share

॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૧

વાત: ૨૭૧ થી ૨૮૦

“જૂનાગઢના જમાન મહારાજ બે વાર થયા છે, એક વાર વરતાલમાં ને બીજી વાર ગઢડામાં,” એમ કહ્યું. તે ઉપર એક સંતે પૂછ્યું જે, “જમાન થયા તે શું સમજવું?” ત્યારે સ્વામી બેલ્યા જે, “માયાનું બંધન થાવા દે નહિ.” પછી ફરીને સંતે પૂછ્યું જે, “તે જમાનગરું ક્યાં સુધી રહેશે?” ત્યારે સ્વામી બોલ્યા જે, “આપણે છીએ ત્યાં સુધી તો ખરું, પણ હજી તો મહારાજનું જ્ઞાન છે. ને વળી મહારાજ કહે, ‘જૂનાગઢ જાય તેની કરોડ જન્મની કસર ટાળી નાખશું,’ તે અમે ગઢડેથી આવ્યા ત્યારે એ ભાતું બંધાવ્યું હતું.”

ગુણાતીતાનંદ સ્વામીનું પ્રભાવશાળી વ્યક્તિત્વ (50.3) / (૧/૨૭૧)

Maharaj acted as surety for Junagadh twice – once in Vartal and a second time in Gadhada. On this, a sadhu asked, “What should we understand by the statement ‘was a surety’? Then Swami said, “It means he will not allow māyā to bind the devotees of Junagadh.” Then again the sadhus asked, “Until when will this surety remain in force?” Then Swami said, “It will certainly remain in force while we are here, but additionally there is Maharaj’s spiritual knowledge. And moreover, Maharaj says, ‘For all those who go to Junagadh to listen to the discourses, I will cure them of the drawbacks of ten million births.’ So, when I came from Gadhada, I had this boon with me.”

Gunatitanand Swami's Impressive Personality (50.3) / (1/271)

“Jūnāgaḍhnā jamān Mahārāj be vār thayā chhe, ek vār Vartālmā ne bījī vār Gaḍhaḍāmā,” em kahyu. Te upar ek sante pūchhyu je, “Jamān thayā te shu samajavu?” Tyāre Swāmī belyā je, “Māyānu bandhan thāvā de nahi.” Pachhī farīne sante pūchhyu je, “Te jamāngaru kyā sudhī raheshe?” Tyāre Swāmī bolyā je, “Āpaṇe chhīe tyā sudhī to kharu, paṇ hajī to Mahārājnu gnān chhe. Ne vaḷī Mahārāj kahe, ‘Jūnāgaḍh jāy tenī karoḍ janmanī kasar ṭāḷī nākhashu,’ te ame Gaḍhaḍethī āvyā tyāre e bhātu bandhāvyu hatu.”

Gunatitanand Swami's Impressive Personality (50.3) / (1/271)

“મૂંઝવણ આવે તો કેમ કરવું?” એ પ્રશ્ન પૂછ્યો, તેનો ઉત્તર કર્યો જે, “‘સ્વામિનારાયણ, સ્વામિનારાયણ’ ભજન કરવું તેથી મૂંઝવણ ટળી જાય.”

સ્વામિનારાયણ મહામંત્રનો મહિમા (49.3) / (૧/૨૭૨)

What should one do when in difficulty? This question was asked. The answer, chant ‘Swaminarayan, Swaminarayan,’ so that the worry is resolved.

Glory of the Swaminarayan Mahamantra (49.3) / (1/272)

“Mūnzavaṇ āve to kem karavu?” E prashna pūchhyo, teno uttar karyo je, “‘Swāminārāyaṇ, Swāminārāyaṇ’ bhajan karavu tethī mūnzavaṇ ṭaḷī jāy.”

Glory of the Swaminarayan Mahamantra (49.3) / (1/272)

ઝીણાભાઈએ મહારાજ પાસે જૂનાગઢમાં મંદિર કરવાનું માગ્યું, તે પણ પોતે જ ઉપજાવ્યું હશે. તે આંહીં મંદિર કર્યું ને તેમાં સાધુ પણ એવા જ રાખ્યા છે. તે આ મંદિરમાં ખરડો તો હજી સુધી કર્યો નથી.

(૧/૨૭૩)

૧. દાન-ધર્માદા માટેની લખણી.

Jhinabhai asked Maharaj to build a mandir in Junagadh. This must have been inspired by Maharaj. So he built a mandir here and kept a Sadhu like himself here. And ever since, we have not needed to raise money.1

(1/273)

1. Gunatitanand Swami focused more on increasing faith rather than raising money. He knew that when faith increases, the haribhaktas will surrender their whole and soul for the mandir. Therefore, he never spoke about giving money to the mandir.

Jhīṇābhāīe Mahārāj pāse Jūnāgaḍhmā mandir karavānu māgyu, te paṇ pote ja upajāvyu hashe. Te āhī mandir karyu ne temā sādhu paṇ evā ja rākhyā chhe. Te ā mandirmā kharaḍo1 to hajī sudhī karyo nathī.

(1/273)

1. Dān-dharmādā māṭenī lakhaṇī.

આ લોકની સર્વ ક્રિયા તે છોકરાંની રમત જેવી સમજવી, પણ તેમાં માલ માનવો નહિ, એમ નિરંતર જોયા કરવું.

વ્યવહાર અને પ્રવૃત્તિ (12.3) / (૧/૨૭૪)

All the activities of this world should be understood as child's play. Do not believe them to be of any worth. Continuously remember this.

Social Dealings and Activities (12.3) / (1/274)

Ā loknī sarva kriyā te chhokarānī ramat jevī samajavī, paṇ temā māl mānavo nahi, em nirantar joyā karavu.

Social Dealings and Activities (12.3) / (1/274)

મહારાજ કહેતા જે, “અમારામાં જે ગુણ ને અવગુણ છે તે કહીએ છીએ જે, અમને આખા બ્રહ્માંડના જીવ માને પણ તેનું અમને માન ન આવે, એ અમારામાં ગુણ છે, ને અમે અનેક જીવને સમાધિ કરાવીએ પણ મુક્તાનંદ સ્વામીને તથા ગોપાળાનંદ સ્વામીને સમાધિ કરાવીએ નહીં, એ અમારામાં અવગુણ છે.”

ભગવાનની મહત્તા (38.6) / (૧/૨૭૫)

Maharaj used to say, “Let me describe my virtues and drawbacks. All the jivas of the universe believe in me, yet it has not given rise to ego in me. That is my virtue. And I send countless jivas into samādhi, but do not place Muktanand Swami and Gopalanand Swami in samādhi. That is my drawback.”

Grandeur of God (38.6) / (1/275)

Mahārāj kahetā je, “Amārāmā je guṇ ne avaguṇ chhe te kahīe chhīe je, amane ākhā brahmānḍnā jīv māne paṇ tenu amane mān na āve, e amārāmā guṇ chhe, ne ame anek jīvne samādhi karāvīe paṇ Muktānand Swāmīne tathā Gopāḷānand Swāmīne samādhi karāvīe nahī, e amārāmā avaguṇ chhe.”

Grandeur of God (38.6) / (1/275)

કોઈ ભગવાન સંભારે તેની સેવા મારે કરાવવી, તેનાં લૂગડાં મારે ધોવરાવવાં ને તેને મારે બેઠાં બેઠાં ખાવા દેવું છે.

ભગવાનનું ધ્યાન અને ભક્તિ (25.5) / (૧/૨૭૬)

If someone remembers God, then I will arrange for his service, have his clothes washed and give him food at home.

Worship and Meditation of God (25.5) / (1/276)

Koī Bhagwān sambhāre tenī sevā māre karāvavī, tenā lūgaḍā māre dhovarāvavā ne tene māre beṭhā beṭhā khāvā devu chhe.

Worship and Meditation of God (25.5) / (1/276)

કથાવાર્તા બદરિકાશ્રમમાં ને શ્વેતદ્વીપમાં ને અક્ષરધામમાં ને આ લોકમાં મોટા એકાંતિક પાસે, એ ચાર ઠેકાણે થાય છે ને બીજે ક્યાંઈ થાતી નથી. ને જ્યાં વિષય છે ત્યાં કથાવાર્તા નથી.

કથા-વાર્તા (17.14) / (૧/૨૭૭)

Spiritual discourses are conducted in four locations: Badrikashram, Shvetdwip, Akshardham and in the presence of the great God-realized Sadhu of this world, and nowhere else are they conducted. And where there are worldly pleasures there are no spiritual discourses.

Spiritual Discourses and Discussions (17.14) / (1/277)

Kathā-vārtā Badrikāshrammā ne Shvetdvīpmā ne Akṣhardhāmmā ne ā lokmā Moṭā Ekāntik pāse, e chār ṭhekāṇe thāy chhe ne bīje kyāī thātī nathī. Ne jyā viṣhay chhe tyā kathā-vārtā nathī.

Spiritual Discourses and Discussions (17.14) / (1/277)

આપણે કાંઈક કામ સારું કર્યું હોય ને તેનું આપણને માન આવતું હોય તે સારુ મોટા કહે જે, “આ કામ બગાડ્યું;” તો પણ રાજી રહેવું, કેમ જે, આપણને તો પૂર્વાપર સૂઝે નહિ ને મોટા તો દીર્ઘદર્શી છે, તે તો આગળ થાવાનું દેખે છે.

જ્ઞાન-સમજણ-અજ્ઞાન (26.17) / (૧/૨૭૮)

૧. આગળ-પાછળનું.

If we have done some good work and we become proud of it, the great Sadhu says, “You have ruined the work.” Still, we should remain happy. Since, we do not know the context, and the great Sadhu has foresight – he can see what is to happen in the future.

Spiritual Wisdom-Understanding-Ignorance (26.17) / (1/278)

Āpaṇe kāīk kām sāru karyu hoy ne tenu āpaṇne mān āvatu hoy te sāru moṭā kahe je, “Ā kām bagāḍyu,” to paṇ rājī rahevu, kem je, āpaṇne to pūrvāpar1 sūjhe nahi ne Moṭā to dīrghdarshī chhe, te to āgaḷ thāvānu dekhe chhe.

Spiritual Wisdom-Understanding-Ignorance (26.17) / (1/278)

1. Āgaḷ-pāchhaḷnu.

સાંખ્યવિચાર કરવાની બહુ વાત કરી. તે સાંખ્યવિચાર તો નિત્ય નિયમ રાખીને કરવો, ને સાંખ્ય વિના તો અરધો સત્સંગ કહેવાય, ને સાંખ્ય વિના સુખ થાય નહિ, ને સાંખ્ય છે તે તો આંખ છે, ને આંખે કરીને સર્વે દેખાય. દત્તાત્રેય સાંખ્યવાળા ને સુખિયા રહેતા. માટે સાંખ્યવિચાર કરવા માંડે તો આવડે ને ધીરે ધીરે સિદ્ધ થાય. તેમાં સાંખ્ય શું જે, આ લોક, ભોગ, સર્વે ખોટું છે; ને આત્મા છે તે સત્ય છે ને આકાશ સરખો નિર્લેપ છે; ને દેહ, ઇન્દ્રિયું, અંતઃકરણ અસંગી છે.

સાંખ્યજ્ઞાન (27.6) / (૧/૨૭૯)

Swami talked at length about engaging in the thoughts of Sānkhya: Engage in Sānkhya thoughts on a regular, daily basis as a rule. And satsang is said to be only half complete without Sānkhya thoughts. Without Sānkhya there is no happiness, since Sānkhya is like the eyes. With it everything can be seen. Dattatrey practised Sānkhya and he knew how to be happy. Therefore, if one slowly practises Sānkhya, it can be attained. So what is Sānkhya? That this world and objects of pleasure are all false (perishable); and the ātmā is real and unaffected like the sky, and is not influenced by the body, senses and inner faculties.

The Knowledge of Sankhya (27.6) / (1/279)

Sānkhyavichār karavānī bahu vāt karī. Te sānkhyavichār to nitya niyam rākhīne karavo, ne sānkhya vinā to aradho satsang kahevāy, ne sānkhya vinā sukh thāy nahi, ne sānkhya chhe te to ākh chhe, ne ākhe karīne sarve dekhāy. Dattātrey sānkhyavāḷā ne sukhiyā rahetā. Māṭe sānkhyavichār karavā mānḍe to āvaḍe ne dhīre dhīre siddha thāy. Temā sānkhya shu je, ā lok, bhog, sarve khoṭu chhe; ne ātmā chhe te satya chhe ne ākāsh sarakho nirlep chhe; ne deh, indriyu, antahkaraṇ asangī chhe.

The Knowledge of Sankhya (27.6) / (1/279)

જેણે ભગવાન અર્થે કર્યું હોય તેને ભગવાન પોતાના ધામમાં લઈ જાય.

(૧/૨૮૦)

Bhagwān takes whoever does something for Him to his own abode.

(1/280)

Jeṇe Bhagwān arthe karyu hoy tene Bhagwān potānā dhāmmā laī jāy.

(1/280)

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading