share

॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૧

વાત: ૩૧ થી ૪૦

આથી કરોડ ગણો સત્સંગ થાશે ને આથી કરોડ ગણાં મંદિર થાશે પણ આ વાતું ને આ કથા નહિ મળે ને વહેવાર પ્રધાન થઈ જાશે, માટે સહેજે સહેજે કરવું; ને આ કારખાનાં તો બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી ચાલશે, માટે કથાવાર્તા કરવા-સાંભળવાનો અભ્યાસ રાખવો, ને આપણે તો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ એ ચારે વાત રાખવી પણ એક જ મુખ્ય ન કરવું.

કથા-વાર્તા (17.2) / (૧/૩૧)

૧. મંદિરમાં થતી બાંધકામ આદિ પ્રવૃત્તિ માટે વપરાતો શબ્દ.

Satsang will grow ten million-fold and there will be ten million times more mandirs, but these talks and discourses will not be attained again and administrative duties will predominate. Therefore, only do that which comes naturally. These workshops (for building mandirs, pilgrim resthouses, etc.) will continue as long as the universe remains. So, cultivate the practice of listening to and giving spiritual discourses. We should aspire for all four spiritual endeavours – dharma, spiritual wisdom, detachment and bhakti – and not keep just one as predominant.

Spiritual Discourses and Discussions (17.2) / (1/31)

Āthī karoḍ gaṇo satsang thāshe ne āthī karoḍ gaṇā mandir thāshe paṇ ā vātu ne ā kathā nahi maḷe ne vahevār pradhān thaī jāshe, māṭe saheje saheje karavu; ne ā kārkhānā1 to brahmānḍ raheshe tyā sudhī chālashe, māṭe kathā-vārtā karavā-sāmbhaḷavāno abhyās rākhavo, ne āpaṇe to dharma, gnāna, vairāgya, bhakti e chāre vāt rākhavī paṇ ek ja mukhya na karavu.

Spiritual Discourses and Discussions (17.2) / (1/31)

1. Mandirmā thatī bāndhakām ādi pravṛutti māṭe vaprāto shabda.

ત્યાગ, વૈરાગ્ય, નિયમ ને ધર્મની કેટલીક વાત કરીને બોલ્યા જે, “ત્યાગ, વૈરાગ્યને શું કરવા છે? ગમે એવો જીવ હશે પણ ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ એ જ સત્સંગી છે ને તે વિના તો ગમે તેટલી ભક્તિ કરે તો પણ શું? ને કૃપાએ કરી અખંડ મૂર્તિ દેખે તો પણ શું? માટે ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ એ જ સત્સંગ છે. ને સત્સંગ તો રાત્રિપ્રલય સુધી કરશું ત્યારે થાશે, પછી તેને દેશકાળ નહિ લાગે એવો સત્સંગ કરવો છે.”

દ્રઢ સમાગમ-પ્રીતિ-ભક્તિ-મિત્રતા (19.1) / (૧/૩૨)

૧. પોતાપણાની ભાવના.

૨. વિરાટ બ્રહ્માની એક રાત્રિ થતાં ત્રિલોકનો નાશ થાય તે.

After talking on renunciation, detachment, observance of rules and dharma, Swami said, “What is one to do with renunciation and detachment? Whatever the type of jiva, only one who has profound association with the enlightened Sadhu of God is a satsangi. Without this, what is the use even if one offers much devotion? And so what even if he can, through grace, continuously see the murti? Only profound association with the enlightened Sadhu of God is satsang. This satsang is attained by continuously practicing it until the very end of the entire universe. Then, he will not be affected by adverse circumstances. So, do such satsang.”

Profound Association-Love-Devotion-Friendship (19.1) / (1/32)

Tyāg, vairāgya, niyam ne dharmanī keṭalīk vāt karīne bolyā je, “Tyāg, vairāgyane shu karavā chhe? Game evo jīv hashe paṇ Bhagwānnā bhaktamā ātmabuddhi1 e ja satsangī chhe ne te vinā to game teṭalī bhakti kare to paṇ shu? Ne kṛupāe karī akhanḍ mūrti dekhe to paṇ shu? Māṭe Bhagwānnā bhaktamā ātmabuddhi e ja satsang chhe. Ne satsang to rātripralay2 sudhī karashu tyāre thāshe, pachhī tene desh-kāḷ nahi lāge evo satsang karavo chhe.”

Profound Association-Love-Devotion-Friendship (19.1) / (1/32)

1. Potāpaṇānī bhāvanā.

2. Virāṭ Brahmānī ek rātri thatā Trilokno nāsh thāy te.

આ વાતુંમાંથી તો બ્રહ્મરૂપ થવાશે ને બાળ, જોબન ને વૃદ્ધ એ ત્રણ પ્રકારની સ્ત્રિયું, ને કચરો ને કંચન એ સર્વે સરખું થઈ જાશે ને કાંઈ દીઠું નહિ ગમે એવું થાશે. ત્યારે કહેશો જે, વાતું સાંભળીએ છીએ ને કેમ થાતું નથી? તે તો આજ આંબો વાવો ને કાલે કેરી કેમ થાય? પણ એ જ આંબો દશ વરસનો થાય ત્યારે એમાંથી કેરિયું થાય છે. એમ થાવાનું છે.

કથા-વાર્તા (17.3) / (૧/૩૩)

One can become brahmarup through these talks. Then there will be an equal attitude towards young and old women, dust and gold – and one will not even like to look at these. You may say, “We listen to these talks, yet why does this not happen to us?” But if you plant a mango sapling today, how can mangoes grow by tomorrow? But ten years later that mango tree will give mangoes. This is what happens.

Spiritual Discourses and Discussions (17.3) / (1/33)

Ā vātumāthī to brahmarūp thavāshe ne bāḷ, joban ne vṛuddha e traṇ prakārnī striyu, ne kacharo ne kanchan e sarve sarakhu thaī jāshe ne kāī dīṭhu nahi game evu thāshe. Tyāre kahesho je, vātu sāmbhaḷīe chhīe ne kem thātu nathī? Te to āj āmbo vāvo ne kāle kerī kem thāy? Paṇ e ja āmbo dash varasno thāy tyāre emāthī keriyu thāy chhe. Em thāvānu chhe.

Spiritual Discourses and Discussions (17.3) / (1/33)

આપણે તપાસ કરવો જે, હજાર રૂપિયા મળે તેનું શું ફળ છે ને લાખ રૂપિયા મળે તેનું શું ફળ છે ને કરોડ રૂપિયા મળે તેનું શું ફળ છે? કેમ જે, રોટલાથી તો વધારે ખવાતું નથી. માટે તેનો તપાસ કરવો ને પાછા વળવા શીખવું.

સમૃદ્ધિ-ધન (3.2) / (૧/૩૪)

We should think, “What is the benefit of getting 100 rupees or 100,000 rupees or 10 million rupees? Since we cannot eat more than a limited amount of food. Think thus and learn to step back from indulgence.”

Wealth (3.2) / (1/34)

Āpaṇe tapās karavo je, hajār rūpiyā maḷe tenu shu faḷ chhe ne lākh rūpiyā maḷe tenu shu faḷ chhe ne karoḍ rūpiyā maḷe tenu shu faḷ chhe? Kem je, roṭalāthī to vadhāre khavātu nathī. Māṭe teno tapās karavo ne pāchhā vaḷavā shīkhavu.

Wealth (3.2) / (1/34)

આલોડ્ય સર્વશાસ્ત્રાણિ વિચાર્ય ચ પુનઃ પુનઃ।

ઇદમેકં સુનિષ્પન્નં ધ્યેયો નારાયણો હરિઃ॥

એ શ્લોકમાં વ્યાસજીએ સર્વ શાસ્ત્રનો સિદ્ધાંત કહ્યો છે જે, ‘ભગવાનનો આશરો કરવો,’ તેમ જ અમે તપાસ કર્યો જે, ‘સર્વનો સિદ્ધાંત સાધુનો સંગ જ છે.’

સત્સંગ (18.3) / (૧/૩૫)

૧. વેદ-વેદાંતાદિ સકળ શાસ્ત્રોનું મંથન કરીને વારંવાર વિચાર કર્યા બાદ એક વસ્તુનું જ સારી રીતે નિષ્પન્ન - તારણ કરી શક્યો છું, તે એ છે કે શ્રીહરિ એવા નારાયણ ભગવાન ધ્યાન-ભક્તિ કરવા યોગ્ય છે. - ભગવાન વેદવ્યાસ (લિંગપુરાણ: ૭/૧૧/૨)

Ālodya sarva shāstrāni, vichārya cha punaha punaha,

Idamekam sunishpannam dhyeyo Narayano Harihi.

(Lingpuran 7/11/2)

“After pondering over all the scriptures, I have distilled one thought from them: God is worthy of our devotion.” In this shlok, Vyasji has revealed the essence of all the scriptures: “Take refuge in God. Similarly, I have found that the essence of everything is close association with a Sadhu.”

Satsang (18.3) / (1/35)

Āloḍya sarva-shāstrāṇi vichārya cha punah punah;
Idam-ekam suniṣhpannam dhyeyo Nārāyaṇo Harihi.1
E shlokmā Vyāsjīe sarva shāstrano siddhānt kahyo chhe je, ‘Bhagwānno āsharo karavo,’ tem ja ame tapās karyo je, ‘Sarvano siddhānt sādhuno sanga ja chhe.’

Satsang (18.3) / (1/35)

1. Veda-Vedāntādi sakaḷ shāstronu manthan karīne vāramvār vichār karyā bād ek vastunu ja sārī rīte niṣhpanna - tāraṇ karī shakyo chhu, te e chhe ke Shrī Hari evā Nārāyaṇ Bhagwān dhyān-bhakti karavā yogya chhe. - Bhagwān Ved Vyās (Ling Purāṇ: 7/11/2)

સર્વ કરતાં લક્ષ્મીજીની સમજણ અધિક કહી, કેમ જે, તેને ભગવાનમાં નિર્દોષબુદ્ધિ, તો પણ તેમાં સ્ત્રીનો ભાવ ખરો. માટે તે કરતાં ઉદ્ધવજીની સમજણ અધિક છે, કેમ જે, ઉદ્ધવજી જ્ઞાની ને તેને ભગવાનમાં નિર્દોષપણું; પણ તેને ઘર મૂકતાં કઠણ પડ્યું. માટે તે કરતાં પણ જડભરતની ને શુકજીની સમજણ અધિક, કેમ જે, એને સ્ત્રી-પુરુષ એવો ભાવ જ નહિ.

(૧/૩૬)

૧. શ્રીકૃષ્ણની આઠ પટરાણીઓમાં રુક્મિણી અર્થાત્ લક્ષ્મીજીને શ્રીકૃષ્ણ વિષે ભગવાનપણાનો ભાવ હતો. બીજી પટરાણીઓને રિસામણાં - મનામણાં થતાં પણ રુક્મિણીને ભગવાનમાં નિર્દોષબુદ્ધિ હતી. એટલે જ રુક્મિણીના પ્રીતિનાં પુષ્પથી કૃષ્ણ તોળાયા. સત્યભામાએ કૃષ્ણની ભારોભાર સોનું મૂક્યું છતાં નહોતા તોળાયા. છતાં લક્ષ્મીજીમાં સ્ત્રીનો ભાવ વ્યાસજીએ ઉલ્લેખ્યો છે. કૃષ્ણે તેમનું હરણ કર્યું ત્યારે તેમનો ભાઈ રુક્મી કૃષ્ણને પકડી મારવા સેના લઈ પાછળ પડ્યો. યુદ્ધ થયું. ત્યારે રુક્મીને મારવા તત્પર થયેલા શ્રીકૃષ્ણને રુક્મિણી કહે છે, “એ મારો ભાઈ છે, તેને ન મારશો, હે જગત્પતિ! તમને વીનવું છું...” શ્રીકૃષ્ણે તેને મિથ્યા મોહ છોડી દેવા ઉપદેશ દીધો. છતાં દેહાંતદંડ ન કરવા વીનવ્યા એટલે શ્રીકૃષ્ણે રુક્મીનું માથું અને મૂછો મૂંડાવી નંખાવ્યાં ને પછી છોડી મૂક્યો. (શ્રીમદ્‍ભાગવત: ૧૦/૫૨-૫૩)

૨. મથુરામાં કુબ્જાને ઘેર ભગવાન શ્રીકૃષ્ણ પધાર્યા ને ઉદ્ધવને ઘર બહાર ચોકી કરવા રાખ્યા, ત્યારે ઉદ્ધવને સહેજ પણ સંશય ન થયો કે ભગવાને એક કૂબડી સ્ત્રી સાથે એકાંતવાસ કેમ સેવ્યો? ભગવાન તો અગ્નિ જેવા નિર્લેપ છે. એવું ઉદ્ધવને જ્ઞાન હતું ને તેમનામાં સદા નિર્દોષબુદ્ધિ હતી. છતાં પોતાનું અવતાર-કાર્ય પૂરું કરી લીલા સંકેલવાની તૈયારી કરતાં ભગવાન શ્રીકૃષ્ણે ઉદ્ધવજીને કહ્યું, “હવે દ્વારકા ડૂબી જશે ને પ્રલય થશે. માટે ઘર મૂકી સંન્યાસ લઈ બેસી મારું ભજન કરજે.” વારંવાર આ ભાવની આજ્ઞા શ્રીકૃષ્ણે કરી છતાં છેક સુધી સંશયરહિત તેઓ ન થયા. અગિયારમા સ્કંધમાં ૨૯ અધ્યાય સુધી જ્ઞાન આપ્યું ત્યારે બદરિકાશ્રમ જવા તૈયાર થયા. (શ્રીમદ્‍ભાગવત: ૧૧/૭)

૩. ત્રીજા દૃષ્ટાંતમાં જડભરત અને શુકજીની સમજણ રુક્મિણી અને ઉદ્ધવજી કરતાં શ્રેષ્ઠ ગણી, કારણ કે બન્નેએ સંસારનું યથાર્થ સ્વરૂપ જાણી લીધા બાદ ભગવાનમાં સ્નેહ કર્યો હતો.
ઋષભદેવ ભગવાનના પુત્ર ભરતજી આખી પૃથ્વીનું રાજ મૂકી વનમાં ભગવાન ભજવા ગયા અને મૃગલીના બચ્ચામાં આસક્તિ થવાથી એનું બંધન થયું. તપ, યોગ, ધ્યાન, ભક્તિ બાજુ પર રહ્યાં. અંતકાળે મૃગમય થવાથી મૃગનો અવતાર તેમને આવ્યો. પૂર્વજન્મનું જ્ઞાન હોઈ દેહ પાડી દીધો ને મૂર્ખ બ્રાહ્મણરૂપે (જડભરત નામે) ગાંડાની જેમ જ રહ્યા. જેથી ક્યાંય બંધન ન થાય. એક વાર જડભરતને ભીલોએ પકડ્યા ને ભદ્રકાળી સામે બલિદાન દેવા લઈ ગયા. એક ભીલ જડભરતના માથા ઉપર ખડ્ગ તોળીને ઊભો રહ્યો, છતાં મૃત્યુનો લેશ પણ ડર રાખ્યા વિના તેઓ સ્થિતપ્રજ્ઞ ભાવે ઊભા છે, કારણ કે તેઓ આત્મારૂપે પોતાને માનતા હતા. ભદ્રકાળી પ્રગટ થયાં ને ભીલોનો નાશ કરી જડભરતની રક્ષા કરી. શુકદેવજીને સ્ત્રી-પુરુષ એવો ભેદ નહોતો. એક વાર સરોવરમાં દેવાંગનાઓ નિર્વસ્ત્ર સ્નાન કરી રહી હતી. શુકજી ત્યાંથી પસાર થયા પણ સ્ત્રીઓએ વસ્ત્ર ધારણ ન કર્યાં. પાછળ વ્યાસજી થોડા સમય પછી ત્યાંથી પસાર થયા ને એ સ્ત્રીઓએ ઝટપટ દોડીને વસ્ત્ર પહેરી લીધાં. વ્યાસજીને આનું રહસ્ય ન સમજાયું. સ્ત્રીઓને પૂછતાં જણાવ્યું, “તવાસ્તિ સ્ત્રીપુંભિદા ન તુ સુતસ્ય વિવિક્તદૃષ્ટેઃ।” - સ્ત્રી-પુરુષ એવો ભેદ તમારે છે પણ શુકજીને નથી.

Among all, Lakshmiji’s understanding is superior, because she perceived God as without faults.1 However, she still considered herself as a woman. Therefore, Uddhavji’s understanding is greater because he was wise (gnāni) and perceived God as innocent. However, he had difficulty leaving his home.2 Ultimately, Jadbharat’s and Shukji’s understanding is the best because they are aloof of the distinction of male and female.3

(1/36)

1. Among the chief queens of Krishna Bhagwan, Rukmini was the avatār of Lakshmiji. She understood Krishna as God. The other queens would take offense and would have to be pleased. Rukmini, on the other hand, perceived all actions of Krishna as innocent. When Krishna was being weighed on a balance, Satyabhāmā placed gold, yet the gold could not equal the weight of Krishna. Rukmini placed flowers on the scale and the scale lifted up because of her love. Nevertheless, Vyās Bhagwan has revealed Lakshmiji’s understanding. When Krishna abducted her (with her consent), her brother Rukmi chased Krishna to kill him. Krishna and Rukmi fought and Krishna raised his sword to sever his head. Rukmini pleaded with Krishna and said, “He is my brother. Do not kill him. I beseech you, O Lord of all.” Krishna told her to let go of her false attachment, yet she pleaded not to punish him with death. Therefore, Krishna shaved his head and mustache and let him go. Swami says Rukmini considered herself as a woman, implying that she did not possess firm ātma-nishthā, for the ātmā is neither male nor female. (Shrimad Bhagwat: 10/52-53)

2. In Mathurā, Krishna Bhagwan blessed Kubjā’s home. Uddhavji was with Krishna and Krishna asked him to stay at the door to guard the home. Uddhavji had no doubts of Krishna being alone in a house with a woman. Uddhavji had the knowledge that Krishna is God who is forever innocent in all his actions. Nevertheless, when Krishna’s purpose of incarnating on the earth ended and he was determined to return to his abode, he said to Uddhavji, “Now, Dvarika will drown in the ocean. Therefore, renounce your home and worship me.” Krishna gave this order several times, yet he could not accept these words and had difficulty renouncing his home till the end. After Krishna gave him the knowledge mentioned in the Bhagwat (Skandh 11, Adhyay 7-29), then he prepared to go to Badrikashram.

3. In this third example, Swami says Jadbharat’s and Shukji’s understanding is greater than Rukmini’s and Uddhavji’s understanding. The reason is that they understood the nature of the world thoroughly (and developed detachment from it) and developed love for God. Rushabhdev Bhagwan’s son Bharatji renounced the rule of the whole earth and left for the forest to worship God. However, he became attached to a deer and strayed from his devotion to God. He died with the deer in his mind and became a deer in his next life. He retained knowledge of his past life and committed suicide. He was reborn as Jadbharat. He behaved as a foolish man so that he does not become bound to anyone by love. Once, some tribal people captured him to sacrifice his body to their deity. One tribal man was ready to cut his head off, yet Jadbharat stood there fearlessly because he believed his self to be the ātmā. Bhadrakāli Devi appeared and killed the tribe to save Jadbharat.

Shukdevji had no distinction of male or female. Once, heavenly maidens were bathing in a lake. Shukji passed by but the women did not put their clothes on. Vyasji passed by later and the women put their clothes on. Vyasji asked them the reason. They said, “Tavāsti stripumbhidā na tu sutasya viviktadraṣhṭehe.” (You have the perception of male and female but Shukji does not.)

Sarva karatā Lakṣhmījīnī samajaṇ1 adhik kahī, kem je, tene Bhagwānmā nirdoṣh-buddhi, to paṇ temā strīno bhāv kharo. Māṭe te karatā Uddhavjīnī samajaṇ2 adhik chhe, kem je, Uddhavjī gnānī ne tene Bhagavānmā nirdoṣhpaṇu; paṇ tene ghar mūktā kaṭhaṇ paḍyu. Māṭe te karatā paṇ Jaḍ-Bharatnī ne Shukjīnī samajaṇ3 adhik, kem je, ene strī-puruṣh evo bhāv ja nahi.

(1/36)

1. Shrī Kṛuṣhṇanī āṭh paṭarāṇīomā Rukmiṇī arthāt Lakṣhmījīne Shrī Kṛuṣhṇa viṣhe Bhagwānpaṇāno bhāv hato. Bījī paṭarāṇīone risāmaṇā - manāmaṇā thatā paṇ Rukmiṇīne Bhagwānmā nirdoṣh-buddhi hatī. Eṭale ja Rukmiṇīnā prītinā puṣhpathī Kṛuṣhṇa toḷāyā. Satyabhāmāe Kṛuṣhṇanī bhārobhār sonu mūkyu chhatā nahotā toḷāyā. Chhatā Lakṣhmījīmā strīno bhāv Vyāsjīe ullekhyo chhe. Kṛuṣhṇe temanu haraṇ karyu tyāre temano bhāī Rukmī Kṛuṣhṇane pakaḍī māravā senā laī pāchhaḷ paḍyo. Yuddha thayu. Tyāre Rukmīne māravā tatpar thayelā Shrī Kṛuṣhṇane Rukmiṇī kahe chhe, “E māro bhāī chhe, tene na mārasho, he Jagatpati! Tamane vīnavu chhu...” Shrī Kṛuṣhṇe tene mithyā moh chhoḍī devā updesh dīdho. Chhatā dehānt-danḍ na karavā vīnavyā eṭale Shrī Kṛuṣhṇe Rukmīnu māthu ane mūchho mūnḍāvī nankhāvyā ne pachhī chhoḍī mūkyo. (Shrīmad Bhāgwat: 10/52-53)

2. Mathurāmā Kubjāne gher Bhagwān Shrī Kṛuṣhṇa padhāryā ne Uddhavne ghar bahār chokī karavā rākhyā, tyāre Uddhavne sahej paṇ sanshay na thayo ke Bhagwāne ek kūbaḍī strī sāthe ekāntvās kem sevyo? Bhagwān to agni jevā nirlep chhe. Evu Uddhavne gnān hatu ne temanāmā sadā nirdoṣh-buddhi hatī. Chhatā potānu avatār-kārya pūru karī līlā sankelvānī taiyārī karatā Bhagwān Shrī Kṛuṣhṇe Uddhavjīne kahyu, “Have Dvārkā ḍūbī jashe ne pralay thashe. Māṭe ghar mūkī sanyās laī besī māru bhajan karaje.” Vāramvār ā bhāvanī āgnā Shrī Kṛuṣhṇe karī chhatā chhek sudhī sanshay-rahit teo na thayā. Agiyārmā Skandhamā 29 adhyāy sudhī gnān āpyu tyāre Badrikāshram javā taiyār thayā. (Shrīmad Bhāgwat: 11/7)

3. Trījā draṣhṭāntmā Jaḍbharat ane Shukjīnī samajaṇ Rukmiṇī ane Uddhavjī karatā shreṣhṭh gaṇī, kāraṇ ke bannee sansārnu yathārth swarūp jāṇī līdhā bād Bhagwānmā sneh karyo hato.
Hruṣhabhdev Bhagwānnā putra Bharatjī ākhī pṛuthvīnu rāj mūkī vanmā Bhagwān bhajavā gayā ane mṛuglīnā bachchāmā āsakti thavāthī enu bandhan thayu. Tap, yog, dhyān, bhakti bāju par rahyā. Antkāḷe mṛugmay thavāthī mṛugno avatār temane āvyo. Pūrva-janmanu gnān hoī deh pāḍī dīdho ne mūrkh brāhmaṇrūpe (Jaḍbharat nāme) gānḍānī jem ja rahyā. Jethī kyāy bandhan na thāy. Ek vār Jaḍbharatne Bhīloe pakaḍyā ne Bhadrakāḷī sāme balidān devā laī gayā. Ek Bhīl Jaḍbharatnā māthā upar khaḍg toḷīne ūbho rahyo, chhatā mṛutyuno lesh paṇ ḍar rākhyā vinā teo sthitpragna bhāve ūbhā chhe, kāraṇ ke teo ātmārūpe potāne mānatā hatā. Bhadrakāḷī pragaṭ thayā ne Bhīlono nāsh karī Jaḍbharatnī rakṣhā karī. Shukdevjīne strī-puruṣh evo bhed nahoto. Ek vār sarovarmā devānganāo nirvastra snān karī rahī hatī. Shukjī tyāthī pasār thayā paṇ strīoe vastra dhāraṇ na karyā. Pāchhaḷ Vyāsjī thoḍā samay pachhī tyāthī pasār thayā ne e strīoe zaṭpaṭ doḍīne vastra paherī līdhā. Vyāsjīne ānu rahasya na samajāyu. Strīone pūchhatā jaṇāvyu, “Tavāsti stripumbhidā na tu sutasya viviktadraṣhṭehe.” - Strī-puruṣh evo bhed tamāre chhe paṇ Shukjīne nathī.

કલ્પ આખો સુધી ભગવાનની સામું જોઈને બેસી રહે તો પણ નિષેધ કર્યા વિના વિષય તો ન ટળે; ને સાધુ મળે તો ટાળે ને નિર્વિકલ્પ સમાધિ થાય તો પણ વિષય ન ટળે; ને જ્ઞાનની સમાધિ થાય તો ટળે.

(૧/૩૭)

૧. જગતના આયુષ્યનો કાળ. જગતની ઉત્પત્તિથી માંડીને તેનો નાશ થાય ત્યાં સુધીનો વખત. બ્રહ્માનો અહોરાત્રિ એક દિવસ.
કૃત, ત્રેતા, દ્વાપર ને કલિ આ ચાર યુગની ચોકડી એવી એક હજાર ચોકડી જેટલો કાળ. આઠ અબજ ચોસઠ વર્ષોનો સમય. બ્રહ્માના એક દિવસમાં સ્વર્ગમાં ચૌદ ઇન્દ્ર અને પૃથ્વી ઉપર ચૌદ મનુ વીતે છે. ત્રિલોકી નાશ પામે છે.
સ્વામીની આ વાતને વધુ પુષ્ટ કરવા માટે જુઓ વચનામૃત: ભૂગોળ-ખગોળનું.

Even if one sits in front of God and looks at him for one kalp,1 one will not become detached from the vishays without falsifying them.2 If one attains the company of the Sadhu, then he can detach one from the vishays. Even the experience of nirvikalp samādhi will not cause one to detach from them. However, if one attains the gnān samādhi, then one can detach from the vishays.3

(1/37)

1. A kalp is one day of Virat-Brahmā from his day to night. This equal 4,320,000,000 human years.

2. Here, Swami is explaining that without actively falsifying the vishays through the firm thought process of Sankhya along with renouncing the vishays, one cannot overcome the weakness for enjoying them.

3. Here, Swami explains that if one experiences samādhi by mastering Ashtāng Yog, one will still have cravings for enjoying the vishays. Therefore, one needs gnān - understanding the temporary nature of the world, understanding one’s true form as the ātmā and understanding of God’s form and his greatness. This gnān is only attained by the association of the Aksharbrahman Satpurush.

Kalp1 ākho sudhī Bhagwānnī sāmu joīne besī rahe to paṇ niṣhedh karyā vinā viṣhay to na ṭaḷe; ne sādhu maḷe to ṭāḷe ne nirvikalp samādhi thāy to paṇ viṣhay na ṭaḷe; ne gnānnī samādhi thāy to ṭaḷe.

(1/37)

1. Jagatnā āyuṣhyano kāḷ. Jagatnī utpattithī mānḍīne teno nāsh thāy tyā sudhīno vakhat. Brahmāno ahorātri ek divas.
Kṛut, tretā, dvāpar ne kali ā chār yugnī chokaḍī evī ek hajār chokaḍī jeṭalo kāḷ. Āṭh abaj chosaṭh varṣhono samay. Brahmānā ek divasmā swargamā chaud Indra ane pṛuthvī upar chaud Manu vīte chhe. Trilokī nāsh pāme chhe.
Swāmīnī ā vātne vadhu puṣhṭ karavā māṭe juo Vachanāmṛut: Bhūgoḷ-Khagoḷnu.

અંતઃકરણરૂપ માયાનો કજિયો બહુ ભારે છે. કેમ જે, ભરતજીને કેવો વૈરાગ્ય અને કેટલું રાજ્ય મૂક્યું! તો પણ વિઘ્ન થયું. સૌભરિ ને પરાશર આદિક કેવા! તેને પણ ધક્કા લાગ્યા. માટે સાધુ જ્ઞાન આપીને જન્મ આપે છે ને નિષેધ કરે ત્યારે એ કજિયો મટે છે પણ તે વિના મટતો નથી. ને આખી ઉંમર ભગવાનની ભેળા રહે તો પણ જ્ઞાન વિના કસર ટળે નહિ.

જ્ઞાન-સમજણ-અજ્ઞાન (26.1) / (૧/૩૮)

૧. ભરતજી અને સૌભરિ માટે અનુક્રમ જુઓ સ્વામીની વાત: ૧/૩૬ અને ૧/૨૮.

૨. એક ઋષિ. શક્તિ ઋષિ અને અદ્રશ્યન્તીના પુત્ર. તેમને પંદર હજાર શિષ્ય હતા. આ મહર્ષિ જ્યોતિષ, ગણિત, બીજગણિત અને નૌકાશાસ્ત્રમાં ઘણા પ્રવીણ ને શોધક હતા. એક વાર તેઓ નદી પાર કરવા તટ પર બેઠા હતા. હોડીઓની આવન-જાવન બંધ થઈ હતી. એક સત્યવતી નામની માછીકન્યા ઋષિને સામે પાર લઈ જવા તૈયાર થઈ. એકાંતના માદક વાતાવરણમાં ઋષિએ સત્યવતી સાથે ગંધર્વ વિવાહ કર્યો ને તેનાથી ભગવાન કૃષ્ણ દ્વૈપાયન વ્યાસની ઉત્પત્તિ થઈ.

The strife due to māyā in the form of the inner faculties is very burdensome. See, Bharatji had such detachment and renounced his kingdom, yet he encountered difficulties. How great were Saubhari,1 Parashar2 and others. Yet, even they suffered. Thus, a Sadhu gives spiritual knowledge and (a new) life. When he prohibits indulgence in material pleasures, strife is resolved, but not otherwise. Even if one lives a whole lifetime with God, without spiritual knowledge, faults are not overcome.

Spiritual Wisdom-Understanding-Ignorance (26.1) / (1/38)

1. Saubhari rishi performed austerities for 60,000 years by standing in water. One day he saw two fish mating and his latent desire was awakened. He exchanged the fruits of 30,000 years of his austerities for a young, handsome form and then married the 50 daughters of King Mandhata. The other 30,000 years he exchanged for material wealth. Finally, though, he realized that material pleasures were perishable and a cause of misery. Thus, he again began performing austerities and attained moksha, along with his wives. (Footnote 1, Vat 5.3 - English version; Vat 1-28 - Gujarati version)

2. Parashar was the son of rishi Shakti and goddess Adrashyanti. He was the guru of 15,000 disciples. He was a master in astrology, mathematics, calculus and boat-making. One full moon night he wanted to cross the Ganga. All the boatmen had stopped for the night. But the daughter of one boatman, Satyavati, agreed to take him across. Parashar was struck by her beauty and was overcome by passion. He married her in the Gandharva tradition. In time, she gave birth to Krishna Dvaipayan Vyas.

Antahkaraṇrūp māyāno kajiyo bahu bhāre chhe. Kem je Bharatjīne kevo vairāgya ane keṭalu rājya mūkyu! To paṇ vighna thayu. Saubhari1 ne Parāshar2 ādik kevā! Tene paṇ dhakkā lāgyā. Māṭe Sādhu gnān āpīne janma āpe chhe ne niṣhedh kare tyāre e kajiyo maṭe chhe paṇ te vinā maṭato nathī. Ne ākhī unmar Bhagwānnī bheḷā rahe to paṇ gnān vinā kasar ṭaḷe nahi.

Spiritual Wisdom-Understanding-Ignorance (26.1) / (1/38)

1. Bharatjī ane Saubhari māṭe anukram juo Swāmīnī Vāt: 1/36 ane 1/28.

2. Ek ṛuṣhi. Shakti Rhuṣhi ane Adrashyantīnā putra. Temane pandar hajār shiṣhya hatā. Ā Maharṣhi jyotiṣh, gaṇit, bījgaṇit ane naukāshāstramā ghaṇā pravīṇ ne shodhak hatā. Ek vār teo nadī pār karavā taṭ par beṭhā hatā. Hoḍīonī āvan-jāvan bandh thaī hatī. Ek Satyavatī nāmanī māchhīkanyā ṛuṣhine sāme pār laī javā taiyār thaī. Ekāntnā mādak vātāvaraṇmā ṛuṣhie Satyavatī sāthe Gandharva vivāh karyo ne tenāthī Bhagwān Kṛuṣhṇa Dvaipāyan Vyāsnī utpatti thaī.

‘વચનામૃત’ વંચાવીને તેમાં વાત કરી જે, “કદાપિ ભગવાનની મૂર્તિમાં જોડાઈ જાય તો પણ કેટલુંક ચોખ્ખું કેમ સમજાય? માટે સર્વ કરતાં સમજણ અધિક છે; પછી નાડિયું તણાઓ કે ન તણાઓ. અને સાંખ્ય ને યોગ કરતાં પણ ભગવાનનું સર્વોપરિપણું સમજવું તે શ્રેષ્ઠ છે.”

સર્વોપરી ભગવાન (42.1) / (૧/૩૯)

After reading the Vachanamrut, Swami spoke, “Even if one becomes united with the murti of God (in samādhi), how much clarity of understanding will one have? So, understanding is superior to all, whether or not one can control one’s pulse by yogic powers. And even greater than Sānkhya and Yoga is to understand God as supreme.”

Supreme God (42.1) / (1/39)

Vachanāmṛut vanchāvīne temā vāt karī je, “Kadāpi Bhagwānnī mūrtimā joḍāī jāy to paṇ keṭaluk chokhkhu kem samajāy? Māṭe sarva karatā samajaṇ adhik chhe; pachhī nāḍiyu taṇāo ke na taṇāo. Ane sānkhya ne yog karatā paṇ Bhagwānnu sarvoparipaṇu samajavu te shreṣhṭh chhe.”

Supreme God (42.1) / (1/39)

મહારાજે કહ્યું હતું જે, “અમે અલૈયા ગામમાં એક વાર દૃષ્ટિ કરીને અનંત જીવને બ્રહ્મમહોલમાં મૂકી દીધા પણ ત્યાં કોઈ રહ્યા નહિ.” માટે જ્ઞાન દઈને જેવું થાય એવું દૃષ્ટિએ કરીને થતું નથી.

જ્ઞાન-સમજણ-અજ્ઞાન (26.2) / (૧/૪૦)

૧. સમાધિ દ્વારા.

Maharaj had said, “Once in Alaiya village, countless jivas were sent to Badrikashram by my grace, but none remained there (due to lack of spiritual knowledge).” Thus, that which is achieved through spiritual wisdom is not possible through grace.

Spiritual Wisdom-Understanding-Ignorance (26.2) / (1/40)

Mahārāje kahyu hatu je, “Ame Alaiyā gāmmā ek vār draṣhṭi karīne anant jīvne brahma-maholmā1 mūkī dīdhā paṇ tyā koī rahyā nahi.” Māṭe gnān daīne jevu thāy evu draṣhṭie karīne thatu nathī.

Spiritual Wisdom-Understanding-Ignorance (26.2) / (1/40)

1. Samādhi dvārā.

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading