TEXT OPTIONS
AUDIO OPTIONS
Show audio player
Auto play audio
Auto advance audio
Auto scroll to audio
Auto advance to next page
॥ સ્વામીની વાતો ॥
પ્રકરણ: ૧
વાત: ૩૨૧ થી ૩૩૦
“આપણા દેહમાં જીવ ભેળો કોટાનકોટિ સૂર્યનો પ્રકાશ છે, પણ તે હમણાં દેખાય તો કોઈની ગણતી ન રહે,” એમ મહિમા કહ્યો.
Along with the jiva, in our body there is the glow of tens of millions of suns. If we could see that now, we would not recognize the importance of anybody. Such glory was revealed.
“Āpaṇā dehmā jīv bheḷo koṭānkoṭi sūryano prakāsh chhe, paṇ te hamṇā dekhāy to koīnī gaṇatī na rahe,” em mahimā kahyo.
મુક્તાનંદ સ્વામી જેવા મોટા સાધુ વાત કરે તો બે હજાર માણસની સભા બેઠી હોય તે સૌના સંકલ્પના ઉત્તર થાતા જાય, એમ મહારાજના સાધુ તો જાણે ને વાત કરે.
If a great sadhu like Muktanand Swami speaks, then even in an assembly of two thousand people, all their inner questions will be answered. Thus, Maharaj’s sadhus know people’s problems and talk accordingly.
Muktānand Swāmī jevā moṭā sādhu vāt kare to be hajār māṇasnī sabhā beṭhī hoy te saunā sankalpnā uttar thātā jāy, em Mahārājnā sādhu to jāṇe ne vāt kare.
મહારાજનો મત તો કથા, કીર્તન, વાર્તા, ધ્યાન એ જ કરાવવું છે. ને માણસને તો સ્વભાવ પડી ગયા તે બીજું કર્યા વિના રહેવાય નહિ. ત્યારે હવે આપણે શું કરીએ? ને આવો જોગ છે તેમાં નહિ સમજાય ને સ્વભાવ મૂકીને મોટા સાથે નહિ જોડાય તો તે મોડો ધામમાં જાશે, એમાં કાંઈ ભગવાનને ઉતાવળ નથી ને આ કારખાનાં તો દહાડે દહાડે વધતાં જાશે.
Maharaj’s wish is to encourage only spiritual discourses, devotional songs, spiritual discussions and meditation. And man has developed such a nature that he cannot live without doing other mundane things. So, now, what should we do? We have this association (with the great Sadhu), but if a person does not understand and shed his base instincts and join with the great Sadhu, then he will go to Akshardham late. In this, God is in no hurry and these worldly activities will increase daily.
Mahārājno mat to kathā, kīrtan, vārtā, dhyān e ja karāvavu chhe. Ne māṇasne to swabhāv paḍī gayā te bīju karyā vinā rahevāy nahi. Tyāre have āpaṇe shu karīe? Ne āvo jog chhe temā nahi samajāy ne swabhāv mūkīne moṭā sāthe nahi joḍāy to te moḍo dhāmmā jāshe, emā kāī Bhagwānne utāvaḷ nathī ne ā kārakhānā to dahāḍe dahāḍe vadhatā jāshe.
આ સાધુ જેવા છે એવા જણાય તો તેને મૂકીને છેટે ખસાય નહિ. ને કાંઈક ચમત્કાર જણાવે તો તો વ્યાપકાનંદ સ્વામીની પેઠે બંધીખાનાં થાય. માટે કાંઈ નથી દેખાડતા તે પણ ઠીક છે.
If this Sadhu is known as he really is, then one will not be able to leave him and go elsewhere. And if he shows some miracles, like Vyapkanand Swami, it will only result in bondage for us.1 So, it is appropriate that he does not show such miracles.
1. Vyapakanand Swami was a very powerful sadhu of the Swaminarayan Sampraday. In Botad, the mare of the local ruler, Hamir Khachar, had died and everyone was upset. Seeing this Vyapakanand Swami used his powers to revive the dead mare by taking the jiva of a mosquito and placing it in the mare. When Shriji Maharaj heard about this he said, “It is not our job to perform miracles. People will bring the dead and ask us to revive them and distract us from our spiritual task.” Thus, Maharaj explained that spiritual wisdom is more important than miracles.
Ā Sādhu jevā chhe evā jaṇāy to tene mūkīne chheṭe khasāy nahi. Ne kāīk chamatkār jaṇāve to to Vyāpkānand Swāmīnī peṭhe bandhīkhānā thāy. Māṭe kāī nathī dekhāḍatā te paṇ ṭhīk chhe.
વ્યવહારેણ સાધુઃ, તે એકબીજાને વ્યવહાર પડ્યાથી સાધુતાની ખબર પડે છે, પણ તે વિના સાધુપણું જણાતું નથી.
‘Vyavahārena sādhuhu.’1 One’s saintliness becomes known when one interacts with others. But without this interaction, saintliness remains unknown.
1. A sadhu is recognized by his dealings with other people.
Vyavahāreṇ sādhuh, te ekbījāne vyavahār paḍyāthī sādhutānī khabar paḍe chhe, paṇ te vinā sādhupaṇu jaṇātu nathī.
“આજ તો મોટાનો સંબંધ છે તે સુખ વર્તે છે પણ દેશકાળે તો આવો જોગ ન રહે તો પણ સુખ રહે એવો શો ઉપાય છે?” એ પ્રશ્નનો ઉત્તર કર્યો જે, “મોટાના ગુણ, વિભૂતિ, ઐશ્વર્ય, પ્રતાપ, ગંભીરપણું, ધીરજપણું એ આદિક મોટાના મહિમાનો વિચાર કરીએ, ને મોટા હૈયામાં સ્ફુરે તેણે કરીને સુખ વરતે.”
Today we are happy because we have the company of the great (Sadhu). But if circumstances change and this company does not remain, how can we still remain happy? The answer to this question, “Think of the glory of the great (Sadhu): his virtues, personality, powers, influence, thoughtfulness, patience, etc. And thoughts of the great will spring up in one’s heart, as a result of which one will be happy.”
“Āj to Moṭāno sambandh chhe te sukh varte chhe paṇ desh-kāḷe to āvo jog na rahe to paṇ sukh rahe evo sho upāy chhe?” E prashnano uttar karyo je, “Moṭānā guṇ, vibhūti, aishvarya, pratāp, gambhīrpaṇu, dhīrajpaṇu e ādik Moṭānā mahimāno vichār karīe, ne Moṭā haiyāmā sfure teṇe karīne sukh varate.”
“આ જીવને કોઈ દહાડો ઘડપણ આવતું હશે કે નહિ?” એમ કહીને વળી કહ્યું જે, “જીવને જ્ઞાન થાય ત્યારે ઘડપણ આવે પણ તે વિના તો ઘડપણ આવે નહિ.”
“Does this jiva ever become old?” Saying this, Swami said, “When the jiva attains spiritual knowledge it becomes mature. Without this, it does not become mature.”
“Ā jīvne koī dahāḍo ghaḍpaṇ āvatu hashe ke nahi?” Em kahīne vaḷī kahyu je, “Jīvne gnān thāy tyāre ghaḍpaṇ āve paṇ te vinā to ghaḍpaṇ āve nahi.”
ભગવાનને અર્થે આપણે જે જે કર્યું છે ને કરીએ છીએ તે જાણે છે ને જેને ખોળે માથું મૂક્યું છે તે રક્ષા કરશે ને આપણું તો ભગવાન બહુ માની લે છે.
Whatever we have done and are doing for God, he knows. As we have placed our head in his lap, he will protect us. And God considers our little efforts to be a lot.
Bhagwānne arthe āpaṇe je je karyu chhe ne karīe chhīe te jāṇe chhe ne jene khoḷe māthu mūkyu chhe te rakṣhā karashe ne āpaṇu to Bhagwān bahu mānī le chhe.
જ્ઞાનીને ભગવાને પોતાનો આત્મા કહ્યો છે. તે ઉદ્ધવ જ્ઞાની. ને પ્રેમીનું ભગવાન રાખે તો ખરા, પણ જ્ઞાન વિના અધૂરું. ને સચ્ચિદાનંદ સ્વામીને તરસ લાગી તેથી મહારાજને તરસ છીપે નહીં, પછી સચ્ચિદાનંદ સ્વામીને પાણી પાયું ત્યારે મહારાજને તરસ છીપી. તો પણ મહારાજનો મત નિજાત્માનં બ્રહ્મરૂપં માનવું એમ છે.
God has called the spiritually wise his ātmā. Uddhav was spiritually wise. God will certainly care for those with affection, but without spiritual knowledge one is incomplete. When Sachchidanand Swami was thirsty, Maharaj’s thirst could not be quenched. Then, when Sachchidanand Swami was served water Maharaj’s thirst was quenched. Still Maharaj’s opinion is that one should believe one’s ātmā as brahmarup.
Gnānīne Bhagwāne potāno ātmā kahyo chhe. Te Uddhav gnānī. Ne premīnu Bhagwān rākhe to kharā, paṇ gnān vinā adhūru. Ne Sachchidānand Swāmīne taras lāgī tethī Mahārājne taras chhīpe nahī, pachhī Sachchidānand Swāmīne pāṇī pāyu tyāre Mahārājne taras chhīpī. To paṇ Mahārājno mat Nijātmānam brahmarūpam mānavu em chhe.
પુરુષને સ્ત્રીના જેવું હેત ભગવાનમાં થાય નહિ. એને તો જ્ઞાને કરીને હેત થાય, ને કૃપાનંદ સ્વામીનું ને નિષ્કુળાનંદ સ્વામીનું હેત સ્ત્રીના જેવું, એમ મહારાજ કહેતા.
A man cannot develop the same type of love he has for a woman toward God. He can develop love for God because of gnān though. And Maharaj used to say, “Krupanand Swami’s and Nishkulanand Swami’s love was like that of a woman.”1
1. Nishkulanand Swami and Krupanand Swami possessed natural love for Maharaj because of their past sanskārs. Moreover, their love for Maharaj was like that of a faithful wife (pativratā).
Puruṣhne strīnā jevu het Bhagwānmā thāy nahi. Ene to gnāne karīne het thāy, ne Kṛupānand Swāmīnu ne Niṣhkuḷānand Swāmīnu het strīnā jevu, em Mahārāj kahetā.