share

॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૧

વાત: ૩૦૧ થી ૩૧૦

આપણે તો અક્ષરધામમાં જાવું છે એવો એક સંકલ્પ રાખવો.

ધ્યેય-સાધુતા-વાસનામાંથી મુક્તિ (13.1) / (૧/૩૦૧)

Our sole wish should be that we want to go to Akshardham.

Aim-Saintliness-Freedom from Material Desires (13.1) / (1/301)

Āpaṇe to Akṣhardhāmmā jāvu chhe evo ek sankalp rākhavo.

Aim-Saintliness-Freedom from Material Desires (13.1) / (1/301)

આ વાતું તો જેના ભૂંડા આશય હશે તેને દબાવી દઈને પણ ઉપર નીકળે એવી છે.

કથા-વાર્તા (17.16) / (૧/૩૦૨)

These talks are such that they suppress even those with evil intentions and make their good effects felt.

Spiritual Discourses and Discussions (17.16) / (1/302)

Ā vātu to jenā bhūnḍā āshay hashe tene dabāvī daīne paṇ upar nīkaḷe evī chhe.

Spiritual Discourses and Discussions (17.16) / (1/302)

આ લોકમાં અક્ષરનું સુખ તે શું જે, શુભ સંકલ્પ થાય ને અંતરમાં સુખ વર્ત્યા કરે એ જ. ને જમપુરીના જેવું દુઃખ તે શું જે, અંતરમાં ભૂંડા ઘાટ થાય ને પીડા થાય એ જ.

સુખ (1.8) / (૧/૩૦૩)

What is the bliss of Akshar in this world? It is to get good thoughts and to always enjoy inner peace. And what is like the misery of hell? Evil thoughts and pain within.

Happiness (1.8) / (1/303)

Ā lokmā Akṣharnu sukh te shu je, shubh sankalp thāy ne antarmā sukh vartyā kare e ja. Ne Jampurīnā jevu dukh te shu je, antarmā bhūnḍā ghāṭ thāy ne pīḍā thāy e ja.

Happiness (1.8) / (1/303)

કોટિ કલ્પ થયા ભગવાન ખાવા આપે છે, તો પણ જીવને ખબર ન મળે, એ અજ્ઞાન છે. તે મહારાજ કહેતા જે, “અમને અન્નદાતા તો જાણજો ને વધારે મહિમા તો તે પછી.”

ભગવાનની દયા-કરુણા-કૃપા (39.18) / (૧/૩૦૪)

Since tens of millions of years, God has been giving food, but that the jiva still does not know this is its ignorance. Maharaj used to say, “At least believe me to be the provider of food. And understand my greater glory later.”

Mercy-Compassion-Grace of God (39.18) / (1/304)

Koṭi kalp thayā Bhagwān khāvā āpe chhe, to paṇ jīvne khabar na maḷe, e agnān chhe. Te Mahārāj kahetā je, “Amane annadātā to jāṇajo ne vadhāre mahimā to te pachhī.”

Mercy-Compassion-Grace of God (39.18) / (1/304)

પ્રથમ પ્રકરણનું ત્રેસઠમું વચનામૃત વંચાવીને મહિમાની બહુ વાત કરી જે, “આમાં કહ્યું છે એમ સમજાય નહિ તેથી જીવ દૂબળો રહે. પણ ભગવાનને પ્રતાપે કામ, લોભ, સ્વાદ, સ્નેહ ને માન તે સર્વે સમુદ્ર જેવાં છે, પણ ગાયનાં પગલાં જેવાં થઈ જાશે, માટે આવો મહિમા છે. તે સારુ કોઈ દિવસ જીવમાં દુર્બળપણું આવવા દેવું નહિ. ને લક્ષ્મી તથા ભગવાન તો આપણી સેવામાં છે; કેમ જે, માબાપ તો છોકરાની સેવામાં જ હોય. ને આપણે તો જેમ કરીએ તે થાય, પણ જાણીને દબાવી રાખ્યું છે. ને આ પ્રાપ્તિ તો મોટા ઈશ્વરને પણ દુર્લભ છે.”

પ્રાપ્તિનો મહિમા (32.9) / (૧/૩૦૫)

After reading Vachanamrut Gadhada I-63, Swami talked a lot about the glory of God: “The jiva remains weak because the glory of God is not understood as stated here. Lust, greed, taste, attachment and ego are all like the ocean,1 but, by God’s grace, they will become small like the footprints of a cow.2 Thus, this is the glory of God, so never allow the jiva to become weak. And Lakshmiji and God are in our service. Since, parents are naturally in the service of their children. So, whatever we wish will happen. But we have knowingly suppressed your powers and this attainment is rare even for great deities.

Glory of Attainment (32.9) / (1/305)

1. Meaning, they are difficult to overcome.

2. That is, the base instincts will be easily overcome.

Pratham Prakaraṇnu Tresaṭhmu Vachanāmṛut vanchāvīne mahimānī bahu vāt karī je, “Āmā kahyu chhe em samajāy nahi tethī jīv dūbaḷo rahe. Paṇ Bhagwānne pratāpe kām, lobh, svād, sneh ne mān te sarve samudra jevā chhe, paṇ gāynā pagalā jevā thaī jāshe, māṭe āvo mahimā chhe. Te sāru koī divas jīvmā durbaḷpaṇu āvavā devu nahi. Ne Lakṣhmī tathā Bhagwān to āpaṇī sevāmā chhe; kem je, mābāp to chhokarānī sevāmā ja hoy. Ne āpaṇe to jem karīe te thāy, paṇ jāṇīne dabāvī rākhyu chhe. Ne ā prāpti to moṭā īshvarne paṇ durlabh chhe.”

Glory of Attainment (32.9) / (1/305)

આપણામાં વિષયની અરુચિ તો નિષ્કુળાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી, માવો ભક્ત તથા રણછોડજી ઊનાવાળા એવા ઘણાકને હશે. ને આપણું તો ધર્મે કરીને શોભે છે. ને મોક્ષનું કારણ તો ભગવાનની નિષ્ઠા છે.

ભગવાનનું દિવ્ય સ્વરૂપમાં નિશ્ચય (43.6) / (૧/૩૦૬)

Among us, many, such as, Nishkulanand Swami, Krupanand Swami, Mava Bhakta, Ranchhodji of Una town and others may dislike worldly pleasures. And we shine out because of dharma. But the cause of moksha is firm faith in God.

Firm Faith in the Divine Form of God (43.6) / (1/306)

Āpaṇāmā viṣhaynī aruchi to Niṣhkuḷānand Swāmī, Kṛupānand Swāmī, Māvo Bhakta tathā Raṇchhoḍjī Ūnāvāḷā evā ghaṇākne hashe. Ne āpaṇu to dharme karīne shobhe chhe. Ne mokṣhanu kāraṇ to Bhagwānnī niṣhṭhā chhe.

Firm Faith in the Divine Form of God (43.6) / (1/306)

ભગવાને જે જે નિર્મ્યું છે તે તેમ જ થાય છે, તે ભગવાને નિર્મ્યા પ્રમાણે કંચન ને સ્ત્રીમાં સૌ વધુ તણાય છે. ને મનુષ્યને મૈથુનનો નિયમ નથી ને પશુ-પક્ષીને છે. એ આદિક અનેક કળ ચડાવી મૂકી છે, તે તેમ જ થાય છે.

પ્રકીર્ણ (52.6) / (૧/૩૦૭)

Everything happens just the way God has ordained. So, as arranged by God, everyone is more drawn towards gold (wealth) and women. For man, there is no definite set of rules for intercourse, while for other animals and birds there is. This and other orders of creation have been established by God and that is how things happen.

Miscellaneous (52.6) / (1/307)

Bhagwāne je je nirmyu chhe te tem ja thāy chhe, te Bhagwāne nirmyā pramāṇe kanchan ne strīmā sau vadhu taṇāy chhe. Ne manuṣhyane maithunno niyam nathī ne pashu-pakṣhīne chhe. E ādik anek kaḷ chaḍāvī mūkī chhe, te tem ja thāy chhe.

Miscellaneous (52.6) / (1/307)

કારિયાણીનું સાતમું વચનામૃત વંચાવીને વાત કરી જે, “નિશ્ચય છે એ જ આત્યંતિક કલ્યાણ છે, ને નિશ્ચય છે એ જ સિદ્ધદશા છે, અને દેખવાનું કહ્યું છે તે પણ જ્ઞાને સહિત જાણવું તેને જ કહે છે, ને તે વિના તો દેખાય છે તો પણ ન્યૂન છે. ને વિષય ખોટા કરવા એ તો સાંખ્ય સમજવું. ને ‘એક ભગવાન ભાસે’ એમ કહ્યું છે તે પણ નિર્વિકલ્પ નિશ્ચય રૂપે ભાસે.”

ભગવાનનું દિવ્ય સ્વરૂપમાં નિશ્ચય (43.7) / (૧/૩૦૮)

After reading Vachanamrut Kariyani-7 ‘Vairagya Due to Obsession; Ultimate Liberation’, Swami said, “Firm faith in God is itself ultimate liberation and the state of spiritual perfection. To see God is to know the real form of God. Even without this knowledge, he can be seen, but it is inferior.

Firm Faith in the Divine Form of God (43.7) / (1/308)

Kāriyāṇīnu Sātmu Vachanāmṛut vanchāvīne vāt karī je, “Nishchay chhe e ja ātyantik kalyāṇ chhe, ne nishchay chhe e ja siddhadashā chhe, ane dekhvānu kahyu chhe te paṇ gnāne sahit jāṇavu tene ja kahe chhe, ne te vinā to dekhāy chhe to paṇ nyūn chhe. Ne viṣhay khoṭā karavā e to sānkhya samajavu. Ne ‘ek Bhagwān bhāse’ em kahyu chhe te paṇ nirvikalp nishchay rūpe bhāse.”

Firm Faith in the Divine Form of God (43.7) / (1/308)

કોઈ વાતની ચિંતા આવે તો ભગવાનને માથે નાખી દેવી ને આપણે તો બળિયા નહિ ને એ તો બળિયા તે એને રક્ષા કરતાં આવડે, જેમ પ્રહ્‌લાદજીની રક્ષા કરી તેમ અનેક પ્રકારે રક્ષા કરે.

ભગવાનની દયા-કરુણા-કૃપા (39.19) / (૧/૩૦૯)

When one encounters worries relating to anything, place them on God’s shoulders. We are not strong, while he is strong and knows how to protect. Just as he protected Prahlad, he protects us in countless ways.

Mercy-Compassion-Grace of God (39.19) / (1/309)

Koī vātnī chintā āve to Bhagwānne māthe nākhī devī ne āpaṇe to baḷiyā nahi ne e to baḷiyā te ene rakṣhā karatā āvaḍe, jem Prahlādjīnī rakṣhā karī tem anek prakāre rakṣhā kare.

Mercy-Compassion-Grace of God (39.19) / (1/309)

સાધુનો ને સાધુના સંગનો મહિમા બહુ કહ્યો ને બોલ્યા જે, “હવે એથી આઘી વાત નહિ ચાલે. ને જેમ ભગવાનના ગુણનો પાર ન આવે તેમ સાધુના ગુણનો પણ પાર નહિ,” એમ કહીને તે ઉપર ગુરુનું અંગ બોલાવ્યું ને પોતે પણ ભેળા બોલ્યા.

સાધુનો મહિમા (30.31) / (૧/૩૧૦)

૧. બ્રહ્માનંદ સ્વામી રચિત મનહર છંદમાં વર્ણવેલ ગુરુમહિમા:
‘ગુરુદેવ જનની જનક રુ સંબંધિ બંધુ, પૂરન અત્યંત સુખ ગુરુહું સે પાયો હૈ, નાસિકા બદન બૈન દિને ગુરુ દિવ્ય નૈન, શોભિત શ્રવન દેકે શબ્દ સુનાયો હૈ; દિયે ગુરુ કર પાવ શીતલતા શિષ્યભાવ, ગુરુરાય પિંડહું મેં પ્રાણ ઠહરાયો હૈ, કહત હૈ બ્રહ્માનંદ કંદ સુખ દયાસિંધુ, ગુરુદેવ મેરો ઘાટ દૂસરો બનાયો હૈ.’ (સ્વામીની વાત - ૧/૭૩ની પાદટીપ)

Swami talked at length about the Sadhu and the glory of his company. Then he said, “No talks can describe him further. And just as there is no limit to the virtues of God, similarly, the virtues of the Sadhu are limitless.”

Glory of the Sadhu (30.31) / (1/310)

Sādhuno ne Sādhunā sangno mahimā bahu kahyo ne bolyā je, “Have ethī āghī vāt nahi chāle. Ne jem Bhagwānnā guṇno pār na āve tem sādhunā guṇno paṇ pār nahi,” Em kahīne te upar Gurunu ang1 bolāvyu ne pote paṇ bheḷā bolyā.

Glory of the Sadhu (30.31) / (1/310)

1. Brahmānand Swāmī rachit Manhar chhandamā varṇavel guru mahimā:
‘Gurudev jananī janak ru sambandhi bandhu, pūran atyant sukh guruhu se pāyo hai, nāsikā badan bain dine guru divya nain, shobhit shravan deke shabda sunāyo hai; diye guru kar pāv shītaltā shiṣhyabhāv, gururāy pinḍahu me prāṇ ṭhaharāyo hai, kahat hai Brahmānand kand sukh dayāsindhu, gurudev mero ghāṭ dūsaro banāyo hai.’ (Swamini Vat 1/73ni padtip)

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading