TEXT OPTIONS
AUDIO OPTIONS
Show audio player
Auto play audio
Auto advance audio
Auto scroll to audio
Auto advance to next page
॥ સ્વામીની વાતો ॥
પ્રકરણ: ૧
વાત: ૩૧૧ થી ૩૨૦
આપણે તો સો-બસેં માણસને પાંખમાં લઈને ઊડી જાઈએ એવા છીએ ને તે કરતાં આખા બ્રહ્માંડના જીવને લઈને ઊડી જાઈએ એવા છીએ, ને તે કરતાં અનંત કોટિ બ્રહ્માંડને પણ લઈ જઈએ એવા છીએ, પણ એવું મનાય નહિ; તે શાથી જે, મનુષ્યાકૃતિ છે.
We (Swami referring to himself) have the power to fly away with 100 or 200 people in our wings. Even more, we can take all of the jivas of the brahmānd and fly away. Even more, we can take away the infinite brahmānds. But [you] have difficulty believing this. Why? Because we have the physical form of a human.
Āpaṇe to so-base māṇasne pānkhamā laīne ūḍī jāīe evā chhīe ne te karatā ākhā brahmānḍnā jīvne laīne ūḍī jāīe evā chhīe, ne te karatā anant koṭi brahmānḍne paṇ laī jaīe evā chhīe, paṇ evu manāy nahi; te shāthī je, manuṣhyākṛuti chhe.
જીવની અવળાઈ તે શું કહીએ? જીવ તે જીવ જ. તે કહ્યું છે જે, ‘ઊંટ તો સઘળે અંગે વાંકું,’ એવો જીવ અવળો. વળી, લંબકર્ણ જેવો જીવ તેનું પણ ભગવાનને સારું કરવું છે.
What can be said about the crookedness of the jiva? A jiva is a jiva. It has been said, “A camel is crooked in all its limbs.” That is how crooked1 the jiva is. Still, God wants to help the jiva by doing good to it, although the jiva is like a donkey.
1. The jiva being crooked means it will do whatever it wants. Sometimes it will comply with God’s and the Satpurush’s commands and sometimes it will do the opposite.
Jīvnī avaḷāī te shu kahīe? Jīv te jīv ja. Te kahyu chhe je, ‘Ūnṭ to saghaḷe ange vānku,’ evo jīv avaḷo. Vaḷī, lambkarṇa jevo jīv tenu paṇ Bhagwānne sāru karavu chhe.
અંતરમાં ટાઢું હોય ને કોઈક વચન મારે તો ભડકો થાય, તે સમાધાન કરવાનો ઉપાય જ્ઞાન છે.
When one is at peace within and someone speaks harshly, thus causing one intense anger within, the solution lies in spiritual wisdom.
Antarmā ṭāḍhu hoy ne koīk vachan māre to bhaḍako thāy, te samādhān karavāno upāy gnān chhe.
ભગવાનનો ને મોટા સાધુનો નિશ્ચય થયો હોય તે પોતાને પૂર્ણકામ માને ને તેને બીજાના સંગની અપેક્ષા ન રહે. તેમાં દૃષ્ટાંત જે, જેના ઘરમાં સો કરોડ મણ દાણા હોય તથા સો કરોડ રૂપિયા હોય તો તેને કાળ પડે તો પણ મરવાની બીક ન લાગે. વળી બીજું દૃષ્ટાંત જે, બે હજાર બખતરિયા ભેળા હોય તેને લૂંટાવાની બીક ન લાગે. તેમ જ મહિમા સહિત નિશ્ચયવાળાને બીક નહિ.
If one has firm faith in God and his great Sadhu, one feels fulfilled and has no desire for any other company. For example, one who has 1000 million kilos of grains or a 1000 million rupees is not afraid of death if famine strikes. Another example, if one is protected by 2000 armed soldiers one is not afraid of being looted. Similarly, one who has firm faith coupled with the knowledge of God’s greatness has no fear.
Bhagwānno ne Moṭā Sādhuno nishchay thayo hoy te potāne pūrṇakām māne ne tene bījānā sangnī apekṣhā na rahe. Temā draṣhṭānt je, jenā gharmā so karoḍ maṇ dāṇā hoy tathā so karoḍ rūpiyā hoy to tene kāḷ paḍe to paṇ maravānī bīk na lāge. Vaḷī bīju draṣhṭānt je, be hajār bakhtariyā bheḷā hoy tene lūnṭāvānī bīk na lāge. Tem ja mahimā sahit nishchayvāḷāne bīk nahi.
પૃથ્વીનું રાજ્ય કરે ને ન બંધાય, જો જ્ઞાન થાય તો. ને તે વિના તો વનમાં જઈને રહે તો ત્યાં પણ ભરતજીની પેઠે બંધાય. માટે જ્ઞાન શ્રેષ્ઠ છે.
If one attains spiritual knowledge, one is able to rule the world and not become attached. And without it, one may go to the forest and still become attached, like Bharatji. Therefore, acquisition of spiritual knowledge is the best solution.
Pṛuthvīnu rājya kare ne na bandhāy, jo gnān thāy to. Ne te vinā to vanmā jaīne rahe to tyā paṇ Bharatjīnī peṭhe bandhāy. Māṭe gnān shreṣhṭh chhe.
નાનું છોકરું હોય તેને ભય આવે તો પોતાનાં માવતરની કોટે બાઝી પડે, તેમ જ આપણે હરકોઈ દુઃખ આવે તો ભગવાનનું ભજન કરવું, સ્તુતિ કરવી, તે ભગવાન રક્ષા કરે.
When a young child is afraid, it clings to the neck of its mother. Similarly, in times of misery, we should worship and pray to God. God will protect us.
Nānu chhokaru hoy tene bhay āve to potānā māvatarnī koṭe bāzī paḍe, tem ja āpaṇe harkoī dukh āve to Bhagwānnu bhajan karavu, stuti karavī, te Bhagwān rakṣhā kare.
અમારો મત તો અનેક પ્રકારની ક્રિયા કરાવીએ તો પણ ક્રિયારૂપ થાવા દઈએ નહિ ને તેમાં બંધાવા દઈએ નહિ ને તેનો નિષેધ કર્યા કરીએ; ને બીજા ક્રિયા કરાવે તે તો તેમાં જોડી દીએ, તે ક્રિયારૂપ થઈને ક્રિયા કરે ને ક્રિયામાંથી નિવૃત્તિ પામે તો પણ તેના મનસૂબા કરે; ને અમારો મત એવો જે, ક્રિયા કરવામાં પણ ક્રિયારૂપ ન થાવું ને ક્રિયા મૂકીને પણ તેના મનસૂબા ન કરવા ને વ્યવહાર આવ્યો તે ક્રિયા તો કરવી પડે, પણ તેણે કરીને જ પૂર્ણપણું માનવું નહિ.
My opinion is that I will engage people in countless activities, but will not allow them to become absorbed in them, nor allow them to become attached to them and I shall warn against them. If others join people in work, they submerge them in it and even when retired from it, their thoughts are preoccupied with it. My opinion is that one should not become submerged in doing work nor be preoccupied with its thought after stopping it. As we have responsibilities, we have to do the work, but do not feel fulfilled merely by the work.
Amāro mat to anek prakārnī kriyā karāvīe to paṇ kriyārūp thāvā daīe nahi ne temā bandhāvā daīe nahi ne teno niṣhedh karyā karīe; ne bījā kriyā karāve te to temā joḍī dīe, te kriyārūp thaīne kriyā kare ne kriyāmāthī nivṛutti pāme to paṇ tenā mansūbā kare; ne amāro mat evo je, kriyā karavāmā paṇ kriyārūp na thāvu ne kriyā mūkīne paṇ tenā mansūbā na karavā ne vyavahār āvyo te kriyā to karavī paḍe, paṇ teṇe karīne ja pūrṇapaṇu mānavu nahi.
પ્રથમ સાધનકાળમાં તો પૂરું જ્ઞાન થાય નહિ ત્યાં સુધી સત્સંગનું સુખ આવે નહિ. તે કેની પેઠે? તો જેમ પ્રથમ થોડો વરસાદ વરસે ત્યારે નદીમાં નવું-જૂનું પાણી ભેળું થાય તે મૂળગું બગડે. પછી જ્યારે ઘણો વરસાદ થાય ત્યારે સર્વે નવું પાણી થાય, તેમ બહુ સમાગમ કરતાં કરતાં સત્સંગનું સુખ આવે છે.
During one’s initial endeavours, until complete knowledge is attained, the bliss of satsang is not experienced. What is this like? At first when only a little rain falls, new and old water mix in the river with the result that the water is spoilt. Then, later on, when a lot of rain falls, all the water is new. Similarly, by maintaining close association with the great Sadhu, the bliss of satsang is experienced.
Pratham sādhankāḷmā to pūru gnān thāy nahi tyā sudhī satsangnu sukh āve nahi. Te kenī peṭhe? To jem pratham thoḍo varasād varase tyāre nadīmā navu-jūnu pāṇī bheḷu thāy te mūḷagu bagaḍe. Pachhī jyāre ghaṇo varasād thāy tyāre sarve navu pāṇī thāy, tem bahu samāgam karatā karatā satsangnu sukh āve chhe.
કોઈકને ભગવાન પ્રધાન હોય ને કોઈકને વહેવાર પ્રધાન હોય. એ બેયને બરાબર ફળ ક્યાંથી મળશે? માટે આ વાત પણ જાણી રાખવી.
Some had God predominant and some have worldly duties predominant. How can the two attain the same fruit? Therefore, one should understand this.
Koīkne Bhagwān pradhān hoy ne koīkne vahevār pradhān hoy. E beyne barābar faḷ kyāthī maḷashe? Māṭe ā vāt paṇ jāṇī rākhavī.
“આજ દિન સુધી તો કારખાનાં કરાવ્યાં ને હવે તો જ્ઞાન દેવું છે તે ફરે જ નહી.” ને વળી કહ્યું જે, “સર્વેનાં સુખ જોવાં ને સર્વેનાં રૂપ જાણવાં ને આ ભગવાન વિના બીજા કોઈ ભગવાનમાં માલ નહિ એવું જ્ઞાન શીખવું.” ને વળી કહે, “ગિરનાર જેવડો કામ, ને મેરુ જેવડો માન ને લોકાલોક જેવડી વાસના, એ સર્વેનાં મૂળ ઉખાડી નાખવાં છે; એવું જ્ઞાન આપવું છે.”
Until today we have run workshops to build mandirs, etc. and now we want to give such spiritual knowledge that one will never waver. Then Swami said, “See the happiness of all (animals, man, gods, etc.) and know the form of all different types of happiness; but apart from this God, there is no value in any other god. Learn this spiritual wisdom.” Then Swami said, “We want to uproot the Girnar-like lust, Meru-like ego and Lokalok-like strong worldly desires. We want to give such spiritual wisdom.”
“Āj din sudhī to kārakhānā karāvyā ne have to gnān devu chhe te fare ja nahī.” Ne vaḷī kahyu je, “Sarvenā sukh jovā ne sarvenā rūp jāṇavā ne ā Bhagwān vinā bījā koī Bhagwānmā māl nahi evu gnān shīkhavu.” Ne vaḷī kahe, “Girnār jevaḍo kām, ne Meru jevaḍo mān ne Lokālok jevaḍī vāsanā, e sarvenā mūḷ ukhāḍī nākhavā chhe; evu gnān āpavu chhe.”