share

॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૧

વાત: ૩૩૧ થી ૩૪૦

જડભરત આ લોકના વ્યવહારમાં જોડાણા નહિ. તે શા સારુ જે, પરમેશ્વર ભજવામાં બંધન થાય, તે સારુ ગાંડા કહેવાણા, ને બીજા આ લોકમાં લઈ મંડે તેને માણસ ડાહ્યા કહે છે. પણ પરમેશ્વર ભજવાના માર્ગમાં ડાહ્યા નથી.

વ્યવહાર અને પ્રવૃત્તિ (12.5) / (૧/૩૩૧)

Jadbharat did not engage himself in worldly affairs. Why? So that attachment for worshipping Parameshwar (God) develops. For that, he was called foolish. And others work tirelessly in the world and people call them wise. But on the path of worshipping God, they are not wise.

Social Dealings and Activities (12.5) / (1/331)

Jaḍbharat ā loknā vyavahārmā joḍāṇā nahi. Te shā sāru je, Parameshvar bhajavāmā bandhan thāy, te sāru gānḍā kahevāṇā, ne bījā ā lokmā laī manḍe tene māṇas ḍāhyā kahe chhe. Paṇ Parameshvar bhajavānā mārgmā ḍāhyā nathī.

Social Dealings and Activities (12.5) / (1/331)

ભગવાનની કથા તો કેવી છે જે, ચોકિયાત આવીને કહે જે, “જાગો! જાગો!” પછી જાગે તેથી ચોરનો ભય ટળી જાય, તેમ કથા તો એવી છે.

કથા-વાર્તા (17.18) / (૧/૩૩૨)

What are the spiritual discourses of God like? A guard comes and says, “Wake up! Wake up!” We wake up and the fear of thieves is removed. Similarly, spiritual discourses are a security force like this.

Spiritual Discourses and Discussions (17.18) / (1/332)

Bhagwānnī kathā to kevī chhe je, chokiyāt āvīne kahe je, “Jāgo! Jāgo!” Pachhī jāge tethī chorno bhay ṭaḷī jāy, tem kathā to evī chhe.

Spiritual Discourses and Discussions (17.18) / (1/332)

શિક્ષાપત્રીનો છેલ્લો શ્લોક નિત્ય બોલે છે તેમાં કહ્યું છે જે,

નિજાશ્રિતાનાં સકલાર્તિહન્તા, સધર્મભક્તેરવનં વિધાતા।

દાતા સુખાનાં મનસેપ્સિતાનાં તનોતુ કૃષ્ણોઽખિલમંગલં નઃ॥

પોતાના આશ્રિત જે ભક્તજન તેમની જે સમગ્ર પીડાના નાશ કરનારા એવા ને ધર્મે સહિત જે ભક્તિ તેની રક્ષાના કરનારા એવા ને પોતાના ભક્તજનને મનવાંછિત સુખના આપનારા એવા જે ભગવાન તે અમારા સમગ્ર મંગળને વિસ્તારો.

(૧/૩૩૩)

It is said in the last shloka of the Shikshapatri that is read daily:

Nijāshritānām sakalārtihantā, sadharma-bhakteravanam vidhātā;

Dātā sukhānām manasepsitānām tanotu kṛuṣhṇo-khila-mangalam naha.

May God, destroyer of all miseries of his followers, protector of bhakti coupled with dharma, and bestower of all desired happiness to his devotees, bestow his devotees with prosperity.

(1/333)

Shikṣhāpatrīno chhello shlok nitya bole chhe temā kahyu chhe je,
Nijāshritānām sakalārtihantā, sadharmabhakteravanam vidhātā;
Dātā sukhānām manasepsitānām tanotu kṛuṣhṇokhilamangalam naha.
Potānā āshrit je bhaktajan temanī je samagra pīḍānā nāsh karanārā evā ne dharme sahit je bhakti tenī rakṣhānā karanārā evā ne potānā bhaktajanne manvānchhit sukhnā āpanārā evā je Bhagwān te amārā samagra mangaḷne vistāro.

(1/333)

એક રુચિવાળા બે જ હોઈએ તો હજારો ને લાખો છીએ ને તે વિના તો હજારો ને લાખો હોઈએ તો પણ એકલા જ છીએ એમ સમજવું.

દ્રઢ સમાગમ-પ્રીતિ-ભક્તિ-મિત્રતા (19.6) / (૧/૩૩૪)

Two people with the same inclination are equal to thousands and hundreds of thousands. Without this, know that even if we are thousands and hundreds of thousands, we are alone.

Profound Association-Love-Devotion-Friendship (19.6) / (1/334)

Ek ruchivāḷā be ja hoīe to hajāro ne lākho chhīe ne te vinā to hajāro ne lākho hoīe to paṇ ekalā ja chhīe em samajavu.

Profound Association-Love-Devotion-Friendship (19.6) / (1/334)

ભગવાનને પોતાના ભક્તને મારી-કૂટીને પણ બ્રહ્મરૂપ કરવા છે.

આત્મનિષ્ઠા-બ્રહ્મરૂપ (29.9) / (૧/૩૩૫)

God wants to make his devotees brahmarup, by any means.

Atmanishtha-Brahmarup (29.9) / (1/335)

Bhagwānne potānā bhaktane mārī-kūṭīne paṇ brahmarūp karavā chhe.

Atmanishtha-Brahmarup (29.9) / (1/335)

શાસ્ત્રમાં કહ્યું છે જે, ‘શ્રેયાંસિ બહુવિઘ્નાનિ’ અને લોકમાં કહે છે જે, ‘સારા કામમાં સો વિઘ્ન,’ માટે પરમેશ્વર ભજવામાં ને પરમેશ્વરનું સ્વરૂપ સમજવામાં બહુ અંતરાય છે. તે અંતરાયને ઓળખીને ને તેથી મુકાઈને બહુ ખપવાળો હોય તે પરમેશ્વર સન્મુખ ચાલે, નીકર ચલાય એવું નથી; કેમ જે, આ લોકમાં અનેક અંતરાય છે.

શ્રદ્ધા (10.1) / (૧/૩૩૬)

It is said in the scriptures, “Shreyānsi bahu vighnāni,” and in the world, people say, “A hundred obstacles arise in doing good deeds.” So, to worship God and understand his form there are many obstacles. One who is determined identifies these obstacles, overcomes them and walks towards God; otherwise it is not possible to walk to him, since there are countless obstacles in this world.

Faith (10.1) / (1/336)

Shāstramā kahyu chhe je, ‘Shreyānsi bahuvighnāni’ Ane lokmā kahe chhe je, ‘Sārā kāmmā so vighna,’ māṭe Parameshvar bhajavāmā ne Parameshvarnu swarūp samajavāmā bahu antarāy chhe. Te antarāyne oḷakhīne ne tethī mukāīne bahu khapvāḷo hoy te Parameshvar sanmukh chāle, nīkar chalāy evu nathī; kem je, ā lokmā anek antarāy chhe.

Faith (10.1) / (1/336)

પૂર્વનો સંસ્કાર એવું કહેવાય છે, તે પૂર્વનો સંસ્કાર તે પૂર્વજન્મનું કરેલું હોય તેને કહેવાય એમ ન સમજવું, ત્યારે પૂર્વસંસ્કાર તે શું જે, આજ જે ક્રિયા કરીએ તે આવતીકાલે પૂર્વ કહેવાય એમ સમજવું. માટે આપણે મોટાનો સમાગમ થયો તે આજ આપણે ઘણું પૂર્વ થયું.

(૧/૩૩૭)

One should not understand the sanskārs of past births as what one has done in their past births. So, what are the sanskārs of past births? They are the actions done in the present that will become the past actions in the future. Therefore, that we have the association of the Great [Purush] today is an abundant past.

(1/337)

Pūrvano sanskār evu kahevāy chhe, te pūrvano sanskār te pūrvajanmanu karelu hoy tene kahevāy em na samajavu, tyāre pūrvasanskār te shu je, āj je kriyā karīe te āvatīkāle pūrva kahevāy em samajavu. Māṭe āpaṇe Moṭāno samāgam thayo te āj āpaṇe ghaṇu pūrva thayu.

(1/337)

આ કીર્તનમાં કહ્યું છે એ વાત નિરંતર સંભારી રાખવી જે,

    ઉધો સંત સુખી રે સંસાર મેં...

રાજા ભી દુખિયા ને રંક ભી દુખિયા, ધનપતિ દુઃખિત વિકાર મેં;

વિના વિવેક ભેખ સબ દુખિયા, જૂઠા તન અહંકાર મેં... ઉધો.

માટે સમજણવાળાને સંત કહે છે; તે અંબરીષ, પ્રહ્‌લાદ ને જનક આદિક રાજા હતા, પણ તે સાધુ કહેવાય છે એમ સમજવું.

જ્ઞાન-સમજણ-અજ્ઞાન (26.21) / (૧/૩૩૮)

Continually remember the message of this kirtan:

Udho sant sukhi sansārme,

Rājā bhi dukhiyā, rank bhi dukhiyā,

 dhanpati dukhit vikārme,

Vinā vivek bhekh sab dukhiyā,

 Juthā tan ahamkārme...Udho1

One with such understanding is called a sadhu. Thus, though Ambrish, Prahlad and Janak, etc. were kings they have been described as sadhus.

Spiritual Wisdom-Understanding-Ignorance (26.21) / (1/338)

1. Uddhav! The only person happy in this world is a sadhu; kings are unhappy, paupers are unhappy, and even the rich are unhappy because of their (unlimited) desires; If they have no sense of discrimination, even renunciants of all types are unhappy. Oh Uddhav! People possess ego due to ignorance.

Ā kīrtanmā kahyu chhe e vāt nirantar sambhārī rākhavī je,
Udho sant sukhī re sansār me...
Rājā bhī dukhiyā ne rank bhī dukhiyā, dhanpati dukhit vikār me;
Vinā vivek bhekh sab dukhiyā, jūṭhā tan ahankār me... Udho.

Māṭe samajaṇvāḷāne sant kahe chhe; te Ambarīṣh, Prahlād ne Janak ādik rājā hatā, paṇ te sādhu kahevāy chhe em samajavu.

Spiritual Wisdom-Understanding-Ignorance (26.21) / (1/338)

જ્ઞાન જ્ઞાનમાં પણ ઘણા ભેદ છે. કેની પેઠે જે, એક ગુજરાતનું ઘોડું હોય તેની સામી લાકડી ઉગામીએ તો ભાગી જાય ને એક તો કાઠિયાવાડનું પલોટેલ ઘોડું હોય તે તો તરવાર્યું, બરછિયું ને બંદૂકુંનો વરસાદ થાતો હોય તેમાં પણ સામું ચાલે, એ રીતે જ્ઞાન જ્ઞાનમાં ભેદ છે.

જ્ઞાન-સમજણ-અજ્ઞાન (26.22) / (૧/૩૩૯)

૧. તાલીમ આપી તૈયાર કરેલું.

Knowledge is of different types. For instance a stick raised before a horse from the Gujarat region will frighten it and it runs away. In the case of a trained horse from the Kathiawad region it is not frightened by swords, spears and gunshots. Similarly, spiritual knowledge is of different levels.

Spiritual Wisdom-Understanding-Ignorance (26.22) / (1/339)

Gnān gnānmā paṇ ghaṇā bhed chhe. Kenī peṭhe je, ek Gujarātnu ghoḍu hoy tenī sāmī lākaḍī ugāmīe to bhāgī jāy ne ek to Kāṭhiyāvāḍnu paloṭel1 ghoḍu hoy te to taravāryu, barachhiyu ne bandūkuno varasād thāto hoy temā paṇ sāmu chāle, e rīte gnān gnānmā bhed chhe.

Spiritual Wisdom-Understanding-Ignorance (26.22) / (1/339)

1. Tālīm āpī taiyār karelu.

આગળ જે ભક્ત થઈ ગયા તે કોઈની આજના સત્સંગીને ઉપમા દેવાય નહિ. કેમ જે, આગળ થયા તે કોઈ અક્ષરધામના નિવાસી નહોતા ને આજ તો પુરુષોત્તમના આશ્રિત છે, તે સર્વે અક્ષરધામના અધિકારી છે.

(૧/૩૪૦)

The devotees of the past cannot be equaled to the present-day satsangis. Why? Those of the past were not residents of Akshardham; whereas, devotees today have the refuge of Purushottam and are worthy of Akshardham.

(1/340)

Āgaḷ je bhakta thaī gayā te koīnī ājanā satsangīne upamā devāy nahi. Kem je, āgaḷ thayā te koī Akṣhardhāmnā nivāsī nahotā ne āj to Puruṣhottamnā āshrit chhe, te sarve Akṣhardhāmnā adhikārī chhe.

(1/340)

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading