુરુ દિવ્ય નૈન, શોભિત શ્રવન દેકે શબ્દ સુનાયો હૈ; દિયે ગુરુ કર પાવ શીતલતા શિષ્યભાવ, ગુરુરાય પિંડહું મેં પ્રાણ ઠહરાયો હૈ, કહત હૈ બ્રહ્માનંદ કંદ સુખ દયાસિંધુ, ગુરુદેવ મેરો ઘાટ દૂસરો બનાયો હૈ.’

“When all faults are overcome, one sleeps in peace. But otherwise if someone scolds, it is not tolerated. Without spiritual wisdom, one becomes mad. Therefore, spiritual wisdom is superior to everything else.”

Spiritual Wisdom-Understanding-Ignorance (26.6) / (1/73)

‘Gurunu Ang’1 bolāvyu, temā prashna pūchhyo je, “Ā ‘Angmā’ to sarve vāt guru ja kare em kahyu chhe paṇ kāī puruṣh-prayatnanu to kahyu nathī te kem samajavu?” Tyāre teno uttar karyo je, “Sarve vāt guru ja kare chhe, tyāre ahī avāṇu chhe. Ane hamaṇā em chhe je, sarve doṣh ṭaḷī jāy to pachhī sukhe sūī rahe, pachhī koīk ṭoke to paṇ na khamāy, ne gnān vinā to unmatt thaī jāy. Māṭe sarva karatā gnān shreṣhṭh chhe.”

Spiritual Wisdom-Understanding-Ignorance (26.6) / (1/73)

1. Brahmānand Swāmī rachit manahar chhandamā varṇavel gurumahimā:
‘Gurudev jananī janak ru sambandhi bandhu, pūran atyanta sukh guruhu se pāyo hai, nāsikā badan bain dine guru divya nain, shobhit shravan deke shabda sunāyo hai; diye guru kar pāv shītaltā shiṣhyabhāv, gururāy pinḍahu me prāṇ ṭhaharāyo hai, kahat hai Brahmānand kand sukh dayāsindhu, gurudev mero ghāṭ dūsaro banāyo hai.’

ભગવાન ને સાધુના મહિમાની બહુ વાત કરી. ત્યારે પ્રશ્ન પૂછ્યો જે, “આવો મહિમાનો સાક્ષાત્કાર કેમ થતો નથી?” તેનો ઉત્તર કર્યો જે, “સાક્ષાત્કાર થાય તો છકી જવાય, માટે ધીરે ધીરે જ્ઞાન આપે છે ને મહિમા વૃદ્ધિ પમાડે છે. જેમ ફળ, પુષ્પ વૃદ્ધિ પામે છે તેમ થાય છે. એ ભગવાનને જેમ ઘટે તેમ આવડે છે ને જેમ ઘટે તેમ કરે છે, ને ઠામૂકું આપે તો ગાંડા થઈ જવાય. માટે એ ભગવાન ઠીક જ કરે છે.”

પ્રાપ્તિનો મહિમા (32.2) / (૧/૭૪)

૧. એકી સાથે, બધું.

There was much talk regarding the glory of God and his Sadhu. Then a question was asked, “Why is such glory not fully realized?” The answer, “If one gets full realization, one gets carried away. Therefore, spiritual knowledge is given slowly and the glory of God is gradually understood – just as flowers and fruits grow slowly. Thus, God knows what is necessary and does what is appropriate. If he gives everything at once, one will go mad. Thus, whatever God does is proper.”

Glory of Attainment (32.2) / (1/74)

Bhagwān ne Sādhunā mahimānī bahu vāt karī. Tyāre prashna pūchhyo je, “Āvo mahimāno sākṣhātkār kem thato nathī?” Teno uttar karyo je, “Sākṣhātkār thāy to chhakī javāy, māṭe dhīre dhīre gnān āpe chhe ne mahimā vṛuddhi pamāḍe chhe. Jem faḷ, puṣhp vṛuddhi pāme chhe tem thāy chhe. E Bhagwānne jem ghaṭe tem āvaḍe chhe ne jem ghaṭe tem kare chhe, ne ṭhāmūku1 āpe to gānḍā thaī javāy. Māṭe e Bhagwān ṭhīk ja kare chhe.”

Glory of Attainment (32.2) / (1/74)

1. Ekī sāthe, badhu.

આ તો અનંત ભગવાનના ભગવાન છે, એટલું જ કહીએ છીએ. એથી આઘું કેટલુંક કહીએ? તે આપણા ઘરમાં આવીને બેઠા છે, આ તો કૂબામાં જેમ હાથી બાંધે છે તેમ છે.

(૧/૭૫)

૧. ગરીબ લોકો ઘાસથી છાવરી લઈ ઘર બાંધે તે.

This [Bhagwan Swaminarayan] is the God of infinite Gods; that is all we are saying. How much more than this can we say? He has come and is sitting in our house - this is like an elephant sitting in a hut.

(1/75)

Ā to anant bhagwānnā Bhagwān chhe, eṭalu ja kahīe chhīe. Ethī āghu keṭaluk kahīe? Te āpaṇā gharmā āvīne beṭhā chhe, ā to kūbāmā1 jem hāthī bāndhe chhe tem chhe.

(1/75)

1. Garīb loko ghāsthī chhāvarī laī ghar bāndhe te.

આપણે તો ભગવાનનો ખપ નથી પણ ભગવાન આવીને પરાણે આપણને વળગ્યા છે. તે મહારાજ કહે, “ભૂત વળગે છે તે પણ નથી મૂકતું, તો અમે કેમ મૂકશું?”

ભગવાનની દયા-કરુણા-કૃપા (39.1) / (૧/૭૬)

We do not have a desire for God, but God has forced himself on us. Maharaj says, “When a ghost possesses [a body], it does not leave, so why should God leave?”

Mercy-Compassion-Grace of God (39.1) / (1/76)

Āpaṇe to Bhagwānno khap nathī paṇ Bhagwān āvīne parāṇe āpaṇne vaḷagyā chhe. Te Mahārāj kahe, “Bhūt vaḷage chhe te paṇ nathī mūkatu, to ame kem mūkashu?”

Mercy-Compassion-Grace of God (39.1) / (1/76)

ભગવાન જીવના ગુના સામું જોતા નથી. તે કોઈ જીવ ભગવાનની સ્તુતિ કરીને એમ બોલે જે, “હું ગુનેગાર છું,” તો તેના ગુના ભગવાન માફ કરે છે.

ભગવાનની દયા-કરુણા-કૃપા (39.2) / (૧/૭૭)

God does not look at the faults of the jivas. If a jiva prays to God and says, “I am at fault,” then God forgives him of his faults.

Mercy-Compassion-Grace of God (39.2) / (1/77)

Bhagwān jīvnā gunā sāmu jotā nathī. Te koī jīv Bhagwānnī stuti karīne em bole je, “Hu gunegār chhu,” to tenā gunā Bhagwān māf kare chhe.

Mercy-Compassion-Grace of God (39.2) / (1/77)

અમને તો એક જન્મ-મરણનો રોગ ટાળતાં આવડે છે, બીજું આવડતું નથી.

ગુણાતીતાનંદ સ્વામીનું પ્રભાવશાળી વ્યક્તિત્વ (50.1) / (૧/૭૮)

Swami said, “I know only how to cure the disease of birth and death, but not anything else.”

Gunatitanand Swami's Impressive Personality (50.1) / (1/78)

Amane to ek janma-maraṇno rog ṭāḷatā āvaḍe chhe, bīju āvaḍatu nathī.

Gunatitanand Swami's Impressive Personality (50.1) / (1/78)

“સર્વ પ્રકારની આસક્તિ ટળી જાય તો આ લોક ને આ દેહ તે ગમે નહિ ને આ લોકમાં રહેવું પડે તે દુઃખ થાય,” એમ બોલ્યા. તે ઉપર પ્રશ્ન પૂછ્યો જે, “આસક્તિ રહે છે તેનું દુઃખ થાય છે, તેનું કેમ કરવું?” પછી તેનો ઉત્તર કર્યો જે, “એ દુઃખ સારું કરે છે, કેમ જે, નિર્માની રહેવાય; તે ભગવાન કરતા હશે તે ઠીક કરતા હશે. ને દેહનું રૂપ તો ગામ ફણેણીમાં સુરાખાચરને કાન દેખાડ્યો તે ભેગી ઊલટી થઈ, તેમ બીજાને દેખાય તો એવું થાય.”

(૧/૭૯)

“When one overcomes all desires (of enjoying vishays), then one would not like this world or their body. And they would be pained having to live in this world.” Thus, Swami spoke. Someone asked a question regarding this, “What should one do about the pain experienced because one still has desires?” Swami answered, “That pain is beneficial, because it allows one to remain humble. Whatever God does is appropriate. And [Maharaj] revealed the form of the body to Sura Khachar in the village Faneni by showing him the form of the ear. This caused Sura Khachar to vomit. If others saw similarly, the same would happen to them.”

(1/79)

“Sarva prakārnī āsakti ṭaḷī jāy to ā lok ne ā deh te game nahi ne ā lokmā rahevu paḍe te dukh thāy,” em bolyā. Te upar prashna pūchhyo je, “Āsakti rahe chhe tenu dukh thāy chhe, tenu kem karavu?” Pachhī teno uttar karyo je, “E dukh sāru kare chhe, kem je, nirmānī rahevāy; te Bhagwān karatā hashe te ṭhīk karatā hashe. Ne dehnu rūp to gām Faṇeṇīmā Surā Khācharne kān dekhāḍyo te bhegī ūlaṭī thaī, tem bījāne dekhāy to evu thāy.”

(1/79)

‘વચનામૃત’ વંચાવીને તેમાં બહુ વાત કરી ને બોલ્યા જે, “આવું જ્ઞાન તો સંગે કરીને ને કાળે કરીને થાય, જેમ વિદ્યા ભણે છે તેમ થાય પણ અનુગ્રહ થકી ન થાય; ને અનુગ્રહ કરે તો સમાધિ થાય, તે વિજ્ઞાનદાસજીને અક્ષરધામ દેખાતું તો પણ બે ઘર કર્યાં ને સાધુએ કાઢ્યા ત્યારે નીકળ્યા. માટે જ્ઞાન શ્રેષ્ઠ છે.”

(૧/૮૦)

Swami had the Vachanamrut read, then talked a great deal. Then, he said, “This level of gnān is gained by the company [of a Sadhu] or over time, just as one studies to gain knowledge. However, [knowledge is not gained] by grace. If [God or the Satpurush] shower grace, then one may experience samādhi, just as Vignandasji saw Akshardham. Nevertheless, he married twice. He got out [of that relationship] only when the Sadhu pulled him out. Therefore, gnān is the best.”

(1/80)

‘Vachanāmṛut’ vanchāvīne temā bahu vāt karī ne bolyā je, “Āvu gnān to sange karīne ne kāḷe karīne thāy, jem vidyā bhaṇe chhe tem thāy paṇ anugrah thakī na thāy; ne anugrah kare to samādhi thāy, te Vignāndāsjīne Akṣhardhām dekhātu to paṇ be ghar karyā ne sādhue kāḍhyā tyāre nīkaḷyā. Māṭe gnān shreṣhṭh chhe.”

(1/80)

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading