TEXT OPTIONS
AUDIO OPTIONS
Show audio player
Auto play audio
Auto advance audio
Auto scroll to audio
Auto advance to next page
॥ સ્વામીની વાતો ॥
પ્રકરણ: ૧
વાત: ૨૪૧ થી ૨૫૦
જેમ કુસંગી ને સત્સંગીમાં ભેદ છે, તેમ સાધારણમાં ને એકાંતિકમાં ભેદ છે. ને નવ યોગેશ્વર હતા,૧ તેમાં એકે વાત કરી તેથી આઠ ઝાંખા પડી ગયા, પછી તે સર્વે મળીને એકને મારવા તૈયાર થયા. તેમ એ તો એવી વાત છે. ને જે એકાંતિક હોય તે તો નિષ્કામ હોય, તે એક ભગવાનનું જ નિરૂપણ કર્યા કરે ને બીજો સકામ હોય, તે ભગવાન પાસે માગ્યા કરે.
૧. નવ યોગેશ્વર ઋષભદેવના પુત્રો હતા. સંસારનો ત્યાગ કરીને વિચરતા. એક વાર પ્રબુદ્ધ નામના યોગેશ્વરે જનકની સભામાં સારું પ્રવચન કર્યું. સૌએ તેનાં વખાણ કર્યાં. સાથેના બીજા આઠ યોગેશ્વરોને આ ન ગમ્યું. તેથી પ્રબુદ્ધને બાંધ્યા ને કૂવામાં નાંખવા ચાલ્યા. પ્રબુદ્ધે ખૂબ આજીજી કરી કે, “હવે પછી હું વાતો નહિ કરું,” ત્યારે છોડ્યા.
Just as there is a difference between a non-satsangi and a satsangi, similarly, there is a difference between an ordinary devotee and an enlightened devotee. One who is enlightened is free of worldly desires and constantly concentrates upon God. Others who are full of desires continually ask for worldly possessions from God.
Jem kusangī ne satsangīmā bhed chhe, tem sādhāraṇmā ne ekāntikmā bhed chhe. Ne nav Yogeshvar hatā,1 temā eke vāt karī tethī āṭh zānkhā paḍī gayā, pachhī te sarve maḷīne ekne māravā taiyār thayā. Tem e to evī vāt chhe. Ne je ekāntik hoy te to niṣhkām hoy, te ek Bhagwānnu ja nirūpaṇ karyā kare ne bījo sakām hoy, te Bhagwān pāse māgyā kare.
1. Nav Yogeshvar Rhuṣhabhdevnā putro hatā. Sansārno tyāg karīne vichartā. Ek vār Prabuddha nāmnā Yogeshvare Janaknī sabhāmā sāru pravachan karyu. Saue tenā vakhāṇ karyā. Sāthenā bījā āṭh Yogeshvarone ā na gamyu. Tethī Prabuddhane bāndhyā ne kūvāmā nākhavā chālyā. Prabuddhe khūb ājījī karī ke, “Have pachhī hu vāto nahi karu,” tyāre chhoḍyā.
ભગવાનનું અને સાધુનું માહાત્મ્ય જેમ છે તેમ સમજાતું નથી. તે કોઈને બે આના ને કોઈને ચાર આના ને કોઈને આઠ આના; પણ જેવું છે તેવું જણાતું નથી. ને સાંખ્ય તો મુદ્દલ૧ નથી. ને સાંખ્ય વિના કસર ટળે નહિ.
૧. બિલકુલ, તદ્દન.
The greatness of God and his sadhu is not understood thoroughly – some understand 10% worth, some 25% worth and some 50% – but they do not understand it as it is. Also, we do not have knowledge of Sānkhya, and without it, our deficiencies are not removed.
Bhagwānnu ane Sādhunu māhātmya jem chhe tem samajātu nathī. Te koīne be ānā ne koīne chār ānā ne koīne āṭh ānā; paṇ jevu chhe tevu jaṇātu nathī. Ne sānkhya to muddal1 nathī. Ne sānkhya vinā kasar ṭaḷe nahi.
1. Bilkul, taddan.
“કેટલાકને ભગવાન તથા સાધુના સંબંધનું સુખ આવતું હોય; તે કેની પેઠે ને કેમ સમજે તો સુખ આવે?” એ પ્રશ્નનો ઉત્તર કર્યો જે, “એ તો સાધુતા શીખે તો આવે; તે વિના તો દોષ પીડે, તેથી સુખ ન આવે.” પછી પૂછ્યું જે, “કેટલાકને સુખ સ્વપ્નમાં આવતું હોય તે કેમ આવે?” તેનો ઉત્તર જે, “એ તો નિરધાર નહિ, કેમ જે, સ્વપ્નમાં તો ભગવાન દેખાય ને બીજું પણ દેખાય, ને જ્ઞાને કરીને થાય એ જ સાચું છે.”
Some experience the bliss of the association of God and his holy Sadhu. Like whom and in what way should one understand to experience this bliss? The answer to this question, “If one develops saintliness then one experiences it (bliss). Without this, our faults trouble us; so we do not experience bliss.” A question was asked, “Some experience this bliss in their dreams. How is this?” The answer, “That is not certain, since in dreams God may be seen and other things may also be seen. And only that bliss which is experienced by spiritual wisdom is true.”
“Keṭalākne Bhagwān tathā Sādhunā sambandhnu sukh āvatu hoy; te kenī peṭhe ne kem samaje to sukh āve?” E prashnano uttar karyo je, “E to sādhutā shīkhe to āve; te vinā to doṣh pīḍe, tethī sukh na āve.” Pachhī pūchhyu je, “Keṭalākne sukh swapnamā āvatu hoy te kem āve?” Teno uttar je, “E to niradhār nahi, kem je, swapnamā to Bhagwān dekhāy ne bīju paṇ dekhāy, ne gnāne karīne thāy e ja sāchu chhe.”
જેમ છે એમ કહેવાય નહિ ને કહીએ તો અરધી સભા ઊઠી જાય; પણ શાસ્ત્રમાં કહ્યા છે એવા ખરેખરા સાધુ મળે ને તે કહે તેમ કરે તો કોટિ જન્મે કસર ટળવાની હોય તે આજ ટાળી નાખે, ને બ્રહ્મરૂપ કરી મૂકે. એ તો ગોકુલ ગામ કો પૈંડો હૈ ન્યારો!૧ અને આ તો જીભ ઝાલીને૨ બોલીએ છીએ, એમ બોલ્યા.
૧. પૈંડો એટલે માર્ગ. લૌકિક માર્ગો કરતાં ગોકુળનો એટલે કે ભગવાનનો માર્ગ જુદો જ છે. (બ્રહ્મરૂપ થવાનો માર્ગ જ ન્યારો છે.)
૨. સંકોચ રાખીને.
“We cannot say everything as it is. If we did, then half of the assembly would leave.1 However, if one attains the Sadhu that is mentioned in the scriptures, then he will eradicate our deficiencies - which would otherwise only be destroyed after a million births - and make one brahmarup. Gokul gām ko painḍo hai nyāro!2 We are speaking while holding our tongue.”3 This is what Swami said.
1. Swami’s purport is that one should use discretion in revealing the greatness of the Sadhu because some people have difficulty understanding the greatness of the manifest.
2. In contrast to the worldly path, the path to Gokul - i.e., the path to becoming brahmarup - is special and unique.
3. Reluctantly or holding back from speaking completely.
Jem chhe em kahevāy nahi ne kahīe to aradhī sabhā ūṭhī jāy; paṇ shāstramā kahyā chhe evā kharekharā sādhu maḷe ne te kahe tem kare to koṭi janme kasar ṭaḷavānī hoy te āj ṭāḷī nākhe, ne brahmarūp karī mūke. E to Gokul gām ko painḍo hai nyāro!1 Ane ā to jībh zālīne2 bolīe chhīe, em bolyā.
1. Painḍo eṭale mārg. Laukik mārgo karatā Gokuḷno eṭale ke Bhagwānno mārga judo ja chhe. (Brahmarūp thavāno mārga ja nyāro chhe.)
2. Sankoch rākhīne.
ભગવાન જેવું તો કોઈ પદાર્થ નથી, તે આપણને મળ્યા છે. ને જેણે દાંત આપ્યા તે ચાવવાનું નહિ આપે? ને આપણા કપાળમાં કાંઈ રોટલા નહિ લખ્યા હોય? ને આપણે કાંઈ પ્રભુ વેચી ખાધા છે? માટે ભગવાન ભૂખ્યા ઉઠાડે પણ ભૂખ્યા સુવાડે નહિ. ગમે તેવી રીતે પણ ખાવા આપે છે, ને પ્રભુ ભજાય તે સારુ ગરીબ રાખ્યા છે. કદાપિ પૃથ્વીનું રાજ્ય આપ્યું હોત તો નરકમાં પડી ચૂક્યા હોત. માટે આપણને આપ્યું નથી. ને આ દેહ તો પત્રાવળાંને ઠેકાણે છે, તેમાં લાડવા જમી લેવા. તે શું જે, આ દેહે ભગવાનને મળી ચૂક્યા પછી દેહને ગમે તેમ થાઓ, ને
‘દાસના દુશ્મન હરિ કે’દી હોય નહિ, જેમ કરશે તેમ સુખ જ થાશે.’૧
ને અમને તો હેત આવે છે તે વાત કરીએ છીએ જે, ‘સ્વામિનારાયણ’ના નામનો મંત્ર બહુ બળિયો છે, માટે ભજન કર્યા કરવું.
૧. ભાવાર્થ: ભગવાન પોતાના દાસ એટલે કે ભક્તના શત્રુ ક્યારેય હોતા જ નથી. તે જે કંઈ કરે છે તે ભક્તના સારા માટે જ કરે છે. આ વાત નિષ્કુળાનંદ સ્વામીના ‘દાસના દુશ્મન તે હરિ હોયે નહિ’ પદમાં ઉલ્લેખાયેલી છે.
કીર્તન
દાસના દુશ્મન હરિ કે’દી હોયે નહિ,
ભાઈ જે કાંઈ કરશે તે સુખ થાશે;
અણસમજે અટપટું એ લાગે ખરું,
પણ સમઝીને જુવે તો સત્ય ભાસે... દાસ. ૧
ભાઈ સુખમાં હરિ કહો કેને સાંભર્યા,
જો ધન રાજ ને પરિવાર પામે;
રાજના સાજમાં રામજી વિસરે,
વળી માલના મદના મદમાં મત્ત વામે... દાસ. ૨
ભાઈ સંસારના સુખ તે દુઃખ છે દાસને,
તેહ હરિ વિચારીને નહીં જ આપે;
પણ જક્તના જીવ તે જુક્તિ જાણે નહિ,
અણછતાં દાસના દોષ સ્થાપે... દાસ. ૩
ભાઈ દેહતણું દુઃખ તેહ સુખ છે સંતને,
જો અખંડ વરતિ વળી એમ રહે;
નિષ્કુળાનંદ એ દયા નાથની જાણજે,
જે સમજ્યા તે તો એમ જ કહે... દાસ. ૪
[કીર્તનસાર સંગ્રહ: ૨/૪૫૬]
There is no entity like God. We have attained him. He who has given us teeth, will he not give us something to chew? Are we not destined to get food? And have we given up God? (No.) So, God awakens us hungry, but does not send us to sleep hungry. He will give us food in any way possible. Also, he has kept us poor so we can worship him. Maybe if he had given us sovereignty over the world, we would have already fallen into hell. Therefore, he has not given it to us.
‘Dāsnā dushman Hari ke’di hoy nahi, jem karshe tem sukh ja thāshe.’ That is, “God can never be the enemy of his devotees. Whatever he does will result in happiness for the devotees.”
Bhagwān jevu to koī padārtha nathī, te āpaṇne maḷyā chhe. Ne jeṇe dānt āpyā te chāvavānu nahi āpe? Ne āpaṇā kapāḷmā kāī roṭalā nahi lakhyā hoy? Ne āpaṇe kāī Prabhu vechī khādhā chhe? Māṭe Bhagwān bhūkhyā uṭhāḍe paṇ bhūkhyā suvāḍe nahi. Game tevī rīte paṇ khāvā āpe chhe, ne Prabhu bhajāy te sāru garīb rākhyā chhe. Kadāpi pṛuthvīnu rājya āpyu hot to narakmā paḍī chūkyā hot. Māṭe āpaṇne āpyu nathī. Ne ā deh to patrāvaḷāne ṭhekāṇe chhe, temā lāḍavā jamī levā. Te shu je, ā dehe Bhagwānne maḷī chūkyā pachhī dehne game tem thāo, ne
‘Dāsnā dushman Hari ke’dī hoy nahi, jem karashe tem sukh ja thāshe.’1
Ne amane to het āve chhe te vāt karīe chhīe je, ‘Swāminārāyaṇ'nā nāmno mantra bahu baḷiyo chhe, māṭe bhajan karyā karavu.
1. Bhāvārth: Bhagwān potānā dās eṭale ke bhaktanā shatru kyāreya hotā ja nathī. Te je kaī kare chhe te bhaktanā sārā māṭe ja kare chhe. Ā vāt Niṣhkuḷānand Swāmīnā ‘Dāsnā dushman te Hari hoye nahi’ padmā ullekhāyelī chhe.
Kīrtan
Dāsnā dushman Hari ke’dī hoye nahi,
Bhāī je kāī karashe te sukh thāshe;
Aṇasamaje aṭpaṭu e lāge kharu,
Paṇ samazīne juve to satya bhāse... Dās. 1
Bhāī sukhmā Hari kaho kene sāmbharyā,
Jo dhan rāj ne parivār pāme;
Rājnā sājmā Rāmjī visare,
Vaḷī mālnā madnā madmā matta vāme... Dās. 2
Bhāī sansārnā sukh te dukh chhe dāsne,
Teh Hari vichārīne nahī ja āpe;
Paṇ jaktanā jīv te jukti jāṇe nahi,
Aṇachhatā dāsnā doṣh sthāpe... Dās. 3
Bhāī dehtaṇu dukh teh sukh chhe santne,
Jo akhanḍ varati vaḷī em rahe;
Niṣhkuḷānand e dayā Nāthnī jāṇaje,
Je samajyā te to em ja kahe... Dās. 4
[Kīrtan Sār Sangrah: 2/456]
આ વાતુંના કરનારા દુર્લભ છે, મનુષ્ય દેહ દુર્લભ છે ને દેહે સાજું રહેવું તે પણ દુર્લભ છે. એ ત્રણ વાત દુર્લભ છે; તે માટે ભજન કરી લેજો.
A speaker of these talks is rare, the human body is rare and for the body to stay healthy is also rare. These three things are rare – therefore worship God, since it is the most suitable time.
Ā vātunā karanārā durlabh chhe, manuṣhya deh durlabh chhe ne dehe sāju rahevu te paṇ durlabh chhe. E traṇ vāt durlabh chhe; te māṭe bhajan karī lejo.
દત્તાત્રેયે બે જીવનું કલ્યાણ કર્યું,૧ કપિલે એક જીવનું કલ્યાણ કર્યું૨ ને ઋષભદેવે સો જીવનું કલ્યાણ કર્યું.૩ અને આજ સાધુ કહે, “અમે દૈવી જીવનું કલ્યાણ કરીએ પણ આસુરીનું કલ્યાણ અમારાથી થાય નહિ.” ત્યારે ભગવાન કહે, “આસુરીનું કલ્યાણ અમે કરશું.” તે મુંજો સૂરુ૪ ને માનભા૫ ને જોબન પગી૬ ને તખો પગી,૭ એ તો પાપના પર્વત કહેવાય; એને તો ભગવાન સત્સંગ કરાવે પણ એ સાધુથી વળે નહિ.
૧. ૧. કાર્તવીર્ય. ૨. યદુરાજા.
૨. પોતાનાં માતુશ્રીનું.
૩. પોતાના સો પુત્રોને સંસારની અસારતા સમજાવી ત્યાગાશ્રમ લેવડાવી કલ્યાણ કર્યું.
૪. સોરઠ પંથકના લિલાખા ગામનો ભયંકર લૂંટારો.
૫. રોજ ચકલાંની જીભનું શિરામણ કરનાર મેંગણીના રાજા માનસિંહ.
૬. ચરોતરના વડતાલ ગામનો ચોર, લૂંટારો. પગી - પગેરું કાઢી ચોરને પકડનારી કોમ.
૭. બામરોલી ગામનો લૂંટારો.
Dattatrey redeemed two jivas, Kapil redeemed one jiva (his mother, Devhuti) and Rishabhdev redeemed a hundred jivas (his sons).1 And today this sadhu says, “We will redeem virtuous jivas but are unable to redeem evil jivas.” At that time Bhagwan Swaminarayan said, “We will grant liberation to the sinful.” Munjo Suru, Manbha, Joban Pagi and Takho Pagi2 were all called mountains of sin. God can lead them to Satsang, but a sadhu2 is not able to do so.
1. Dattatrey liberated Kartavirya and King Yadu. Kapil Muni liberated his mother. Rishabhdevji liberated his 100 sons by preaching to them about the perishable nature of the world and inspiring them to renounce.
2. Munjo Suru – a notorious dacoit in the Saurashtra region of Gujarat.
Manbha – the ruler of Meghni village in Junagadh district. Daily he ate 500g of sparrows’ tongues!
Joban Pagi – a notorious dacoit of Vartal village in the Kheda district of Gujarat.
Takho Pagi – a notorious dacoit of Bamroli village in the Kheda district of Gujarat.
All four were transformed by their association with Bhagwan Swaminarayan and became virtuous devotees.
3. Here, sadhu should not be understood as Aksharbrahman, but should be understood as ordinary sadhus. Since God resides in the Aksharbrahman Satpurush in totality, he also has the same power to transform evil jivas into pious ones.
Dattātreye be jīvnu kalyāṇ karyu,1 Kapile ek jīvnu kalyāṇ karyu2 ne Ṛuṣhabhdeve so jīvnu kalyāṇ karyu.3 Ane āj Sādhu kahe, “Ame daivī jīvnu kalyāṇ karīe paṇ āsurīnu kalyāṇ amārāthī thāy nahi.” Tyāre Bhagwān kahe, “Āsurīnu kalyāṇ ame karashu.” Te Munjo Sūru4 ne Mānbhā5 ne Joban Pagī6 ne Takho Pagī,7 e to pāpnā parvat kahevāy; ene to Bhagwān satsang karāve paṇ e Sādhuthī vaḷe nahi.
1. 1. Kārtavīrya. 2. Yadurājā.
2. Potānā mātushrīnu.
3. Potānā so putrone sansārnī asārtā samajāvī tyāgāshram levaḍāvī kalyāṇ karyu.
4. Soraṭh panthaknā Lilākhā gāmno bhayankar lūnṭāro.
5. Roj chakalānī jībhnu shirāmaṇ karanār Mengaṇīnā rājā Mānsinha.
6. Charotarnā Vaḍtāl gāmno chor, lūnṭāro. Pagī - pageru kāḍhī chorne pakaḍnārī kom.
7. Bāmrolī gāmno lūnṭāro.
દસ હજાર સૂર્યનું તેજ સુદર્શન ચક્રમાં છે. તેનો દીવા જેટલો પ્રકાશ થાય એટલું ઘાટું માયાનું તમ છે, તેનો છાંટો જીવમાં નાખ્યો છે એ સુષુપ્તિ અવસ્થા છે, તેને ટાળવા સારુ મહારાજનો અવતાર છે.
The effulgence of ten thousand suns is present in the sudarshan chakra. But in comparison to the darkness of māyā, it is merely like a lighted wick. A droplet of it (darkness) has been put in the jiva – that is the state of deep sleep.1 To conquer it Maharaj has incarnated.
1. The meaning of this phrase is: during the period of creation, God created the sthul and sukshma bodies from the kāran body. He also gave them the association of the three states: wakeful, dream, and deep sleep (sushupti). The tamogun predominates in the sushupti state and is closely associated with the kāran body. Therefore, Swami likens this state (i.e. the kāran body) with the darkness of māyā.
Das hajār sūryanu tej Sudarshan Chakramā chhe. Teno dīvā jeṭalo prakāsh thāy eṭalu ghāṭu māyānu tam chhe, teno chhānṭo jīvmā nākhyo chhe e suṣhupti avasthā chhe, tene ṭāḷavā sāru Mahārājno avatār chhe.
જેનું કર્યું થાય છે તે તો જાણે કાંઈ જાણતા નથી ને વચમાંથી બીજા કેટલાક મનસૂબા કરે છે.
No one knows the one responsible for everything that happens. Yet, in the midst of all that happens, others have so many [doubtful] thoughts.1
1. Swami’s purport is to draw attention to the realization that God and the Sadhu know everything in Satsang. Specifically, they know everyone’s virtues and vices, good and bad actions, and good and bad intentions. Nothing is outside of their supervision. Not realizing this, aspirants in Satsang question why God and the Sadhu do not rebuke others who cause spoilage in Satsang or halt the growth of Satsang. Such are the thoughts of perceiving God and the Sadhu as human. However, one should realize that they know everything and allow certain things to happen; it is simply their divine action. There is no need to interfere with their divine actions.
Jenu karyu thāy chhe te to jāṇe kāī jāṇatā nathī ne vachamāthī bījā keṭlāk mansūbā kare chhe.
કોટિ કલ્પ થયા વિષય ભોગવ્યા છે તેનો પાશ લાગ્યો છે. તેને ટાળવાનું કારણ શિક્ષાપત્રીમાં નિજાત્માનં બ્રહ્મરૂપં એ એક જ શ્લોક લખ્યો છે.
The impressions of having enjoyed the material pleasures for tens of millions of years have been engraved on the mind. To overcome them, the Shikshapatri reveals one shlok: ‘Nijātmānam brahmarupam...’ i.e. believe one’s true self as ātmā, not the body.
Koṭi kalp thayā viṣhay bhogavyā chhe teno pāsh lāgyo chhe. Tene ṭāḷavānu kāraṇ Shikṣhāpatrīmā Nijātmānam brahmarūpam e ek ja shlok lakhyo chhe.