share

॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૧

વાત: ૨૧ થી ૩૦

આ તો ભગવાને સૌનું સામર્થ્ય ઢાંકી રાખ્યું છે, નીકર તો શાપ દઈને બાળી મૂકે, નીકર ગાંડા થઈને ક્યાંયના ક્યાંય ચાલ્યા જાય, નીકર હાથે દેહ મૂકીને જાતા રહે, પણ આ તો કોઈનું ચાલવા દેતા નથી.

(૧/૨૧)

God has suppressed everyone’s powers; otherwise, one would curse someone and burn them, or become mad and go elsewhere, or end their life on their own. But God does not let that happen.

(1/21)

Ā to Bhagwāne saunu sāmarthya ḍhānkī rākhyu chhe, nīkar to shāp daīne bāḷī mūke, nīkar gānḍā thaīne kyāynā kyāy chālyā jāy, nīkar hāthe deh mūkīne jātā rahe, paṇ ā to koīnu chālavā detā nathī.

(1/21)

ભગવાન તો પોતાના ભક્તની રક્ષા કરવામાં જ બેઠા છે. કેની પેઠે? તો જેમ પાંપણ આંખની રક્ષા કરે છે ને હાથ કંઠની રક્ષા કરે છે ને માવતર છોકરાંની રક્ષા કરે છે ને રાજા પ્રજાની રક્ષામાં છે, તેમ જ ભગવાન આપણી રક્ષામાં છે.

ભગવાનનો આશરો (24.1) / (૧/૨૨)

God is ever ready to protect his devotees. How? Just as eyelids protect the eyes, hands protect the neck, a mother protects her child and a king protects his subjects, God protects us.

Refuge in God (24.1) / (1/22)

Bhagwān to potānā bhaktanī rakṣhā karavāmā ja beṭhā chhe. Kenī peṭhe? To jem pāpaṇ ānkhanī rakṣhā kare chhe ne hāth kanṭhanī rakṣhā kare chhe ne māvatar chhokarānī rakṣhā kare chhe ne rājā prajānī rakṣhāmā chhe, tem ja Bhagwān āpaṇī rakṣhāmā chhe.

Refuge in God (24.1) / (1/22)

“ભગવાન કેટલાકને સમૃદ્ધિ આપે છે ને કેટલાકને નથી આપતા, તેનું કેમ સમજવું? એ પ્રશ્ન છે.” તેનો ઉત્તર જે, “ઝાઝું ધન મળે તો વધારે ફેલ કરે, માટે થોડું મળે તે ઠીક છે.”

સમૃદ્ધિ-ધન (3.1) / (૧/૨૩)

૧. બિનજરૂરી ઉપભોગ.

God gives wealth to some and not to others. How should this be understood? That is the question. The answer, “With excessive wealth, one indulges more in worldly enjoyment (and needless expenditure). Thus, it is proper that one gets less.”

Wealth (3.1) / (1/23)

“Bhagwān keṭalākne samṛuddhi āpe chhe ne keṭalākne nathī āpatā, tenu kem samajavu? E prashna chhe.” Teno uttar je, “Zāzu dhan maḷe to vadhāre fel1 kare, māṭe thoḍu maḷe te ṭhīk chhe.”

Wealth (3.1) / (1/23)

1. Bin-jarūrī upbhog.

પાંચ-દસ વાર ‘સ્વામિનારાયણ, સ્વામિનારાયણ’ નામ જાણ્યે-અજાણ્યે લેશે તેનું પણ આપણે કલ્યાણ કરવું પડશે ને આખા બ્રહ્માંડને સત્સંગ કરાવવો છે.

સ્વામિનારાયણ મહામંત્રનો મહિમા (49.1) / (૧/૨૪)

We will also have to redeem one who, knowingly or unknowingly, says ‘Swaminarayan, Swaminarayan’ five to ten times. And we want to extend satsang throughout the universe.

Glory of the Swaminarayan Mahamantra (49.1) / (1/24)

Pāch-das vār ‘Swāminārāyaṇ, Swāminārāyaṇ’ nām jāṇye ajāṇye leshe tenu paṇ āpaṇe kalyāṇ karavu paḍashe ne ākhā brahmānḍne satsang karāvavo chhe.

Glory of the Swaminarayan Mahamantra (49.1) / (1/24)

જેટલું કાંઈ માયામય સુખ છે તે સર્વે દુઃખ વિનાનું હોય નહિ, એ વાત પણ એક જાણી રાખવી.

વ્યવહાર અને પ્રવૃત્તિ (12.2) / (૧/૨૫)

Whatever happiness exists in māyā is not without misery. This, too, should be kept in mind.

Social Dealings and Activities (12.2) / (1/25)

Jeṭalu kāī māyāmay sukh chhe te sarve dukh vinānu hoy nahi, e vāt paṇ ek jāṇī rākhavī.

Social Dealings and Activities (12.2) / (1/25)

વિષયનું જે સુખ છે તે કરતાં આત્માનું સુખ બહુ અધિક છે ને તે કરતાં ભગવાનનું સુખ એ તો ચિંતામણિ છે.

ભગવાનની મહત્તા (38.1) / (૧/૨૬)

૧. જે માગીએ તે પ્રાપ્ત કરાવે એવું એક દિવ્ય રત્ન.

Much greater than the enjoyment of material pleasures is the bliss of the ātmā and even better is the bliss of God, which is like the chintāmani.

Grandeur of God (38.1) / (1/26)

Viṣhaynu je sukh chhe te karatā ātmānu sukh bahu adhik chhe ne te karatā Bhagwānnu sukh e to chintāmaṇi1 chhe.

Grandeur of God (38.1) / (1/26)

1. Je māgīe te prāpt karāve evu ek divya ratna.

એક જણે લાખ રૂપિયાની બુદ્ધિ લીધી, તેમ જ મોક્ષની બુદ્ધિ પણ અનેક પ્રકારની મોટા થકી શિખાય છે.

સાધુનો મહિમા (30.6) / (૧/૨૭)

૧. રાજકુંવર અને પ્રધાનપુત્ર એક જંગલમાં રાત રોકાયા. સવારે પ્રધાનપુત્ર બાજુના નગરમાં ખાવાનું લેવા ગયો. દ્વાર ઊઘડતાં સુધી બેસી રહ્યો. નસીબજોગે ત્યાંનો રાજા નિર્વંશ મરી ગયો હતો તેથી રાજગાદી માટે પ્રજાએ નક્કી કરેલું કે, “સવારના દરવાજા ઊઘડતાં નગરમાં પહેલો દાખલ થાય તેને રાજા બનાવવો.” આમ, પ્રધાનપુત્રને રાજગાદી મળી.
આ બાજુ રાજકુંવર મિત્રની રાહ જોઈ થાક્યો. તે શોધતો એ જ નગરમાં આવી ચડ્યો. બજારમાં એક દુકાન પર લખેલું કે, ‘અહીં બુદ્ધિ વેચાય છે.’ તે અંદર ગયો. શેઠને કિંમત પૂછી. શેઠ કહે, “એકથી લાખ રૂપિયા સુધીની બુદ્ધિ અહીં મળે છે.” તરત રાજકુંવર એક લાખની વીંટી કાઢી આપી ને બુદ્ધિ માગી. શેઠે લખી આપ્યું, “આપણાથી નાનો હોય અને તેને અધિકાર મળ્યો હોય તો તેને નમી દેવું.” રાજકુમારે આ વાક્ય ગોખી નાખ્યું. તે આગળ ચાલ્યો. એવામાં પ્રધાનપુત્રની રાજસવારી નીકળી. તે ઊંચા હાથી પર બેઠો હતો. રાજકુમારે તેને જોયો. પહેલાં તો સહેજ ક્રોધ ચઢ્યો, પણ પેલું વાક્ય યાદ આવ્યું ને તે તરત નમી પડ્યો. પ્રધાનપુત્રને તેને સલામ ભરતો જોયો. પછી રાજદરબારમાં આવી તેણે પ્રજામત લઈ પોતાના હુકમથી રાજકુંવરને ગાદીએ બેસાડ્યો. પોતે પ્રધાન બનીને રહ્યો.

A person bought wisdom for 100,000 rupees.1 Similarly, wisdom of the many ways for moksha can be learnt from the God-realized Sadhu.

Glory of the Sadhu (30.6) / (1/27)

1. A prince and a minister’s son, who were friends, left for another village. On the way they spent the night in a jungle. Both were hungry in the morning. The prince told his friend to get some food from the nearby town. The minister’s son went to the town but the gates of the town were closed. It so happened that the town’s king had died, childless. The subjects had decided that whoever entered first on opening the gates of the town should be made the king. When the gates opened, the minister’s son entered first and thus he was proclaimed king.
Meanwhile, the prince who was tired of the long wait, set out in search of his friend. He came to the town where he read a board in a shop front, ‘For Sale – Intellect.’ Out of curiosity, he entered the shop and asked the price of intellect. The shop owner replied, “It ranges from one rupee to one hundred thousand rupees.” The prince then gave a jewelled ring valued at one hundred thousand rupees and asked for wisdom (intellect). “One should bow even to one’s junior in case he is raised to a position of power.” The shop owner wrote this on a piece of paper and handed it over to the prince. The prince learnt the wise statement by heart and continued his search.
A king’s procession was passing by so he stood aside. When the procession came near, the prince saw that the king sitting on the elephant was none other than his friend, the minister’s son. At first he felt angry with him, but on remembering the words on the note, he bowed down and saluted the new king.
The minister’s son noted that his friend was paying obeisance to him. On returning to the royal palace he summoned the court and declared to the assembly, “Now that I am the king, I can act according to my wishes.” So, he called for his friend, the prince, and handed over the royal throne to him. The prince was thus counselled at the cost of one hundred thousand rupees and acquired the royal throne. Similarly, from the holy Sadhu we gain the wisdom by which moksha can be attained. For this, we should keep close contact of a God-realized Sadhu. Then only can we succeed in attaining the divine abode, just as the prince succeeded in getting the kingdom.

Ek jaṇe lākh rūpiyānī buddhi līdhī,1 tem ja mokṣhanī buddhi paṇ anek prakārnī moṭā thakī shikhāy chhe.

Glory of the Sadhu (30.6) / (1/27)

1. Rājkuvar ane pradhānputra ek jangalmā rāt rokāyā. Savāre pradhānputra bājunā nagarmā khāvānu levā gayo. Dvār ūghaḍtā sudhī besī rahyo. Nasībjoge tyāno rājā nirvansha marī gayo hato tethī rājgādī māṭe prajāe nakkī karelu ke, “Savārnā darvājā ūghaḍtā nagarmā pahelo dākhal thāy tene rājā banāvavo.” Ām, pradhānputrane rājgādī maḷī.
Ā bāju rājkuvar mitranī rāh joī thākyo. Te shodhato e ja nagarmā āvī chaḍyo. Bajārmā ek dukān par lakhelu ke ‘Ahī buddhi vechāy chhe.’ Te andar gayo. Sheṭhane kimmat pūchhī. Sheṭh kahe, “Ekthī lākh rūpiyā sudhīnī buddhi ahī maḷe chhe.” Tarat rājkuvar ek lākhnī vīṭī kāḍhī āpī ne buddhi māgī. Sheṭhe lakhī āpyu, “Āpṇāthī nāno hoy ane tene adhikār maḷyo hoy to tene namī devu.” Rājkumāre ā vākya gokhī nākhyu. Te āgaḷ chālyo. Evāmā pradhānputranī rājsavārī nīkaḷī. Te ūnchā hāthī par beṭho hato. Rājkumāre tene joyo. Pahelā to sahej krodh chaḍhyo, paṇ pelu vākya yād āvyu ne te tarat namī paḍyo. Pradhānputrane tene salām bharato joyo. Pachhī rāj darbārmā āvī teṇe prajāmat laī potānā hukamthī rājkuvarne gādīe besāḍyo. Pote pradhān banīne rahyo.

હીરો છે તે કોઈ રીતે ફૂટે નહિ પણ તે માંકડના લોહીથી ફૂટે. તેમ વાસના કોઈ રીતે ટળે નહિ પણ મોટા કહે તેમ કરે, તેનો ગુણ આવે ને એની ક્રિયા ગમે તો તેથી ટળે; નીકર સાધન તો સૌભરિ આદિકનાં કેવાં? તો પણ વાસના ટળી નહિ.

સ્વભાવ-વાસના-દૂરગુણો-પાપ (5.3) / (૧/૨૮)

૧. સૌભરિ નામના ઋષિએ ભગવાનને પ્રાપ્ત કરવા માટે જળમાં ઊભા રહીને સાઠ હજાર વર્ષ તપ કરેલું, પણ એક વાર માછલા-માછલીનું મૈથુન જોયું કે તેને પરણવાનો વિચાર થયો અને ત્રીસ હજાર વર્ષના તપના બદલામાં યૌવન ખરીદ્યું. તેના રૂપને જોઈ માંધાતા રાજાની પચાસે પચાસ કુંવરીઓ વરી. બીજાં ત્રીસ હજાર વર્ષનું તપ મૂકી વૈભવ ને સમૃદ્ધિ વસાવ્યાં. છેવટે વિષયસુખ નાશવંત ને દુઃખનું કારણ છે એવું જ્ઞાન થતાં વનમાં ગયા ને સ્ત્રીઓ સહિત તપ કરી મોક્ષને પામ્યા. (ભાગવત: ૯/૬/૩૮)

It is said that a diamond cannot be cut in any way, except by using the blood of a bed bug. Similarly, desires cannot be destroyed in any way except by doing what the great (Sadhu) instructs, imbibing his virtues and admiring his actions. Otherwise, how great were the endeavours of Saubhari1 and others? Yet, their desires were not overcome.

Base Instincts-Worldly Desires-Drawbacks-Sin (5.3) / (1/28)

1. Saubhari rishi performed austerities for 60,000 years by standing in water. One day he saw two fish mating and his latent desire was awakened. He exchanged the fruits of 30,000 years of his austerities for a young, handsome form and then married the 50 daughters of King Mandhata. The other 30,000 years he exchanged for material wealth. Finally, though, he realized that material pleasures were perishable and a cause of misery. Thus, he again began performing austerities and attained moksha, with his wives.

Hīro chhe te koī rīte fūṭe nahi paṇ te mākaḍnā lohīthī fūṭe. Tem vāsanā koī rīte ṭaḷe nahi paṇ moṭā kahe tem kare, teno guṇ āve ne enī kriyā game to tethī ṭaḷe; nīkar sādhan to Saubhari ādiknā kevā?1 To paṇ vāsanā ṭaḷī nahi.

Base Instincts-Worldly Desires-Drawbacks-Sin (5.3) / (1/28)

1. Saubhari nāmnā ṛuṣhie Bhagwānne prāpta karavā māṭe jaḷmā ūbhā rahīne sāṭh hajār varṣh tap karelu, paṇ ek vār māchhalā-māchhalīnu maithun joyu ke tene paraṇvāno vichār thayo ane trīs hajār varṣhanā tapnā badalāmā yauvan kharīdyu. Tenā rūpne joī Māndhātā Rājānī pachāse pachās kuvarīo varī. Bījā trīs hajār varṣhanu tap mūkī vaibhav ne samṛuddhi vasāvyā. Chhevaṭe viṣhaysukh nāshvant ne dukhnu kāraṇ chhe evu gnān thatā vanmā gayā ne strīo sahit tap karī mokṣhane pāmyā. (Bhāgwat: 9/6/38)

સત્સંગ થાય પણ સંગ વિના સત્સંગનું સુખ ન આવે, કેની પેઠે? તો જેમ ખાધાનુ મળે પણ ખાધા વિના સુખ ન આવે, જેમ લૂગડાં-ઘરેણાં મળે તો પણ પે’ર્યા વિના તેનું સુખ ન આવે, તેમ સંગ વિના સત્સંગનુ સુખ આવે નહિ.

સત્સંગ (18.2) / (૧/૨૯)

One can attain Satsang, but without close association, there is no happiness. How? It is like a person having food, but without actually eating there is no happiness. Also, one may have clothes but without wearing them there is no happiness. Similarly, without the association of the great Sadhu, one does not get the bliss of Satsang.

Satsang (18.2) / (1/29)

Satsang thāy paṇ sang vinā satsangnu sukh na āve, kenī peṭhe? To jem khādhānu maḷe paṇ khādhā vinā sukh na āve, jem lūgḍā-ghareṇā maḷe to paṇ pe’ryā vinā tenu sukh na āve, tem sang vinā satsangnu sukh āve nahi.

Satsang (18.2) / (1/29)

આવા સાધુને મનમાં સંભારીએ તો મનનાં પાપ બળી જાય ને વાતું સાંભળીએ તો કાનનાં પાપ બળી જાય ને દર્શન કરીએ તો આંખનાં પાપ બળી જાય, એમ મહિમા જાણવો.

સાધુનો મહિમા (30.7) / (૧/૩૦)

Remembering this Sadhu in the mind destroys the sins of the mind; listening to his talks destroys the sins of the ears; and engaging in his darshan destroys the sins of the eyes. Understand his glory in this way.

Glory of the Sadhu (30.7) / (1/30)

Āvā Sādhune manmā sambhārīe to mannā pāp baḷī jāy ne vātu sāmbhaḷīe to kānnā pāp baḷī jāy ne darshan karīe to ānkhnā pāp baḷī jāy, em mahimā jāṇavo.

Glory of the Sadhu (30.7) / (1/30)

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading