TEXT OPTIONS
AUDIO OPTIONS
Show audio player
Auto play audio
Auto advance audio
Auto scroll to audio
Auto advance to next page
॥ સ્વામીની વાતો ॥
પ્રકરણ: ૧
વાત: ૨૯૧ થી ૩૦૦
અમે તો કોટિ કલ્પ થયાં જોઈએ છીએ, પણ પચાસ કોટિ જોજન પૃથ્વીમાં આવા સાધુ નથી.
I have been observing for tens of millions of years, but there is no Sadhu like this one on the whole of this huge earth.
Ame to koṭi kalp thayā joīe chhīe, paṇ pachās koṭi jojan pṛuthvīmā āvā Sādhu nathī.
“મોટા પરોક્ષ થયા પછી આજની પેઠે પોતાના આશ્રિતની ખબર રાખે કે ન રાખે?” તેનો ઉત્તર કર્યો જે, “મોટા ક્યાં પરોક્ષ થાય એવા છે? બાકી આજની પેઠે દેખાય નહિ ને ખબર તો એમ ને એમ રાખે, ને જો ખબર ન રાખે તો બ્રહ્માંડની સ્થિતિ કેમ રહે?”
After the great Satpurush becomes paroksh (i.e. leaves his body and returns to Akshardham), will he continue to take care of his followers like today or not? Swami replied, “Is the great likely to become paroksh at all? He may not be seen as he is seen today, but he will take care as usual. And if he does not take care, how will the universe continue to function?”
"Moṭā parokṣha thayā pachhī ājanī peṭhe potānā āshritnī khabar rākhe ke na rākhe?" Teno uttar karyo je, "Moṭā kyā parokṣh thāy evā chhe? Bākī ājanī peṭhe dekhāy nahi ne khabar to em ne em rākhe, ne jo khabar na rākhe to brahmānḍnī sthiti kem rahe?"
ઇન્દ્રે વિશ્વરૂપને માર્યો તેની ચાર બ્રહ્મહત્યા લાગી,૧ તેમાં એક તો ગુરુની, બીજી ગોરની, ત્રીજી બ્રાહ્મણની ને ચોથી બ્રહ્મવેત્તાની. પછી તેને નારદજી મળ્યા. તેણે કહ્યું જે, “તારા ભાઈ વામનજી છે તે ભગવાનનો અવતાર છે, માટે તેનો તું આશરો કર.” પછી ઇન્દ્રે વામનજીનો નિશ્ચય કર્યો તેણે કરીને બ્રહ્મહત્યા ટળી ગઈ. વામનજીનો આશરો કરવાથી કામ થયું, માટે આશરો મોટી વાત છે.
૧. વિશ્વરૂપ ત્વષ્ટાનો પુત્ર હતો. તેનું મોસાળ દૈત્યકુળમાં હોવાથી દૈત્યોનો પક્ષ રાખતો. ઇન્દ્રે તેને ગુરુ કરી રાજ્યપુરોહિત નીમેલો. દૈત્યો પર વિજય મેળવવા ઇન્દ્રે યજ્ઞ આરંભ્યો. વિશ્વરૂપ હોમ કરે ને દૈત્યોને હવિષ્યાન્નનો છાનો ભાગ આપે. આ કપટ જાણીને ઇન્દ્રે વિશ્વરૂપનાં ત્રણે મસ્તક કાપી નાખ્યાં. તેથી ચાર બ્રહ્મહત્યા લાગી.
Indra killed Vishwarup and incurred the sins of killing a brāhmin four-fold: first was killing a guru, second was killing a gor (brāhmin involved with rituals), third was killing a brāhmin, and fourth was killing a brahmavettā. Then, he met Naradji who said, “Your brother Vamanji is the avatār of God. Seek his refuge.” Then, Indra developed faith in Vamanji and absolved the four sins. So, he was able to accomplish his task by seeking the refuge of Vamanji. Therefore, refuge is the greatest endeavor.
Indre Vishvarūpne māryo tenī chār brahmahatyā lāgī,1 temā ek to gurunī, bījī gornī, trījī brāhmaṇnī ne chothī brahmavettānī. Pachhī tene Nāradjī maḷyā. Teṇe kahyu je, “Tārā bhāī Vāmanjī chhe te Bhagwānno avatār chhe, māṭe teno tu āsharo kar.” Pachhī Indre Vāmanjīno nishchay karyo teṇe karīne brahmahatyā ṭaḷī gaī. Vāmanjīno āsharo karavāthī kām thayu, māṭe āsharo moṭī vāt chhe.
1. Vishvarūp Tvaṣhṭāno putra hato. Tenu mosāḷ daityakuḷmā hovāthī daityono pakṣha rākhato. Indre tene guru karī rājyapurohit nīmelo. Daityo par vijay meḷavavā Indre yagna ārambhyo. Vishvarūp hom kare ne daityone haviṣhyānnano chhāno bhāg āpe. Ā kapaṭ jāṇīne Indre Vishvarūpnā traṇe mastak kāpī nākhyā. Tethī chār brahmahatyā lāgī.
કોટિ તપ કરીને, કોટિ જપ કરીને, કોટિ વ્રત કરીને, કોટિ દાન કરીને ને કોટિ યજ્ઞ કરીને પણ જે ભગવાનને ને સાધુને પામવા હતા તે આજ આપણને મળ્યા છે.
That God and Sadhu we wanted to attain through endless austerities, chanting the name of God tens of millions of times, observances, donations and sacrifices, we have attained today.
Koṭi tap karīne, koṭi jap karīne, koṭi vrat karīne, koṭi dān karīne ne koṭi yagna karīne paṇ je Bhagwānne ne Sādhune pāmavā hatā te āj āpaṇane maḷyā chhe.
સત્સંગ થાય તેને તો દુઃખ રહે નહિ, તે સત્સંગ તે શું જે, આત્મા ને પરમાત્મા એ બે જ છે.
When satsang is imbibed, no miseries remain. What is that satsang – it is that only ātmā and Paramatma exist for ever.
Satsang thāy tene to dukh rahe nahi, te satsang te shu je, ātmā ne Paramātmā e be ja chhe.
નિરંતર માળા ફેરવે તે કરતાં પણ સમજણ અધિક છે, માટે મુખ્ય એ વાત રાખવી.
Understanding the form and greatness of God and his holy Sadhu is greater than continuously saying the rosary. So keep this as the main thought.
Nirantar māḷā ferave te karatā paṇ samajaṇ adhik chhe, māṭe mukhya e vāt rākhavī.
“ભગવાનની મૂર્તિને ચિંતામણિ કહી છે, તે એમ સમજાણું છે કે નથી?” એ પ્રશ્નનો ઉત્તર કર્યો જે, “ચિંતામણિ તો ખરી પણ બાળકના હાથમાં છે.”
The murti of God is described as a jewel that fulfills all desires. But has it been understood properly? The answer to this question – it is indeed a wish-fulfilling gem, but in the hands of a child (i.e. an ignorant person).
“Bhagwānnī mūrtine chintāmaṇi kahī chhe, te em samajāṇu chhe ke nathī?” E prashnano uttar karyo je, “Chintāmaṇi to kharī paṇ bāḷaknā hāthmā chhe.”
સ્વરૂપનિષ્ઠા છે ને મહિમા છે એ તો વરને ઠેકાણે છે, ને બીજાં સાધન તો જાનને ઠેકાણે છે. ને વળી સમજણ છે એ તો બસેં બખતરિયાને૧ ઠેકાણે છે ને વિષય છે એ તો એક બહારવટિયાને ઠેકાણે છે.
૧. લોઢાનાં કવચ પહેરનાર સિપાઈઓ.
Resolute faith in the manifest form of God and knowledge of God’s greatness is like the bridegroom, that is, it is the main thing. All other spiritual endeavours for moksha are like the bridegroom’s entourage. And understanding of the manifest form of God and his holy Sadhu is like a force of 200 armed soldiers, and material pleasures are like outlaws.
Swarūpniṣhṭhā chhe ne mahimā chhe e to varne ṭhekāṇe chhe, ne bījā sādhan to jānne ṭhekāṇe chhe. Ne vaḷī samajaṇ chhe e to base bakhtariyāne1 ṭhekāṇe chhe ne viṣhay chhe e to ek bahārvaṭiyāne ṭhekāṇe chhe.
1. Loḍhānā kavach pahernār sipāīo.
સત્પુરુષને સંબંધે કરીને જીવને સંસ્કાર થાય છે, તે એક જન્મે કે બે જન્મે પણ ભગવાનના ધામને પમાડે એવો પ્રગટનો પ્રતાપ છે. તેની વિક્તિ જે, એનું દર્શન થાય, એનો ગુણ લે, એનો પક્ષ લે, એ આગળ હાથ જોડે ને વળી “સાધુ બહુ સારા છે” એમ બોલે ને એને અન્ન-જળ આપે ઇત્યાદિક સંબંધ થાય; વળી, જે ઝાડ તળે બેસે, વળી, જે ઝાડનું ફળ જમે, વળી, જે ઢોરનું દૂધ-દહીં જમે, ઇત્યાદિક અનંત પ્રકારે જીવને સંબંધ થાય તો તે સર્વે ભગવાનના ધામને પામે. એવો પ્રગટનો સંબંધ બળવાન છે અને પરોક્ષના સંસ્કારનું ફળ એ છે જે, ખાવા મળે, દેહે સાજો રહે, ને લોકમાં આબરૂ-ધર્મ રહે, એ પરોક્ષના આશરાનું ફળ છે.
The company of the Satpurush leaves impressions on the jiva. So, after a birth or two, the jiva attains the abode of God – that is the power of the manifest Satpurush. The details of his company: one has his darshan, imbibes his virtues, sides with him, folds one’s hands before him, says that this Sadhu is very good, serves him with food and water and associates with him in many such ways. Additionally, the tree he sits under, the tree from which he eats fruits, the cattle whose milk or yogurt he drinks and eats, etc. – due to such variety of associations the jiva has with him, it attains the abode of God. That is how powerful the association with the manifest form is. And the fruits of association with the non-manifest form (i.e. his murti) is that one gets food to eat, remains healthy, gains the respect of common people and upholds the dharma of this world.
Satpuruṣhne sambandhe karīne jīvne sanskār thāy chhe, te ek janme ke be janme paṇ Bhagwānnā dhāmne pamāḍe evo pragaṭno pratāp chhe. Tenī vikti je, enu darshan thāy, eno guṇ le, eno pakṣha le, e āgaḷ hāth joḍe ne vaḷī “Sādhu bahu sārā chhe” em bole ne ene ann-jaḷ āpe ityādik sambandh thāy; vaḷī, je zāḍ taḷe bese, vaḷī, je zāḍnu faḷ jame, vaḷī, je ḍhornu dūdh-dahī jame, ityādik anant prakāre jīvne sambandh thāy to te sarve Bhagwānnā dhāmne pāme. Evo pragaṭno sambandh baḷavān chhe ane parokṣhnā sanskārnu faḷ e chhe je, khāvā maḷe, dehe sājo rahe, ne lokmā ābarū-dharma rahe, e parokṣhnā āsharānu faḷ chhe.
વિષયમાં તો વૈરાટ, પ્રધાનપુરુષ સુધી સર્વે ગોથાં ખાય છે; પણ અક્ષરધામમાં વિષય નથી.
Up to Vairat, Pradhan-Purush and Prakruti-Purush all are chasing after material pleasures. But in Akshardham, there are no material pleasures.
Viṣhaymā to Vairāṭ, Pradhān-Puruṣh sudhī sarve gothā khāy chhe; paṇ Akṣhardhāmmā viṣhay nathī.