share

॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૧

વાત: ૫૧ થી ૬૦

આ તો બળિયા છે તે ગમે એવી વાસના હશે તો પણ અંતકાળે હીરજીની પેઠે નસ્તર મારીને દેહની ખબર રહેવા દેશે નહિ ને વાસના ટાળી નાખે એવા છે.

(૧/૫૧)

૧. વાઢ-કાપ કરીને.

The greatness of this Sadhu is such that he will eradicate all our vāsanā no matter how strong it is during the last moments of our life. Just as Hirji makes in incision (to perform an operation), the Sadhu will eradicate our desires and ensure that we do not remain attached to our body.

(1/51)

Ā to baḷiyā chhe te game evī vāsanā hashe to paṇ antkāḷe Hīrjīnī peṭhe nastar mārīne1 dehnī khabar rahevā deshe nahi ne vāsanā ṭāḷī nākhe evā chhe.

(1/51)

1. Vāḍh-kāp karīne.

મોટા શહેરનું સેવન તથા અધિકાર તથા ધનનો પ્રસંગ એ આદિક જીવને બગાડવાના હેતું છે, માટે સમજી રાખવું.

પંચવિષય-વાસના-વ્યસન (8.4) / (૧/૫૨)

One should understand that the jiva is spoilt by enjoying the temptations of a big city, its power and wealth.

Material Pleasures-Desires-Addictions (8.4) / (1/52)

Moṭā shahernu sevan tathā adhikār tathā dhanno prasang e ādik jīvne bagāḍvānā hetu chhe, māṭe samajī rākhavu.

Material Pleasures-Desires-Addictions (8.4) / (1/52)

નિરંતર મંદિરનું કામ કર્યા કરે તો પણ જ્ઞાન વૃદ્ધિ પામે નહીં ને જ્ઞાન તો સાધુસમાગમથી જ થાય.

જ્ઞાન-સમજણ-અજ્ઞાન (26.5) / (૧/૫૩)

Spiritual wisdom may not develop, even in one who is continually engaged in mandir service. Spiritual knowledge is attained only through close association with sadhus.

Spiritual Wisdom-Understanding-Ignorance (26.5) / (1/53)

Nirantar mandirnu kām karyā kare to paṇ gnān vṛuddhi pāme nahī ne gnān to sādhu-samāgamthī ja thāy.

Spiritual Wisdom-Understanding-Ignorance (26.5) / (1/53)

શાસ્ત્રમાં ભારેભારે પ્રાયશ્ચિત્ત કહ્યાં છે તે સર્વે આવા સાધુનાં સમાગમ ને દર્શને કરીને નિવૃત્ત થઈ જાય છે, એવું આ દર્શન છે.

સાધુનો મહિમા (30.8) / (૧/૫૪)

Many difficult atonements for sins have been described in the scriptures. But they all become redundant in the company and darshan of such a Sadhu. Such is the importance of his darshan.

Glory of the Sadhu (30.8) / (1/54)

Shāstramā bhāre-bhāre prāyashchitt kahyā chhe te sarve āvā Sādhunā samāgam ne darshane karīne nivṛutt thaī jāy chhe, evu ā darshan chhe.

Glory of the Sadhu (30.8) / (1/54)

વાછડાને દૂધનો સ્વાદ છે અને ઈંતડીને લોહીનો સ્વાદ છે, તેમ ખાવા-પીવાનું સુખ ને માન-મોટાઈનું સુખ તે લોહી જેવું છે ને નિજાત્માનં બ્રહ્મરૂપં એ સુખ દૂધ જેવું છે.

સુખ (1.2) / (૧/૫૫)

૧. ઈતરડી: પશુઓના શરીર પર નાજુક ભાગમાં ચીપકી રહેતું લોહી પીનાર જંતુ.

૨. શ્રીજીમહારાજે શિક્ષાપત્રીમાં લખેલો ૧૧૬મો શ્લોક ટાંકીને ગુણાતીતાનંદ સ્વામી સાધકને નિર્વિઘ્ન સાધના માટે જણાવે છે કે પોતાના આત્માને ત્રણ દેહ, ત્રણ ગુણ, ત્રણ અવસ્થાથી પર બ્રહ્મરૂપ માનીને પરબ્રહ્મની ભક્તિ કરવી.

A calf enjoys the taste of milk while a tick tastes only blood. Similarly, the pleasures of eating, drinking and worldly status are like blood, whereas the pleasure of ‘Nijātmānam brahmarupam,’ i.e. believing oneself as brahmarup, is like milk.

Happiness (1.2) / (1/55)

Vāchhaḍāne dūdhno svād chhe ane ītaḍīne1 lohīno svād chhe, tem khāvā-pīvānu sukh ne mān-moṭāīnu sukh te lohī jevu chhe ne Nijātmānam brahmarūpam2 e sukh dūdh jevu chhe.

Happiness (1.2) / (1/55)

1. Ītaraḍī: pashuonā sharīr par nājuk bhāgmā chīpakī rahetu lohī pīnār jantu.

2. Shrījī Mahārāje Shikṣhāpatrīmā lakhelo 116mo shlok ṭākīne Guṇātītānand Swāmī sādhakne nirvighna sādhanā māṭe jaṇāve chhe ke potānā ātmāne traṇ deh, traṇ guṇ, traṇ avasthāthī par brahmarūp mānīne Parabrahmanī bhakti karavī.

ભગવાનની ઉપાસનાનું બળ હોય તેને મહાપ્રલય જેવું દુઃખ આવી પડે તો પણ એમ સમજે જે, ‘દેહ તો પડી જાશે ને આપણે ભગવાનના ધામમાં જાશું;’ એમ સમજીને સુખિયો રહે.

સુખ (1.3) / (૧/૫૬)

૧. કલ્પને અંતે વિશ્વનો સંપૂર્ણ નાશ.

Even if one encounters intense misery, like the final destruction of the world, one who has firmly developed the upāsanā of God understands that the body will die one day and we (the ātmā) will go to God’s abode. With this understanding one remains happy.

Happiness (1.3) / (1/56)

Bhagwānnī upāsanānu baḷ hoy tene mahāpralay1 jevu dukh āvī paḍe to paṇ em samaje je, ‘Deh to paḍī jāshe ne āpaṇe Bhagwānnā dhāmmā jāshu,’ em samajīne sukhiyo rahe.

Happiness (1.3) / (1/56)

1. Kalpne ante vishvano sampūrṇa nāsh.

આવા સાધુ ખાસડાં મારે તો પણ અક્ષરધામમાં લઈ જાય ને બીજા મશરૂના ગાદલામાં સુવાડી મૂકે તો પણ નર્કમાં નાખે એમ સમજવું.

સાધુનો મહિમા (30.9) / (૧/૫૭)

Such a Sadhu may hit devotees with boots, but will still take them to Akshardham. Others may give devotees comfortable beds to sleep on but will send them to hell.

Glory of the Sadhu (30.9) / (1/57)

Āvā sādhu khāsaḍā māre to paṇ Akṣhardhāmmā laī jāy ne bījā masharūnā gādlāmā suvāḍī mūke to paṇ narkamā nākhe em samajavu.

Glory of the Sadhu (30.9) / (1/57)

આપણા દોષ તો મહારાજે ટાળી નાખ્યા છે ને તે દોષનું દર્શન થાય છે તે તો આપણા રૂડાને અર્થે થાય છે, નીકર જીવ તો ઉન્મત્ત થઈ જાય એવો છે; અને હવે તો આપણે ભગવાન વશ કરવા છે ને તે ભગવાનના જેવું સામર્થ્ય પામવું છે તે સારુ મંડ્યા છીએ.

(૧/૫૮)

Maharaj has already eradicated our flaws.1 And that we realize our faults is for our own benefit, otherwise, the jiva would become impudent. Now, all our efforts are to win God’s favor and to attain powers like his.

(1/58)

1. With these words, Swami is giving aspirants strength to not lose courage when seeing their faults. God and the Satpurush have the power to eradicate one’s vices. However, one should think of the attainment of God and continue to fight their internal enemies when they arise.

Āpaṇā doṣh to Mahārāje ṭāḷī nākhyā chhe ne te doṣhnu darshan thāy chhe te to āpaṇā rūḍāne arthe thāy chhe, nīkar jīv to unmatt thaī jāy evo chhe; ane have to āpaṇe Bhagwān vash karavā chhe ne te Bhagwānnā jevu sāmarthya pāmavu chhe te sāru manḍyā chhīe.

(1/58)

‘બ્રહ્મરૂપ માનીને ભક્તિ કરવી’ એ જ સિદ્ધાંત છે, તે જેમ ઘણા માણસ વટલે ને એક જણ નાતમાં રહે પણ તેને એમ સમજવું જે, ‘હું વટલ્યો નથી,’ તેમ બ્રહ્મરૂપ માનવાની સમજણ છે.

(૧/૫૯)

The main principle is to worship God identifying oneself as brahmarup. This is similar to many people being proselytized; and one who is not believes he has not been proselytized. This is the understanding of believing oneself to be brahmarup.1

(1/59)

1. In this example, Swami explains that many people behave as the body. Despite their ātmā being immortal and a source of bliss, they believe themselves to be the body and enjoy the temporary happiness of the body. This is analogous to someone being proselytized - meaning one has been proselytized into a community of those who believe themselves to be the body. However, one who has not been proselytized believes his true self to be the ātmā. The community of those who believe themselves to be brahmarup may be small but this is the true community.

‘Brahmarūp mānīne bhakti karavī’ e ja siddhānt chhe, te jem ghaṇā māṇas vaṭale ne ek jaṇ nātmā rahe paṇ tene em samajavu je, ‘Hu vaṭalyo nathī,’ tem brahmarūp mānvānī samajaṇ chhe.

(1/59)

આ કર્મક્ષેત્ર છે તે અહીં એક ઉપવાસ કરે ને બદરિકાશ્રમમાં સો ઉપવાસ કરે ને શ્વેતદ્વીપમાં હજાર ઉપવાસ કરે તે બરાબર થાય છે; ને આ ઘડી, આ પળ ને આ સાધુ કોટિ કલ્પે પણ મળવાં દુર્લભ છે, પણ મહિમા જણાતો નથી; કેમ જે, મનુષ્યાકૃતિ છે.

સાધુનો મહિમા (30.10) / (૧/૬૦)

This world is a place for action. Thus, one fast here equals a hundred observed in Badrikashram and a thousand in Shvetdwip. And this moment and this Sadhu are rarely attained even after millions of years. But his glory is not fully understood, since he is in human form.

Glory of the Sadhu (30.10) / (1/60)

Ā karma-kṣhetra chhe te ahī ek upavās kare ne Badrikāshrammā so upavās kare ne Shvetdvīpmā hajār upavās kare te barābar thāy chhe; ne ā ghaḍī, ā paḷ ne ā Sādhu koṭi kalpe paṇ maḷvā durlabh chhe, paṇ mahimā jaṇāto nathī; kem je, manuṣhyākṛuti chhe.

Glory of the Sadhu (30.10) / (1/60)

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading