TEXT OPTIONS
AUDIO OPTIONS
Show audio player
Auto play audio
Auto advance audio
Auto scroll to audio
Auto advance to next page
॥ સ્વામીની વાતો ॥
પ્રકરણ: ૧
વાત: ૨૩૧ થી ૨૪૦
આ વાતું તો અનંત સંશયને છેદી નાખે એવી પુરુષોત્તમ ભગવાનની છે. દેહને પોતાનું રૂપ માને તો તેમાં બધાંય દુઃખ રહ્યાં છે ને દેહને ન માને તો તેમાં દુઃખ જ નહિ. ને શાસ્ત્રમાં બહુ પ્રકારના શબ્દ છે, તે સાંભળીને ભ્રમી જવાય છે ને માથું ફરી જાય છે ને બ્રહ્મરૂપ મટીને દેહરૂપ મનાઈ જાય છે. અને શાસ્ત્રમાં તો બધાય શબ્દ સરખા હોય નહિ, બે આમ હોય ને બે આમ હોય, પણ એકધારા હોય નહીં; ને જ્ઞાન થયું તે કેનું નામ જે, શાસ્ત્ર સાંભળીને તથા કોઈની વાતે કરીને અંગ ફરી જાય નહિ, તે પાકું જ્ઞાન કહેવાય.
These talks of Purushottam Bhagwan (Supreme God) clear infinite doubts. Believing the body to be one’s true form harbours all miseries. And not believing the body to be one’s true form has no miseries at all. The scriptures contain many words which cause confusion. And when can we say that real spiritual knowledge has been attained? When, even after listening to the scriptures or hearing somebody’s talks, one’s understanding of that which is correct does not change – that is called firm spiritual knowledge.
Ā vātu to anant sanshayne chhedī nākhe evī Puruṣhottam Bhagwānnī chhe. Dehne potānu rūp māne to temā badhāy dukh rahyā chhe ne dehne na māne to temā dukh ja nahi. Ne shāstramā bahu prakārnā shabda chhe, te sāmbhaḷīne bhramī javāy chhe ne māthu farī jāy chhe ne brahmarūp maṭīne dehrūp manāī jāy chhe. Ane shāstramā to badhāy shabda sarakhā hoy nahi, be ām hoy ne be ām hoy, paṇ ekdhārā hoy nahī; ne gnān thayu te kenu nām je, shāstra sāmbhaḷīne tathā koīnī vāte karīne ang farī jāy nahi, te pāku gnān kahevāy.
ભગવાનને નિર્દોષ સમજ્યાથી મોક્ષ થઈ રહ્યો છે. ને દોષ ટાળવાનો અભ્યાસ કરે તો ટળી જાય, નીકર દેહ રહે ત્યાં સુધી દુઃખ રહે, ને દોષ જણાય છે તે સર્વે તત્ત્વના દોષ છે.
By understanding God to be free from all blemishes, moksha is attained. And by studious effort, faults can be overcome, otherwise as long as one lives, misery will remain. And the faults that exist are all due to the elements.
Bhagwānne nirdoṣh samajyāthī mokṣha thaī rahyo chhe. Ne doṣh ṭāḷvāno abhyās kare to ṭaḷī jāy, nīkar deh rahe tyā sudhī dukh rahe, ne doṣh jaṇāy chhe te sarve tattvanā doṣh chhe.
વહેવાર છે તે દેહે કરીને કરવો ને મને કરીને જુદા પડવું ને મનમાં ભળવા આવે તો જ્ઞાને કરીને ત્યાગ કરવો.
Perform worldly duties physically, but remain mentally aloof. And if they try to merge with the mind, use spiritual wisdom to renounce them.
Vahevār chhe te dehe karīne karavo ne mane karīne judā paḍavu ne manmā bhaḷavā āve to gnāne karīne tyāg karavo.
કાં તો અષ્ટાંગ યોગ૧ ને કાં તો રોગ; તે વિના અંતરનો મેલ જાય નહિ. તે ઉપર એક ભક્તનું દૃષ્ટાંત દીધું જે, રોગ આવી ગયો તે પછી સારું થયું.
૧. યોગ એટલે ભગવાન સાથે જોડાવું. તેમાં આઠ અંગ - પગથિયાં એ અષ્ટાંગ. ૧. યમ: અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. ૨. નિયમ: શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાન. ૩. આસન: ૮૪ આસન પૈકી પાંચ મુખ્ય: પદ્માસન, સ્વસ્તિકાસન, ભદ્રાસન, વજ્રાસન અને વીરાસન. ૪. પ્રાણાયામ: અંદરના વાયુને નાક વડે બહાર કાઢવો ને બહારના વાયુને અંદર ખેંચવો - એ બંને ગતિને પ્રયત્નપૂર્વક ધીરે ધીરે ઓછી કરવી તેનું નામ પ્રાણાયામ. ચિત્તને રૂંધવા માટે આ અંગ મહત્ત્વનું છે. ૫. પ્રત્યાહાર: વિષયમાંથી ઇન્દ્રિયોને પાછી હઠાવી અંતઃકરણમાં સ્થિર કરવી. ૬. ધારણા: લક્ષ્યનો નિશ્ચય કરી એકાગ્રતાપૂર્વક પરમાત્માના સ્વરૂપમાં ચિત્તની વૃત્તિને રોકવી તે. ૭. ધ્યાન: વિનાપ્રયત્ને પરમાત્મામાં વૃત્તિઓની એકાકારતા. ૮. સમાધિ: ધ્યેયરૂપ પરમાત્મા સિવાય કંઈ ન રહેવા પામે, ધ્યાતા પુરુષ ત્રણ દેહ, ત્રણ અવસ્થા ને ત્રણ ગુણ, પંચભૂત, પંચવિષય, ઇન્દ્રિયો-અંતઃકરણ આદિનું ભાન ભૂલી પરમાત્માના પરમ-સુખનો અનુભવ કરે.
The internal dirt can only be cleansed by either ashtāng yog or by disease; but not by anything else. Swami gave an example of a devotee regarding this. He contracted a disease, then he got better.
Kā to aṣhṭāng yog1 ne kā to rog; te vinā antarno mel jāy nahi. Te upar ek bhaktanu draṣhṭānt dīdhu je, rog āvī gayo te pachhī sāru thayu.
1. Yog eṭale Bhagwān sāthe joḍāvu. Temān āṭh ang - pagathiyā e aṣhṭāng. 1. Yam: ahinsā, satya, asteya, brahmacharya ane aparigrah. 2. Niyam: shauch, santoṣh, tap, svādhyāy ane īshvarpraṇidhān. 3. Āsan: 84 āsan paikī pāncha mukhya: padmāsan, swastikāsan, bhadrāsan, vajrāsan ane vīrāsan. 4. Prāṇāyām: andarnā vāyune nāk vaḍe bahār kāḍhavo ne bahārnā vāyune andar khenchavo - e banne gatine prayatnapūrvak dhīre dhīre ochhī karavī tenu nām prāṇāyām. Chittane rūndhavā māṭe ā ang mahattvanu chhe. 5. Pratyāhār: viṣhaymāthī indriyone pāchhī haṭhāvī antahkaraṇmā sthir karavī. 6. Dhāraṇā: lakṣhyano nishchay karī ekāgratāpūrvak Parmātmānā swarūpmā chittanī vṛuttine rokavī te. 7. Dhyān: vināprayatne Parmātmāmā vṛuttionī ekākārtā. 8. Samādhi: dhyeyrūp Parmātmā sivāy kaī na rahevā pāme, dhyātā puruṣh traṇ deh, traṇ avasthā ne traṇ guṇ, panchabhūt, panchaviṣhay, indriyo-antahkaraṇ ādinu bhān bhūlī Parmātmānā param-sukhno anubhav kare.
એક હરિભક્તે પ્રશ્ન પૂછ્યો જે, “શૂળીએ ચડાવ્યો હોય તો પણ કેમ સમજે તો સંકલ્પ ન થાય જે, ભગવાન મુકાવે તો ઠીક, એવી શી સમજણ છે?” તેનો ઉત્તર કર્યો જે, “એ તો ભગવાનને સર્વકર્તા જાણે જે, ભગવાન વિના બીજા કોઈનું કર્યું થાતું નથી, એમ સમજે તેને સંકલ્પ ન થાય ને ધીરજ રહે. ને એમ ન સમજે તે તો થોડાકમાં અકળાઈ જાય ને ધીરજ રહે નહિ. આ લોકમાં તો મહારાજને પણ વગર વાંકે દુઃખ આવતાં. તે આ લોક જ એવો છે, તેનું રૂપ જાણી રાખવું.”
A devotee asked, “If one is about to be executed, what understanding stops one from entertaining a wish that it would be good if God comes to the rescue?” The reply, “He believes God as the all-doer and that except God nobody is able to do anything. Then, no wish will arise and forbearance will remain. And if one does not have this understanding even small things will cause one to become upset and impatient. On this earth, even Maharaj suffered misery without any reason. This world is like that. Its nature (that it brings misery) should be known.”
Ek haribhakte prashna pūchhyo je, “Shūḷīe chaḍāvyo hoy to paṇ kem samaje to sankalp na thāy je, Bhagwān mukāve to ṭhīk, evī shī samajaṇ chhe?” Teno uttar karyo je, “E to Bhagwānne sarva-kartā jāṇe je, Bhagwān vinā bījā koīnu karyu thātu nathī, em samaje tene sankalp na thāy ne dhīraj rahe. Ne em na samaje te to thoḍākmā akaḷāī jāy ne dhīraj rahe nahi. Ā lokmā to Mahārājne paṇ vagar vānke dukh āvatā. Te ā lok ja evo chhe, tenu rūp jāṇī rākhavu.”
આટલી વાત તો સો જન્મે પણ ન સમજાય, માટે આ વાત સૌ રાખજો. ને બે સારા સાધુ ને ત્રણ સારા હરિભક્તની સાથે જીવ બાંધવો, તો સત્સંગમાંથી ન પડાય. ને કદાપિ કામ, લોભ થોડા ઘણા રહી ગયા હશે તો ફિકર નથી. તે મહારાજે વચનામૃતમાં કહ્યું છે જે, “કદાપિ કામ, લોભનો સંકલ્પ નહિ હોય પણ ભગવાનના ભક્તમાં જીવ ન બંધાણો તો શું થયું? એવાને અભાવે અસુર થાશે.” માટે સમજવાની વાત તો સારા ભગવાનના ભક્તમાં જીવ બાંધવો એટલું જ કરવાનું છે. ને ઝાઝી વાતનું ડોળ કરીએ તેનું તો એ પ્રયોજન છે જે, આ પ્રથા ચલાવવી છે, ને નિયમ પળાવવા, તે સારુ કરવી પડે છે.
These talks cannot be grasped even in a hundred lives, therefore all should keep these talks in mind. And attach the jiva (i.e. have close association) with two good sadhus and three good devotees so that one does not fall from satsang. And if traces of lust and greed still remain, do not worry. Maharaj has said in the Vachanamrut, “Even if one has no desires of lust and greed, but if one’s jiva is not attached to the enlightened Sadhu of God, what is the use? In the absence of this attachment one will become demonic.”
Āṭalī vāt to so janme paṇ na samajāy, māṭe ā vāt sau rākhajo. Ne be sārā sādhu ne traṇ sārā haribhaktanī sāthe jīv bāndhavo, to satsangmāthī na paḍāy. Ne kadāpi kām, lobh thoḍā ghaṇā rahī gayā hashe to fikar nathī. Te Mahārāje Vachanāmṛutmā kahyu chhe je, “Kadāpi kām, lobhno sankalp nahi hoy paṇ Bhagwānnā bhaktamā jīv na bandhāṇo to shu thayu? Evāne abhāve asur thāshe.” Māṭe samajavānī vāt to sārā Bhagwānnā bhaktamā jīv bāndhavo eṭalu ja karavānu chhe. Ne jhājhī vātnu ḍoḷ karīe tenu to e prayojan chhe je, ā prathā chalāvavī chhe, ne niyam paḷāvavā, te sāru karavī paḍe chhe.
નિત્યે લાખ રૂપિયા લાવે ને સત્સંગનું ઘસાતું બોલતો હોય તો તે મને ન ગમે; ને સૂતો સૂતો ખાય પણ ભગવાનના ભક્તનું સારું બોલતો હોય તો તેની ચાકરી હું કરાવું, એવો મારો સ્વભાવ છે.
If a person brings 100,000 rupees daily, but talks ill of satsang, I do not like it. And, even if a person only sleeps and eats, yet talks positively about the devotees of God, then I will arrange for his service. That is my nature.
Nitye lākh rūpiyā lāve ne satsangnu ghasātu bolato hoy to te mane na game; ne sūto sūto khāy paṇ Bhagwānnā bhaktanu sāru bolato hoy to tenī chākarī hu karāvu, evo māro swabhāv chhe.
જો મોટાપુરુષ મળે તો તેનો સંગ કરવો, નીકર ઊતરતાનો સંગ તો કરવો જ નહિ.
If one can, associate with a great person, but never associate with an inferior person.
Jo Moṭāpuruṣh maḷe to teno sang karavo, nīkar ūtartāno sang to karavo ja nahi.
માયાનું બહુ બળ છે. તે માયા તો વૈરાગ્યને પણ ખાઈ જાય ને આત્મનિષ્ઠાને પણ ચાવી જાય; કેમ જે, પૃથ્વીનો જીવ તે પૃથ્વીમાં ચોંટે.
Māyā has the strength to devour even the virtue of detachment and the knowledge of the ātmā. Since, a worldly jiva attaches to the world.
Māyānu bahu baḷ chhe. Te māyā to vairāgyane paṇ khāī jāy ne ātmaniṣhṭhāne paṇ chāvī jāy; kem je, pṛuthvīno jīv te pṛuthvīmā chonṭe.
ભગવાન મળ્યા, સાધુ મળ્યા, તે કલ્યાણ તો થાશે પણ જ્ઞાન વિના અંતરમાં સુખ ન થાય.
We have attained God and his holy Sadhu, so moksha is assured, but without spiritual wisdom, inner peace is not attained.
Bhagwān maḷyā, Sādhu maḷyā, te kalyāṇ to thāshe paṇ gnān vinā antarmā sukh na thāy.