share

॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૧

વાત: ૨૫૧ થી ૨૬૦

શાસ્ત્રમાં ભગવાનને સમદર્શી કહ્યા છે તે ખરું નથી, કારણ કે ભગવાન તો ભક્તના છે, પણ અભક્તના નથી, માટે સમદર્શી નથી.

ભગવાનની દયા-કરુણા-કૃપા (39.14) / (૧/૨૫૧)

Scriptures describe God as unbiased, but that is not true. Since, God belongs to the devotees, but not to non-devotees. Therefore, he is not unbiased.

Mercy-Compassion-Grace of God (39.14) / (1/251)

Shāstramā Bhagwānne samadarshī kahyā chhe te kharu nathī, kāraṇ ke Bhagwān to bhaktanā chhe, paṇ abhaktanā nathī, māṭe samadarshī nathī.

Mercy-Compassion-Grace of God (39.14) / (1/251)

ભગવાન પોતાના ભક્તમાં રહે છે તે પાત્ર પ્રમાણે રહે છે, તે જેમ જેમ મોટા ભગવદી તેમ તેમ તેમાં વિશેષપણે રહે છે.

ભક્તનાં લક્ષણ અને મહિમા (21.5) / (૧/૨૫૨)

૧. આ વાતનું રહસ્ય ભગવાન સ્વામિનારાયણે વચનામૃત ગઢડા પ્રથમ ૪૧માં જણાવ્યું છે: “... પુરુષોત્તમ ભગવાન જે તે એ સર્વેમાં કારણપણે અંતર્યામીરૂપે પ્રવેશ કરીને રહ્યા છે; પણ જેવા અક્ષરમાં છે૧૭૫ તેવી રીતે પુરુષપ્રકૃતિમાં નથી ને જેવા પુરુષપ્રકૃતિમાં છે તેવા પ્રધાનપુરુષમાં નથી ને જેવા પ્રધાનપુરુષમાં છે તેવા મહત્તત્ત્વાદિક ચોવીસ તત્ત્વમાં નથી... એવી રીતે પુરુષોત્તમ ભગવાન જે તે તારતમ્યતાએ સર્વમાં કારણપણે અંતર્યામીરૂપે કરીને રહ્યા છે.” આ કથન અનુસાર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ જેવા અક્ષરબ્રહ્મ સત્પુરુષને વિષે સમ્યક્‌પણે રહે છે તેવા બીજા કોઈમાં રહેતા નથી.

God resides in his devotees according to their suitability. The greater the devotee, the greater the extent to which he resides in him.1

Qualities and Glory of a Devotee (21.5) / (1/252)

1. This vat is based on Vachanamrut Gadhada I-41 in which Shriji Maharaj explains: “Purushottam Bhagwān enters and dwells in all of the above as their cause and antaryāmi. However, He does not manifest in Prakruti-Purush to the extent He manifests in Akshar; and He does not manifest in Pradhān-Purush to the extent that He manifests in Prakruti-Purush; and He does not manifest in mahattattva and the rest of the 24 elementsEN-2 to the extent that He manifests in Pradhān-Purush; and He does not manifest in Virāt-Purush to the extent that He manifests in the 24 elements... Purushottam Bhagwān manifests in various entities with various degrees of power according to the task to be accomplished through that entity.” Based on this narrative, the extent in which Purushottam Bhagwan resides in Aksharbrahman Satpurush is not equal to the extent he resides in any other entity.

Bhagwān potānā bhaktamā rahe chhe te pātra pramāṇe rahe chhe, te jem jem moṭā bhagavadī tem tem temā visheṣhpaṇe rahe chhe.

Qualities and Glory of a Devotee (21.5) / (1/252)

“ભગવાન શૂળીનું દુઃખ કાંટે મટાડે છે. એમ કરે તે કેમ જણાય?” એ પ્રશ્નનો ઉત્તર જે, “આપણે પણ એવું કેટલુંક થાતું હોય ને બ્રહ્માંડમાં પણ થાય, તે તપાસી જુએ તો જણાય જે, કાળમાંથી સુકાળ કર્યો તેમ કેટલાક ઉપદ્રવ ટાળી નાખે છે.”

ભગવાનની દયા-કરુણા-કૃપા (39.15) / (૧/૨૫૩)

God reduces the punishment of the stake to that of a thorn prick.1 How can this be known? The answer, “We experience many such occasions and it also happens throughout the universe. By checking thoroughly we come to know that bad times are turned into good and many difficulties have been removed.”

Mercy-Compassion-Grace of God (39.15) / (1/253)

1. That is, someone is sentenced to death or some other horrendous fate, but then is saved from this fate and is only subjected to minor punishment.

“Bhagwān shūḷīnu dukh kānṭe maṭāḍe chhe. Em kare te kem jaṇāy?” E prashnano uttar je, “Āpaṇe paṇ evu keṭaluk thātu hoy ne brahmānḍmā paṇ thāy, te tapāsī jue to jaṇāy je, kāḷmāthī sukāḷ karyo tem keṭlāk upadrav ṭāḷī nākhe chhe.”

Mercy-Compassion-Grace of God (39.15) / (1/253)

આ લોકમાં દેશકાળ તો લાગે ને ઓછું વર્તાય કે વધુ વર્તાય પણ રુચિ સારી રાખવી, અંતે રુચિ સહાય કરે છે.

પ્રકીર્ણ (52.4) / (૧/૨૫૪)

Time and place certainly do have an impact in this world. So, whether people sometimes observe more and sometimes less (is of little consequence), but have pure intentions. In the end, good intentions will help you.

Miscellaneous (52.4) / (1/254)

Ā lokmā desh-kāḷ to lāge ne ochhu vartāy ke vadhu vartāy paṇ ruchi sārī rākhavī, ante ruchi sahāy kare chhe.

Miscellaneous (52.4) / (1/254)

આવી વાત તો ક્યાંઈયે થાતી નથી, માટે વિષય ખોટા થઈ ગયા છે. ને વાસના જેવું જણાય છે, તે તો દેહધારીને એમ હોય; તેમાં સદાશિવની હવેલીનું દૃષ્ટાંત દીધું તથા ભગવાનની ઇચ્છા સમજવી.

(૧/૨૫૫)

૧. ખંભાતના સદાશિવ નામના ધનાઢ્ય હરિભક્તે કળા-કોતરણીવાળી લાકડાની હવેલી બનાવેલી. તેના વાસ્તુ પ્રસંગે ગોપાળાનંદ સ્વામીને તેડવા વડોદરા ગયા. સ્વામીને તેમને પંદર દિવસ રોકીને જગતના નાશવંતપણાની ખૂબ વાતો કરી. એવામાં ઘરેથી કાગળ આવ્યો કે હવેલી બળીને રાખ થઈ ગઈ છે. સદાશિવ કહે, “સ્વામી! જો હું અહીં ન રોકાયો હોત તો હવેલી ભેગો બળી મરત. એટલી મને આસક્તિ હતી. એ હવે વાતો સાંભળીને અંતરમાંથી જ બળી ગઈ.”

“These types of talks are not happening anywhere else; therefore, the vishays have become false. Yet, it may appear we have vāsanā because we have assumed the physical body.” Then, Swami mentioned Sadāshiv’s mansion1 and said one should understand it to be God’s will.

(1/255)

1. Sadāshiv was a wealthy brāhmin from Khambhāt. He built a beautiful mansion made of wood carvings. He went to Vadodara to call Gopalanand Swami for the vāstu (ceremony performed on first entering a house). Swami kept him in Vadodara for 15 days and explained to him the perishable nature of the world. Then, he received a letter from home that the mansion burned to ashes. Sadāshiv said, “Swami, if you had not kept me here and talked to me, I would have burned with the mansion - that is the level of attachment I had. However, it has now been burnt from my heart.”

Āvī vāt to kyāīye thātī nathī, māṭe viṣhay khoṭā thaī gayā chhe. Ne vāsanā jevu jaṇāy chhe, te to dehdhārīne em hoy; temā Sadāshivnī havelīnu draṣhṭānt dīdhu1 tathā Bhagwānnī ichchhā samajavī.

(1/255)

1. Khambhātnā Sadāshiv nāmnā dhanāḍhya haribhakte kaḷā-kotarṇīvāḷī lākaḍānī havelī banāvelī. Tenā vāstu prasange Gopāḷānand Swāmīne teḍavā Vaḍodarā gayā. Swāmīne temane pandar divas rokīne jagatnā nāshvantpaṇānī khūb vāto karī. Evāmā gharethī kāgaḷ āvyo ke havelī baḷīne rākh thaī gaī chhe. Sadāshiv kahe, “Swāmī! Jo hu ahī na rokāyo hot to havelī bhego baḷī marat. Eṭalī mane āsakti hatī. E have vāto sāmbhaḷīne antarmāthī ja baḷī gaī.”

આપણે પોતાના સ્વરૂપને અક્ષર માનવું. તે ન મનાય તો પણ સ્થૂળ દેહને પોતાનું માનવું નહિ, ને મહારાજનો મત તો ત્રણેય દેહને ન માનવા ને અક્ષર માનવું. એ તો જેમ બ્રાહ્મણને ઘેર જન્મ થયો તે બ્રાહ્મણ, તેમ આપણને ભગવાન મળ્યા તે અક્ષર માનવું.

આત્મનિષ્ઠા-બ્રહ્મરૂપ (29.6) / (૧/૨૫૬)

We should believe our true form to be akshar. If that cannot be believed, even then we should not believe the physical body as our true form. And Maharaj’s view was not to believe in the three bodies (as our own) and to believe ourselves as akshar. This is like a person born to a Brahmin family is a Brahmin, similarly, as we have attained God, we should believe our self as akshar.

Atmanishtha-Brahmarup (29.6) / (1/256)

Āpaṇe potānā swarūpne Akṣhar mānavu. Te na manāy to paṇ sthūḷ dehne potānu mānavu nahi, ne Mahārājno mat to traṇey dehne na mānavā ne Akṣhar mānavu. E to jem brāhmaṇne gher janma thayo te brāhmaṇ, tem āpaṇne Bhagwān maḷyā te Akṣhar mānavu.

Atmanishtha-Brahmarup (29.6) / (1/256)

લાકડાની ને લોઢાની બેડી કરતાં પણ સ્ત્રી-ધનની બેડી કઠણ છે ને મોટી છે. ને તે બેથી મુકાય તો પછી ઇન્દ્રિયું-અંતઃકરણની બેડી મોટી છે, ને એથી ન દબાય એ તો માયાપરનો આવેલો હોય તે ન દબાય, બીજો દબાય. ને ઇન્દ્રિયું-અંતઃકરણથી ન દબાય એ દેવ કે મનુષ્ય ન કહેવાય.

સાધુનો મહિમા (30.23) / (૧/૨૫૭)

The fetters of women and wealth are stronger and bigger than those of wood or metal. If these two can be overcome, then the chains of the senses and inner faculties are bigger. And one who is not bound by them has come from above māyā. Anyone else would be enchained. So, one who is not suppressed by the senses or inner faculties is a released soul and cannot be called merely a deity or a human being.

Glory of the Sadhu (30.23) / (1/257)

Lākaḍānī ne loḍhānī beḍī karatā paṇ strī-dhannī beḍī kaṭhaṇ chhe ne moṭī chhe. Ne te bethī mukāy to pachhī indriyu-antahkaraṇnī beḍī moṭī chhe, ne ethī na dabāy e to māyāparno āvelo hoy te na dabāy, bījo dabāy. Ne indriyu-antahkaraṇthī na dabāy e dev ke manuṣhya na kahevāy.

Glory of the Sadhu (30.23) / (1/257)

‘શ્વાન શૂકર બિલાડ ખર, તેના ટોળા માંહ્યલો જંત;

તેને મૂકે કરી સંત, જો મળે સદ્‍ગુરુ સંત.’

એમ કહીને કહ્યું જે, “વસ્તુ નહિ કોઈ સંત સમાના! તે આપણને મળ્યા છે.”

(૧/૨૫૮)

‘Shvān shūkar bilāḍ khar, tenā ṭoḷā māhyalo jant;

Tene mūke karī sant, jo maḷe Sadguru Sant.’1

Swami spoke this proverb and said, “There is nothing like the Sadhu. We have attained that Sadhu.”

(1/258)

1. Even if the jivas like dogs, pigs, cats, and donkeys come into contact of a Satpurush who is Aksharbrahman, then he can make them brahmarup. This proverb is mentioned in ‘Hariguru Sant’ by Akhā.

‘Shvān shūkar bilāḍ khar, tenā ṭoḷā māhyalo jant;
Tene mūke karī sant, jo maḷe Sadguru Sant.’

Em kahīne kahyu je, “Vastu nahi koī Sant samānā! Te āpaṇne maḷyā chhe.”

(1/258)

મહારાજ કહેતા જે, “નામ કેનું લઈએ, પણ આગળ તો કલ્યાણ કેવાં કર્યાં છે? તો પોતાના સામર્થ્ય પ્રમાણે કર્યાં છે ને કેટલેક તો મોટા મોટા કૂવા ખોદ્યા છે.”

(૧/૨૫૯)

૧. દારૂ, માંસ, વ્યભિચાર વગેરેને ધાર્મિક સ્વરૂપ આપી શરૂ કરેલ અધોગતિના પંથો.

Maharaj used to say, “Whose name can we mention of those in the past and the type of liberation they granted? They liberated as according to their power, whereas, some dug great deep wells.”1

(1/259)

1. Swami is pointing out that some people promoted alcohol, meat, adultery, and other immoral conduct as a form of dharma and caused people to fall from dharma. Just as a blind person falls into a well, ignorant people followed these immoral ways believing to be dharma and fell from the path of God.

Mahārāj kahetā je, “Nām kenu laīe, paṇ āgaḷ to kalyāṇ kevā karyā chhe? To potānā sāmarthya pramāṇe karyā chhe ne keṭlek to moṭā moṭā kūvā khodyā1 chhe.”

(1/259)

1. Dārū, māns, vyabhichār vagerene dhārmik swarūp āpī sharū karel adhogatinā pantho.

ખટ્વાંગ રાજાનું બે ઘડીમાં કલ્યાણ કર્યું. તે સાધુ તો બહુ દયાળુ છે, તે એને તો ખબર ન પડે પણ પ્રગટના સંબંધનું બળ લખે છે એમ સમજવું.

પ્રત્યક્ષ ભગવાન (46.1) / (૧/૨૬૦)

૧. સૂર્યવંશના ચક્રવર્તી રાજા. દેવો ને અસુરોની લડાઈ વખતે દેવોના પક્ષમાં રહી દૈત્યોનો સંહાર કરનાર. જ્યારે મેદાનમાં તેમને ખબર પડી કે પોતાનું મૃત્યું આવ્યું છે, ત્યારે દેવોના વિમાનમાં ઝડપથી અયોધ્યા આવી સરયૂતીરે બેસી, અંતર્વૃત્તિ કરી ગયા. દેહ, પરિવાર, રાજ્ય, સંપત્તિ બધાંનો સાંખ્ય કરી ભગવાનમાં ચિત્ત જોડી દીધું. (ભાગવત: ૯/૯/૪૧-૪૯)

King Khatvang’s moksha was achieved in less than an hour.1 And the sadhu is very compassionate, however one does not know that. But understand that this is the power (i.e. to grant liberation instantly) of the company of the manifest form of God or his Sadhu as described in the scriptures.

The Manifest Form of God (46.1) / (1/260)

1. A powerful king of the Surya dynasty who fought on the side of the deities in their battle against the demons. When he realized he was soon to die, he sat in one of the heavenly planes of the deities and quickly went to Ayodhya to sit on the banks of the river Saryu. There, he meditated and gave up all attachments to his body, family, kingdom and wealth, and focused on God only. - Shrimad Bhagvat 9/9/41-49

Khaṭvāng Rājānu1 be ghaḍīmā kalyāṇ karyu. Te Sādhu to bahu dayāḷu chhe, te ene to khabar na paḍe paṇ pragaṭnā sambandhnu baḷ lakhe chhe em samajavu.

The Manifest Form of God (46.1) / (1/260)

1. Sūryavanshnā chakravartī rājā. Devo ne asuronī laḍāī vakhate devonā pakṣhamā rahī daityono sanhār karanār. Jyāre medānmā temane khabar paḍī ke potānu mṛutyu āvyu chhe, tyāre devonā vimānmā zaḍapthī Ayodhyā āvī Sarayūtīre besī, antarvṛutti karī gayā. Deh, parivār, rājya, sampatti badhāno sānkhya karī Bhagwānmā chitta joḍī dīdhu. (Bhāgwat: 9/9/41-49)

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading