TEXT OPTIONS
AUDIO OPTIONS
Show audio player
Auto play audio
Auto advance audio
Auto scroll to audio
Auto advance to next page
॥ સ્વામીની વાતો ॥
પ્રકરણ: ૧
વાત: ૨૬૧ થી ૨૭૦
મધ્યનું નવમું વચનામૃત વંચાવીને બોલ્યા જે, “મહારાજને પુરુષોત્તમ જાણતો હોય ને દેશકાળે સત્સંગમાંથી નીકળી જાય તો પણ અક્ષરધામને પામે, ને એમ ન જાણતો હોય ને સત્સંગમાં હોય તો પણ બીજા ધામને પામે.”
After reading Vachanamrut Gadhada II-9, Swami said, “If one knows Maharaj as Purushottam, but, due to circumstances, leaves Satsang, even then one attains Akshardham. And if one does not have this spiritual wisdom to recognize Maharaj as Purushottam but remains in Satsang, then he will attain another abode, but not Akshardham.”
Madhyanu Navmu Vachanāmṛut vanchāvīne bolyā je, “Mahārājne Puruṣhottam jāṇato hoy ne desh-kāḷe satsangmāthī nīkaḷī jāy to paṇ Akṣhardhāmne pāme, ne em na jāṇato hoy ne satsangmā hoy to paṇ bījā dhāmne pāme.”
મહારાજ કહેતા કે, “અમારો દ્રોહ કરે છે તે પણ અમારા પક્ષમાં બોલે છે, કેમ જે, એ એમ જાણે છે જે, કોઈક એક ભગવાન છે, ને આ બીજો કેમ ભગવાન થાય છે? માટે એ અમારો દ્રોહ કરતા નથી.”
Maharaj used to say, “One who insults us is still speaking in our favour. Since, he certainly knows that there is a God, and why does this other one become God? Thus, he is not insulting us.”
Mahārāj kahetā ke, “Amāro droh kare chhe te paṇ amārā pakṣhamā bole chhe, kem je, e em jāṇe chhe je, koīk ek Bhagwān chhe, ne ā bījo kem Bhagwān thāy chhe? Māṭe e amāro droh karatā nathī.”
દેહ મૂકીને પામવા છે તે જ આ પ્રગટ વાતું કરે છે, પણ એમ સર્વેને સમજાય નહિ. અને જે ત્યાગ-વૈરાગ્યની વાતું કરીએ છીએ, તે તો માર્ગે ચડાવવા સારુ કરીએ છીએ, પણ સમજવાનું આટલું જ છે.
He (God) whom we want to attain after death is himself manifest in the form of this Sadhu and talking. But not all can understand this. And the talks we give on renunciation and detachment are to get you onto the path of God. Only this much has to be understood – that God is manifest today through this Sadhu.
Deh mūkīne pāmavā chhe te ja ā pragaṭ vātu kare chhe, paṇ em sarvene samajāy nahi. Ane je tyāg-vairāgyanī vātu karīe chhīe, te to mārge chaḍāvavā sāru karīe chhīe, paṇ samajavānu āṭalu ja chhe.
વચનામૃતના અર્થ સમજાય એવા નથી, પણ બહુ અભ્યાસ રાખે તો પોતાની મેળે સમજાય એવો મહારાજનો વર છે. ને આ જ્ઞાન મહારાજને સર્વેને આપવું છે.
It's not possible to understand the principles of the Vachanamrut, but Maharaj has given His blessings that, if one studies extensively, then they will be understood automatically. And Maharaj wants to give this knowledge to everyone.
Vachanāmṛutnā artha samajāy evā nathī, paṇ bahu abhyās rākhe to potānī meḷe samajāy evo Mahārājno var chhe. Ne ā gnān Mahārājne sarvene āpavu chhe.
પ્રકૃતિપુરુષ તે કૂટસ્થ૧ કહેવાય ને ગૃહસ્થ પણ કૂટસ્થ કહેવાય ને સાંખ્યવિચારે ને જ્ઞાનને મતે કરીને નિર્લેપ પણ કહેવાય.
૧. અચળ, અપરિવર્તનીય.
Prakruti-Purush can be considered unchangeable and gruhasthas can also be considered unchangeable. And according to the principle of Sānkhya and gnān, they can be considered detached.1
1. Swami’s purport is to explain that, although Mul-Purush (an akshar-mukta of Akshardham) joins with Mul-Prakruti to start the creation process, he still remains detached from māyā. Similarly, even though gruhasthas have the association of māyā in their worldly path, because of their association with the Aksharbrahman Satpurush and their sānkhya gnān and gnān of Purushottam Bhagwan, they are also kutastha - something that is unchangeable or eternal.
Prakṛuti-Puruṣh kūṭasth1 te kahevāy ne gṛuhasth paṇ kūṭasth kahevāy ne sānkhyavichāre ne gnānne mate karīne nirlep paṇ kahevāy.
1. Achaḷ, aparivartanīya.
આજ આપણામાંથી એકડમલ૧ કરીને કાઢી મૂક્યો હોય તો પણ તે જગતનો પ્રભુ છે, તે આજનાનો એવો મહિમા છે.
૧. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ત્યાગીઓના નિયમ મુજબ ત્યાગી સાધુ એકલા ક્યાંય રહી શકે કે ફરી શકે નહીં. તે હંમેશા જોડમાં જ હોય. શ્રીજીમહારાજના વખતમાં કેટલાક સાધુઓ આ નિયમ-પ્રણાલીને આશરેલા નહિ, તેથી શ્રીજીમહારાજે તેમનો ત્યાગ કરેલો. આ એકડમલને નિષ્ઠા-ભક્તિ તો ભગવાન સ્વામિનારાયણની રહેલી ને સ્ત્રી-ધનના ત્યાગનો નિયમ પણ તેઓ પાળતા.
Today, a [sadhu] who is cast out as an ekadmal1 would still be the lord of the world. This is the greatness of the [sadhus] today.
1. Ekadmal is a sadhu who had difficulty observing the strict prakarans that Shriji Maharaj issued for sadhus. These sadhus either left the sampradāy on their own or Maharaj cast them away. Because they did not travel in pairs, they were called ekadmal. Despite leaving the sampradāy, many still possessed faith in Bhagwan Swaminarayan and still abstained from the contact of women and wealth. Therefore, Swami mentions their greatness because they came into contact with God or the Sadhu even for a short duration.
Āj āpaṇāmāthī ekaḍmal1 karīne kāḍhī mūkyo hoy to paṇ te jagatno Prabhu chhe, te ājnāno evo mahimā chhe.
1. Swāminārāyaṇ Sampradāymā tyāgīonā niyam mujab tyāgī sādhu ekalā kyāy rahī shake ke farī shake nahī. Te hammeshā joḍmā ja hoy. Shrījī Mahārājnā vakhatmā keṭlāk sādhuo ā niyam-praṇālīne āsharelā nahi, tethī Shrījī Mahārāje temano tyāg karelo. Ā ekḍamalne niṣhṭhā-bhakti to Bhagwān Swāminārāyaṇnī rahelī ne strī-dhannā tyāgno niyam paṇ teo pāḷatā.
શ્રીકૃષ્ણને બાણ વાગ્યાં ને પ્રહ્લાદને ન વાગ્યાં,૧ એ પણ ભગવાનનું કર્તવ્ય સમજવું.
૧. શ્રીકૃષ્ણનું અવતારકાર્ય પૂરું થયું ને કળિયુગનો પ્રારંભ થયો. દ્વારકામાં વિશ્વામિત્ર, કણ્વ અને નારદ ત્રણે મુનિઓ આવ્યા ત્યારે રોહિણીના પુત્ર, સારણ વગેરે મશ્કરા યુવાનોએ ભેગા મળી જાંબવતીના પુત્ર સાંબને ગર્ભવતી સ્ત્રીનો વેશ ધરાવ્યો ને ઋષિઓ પાસે જઈ કહ્યું, “બભ્રુની આ પત્ની છે તેને શું જન્મશે?” ત્રિકાલજ્ઞ મુનિઓ ક્રોધાયમાન થઈ બોલ્યા, “આ સાંબ ભયાનક મુશળને જન્મ આપશે ને તેના દ્વારા યદુકુળનો નાશ થશે.” આ શાપથી મુશળ (લોખંડનો ટુકડો) જન્મ્યું. યાદવોએ તેના નાના ટુકડાઓ કરી દરિયામાં નાખ્યું. આ ટુકડાઓની પ્રભાસના દરિયા કાંઠે ધારદાર એરકા નામની વનસ્પતિ ઊગી ને એનો ટુકડો માછલીના પેટમાં ગયેલો તે માછીમારને મળ્યો. આ ટુકડો તેણે એક પારધીને આપ્યો. પારધીએ બાણનું ફળું બનાવ્યું. પ્રભાસમાં યાત્રા નિમિત્તે શ્રીકૃષ્ણ સહિત યાદવો આવ્યા ને યાદવો દારૂ પીને અંદરોઅંદર વનસ્પતિ લઈ લડી મર્યા. દૂર રહ્યાં રહ્યાં કૃષ્ણે આ સંહાર જોયો. ભારતની લડાઈમાં કૌરવોનો સંપૂર્ણ નાશ થયેલો સાંભળી, ગાંધારીએ કૃષ્ણને શાપ આપેલો કે, “તમે કુળે સહિત નાશ પામશો.” એ શાપ શ્રીકૃષ્ણે સ્વીકાર્યો અને પીપળા નીચે બેસી જરા નામના પારધીના બાણથી દેહત્યાગ કર્યો. સ્વયં ભગવાન હતા છતાં મૃત્યુધર્મ સ્વીકાર્યો. (મહાભારત: ૧૬/૨ થી ૧૬/૫) પ્રહ્લાદજી ભક્ત હતા, તો એમના માટે ખાસ અવતાર લઈ અસુરના ત્રાસથી તેમની રક્ષા કરી.
Shri Krishna Bhagwan was shot by arrows but Prahlad was not. That is the deed of Bhagwan.
Shrī Kṛuṣhṇane bāṇ vāgyā ne Prahlādne na vāgyā,1 e paṇ Bhagwānnu kartavya samajavu.
1. Shrī Kṛuṣhṇanu avatār-kārya pūru thayu ne Kaḷi Yugno prārambh thayo. Dvārkāmā Vishvāmitra, Kaṇva ane Nārad traṇe munio āvyā tyāre Rohiṇīnā putra, Sāraṇ vagere mashkarā yuvānoe bhegā maḷī Jāmbvatīnā putra Sānbne garbhavatī strīno vesh dharāvyo ne rhuṣhio pāse jaī kahyu, “Babhrunī ā patnī chhe tene shu janmashe?” Trikālagna munio krodhāymān thaī bolyā, “Ā Sānb bhayānak mushaḷne janma āpashe ne tenā dvārā Yadukuḷno nāsh thashe.” Ā shāpthī mushaḷ (lokhanḍno ṭukaḍo) janmyu. Yādavoe tenā nānā ṭukaḍāo karī dariyāmā nākhyu. Ā ṭukaḍāonī prabhāsnā dariyā kānṭhe dhārdār erakā nāmnī vanaspati ūgī ne eno ṭukaḍo māchhalīnā peṭmā gayelo te māchhīmārne maḷyo. Ā ṭukaḍo teṇe ek pāradhīne āpyo. Pāradhīe bāṇnu faḷu banāvyu. Prabhāsmā yātrā nimitte Shrī Kṛuṣhṇa sahit Yādavo āvyā ne Yādavo dārū pīne andaro-andar vanaspati laī laḍī maryā. Dūr rahyā rahyā Kṛuṣhṇe ā sanhār joyo. Bhāratnī laḍāīmā Kauravono sampūrṇa nāsh thayelo sāmbhaḷī, Gāndhārīe Kṛuṣhṇane shāp āpelo ke, “Tame kuḷe sahit nāsh pāmasho.” E shāp Shrī Kṛuṣhṇe svīkāryo ane pīpaḷā nīche besī Jarā nāmnā pāradhīnā bāṇthī dehtyāg karyo. Svayam Bhagwān hatā chhatā mṛutyudharma svīkāryo. (Mahābhārat: 16/2 thī 16/5) Prahlādjī bhakta hatā, to emanā māṭe khās avatār laī asurnā trāsthī temanī rakṣhā karī.
દેશકાળ આવે તો સત્સંગીના ગામમાં પડ્યા રહીને ગુજરાન કરીએ પણ મરવાની તો બીક જ ન લાગે, ને કલ્યાણ તો ત્યાગી ને ગૃહસ્થ એ બેયમાં છે.
If the time or place become adverse, then we would survive in a satsangi’s village; however, we have no fear of dying. And liberation is in both [āshrams]: renunciants and gruhasthas.
Desh-kāḷ āve to satsangīnā gāmmā paḍyā rahīne gujarān karīe paṇ maravānī to bīk ja na lāge, ne kalyāṇ to tyāgī ne gṛuhasth e beyamā chhe.
હરિભક્ત આગળ વાતું કરવાની આજ્ઞા કરી કે વાતું કરજો; તે વાતું તે શું જે, “સ્વામિનારાયણ ભગવાન છે, સ્વામિનારાયણ ભગવાન છે.” એમ વાતું કરજો.
Instructions were given to talk before the devotees. What are those talks? That, Swaminarayan is God, Swaminarayan is God. Talk like that.
Haribhakta āgaḷ vātu karavānī āgnā karī ke vātu karajo; te vātu te shu je, “Swāminārāyaṇ Bhagwān chhe, Swāminārāyaṇ Bhagwān chhe.” Em vātu karajo.
ભગવાન તો ત્રીસ વરસ સત્સંગમાં રહ્યા ને હવે સાધુ રૂપે દસ-વીસ પેઢી રહેશે.
Maharaj stayed in Satsang for 30 years and now He’ll stay in the form of a Sadhu for ten to twenty generations.
Bhagwān to trīs varas satsangmā rahyā ne have Sādhu rūpe dasa-vīs peḍhī raheshe.