TEXT OPTIONS
AUDIO OPTIONS
Show audio player
Auto play audio
Auto advance audio
Auto scroll to audio
Auto advance to next page
॥ સ્વામીની વાતો ॥
પ્રકરણ: ૧
વાત: ૩૪૧ થી ૩૪૨
કથા કરે, કીર્તન કરે, વાતું કરે, પણ ‘આ દેહ હું નહિ,’ એમ માને નહિ. માટે આઠે પહોર ભજન કરવું જે, ‘હું દેહ નથી ને દેહમાં રહ્યો એવો જે હું આત્મા છું, બ્રહ્મ છું, અક્ષર છું ને મારે વિષે પરમાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ પ્રગટ પ્રમાણ અખંડ રહ્યા છે. તે કેવા છે? તો સર્વ અવતારના અવતારી છે, સર્વ કારણના કારણ છે ને સર્વ થકી પર છે; તે પ્રગટ આ મને મળ્યા તે છે.’ આ વાતમાં સાંખ્ય ને યોગ બેય આવી રહ્યાં.
ઇતિ શ્રી સહજાનંદ સ્વામીના શિષ્ય શ્રી ગુણાતીતાનંદ સ્વામીએ કરેલી વાતોમાં ‘ભગવાન ને સંતનો મહિમા’ કહ્યો એ નામે પહેલું પ્રકરણ સમાપ્ત.
An aspirant engages in discourses, sings bhajans and talks about God, but does not believe, “I am not this body.” Therefore, 24 hours-a-day remember, “I am not the body, but I am the ātmā, who lives in the body. I am brahman, akshar and within me Paramatma Parameshwar Purushottam himself is eternally present.” What is he like? He is the cause of all avatārs, the cause of all causes and is above all. And his manifest form is the one I have attained. In this statement, both Sānkhya and Yoga are incorporated.
Kathā kare, kīrtan kare, vātu kare, paṇ ‘Ā deh hu nahi,’ em māne nahi. Māṭe āṭhe pahor bhajan karavu je, ‘Hu deh nathī ne dehmā rahyo evo je hu ātmā chhu, brahma chhu, Akṣhar chhu ne māre viṣhe Paramātmā Parabrahma Puruṣhottam pragaṭ pramāṇ akhanḍ rahyā chhe. Te kevā chhe? To sarva avatārnā avatārī chhe, sarva kāraṇnā kāraṇ chhe ne sarva thakī par chhe; te pragaṭ ā mane maḷyā te chhe.’ Ā vātmā sānkhya ne yog bey āvī rahyā.
Iti Shrī Sahajānand Swāmīnā shiṣhya Shrī Guṇātītānand Swāmīe karelī vātomā ‘Bhagwān ne santno mahimā’ kahyo e nāme pahelu prakaraṇ samāpt.
અક્ષરધામમાં કેમ સુખ છે? જે, જેમ રાજાનો છોકરો ગમે તેમ ફરતો ફરે પણ રાજ્યનો ધણી છે, એમ સુખ છે. ને કેટલાક મુક્ત તો નિર્વિકલ્પપણે જોડાઈ રહ્યા છે ને કેટલાક તો વાતુ, મહિમા કહે છે ને સાંભળે છે. જેમ અહીં છે, તેમ જ ત્યાં છે, એમાં લગાર પણ ફેર નથી. [વાત ૩૦૬, ૧૯૮૫ આવૃત્તિ]
Akṣhardhāmmā kem sukh chhe? Je, jem rājāno chhokaro game tem farato fare paṇ rājyano dhaṇī chhe, em sukh chhe. Ne keṭlāk mukta to nirvikalppaṇe joḍāī rahyā chhe ne keṭlāk to vātu, mahimā kahe chhe ne sāmbhaḷe chhe. Jem ahī chhe, tem ja tyā chhe, emā lagār paṇ fer nathī. [Vāt 306, 1985 Āvṛutti]