TEXT OPTIONS
AUDIO OPTIONS
Show audio player
Auto play audio
Auto advance audio
Auto scroll to audio
Auto advance to next page
॥ સ્વામીની વાતો ॥
પ્રકરણ: ૧
વાત: ૬૧ થી ૭૦
તમોગુણીને માન વધારે હોય ને રજોગુણીને કામ વધારે હોય ને સત્ત્વગુણીને જ્ઞાન વધારે હોય.
One who has tamogun possesses ego to a higher degree. One who has rajogun has lust to a higher degree. And one who has sattvagun has wisdom to a higher degree.1
1. Swami is not stating an absolute principle here with these words, but stating an observation that is generally seen. No one individual always behaves in tamogun, rajogun, or sattavagun. All three of these gunas of māyā are found in some proportion in all; however, one is sometimes more predominant than the other two.
Tamoguṇīne mān vadhāre hoy ne rajoguṇīne kām vadhāre hoy ne sattvaguṇīne gnān vadhāre hoy.
જ્યારે દુર્યોધનને ને પાંડવને કજિયો થવાનો આદર થયો ત્યારે દુર્યોધન પાસે દૈત્ય સર્વે આવીને કહે જે, “અમે કૃપાચાર્યમાં, દ્રોણાચાર્યમાં ને ભીષ્મપિતા આદિકમાં પ્રવેશ કરશું. માટે યુદ્ધ કર્ય.” એમ કહ્યું. તેમાં કહેવાનું શું છે જે, આપણામાં કામ, ક્રોધાદિક માંહિલા દોષ આવીને પ્રવેશ કરે ત્યારે મોટાનો અવગુણ આવે, ત્યારે ન કરવાનું પણ થાય; ત્યારે જાણવું જે, ‘મારામાં દૈત્યે પ્રવેશ કર્યો છે પણ હું એવો નથી,’ એમ સમજવું.
When conflict first started between Duryodhan and the Pandavs, all the demons approached Duryodhan and said, “We will influence Kripacharya, Dronacharya, Bhishma Pita and others, so go to war.” The message from this is that when faults such as lust, anger, etc. enter into us, faults are attributed to the great, and so one may do what one should not (improper things may be done). At such times, realize that, “I have been influenced by demons and that (in reality) I am not like this.”
Jyāre Duryodhanne ne Pānḍavne kajiyo thavāno ādar thayo tyāre Duryodhan pāse daitya sarve āvīne kahe je, “Ame Kṛupāchāryamā, Droṇāchāryamā ne Bhīṣhmapitā ādikmā pravesh karashu. Māṭe yuddha karya.” Em kahyu. Temā kahevānu shu chhe je, āpaṇāmā kām, krodhādik māhilā doṣh āvīne pravesh kare tyāre moṭāno avaguṇ āve, tyāre na karavānu paṇ thāy; tyāre jāṇavu je, ‘Mārāmā daitye pravesh karyo chhe paṇ hu evo nathī,’ em samajavu.
કેટલીક કસર ત્યાગ-વૈરાગ્યથી ટળશે ને કેટલીક કસર જ્ઞાને કરીને ટળશે ને કેટલીક કસર ભક્તિ કરાવીને ટળાવશું ને બાકી છેલ્લી વારે રોગ પ્રેરીને પણ શુદ્ધ કરવા છે પણ કસર રહેવા દેવી નથી.
Some drawbacks will be cured through renunciation and detachment, some through spiritual knowledge, some through devotion and any defects left will finally be cured through illness. But I want to make you pure and not leave any faults.
Keṭalīk kasar tyāg-vairāgyathī ṭaḷashe ne keṭalīk kasar gnāne karīne ṭaḷashe ne keṭalīk kasar bhakti karāvīne ṭaḷāvshu ne bākī chhellī vāre rog prerīne paṇ shuddha karavā chhe paṇ kasar rahevā devī nathī.
ધર્મશાળા કરવાનું કામ કરાવે છે. તેમાં કહે છે જે, “આજ્ઞાએ કરીને ધર્મશાળાયું તો અનંત કરીએ પણ તેમાં બંધાવું નહિ ને બંધાવું તો ભગવાન ને સાધુ એ બેમાં જ બંધાવું.”
While work on the guesthouse was in progress Swami said, “If instructed I can build countless such guesthouses, and yet remain unattached. And if one is to be attached, it should be only to God and his Sadhu.”
Dharmashāḷā karavānu kām karāve chhe. Temā kahe chhe je, “Āgnāe karīne dharmashāḷāyu to anant karīe paṇ temā bandhāvu nahi ne bandhāvu to Bhagwān ne Sādhu e bemā ja bandhāvu.”
શાસ્ત્રમાં કેટલાંક વચન તો સિદ્ધાંતરૂપ હોય૧ ને કેટલાંક વચન તો કોઈ નિમિત્ત અર્થે૨ હોય તે સમજી રાખવું.
૧. જેમ કે, શિક્ષાપત્રીમાં ‘નિજાત્માનં બ્રહ્મરૂપમ્,’ શ્લોક ૧૧૬.
૨. નૈમિત્તિક કર્મનું પાલન કરવારૂપ. જેમ કે, વ્રતપાલન, તીર્થાટન, રજસ્વલાસ્નાન, ગ્રહણ વખતે નાહવું ઇત્યાદિ.
In the scriptures, some words are important principles, while others are for some other objective. The difference (in these words) should be understood.
Shāstramā keṭalāk vachan to siddhāntrūp hoy1 ne keṭalāk vachan to koī nimitt arthe2 hoy te samajī rākhavu.
1. Jem ke, Shikṣhāpatrīmā ‘Nijātmānam brahmarūpam,’ shlok 116.
2. Naimittik karmanu pālan karavārūp. Jem ke, vratpālan, tīrthāṭan, rajaswalāsnān, grahaṇ vakhate nāhavu ityādi.
શરદઋતુમાં આકાશ નિર્મળ જોઈને બોલ્યા જે, “આવું અંતઃકરણ થાય ત્યારે જીવ સુખિયો થાય, તેમ સત્સંગ કરતાં કરતાં થાય છે.”
Seeing the clear, peaceful sky in the autumn season, Swami said, “If the inner faculties become pure like this, the jiva experiences bliss. This happens gradually while doing satsang.”
Sharad-ṛutumā ākāsh nirmaḷ joīne bolyā je, “Āvu antahkaraṇ thāy tyāre jīv sukhiyo thāy, tem satsang karatā karatā thāy chhe.”
મોટાનો મત એ છે જે, અનેક પ્રકારે દેહદમન કરવું અને ટાઢ, તડકો, ભૂખ, તરસ તેનું સહન કરવું પણ કેવળ દેહનું જતન કરવું નહિ.
The great Sadhu believes that the body should be tested in many ways and cold, heat, hunger, thirst should be tolerated. But the body should not merely be pampered.
Moṭāno mat e chhe je, anek prakāre deh-daman karavu ane ṭāḍh, taḍako, bhūkh, taras tenu sahan karavu paṇ kevaḷ dehnu jatan karavu nahi.
નિરંજનાનંદ સ્વામી પાસે બેસે તો અંતર ટાઢું થઈ જાય, તેમ એવા મોટા સાધુ પાસે બેસે તો સુખ આવે. તે કેને સુખ આવે? તે જેને તેમાં હેત હોય તેને આવે.
By sitting with Niranjananand Swami, one experiences total peace within. Thus, sitting with such great sadhus gives happiness. Who experiences this happiness? One who has affection for him.
Niranjanānand Swāmī pāse bese to antar ṭāḍhu thaī jāy, tem evā moṭā sādhu pāse bese to sukh āve. Te kene sukh āve? Te jene temā het hoy tene āve.
કોટિ કલ્પે આ વાત હાથ આવી છે પણ તે સત્સંગ રાજાને, નાતીલાને ને ઘરનાં માણસને નથી ગમતો ને ઇન્દ્રિયું, અંતઃકરણને પણ નથી ગમતો ને એક જીવને જ ગમે છે ને માયા તો પેટ કૂટે છે જે, મારા હાથથી ગયો.
This opportunity of meeting God and his holy Sadhu has come after millions of years. But the king, community, relations and family members do not like it. Even the senses and inner faculties do not like it. Only the jiva likes it. And māyā is lamenting that ‘he (the jiva) has slipped out of my hands.’
Koṭi kalpe ā vāt hāth āvī chhe paṇ te satsang rājāne, nātīlāne ne gharnā māṇasne nathī gamato ne indriyu, antahkaraṇne paṇ nathī gamato ne ek jīvne ja game chhe ne māyā to peṭ kūṭe chhe je, mārā hāththī gayo.
સાધન કરી કરીને મરી જાય તો પણ વાસના ટળે નહિ. એ તો મોટા અનુગ્રહ કરે ત્યારે જ ટળે છે.
One may engage in many endeavours and yet die without overcoming desires. They are overcome only by the grace of the great Sadhu.
Sādhan karī karīne marī jāy to paṇ vāsanā ṭaḷe nahi. E to Moṭā anugrah kare tyāre ja ṭaḷe chhe.