TEXT OPTIONS
AUDIO OPTIONS
Show audio player
Auto play audio
Auto advance audio
Auto scroll to audio
Auto advance to next page
॥ સ્વામીની વાતો ॥
પ્રકરણ: ૧
વાત: ૨૨૧ થી ૨૩૦
આજ ભગવાન અક્ષરધામ સહિત અહીં પધાર્યા છે, તેના સ્વરૂપનો પરભાવ સમજાતો નથી એ જ મોટું પાપ છે. માટે જાદવ જેવા ન થાવું૧ પણ ઉદ્ધવજી જેવા ભક્ત થાવું.૨ ને મોટા સાધુ હોય તેને બીજા જેવા કહેવા તથા બીજાથી ઊતરતા જેવા કહેવા, એથી એનો દ્રોહ થાય છે. ને આજ તો જેવી વાતું થાય છે ને સમજાય છે તેવી કોઈ દિવસ સમજાણી નથી.
૧. ભગવાન શ્રીકૃષ્ણના કુળમાં જન્મ લેનાર મનુષ્યો - યાદવો. તેઓ ભગવાન સાથે રહેવા છતાં તેમને ઓળખી શક્યા નહીં.
૨. ઉદ્ધવજી શ્રીકૃષ્ણના સખા હતા. મહિમાવાળા ભક્ત. દાસના દાસ રહેવામાં મોટપ સમજનારા. સંબંધવાળાનો મહિમા સમજનાર.
Today, God has come to this earth with his Akshardham (Aksharbrahman incarnate). That the power of his human form cannot be understood is a grave sin. Thus, do not be like the Yadavs who did not understand the glory of Shri Krishna, but become a devotee like Uddhavji.
To call the great Sadhu as being like others or inferior to others amounts to insulting him. And never before have there been such discourses and understanding as there is today.
Āj Bhagwān Akṣhardhām sahit ahī padhāryā chhe, tenā swarūpno parbhāv samajāto nathī e ja moṭu pāp chhe. Māṭe Jādav jevā na thāvu1 paṇ Uddhavjī jevā bhakta thāvu.2 Ne Moṭā Sādhu hoy tene bījā jevā kahevā tathā bījāthī ūtartā jevā kahevā, ethī eno droh thāy chhe. Ne āj to jevī vātu thāy chhe ne samajāy chhe tevī koī divas samajāṇī nathī.
1. Bhagwān Shrī Kṛuṣhṇanā kuḷmā janma lenār manuṣhyo - Yādavo. Teo Bhagwān sāthe rahevā chhatā temane oḷakhī shakyā nahī.
2. Uddhavjī Shrī Kṛuṣhṇanā sakhā hatā. Mahimāvāḷā bhakta. Dāsnā dās rahevāmā moṭap samajnārā. Sambandhavāḷāno mahimā samajnāra.
આવા ને આવા અક્ષરધામમાંથી આવ્યા છે, એવો પરભાવ અખંડ જણાય તો અહો! અહો! સરખું રહે; પણ જેવા સાધુ છે એવા ઓળખાતા નથી.
The Sadhu has come here from Akshardham. If such glory is understood continuously, one experiences great joy. But this Sadhu is not understood as he is.
Āvā ne āvā Akṣhardhāmmāthī āvyā chhe, evo parbhāv akhanḍ jaṇāy to “Aho! Aho!” sarakhu rahe; paṇ jevā Sādhu chhe evā oḷakhātā nathī.
જીવનો ને દેહનો વહેવાર નોખો સમજવો, ને એમ ન સમજે તો આ પ્રાપ્તિ ભારે થઈ છે તો પણ દુર્બળતા મનાય; ને ભગવાનની આજ્ઞાથી ગૃહસ્થાશ્રમ કરે તો પણ નિર્બંધ છે.
Understand the workings of the jiva and body to be separate. If this is not understood, then despite this great attainment, one feels weak. But if understood, and by God’s wish one marries, then still one remains unattached.
Jīvno ne dehno vahevār nokho samajvo, ne em na samaje to ā prāpti bhāre thaī chhe to paṇ durbaḷtā manāy; ne Bhagwānnī āgnāthī gṛuhasthāshram kare to paṇ nirbandh chhe.
કૃપાનંદ સ્વામી આદિક મોટા મોટા સાધુના જેટલું આપણામાં બળ નહિ, માટે મોટાની બરોબર સાધન કરવાનો વાદ મૂકીને અગિયાર નિયમ પાળવા એટલે તેમના જેવું બળિયું થવાશે. શાથી જે, આ સત્સંગમાં ઉપાસના, ધર્મ આદિક સર્વ છે, કાંઈ બાકી નથી.
We do not have spiritual strength like Krupanand Swami and other great sadhus. So, give up trying to copy the endeavours of the great and observe the eleven codes of conduct. By this one can become strong like them. Why? Because in this satsang there is upāsanā, dharma, and everything else. Nothing is left out.
Kṛupānand Swāmī ādik moṭā moṭā sādhunā jeṭalu āpaṇāmā baḷ nahi, māṭe moṭānī barobar sādhan karavāno vād mūkīne agiyār niyam pāḷavā eṭale temanā jevu baḷiyu thavāshe. Shāthī je, ā satsangmā upāsanā, dharma ādik sarva chhe, kāī bākī nathī.
ભગવાનની મૂર્તિ, ભગવાનનું ધામ, ભગવાનના પાર્ષદ ને જીવ એ ચાર અવિનાશી છે, બાકી બધું નાશવંત છે. તેમાં જીવ છે તે બદ્ધ છે. જેમ કોઈકને બેડીમાં નાખે છે તે નીકળાય નહિ, તેમ પુરુષને પ્રકૃતિરૂપ સ્ત્રી અને સ્ત્રીને પુરુષ એમ બેડી૧ છે; તે પરસ્પર બેડી છે તે કોઈ રીતે ત્રુટે તેવી નથી. તે તો જ્ઞાનથી ત્રુટે છે, નીકર દેહે કરીને ત્યાગ કરે પણ ત્રુટતી નથી. તે ઉપર પાવૈયાનું૨ તથા બળદનું દૃષ્ટાંત દીધું જે, એને દેહે કરીને ત્યાગ છે પણ વાસના ટળે નહિ.
૧. બાંધવાની સાંકળ.
૨. નપુંસકનું.
The murti of God, the abode of God, the pārshad of God and the jiva – these four are eternal and everything else is perishable. Of them, the jiva is bound. Just as someone who is shackled cannot get out, similarly, the jiva is shackled to Prakruti in the form of women, and women are shackled to men. Thus they are mutually bound, and this cannot be broken by any means. However, this is broken by spiritual knowledge, but it is not broken by merely physically renouncing. On this, the example of a eunuch and bullock was given, “They renounce physically but desires are not overcome.”
Bhagwānnī mūrti, Bhagwānnu dhām, Bhagwānnā pārṣhad ne jīv e chār avināshī chhe, bākī badhu nāshvant chhe. Temā jīv chhe te baddha chhe. Jem koīkne beḍīmā nākhe chhe te nīkaḷāy nahi, tem Puruṣhne Prakṛutirūp strī ane strīne puruṣh em beḍī1 chhe; te paraspar beḍī chhe te koī rīte truṭe tevī nathī. Te to gnānthī truṭe chhe, nīkar dehe karīne tyāg kare paṇ truṭatī nathī. Te upar pāvaiyānu2 tathā baḷadnu draṣhṭānt dīdhu je, ene dehe karīne tyāg chhe paṇ vāsanā ṭaḷe nahi.
1. Bāndhvānī sānkaḷ.
2. Napunsaknu.
કોટિ સાધન કરે પણ આમ વાતું કરવી અને સાંભળવી તેની બરોબર થાય નહિ ને બીજાથી તો આટલી પ્રવૃત્તિમાં વાતું થાય નહિ.
Tens of millions of spiritual endeavours may be performed, but they are not equal to delivering and listening to these spiritual talks. And others are not able to deliver such talks amid such activity.
Koṭi sādhan kare paṇ ām vātu karavī ane sāmbhaḷvī tenī barobar thāy nahi ne bījāthī to āṭalī pravṛuttimā vātu thāy nahi.
આ જીવને માયાથી નિર્લેપપણું બે પ્રકારથી છે, એક જ્ઞાને કરીને તથા બીજું ભગવાનની આજ્ઞાથી, બાકી તો નિયમે કરીને છે. પણ દેશકાળે તેનો ભંગ થાય તો ગ્લાનિ પામી જાય.
This jiva remains untouched by māyā in two ways – one is by spiritual wisdom and the second is by following the commands of God. Another way is through observing moral codes of conduct. If due to circumstances, they are transgressed, then one becomes dejected.
Ā jīvne māyāthī nirleppaṇu be prakārthī chhe, ek gnāne karīne tathā bīju Bhagwānnī āgnāthī, bākī to niyame karīne chhe. Paṇ desh-kāḷe teno bhang thāy to glāni pāmī jāy .
જ્ઞાને કરીને સ્થિતિ કરવી તે દેખવા કરતાં પણ અધિક છે, ને પર્વતભાઈ, કૃપાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી એમને સમાધિ નહોતી, પણ મૂર્તિને દેખતા ખરા; ને પર્વતભાઈ હમણાં આપણે સમજીએ છીએ તેમ સમજતા. માટે બ્રહ્મરૂપ માનીને ભગવાન માંહી રહ્યા છે એમ માનવું, એ જ્ઞાનની સ્થિતિ છે, તે અધિક છે, ને તેમાં વિઘ્ન નથી. ને તે વિના તો સચ્ચિદાનંદ સ્વામી સમાધીવાળાને પણ દુઃખ આવતાં. માટે પ્રેમી ન થાવું ને જ્ઞાની થાવું ને પોતાની સમજણને છુપાવી રાખવી, કૃપાનંદ સ્વામીની પેઠે.
Developing an elevated spiritual state through knowledge is greater than seeing God during meditation. Parvatbhai, Krupanand Swami and Muktanand Swami did not experience samadhi, but they could continuously see the murti of God. And Parvatbhai understood as we understand now.1 Therefore, to believe oneself as brahmarup and that God resides within, is the state of spiritual wisdom; that is superior to samadhi and it is free of obstacles.
1. That Shriji Maharaj is supreme God and Gunatitanand Swami is the incarnation of Aksharbrahman.
Gnāne karīne sthiti karavī te dekhvā karatā paṇ adhik chhe, ne Parvatbhāī, Kṛupānand Swāmī, Muktānand Swāmī emane samādhi nahotī, paṇ mūrtine dekhtā kharā; ne Parvatbhāī hamaṇā āpaṇe samajīe chhīe tem samajtā. Māṭe brahmarūp mānīne Bhagwān māhī rahyā chhe em mānavu, e gnānnī sthiti chhe, te adhik chhe, ne temā vighna nathī. Ne te vinā to Sachchidānand Swāmī samādhīvāḷāne paṇ dukh āvatā. Māṭe premī na thāvu ne gnānī thāvu ne potānī samajaṇne chhupāvī rākhavī, Kṛupānand Swāmīnī peṭhe.
પડછાયાને પહોંચાય નહિ, તેમ જ વિષયને તથા સાધનને પણ પહોંચાય નહિ ને તેનો પાર આવે તેમ નથી, માટે જ્ઞાન થાય ત્યારે સુખ થાય છે.
A shadow cannot be caught, similarly, material desires and endeavours also cannot be fulfilled. And it is not likely that one will reach their limit, therefore, happiness is experienced when spiritual wisdom is attained.
Paḍchhāyāne pahochāy nahi, tem ja viṣhayne tathā sādhanne paṇ pahochāy nahi ne teno pār āve tem nathī, māṭe gnān thāy tyāre sukh thāy chhe.
આપણે ભગવાનના છીએ પણ માયાના નથી એમ માનવું.
Believe that we belong to God and not to māyā.
Āpaṇe Bhagwānnā chhīe paṇ māyānā nathī em mānavu.