TEXT OPTIONS
AUDIO OPTIONS
Show audio player
Auto play audio
Auto advance audio
Auto scroll to audio
Auto advance to next page
॥ સ્વામીની વાતો ॥
પ્રકરણ: ૧
વાત: ૨૧૧ થી ૨૨૦
જેમ છે એમ કહીએ તો ઘેર કોઈ જઈ શકે નહિ ને ઘેર જાય તો ત્યાં રહેવાય નહિ. એમ કહીને બોલ્યા જે,
તાજી તીક્ષણ ધાર, અડતાંમાં અળગું કરે;
લેશ ન રહે સંસાર, વજ્ર લાગ્યાં કોઈ વીરનાં.
“If we tell you things as they are nobody would return home; and if they did return home, they would not be able to stay there.” With this, Swami said,
“Tāji tikshan dhār adtāmā algu kare;
Lesh na rahe sansār, vajra lāgyā koi virnā.”1
1. A freshly sharpened edge cuts an object the instant it touches; No trace of worldly desires remain if the sharp words of a truly powerful Sadhu (which are like a sharpened sword) are heard.
Jem chhe em kahīe to gher koī jaī shake nahi ne gher jāy to tyā rahevāy nahi. Em kahīne bolyā je,
Tājī tīkṣhaṇ dhār, aḍatāmā aḷagu kare;
Lesh na rahe sansār, vajra lāgyā koī vīrnā.
રાજાને પાણી ન પાયું૧ તો પણ સંકલ્પ કર્યો હતો તેથી ગામ આપ્યું. તે જીવ પોતાના સ્વભાવ મૂકતા નથી, તેમ ભગવાન પણ પોતાનો સ્વભાવ મોક્ષ કરવાનો, તે મૂકતા નથી.
૧. શિકારે નીકળેલો એક રાજા તરસ્યો થયો. પાણીની શોધ કરતાં દૂરથી તેણે એક ખેડૂતને ખેતરમાં હળ ચલાવતો જોયો. રાજાએ સંકલ્પ કર્યો, “જો ખેડૂત પાસે પાણી મળે તો તેને ગામ ભેટ આપવું.” રાજા ખેડૂત પાસે પહોંચ્યો. ખેડૂત પાસે પાણી તો હતું પરંતુ તેણે પાણી નહીં આપવા નિરધાર કરેલો, તેથી બધું પાણી ઢોળી નાખ્યું. તેમ છતાં, રાજાએ સંકલ્પ કરેલો એટલે સજ્જનતા દાખવીને તેને ગામ ભેટ આપ્યું.
[A farmer] did not give the king water to drink. However, [the king] had already pledged to give the farmer a village, so he gave the farmer a village.1 Just as the jiva does not forsake its swabhāvs, God also does not forsake his swabhāv of liberating jivas.
1. There is a folk tale regarding these words, as told by Yogiji Maharaj: One king became thirsty during his hunting trip. In search for water, he saw a farmer from far away plowing his field. The king pledged that if the farmer gives him water, he would give the farmer a village - make him the chief of the village. When the king reached the farmer, the farmer decidedly spilled the water rather than give it to the king. The king turned back.
The next day, the king called the farmer to his court and told everyone how the farmer did not give him water. Then, he said, “I am a great king. Even though he did not give me water, I still want to fulfill my pledge.” Thus, he gave the farmer one village.
The message: Maharaj takes us to Akshardham because of his immense grace.
Rājāne pāṇī na pāyu1 to paṇ sankalp karyo hato tethī gām āpyu. Te jīv potānā swabhāv mūktā nathī, tem Bhagwān paṇ potāno swabhāv mokṣha karavāno, te mūktā nathī.
1. Shikāre nīkaḷelo ek rājā tarasyo thayo. Pāṇīnī shodh karatā dūrthī teṇe ek kheḍūtne khetarmā haḷ chalāvato joyo. Rājāe sankalp karyo, “Jo kheḍūt pāse pāṇī maḷe to tene gām bheṭ āpavu.” Rājā kheḍūt pāse pahonchyo. Kheḍūt pāse pāṇī to hatu parantu teṇe pāṇī nahī āpavā nirdhār karelo, tethī badhu pāṇī ḍhoḷī nākhyu. Tem chhatā, rājāe sankalp karelo eṭale sajjantā dākhavīne tene gām bheṭ āpyu.
માની હોય તેને માન આપીને જીતવો, ગરવી૧ હોય તેની આગળ દીન થઈને જીતવો, લોભી હોય તેને પદાર્થ આપીને જીતવો ને ગરીબને દબાવીને જીતવો; એમ કેટલીક જ્ઞાનકળા શીખવી.
૧. ઘમંડી, ગર્વવાળો, લોકમાં મોટો ગણાતો.
A egotist can be won by praising him. An arrogant person can be won by becoming humble to him. A greedy person can be won by giving him objects. And the meek can be won by subduing them. One should learn these types of wise skills.1
1. The ultimate aim in learning how to win people is to ensure their liberation. Many people in satsang may still possess certain natures which can be the cause of leaving satsang. However, when one recognizes these natures and behaves accordingly, one may prevent them from leaving satsang while securing their liberation.
Mānī hoy tene mān āpīne jītavo, garavī1 hoy tenī āgaḷ dīn thaīne jītavo, lobhī hoy tene padārth āpīne jītavo ne garībne dabāvīne jītavo; em keṭalīk gnānkaḷā shīkhavī.
1. Ghamanḍī, garvavāḷo, lokmā moṭo gaṇāto.
દિવ્યભાવ ને મનુષ્યભાવ એ બેને એક સમજે તે માયાને તરી રહ્યો છે, ને એ જ માયા છે તે જાણવી, ને એમ ન જાણે તો પ્રથમ પ્રતાપ દેખાડે ત્યારે આનંદ થાય, ને રુએ ત્યારે મૂંઝવણ થાય. ને દિવ્યભાવ-મનુષ્યભાવ એક સમજે તેને કયું સાધન કરવાનું બાકી છે? કાંઈ પણ નથી.
One who understands divine traits and the display of human traits (in God and the God-realized Sadhu) to be equal has overcome māyā. Seeing human traits should be known as māyā. If this is not known, then, when at first extraordinary powers are displayed (by God or his holy Sadhu), there is joy. But when they show human traits (e.g. crying, etc.), there is dismay. And for one who believes divine traits and the display of human traits to be one, what spiritual endeavours remain for him to do? None.
Divyabhāv ne manuṣhyabhāv e bene ek samaje te māyāne tarī rahyo chhe, ne e ja māyā chhe te jāṇavī, ne em na jāṇe to pratham pratāp dekhāḍe tyāre ānand thāy, ne rue tyāre mūnjhvaṇ thāy. Ne divyabhāv-manuṣhyabhāv ek samaje tene kayu sādhan karavānu bākī chhe? Kāī paṇ nathī.
વણથળીમાં વાત કરી જે, “આ વણથળી ગામ કોઈકને આપે તો તે ગાંડો થઈ જાય, ને વળી વડોદરું આપે તો વાત જ શી કહેવી? ને આપણને તો કરોડ કરોડ વડોદરાં મળ્યાં છે, તે એમ પણ કહેવાય નહિ, ને હવે તો દેહ રહે ત્યાં સુધી બાજરો ખાવો અને પ્રભુ ભજવા. ને રોટલા તો ભગવાનને દેવા છે, ને સાધુને દેવા છે, તે આપશે; ને દેહ પડશે કે ભગવાન પાસે જઈને બેસવું છે. તે જેમ અંગરખું ઉતારી મૂકે તેમ દેહ પડ્યું રહેશે,” એમ વાત કરી.
In Vanthali Swami said, “If this Vanthali village is given as a gift to someone he would go mad. So what would be his condition if he is given Vadodara? We have attained tens of millions of Vadodaras1 – even that is an understatement. So now, as long as we live, eat simple food and worship God. And both God and the Sadhu wants to give us food, so they will give. When we die, we want to sit next to God. Our ātmā will go up while our body, like a discarded shirt, will lie here.”
1. Meaning, what we have attained is worth more than possessing millions of Vadodara cities.
Vaṇthaḷīmā vāt karī je, “Ā Vaṇthaḷī gām koīkne āpe to te gānḍo thaī jāy, ne vaḷī Vaḍodaru āpe to vāt ja shī kahevī? Ne āpaṇne to karoḍ karoḍ Vaḍodarā maḷyā chhe, te em paṇ kahevāy nahi, ne have to deh rahe tyā sudhī bājaro khāvo ane Prabhu bhajavā. Ne roṭalā to Bhagwānne devā chhe, ne Sādhune devā chhe, te āpashe; ne deh paḍashe ke Bhagwān pāse jaīne besavu chhe. Te jem angarkhu utārī mūke tem deh paḍyu raheshe,” em vāt karī.
જેમ ગૃહસ્થ પોતાની મા, બેન, દીકરીને ઉઘાડાં દેખે તો અવળું જોઈ જાય પણ સામું ન જુએ; તેમ ભગવાન પણ પોતાના આશ્રિતના દોષ સામું જોતા નથી.
Just as a householder turns his face on seeing his mother, sister or daughter undressed, similarly, God does not look at the faults of his devotees.
Jem gṛuhasth potānī mā, ben, dīkarīne ughāḍā dekhe to avaḷu joī jāy paṇ sāmu na jue; tem Bhagwān paṇ potānā āshritnā doṣh sāmu jotā nathī.
આ પૃથ્વીના સર્વ જીવ-પ્રાણીમાત્ર રાજા, પ્રજા આદિક છે પણ જો ઇન્દ્ર વરસાદ ન વરસાવે તો સર્વ મરી જાય. ને તે ઇન્દ્ર છે તે બ્રહ્મા, વિષ્ણુ ને શિવ આગળ ગણતીમાં નથી, ને એ સર્વે વૈરાટની આગળ ગણતીમાં નથી. ને તે વૈરાટ પ્રધાનપુરુષની આગળ ગણતીમાં નથી. ને એ સર્વે અક્ષરની આગળ ગણતીમાં નથી, અને તે અક્ષરથી પર એવા જે પુરુષોત્તમ તે આજ આપણને સાક્ષાત્ મળ્યા છે. માટે તેનું બળ રાખવું.
On this earth the jivas are kings, citizens, etc. but if Indra does not send the rains, they will all die. And that Indra is insignificant before Brahmā, Vishnu and Shiv. And they are insignificant before Vairat. That Vairat is insignificant before Pradhan-Purush. And all these pale into insignificance before Akshar. And above that Akshar is Purushottam, whom we have attained in person today. Therefore, be strong due to one’s close association with him.
Ā pṛuthvīnā sarva jīv-prāṇīmātra rājā, prajā ādik chhe paṇ jo Indra varasād na varasāve to sarva marī jāy. Ne te Indra chhe te Brahmā, Viṣhṇu ne Shiv āgaḷ gaṇatīmā nathī, ne e sarve Vairāṭnī āgaḷ gaṇatīmā nathī. Ne te Vairāṭ Pradhān-Puruṣhnī āgaḷ gaṇatīmā nathī. Ne e sarve Akṣharnī āgaḷ gaṇatīmā nathī, ane te Akṣharthī par evā je Puruṣhottam te āj āpaṇne sākṣhāt maḷyā chhe. Māṭe tenu baḷ rākhavu.
મોટા સાધુના સમાગમથી વિષયની વાસના ટળી ગઈ છે તો પણ ન ટળ્યા જેવું જણાય છે તેનું કારણ એ છે જે, જેમ તરવારમાં મરિયાં૧ લાગ્યાં હોય તે સરાણે૨ ચડાવ્યાથી મટી જાય, પણ બહુ કાટ લાગીને માંહી ઊતરી ગયાં હોય તો તે મટે નહિ ને તે તો તરવાર ગાળીને ફરીથી ઘડે ત્યારે મટે. તેમ આ દેહ મૂકીને બ્રહ્મરૂપ થાશે એટલે સર્વે વાસના ટળી જાશે.
૧. તરવાર લોખંડની હોઈ વધુ સમય વપરાયા વગર જો તે પડી રહે તો ઝીણા ઝીણા કાટના ડાઘ તેને લાગી જાય. આ ડાઘને મરિયાં કહે છે.
૨. ધાર કાઢવાનું યંત્ર.
By our close association with a great Sadhu our desires for worldly pleasures have been overcome, yet we feel that they have not been. Giving the reason for this Swami said, “Spots of rust on a sword are removed by sharpening it using a whetstone, but if the rust has gone too deep, then it cannot be removed; only if the sword is melted and remoulded can it be removed. Similarly, all desires will be removed only when, even after one leaves this body, one becomes brahmarup.”
Moṭā Sādhunā samāgamthī viṣhaynī vāsanā ṭaḷī gaī chhe to paṇ na ṭaḷyā jevu jaṇāy chhe tenu kāraṇ e chhe je, jem taravārmā mariyā1 lāgyā hoy te sarāṇe2 chaḍāvyāthī maṭī jāy, paṇ bahu kāṭ lāgīne māhī ūtarī gayā hoy to te maṭe nahi ne te to taravār gāḷīne farīthī ghaḍe tyāre maṭe. Tem ā deh mūkīne brahmarūp thāshe eṭale sarve vāsanā ṭaḷī jāshe.
1. Tarvār lokhanḍnī hoī vadhu samay vaparāyā vagar jo te paḍī rahe to zīṇā zīṇā kāṭnā ḍāgh tene lāgī jāy. Ā ḍāghne mariyā kahe chhe.
2. Dhār kāḍhavānu yantra.
આ સાધુ તો ભગવાનના હજૂરના રહેનારા છે ને પળમાત્ર છેટે રહે એવા નથી; ને છેટે રહે છે તે કોઈ જીવના કલ્યાણને અર્થે છે. અને આ સમે એક વાત થાય છે તેવી વાત બીજા જન્માંતરમાં પણ કરી શકે નહિ ને તે કરતાં પણ આવડે નહિ ને જન્મારો અભ્યાસ કરે તો પણ એવી વાત શિખાય નહિ.
This Sadhu always stays in the service of God and is not away from him even for a moment. He stays apart from God only for the moksha of jivas.
The talks taking place in Satsang at this time are not possible even in another birth; and one would not know how to deliver them. And even if one studies for one’s entire life, one cannot learn them.
Ā Sādhu to Bhagwānnā hajūrnā rahenārā chhe ne paḷmātra chheṭe rahe evā nathī; ne chheṭe rahe chhe te koī jīvnā kalyāṇne arthe chhe. Ane ā same ek vāt thāy chhe tevī vāt bījā janmāntarmā paṇ karī shake nahi ne te karatā paṇ āvaḍe nahi ne janmāro abhyās kare to paṇ evī vāt shikhāy nahi.
ભગવાનનું ને આ સાધુનું જ્ઞાન જેને થયું છે તેને કાંઈ કરવું રહ્યું નથી. તે તો આંહીં છે તો પણ અક્ષરધામમાં જ બેઠો છે. માટે પાંચ માળા વધુ-ઓછી ફરશે તેની ચિંતા નથી, તે તો સામર્થ્ય પ્રમાણે વર્તવું; પણ ભગવાન ને આ સાધુ એ બેને જીવમાં રાખવા ને આપણે સાધનને બળે મોટાઈ નથી, આપણે તો ઉપાસનાના બળથી મોટાઈ છે.
One who has gained the knowledge of God and this Sadhu has nothing left to do. Even though he is here, he is sitting in Akshardham. Therefore, one should not worry whether they turned five more or five less mālās. One should behave according to their ability. But one should keep God and this Sadhu in their jiva. Our greatness is not based on the spiritual endeavors; our greatness is based on the understanding of upāsanā.
Bhagwānnu ne ā Sādhunu gnān jene thayu chhe tene kāī karavu rahyu nathī. Te to āhī chhe to paṇ Akṣhardhāmmā ja beṭho chhe. Māṭe pānch māḷā vadhu-ochhī farashe tenī chintā nathī, te to sāmarthya pramāṇe vartavu; paṇ Bhagwān ne ā Sādhu e bene jīvmā rākhavā ne āpaṇe sādhanne baḷe moṭāī nathī, āpaṇe to upāsanānā baḷthī moṭāī chhe.