share

॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૧

વાત: ૨૦૧ થી ૨૧૦

સર્વકર્તા તો ભગવાન છે. હમણાં આપણે ઊંઘમાં જાવું હોય તો જવાય નહિ ને ઊંઘમાં ગયા હોઈએ ને પછી ચોર આવીને લૂંટી જાય પણ આપણાથી જગાય નહિ. માટે સર્વકર્તા તો ભગવાન છે.

ભગવાન કર્તા-હર્તા (41.3) / (૧/૨૦૧)

God is the all-doer. If we want to sleep now we cannot, and once asleep even if a thief comes and robs us, we are unable to wake up. Thus, God is the all-doer.

God is the All-doer (41.3) / (1/201)

Sarva-kartā to Bhagwān chhe. Hamaṇā āpaṇe ūnghmā jāvu hoy to javāy nahi ne ūnghmā gayā hoīe ne pachhī chor āvīne lūnṭī jāy paṇ āpaṇāthī jagāy nahi. Māṭe sarva-kartā to Bhagwān chhe.

God is the All-doer (41.3) / (1/201)

વિષયરૂપ ફાંસલો જીવના ગળામાં નાખ્યો છે, તેનું બહુ બળ છે. તે નદીનો પ્રવાહ ચાલતો હોય ત્યાં સુધી એનું બળ ન જણાય, તેને બંધ કરે ત્યારે ખબર પડે; તેમ મોટા મોટા સૌભરિ ને પરાશર આદિક દિશુંના જીતનારા ભારે ભારે, તેને પણ પરાભવ પમાડ્યા છે. તે વાસના જે લિંગદેહ તે તો આત્યંતિક પ્રલયમાં પણ ન બળ્યું, તે આજ જ્ઞાને કરીને બળે છે. મહારાજે તો સર્વે બારાં બંધ કરી દીધાં છે, તે જીવ શું કરે? જેમ ધોરિયામાં સાલી તાણે છે તેણે બારાં બંધ થઈ જાય ને પાણી ક્યાંઈ જાવા પામે નહિ, એમ બંધ કર્યું છે.

પંચવિષય-વાસના-વ્યસન (8.9) / (૧/૨૦૨)

૧. દિશાઓના.

૨. ઘાસના પૂળા પર છોકરો બેસાડી ધોરિયામાં ખેંચે તેથી કાણાં પુરાય ને સાફ થાય.

A powerful noose in the form of material pleasures hangs around the jiva’s neck. The force of a river is not noticed as long as it is in flow, but if a dam is built then it becomes known. The great, like Saubhari, Parashar and others, conquerors of all directions, have also been defeated by material pleasures. That desire, which is the causal body, was not burnt even at the time of final dissolution, but today it is burnt through spiritual knowledge. Maharaj has closed all loopholes, so what can the jiva do? Just as, to stop a stream of water, bales of grass are placed so that the gaps are filled and no water can pass, similarly, Shriji Maharaj has closed the loopholes for material pleasures.

Material Pleasures-Desires-Addictions (8.9) / (1/202)

Viṣhayrūp fānsalo jīvnā gaḷāmā nākhyo chhe, tenu bahu baḷ chhe. Te nadīno pravāh chālato hoy tyā sudhī enu baḷ na jaṇāy, tene bandh kare tyāre khabar paḍe; tem moṭā moṭā Saubhari ne Parāshar ādik dishunā1 jītnārā bhāre bhāre, tene paṇ parābhav pamāḍyā chhe. Te vāsanā je lingdeh te to ātyantik pralaymā paṇ na baḷyu, te āj gnāne karīne baḷe chhe. Mahārāje to sarve bārā bandh karī dīdhā chhe, te jīv shu kare? Jem dhoriyāmā sālī tāṇe2 chhe teṇe bārā bandh thaī jāy ne pāṇī kyāī jāvā pāme nahi, em bandh karyu chhe.

Material Pleasures-Desires-Addictions (8.9) / (1/202)

1. Dishāonā.

2. Ghāsnā pūḷā par chhokaro besāḍī dhoriyāmā khenche tethī kāṇā purāy ne sāf thāy.

છેલ્લા પ્રકરણનું તેરમું વચનામૃત વંચાવીને તેમાં, દેશકાળનું બહુ પ્રકારે વિષમપણું થઈ જાય ને તેમાં પણ એકાંતિકપણું કેમ રહે? એ પ્રશ્ન ઉપર વાત કરી જે, “નિશ્ચય રહે એ જ એકાંતિકપણું છે અને એ જ રહેવાનું. તે જેમ ચિંતમણિ રહી ને બીજું ધન સર્વે ગયું પણ કાંઈ ગયું નથી ને ચિંતામણિ ગઈ ને બીજું ધન સર્વે રહ્યું તો પણ કાંઈ રહ્યું નહિ; તેમ જ એક નિશ્ચય રહ્યો તો સર્વે રહ્યું ને અંતે એ જ રહેવાનું છે.”

ભગવાનનું દિવ્ય સ્વરૂપમાં નિશ્ચય (43.3) / (૧/૨૦૩)

Vachanamrut Gadhada III-13 was read and then Swami talked on the question, “How can one remain God-centred even when circumstances become very bad?” Swami said, “If complete faith remains, that is itself a characteristic of one who is God-centred. Just as, if the chintāmani remains and all other wealth is lost, then nothing is lost; but if the chintāmani is lost and all wealth remains, then nothing remains; similarly, if firm faith remains then everything remains and in the end only that will remain and is the means of final moksha.

Firm Faith in the Divine Form of God (43.3) / (1/203)

Chhellā Prakaraṇnu Termu Vachanāmṛut vanchāvīne temā, desh-kāḷnu bahu prakāre viṣhampaṇu thaī jāy ne temā paṇ ekāntikpaṇu kem rahe? E prashna upar vāt karī je, “Nishchay rahe e ja ekāntikpaṇu chhe ane e ja rahevānu. Te jem chintamaṇi rahī ne bīju dhan sarve gayu paṇ kāī gayu nathī ne chintāmaṇi gaī ne bīju dhan sarve rahyu to paṇ kāī rahyu nahi; tem ja ek nishchay rahyo to sarve rahyu ne ante e ja rahevānu chhe.”

Firm Faith in the Divine Form of God (43.3) / (1/203)

છેલ્લા પ્રકરણના પાંત્રીસના વચનામૃતમાં કહ્યું છે જે, “છ લક્ષણે યુક્ત સંત હોય તેની સેવા કર્યે ભગવાનની સેવાનું ફળ થાય છે ને તેનો દ્રોહ કર્યે ભગવાનના દ્રોહનું પાપ લાગે છે,” માટે આજ તો બહુધા આખો સત્સંગ એવો છે.

ભગવાન અને ભક્તનો દ્રોહ (23.2) / (૧/૨૦૪)

૧. આ છ લક્ષણ આ પ્રમાણે છે: (૧) ભગવાનને ક્યારેય પણ નિરાકાર ન સમજે, સદાય દિવ્ય સાકારમૂર્તિ સમજે, (૨) ભગવાનની એકાંતિક ભક્તિ કરે અને બીજા કરે તેને દેખીને મનમાં બહુ રાજી થાય, (૩) ભગવાનના ભક્તમાં રહેતાં કોઈ સ્વભાવ આડો આવે નહીં અને તે સ્વભાવને મૂકે પણ ભગવદ્‌ભક્તના સંગનો ત્યાગ ન કરે, (૪) સારું પદાર્થ પ્રાપ્ત થાય તો તે પદાર્થ ભગવાનના ભક્તને આપીને રાજી થાય, (૫) ભક્તના સમૂહમાં રહે તો કોઈને એમ ન થાય કે આ તે કેવો હશે? એવો સરલ સ્વભાવવાળો હોય, અને (૬) શાંત સ્વભાવવાળો હોય તોય કુસંગીની સોબત ન ગમે.

In Vachanamrut Gadhada III-35, it is stated, “By serving the sadhu who has the six virtues,1 one gains the merits of serving God; and by insulting him, one incurs the sin of insulting God.”

Maligning God and His Devotees (23.2) / (1/204)

1. The six virtues are: (1) he never believe God to be formless, (2) he engage in the ekāntik bhakti of God and is pleased when someone else does the same, (3) when he stays among devotees, he does not allow any of his swabhāvs to interfere, (4) when he comes across any precious item, he is happier giving it away, (5) he is of frank nature, such that everyone would know him outwardly and inwardly, and (6) though of a quiet nature, he does not like the company of kusangis.

Chhellā Prakaraṇnā Pātrīsnā Vachanāmṛutmā kahyu chhe je, “Chha lakṣhaṇe yukta sant hoy tenī sevā karye Bhagwānnī sevānu faḷ thāy chhe ne teno droh karye Bhagwānnā drohnu pāp lāge chhe,” māṭe āj to bahudhā ākho satsang evo chhe.

Maligning God and His Devotees (23.2) / (1/204)

ખરેખરા ભગવદી હોય તેને ગુણ ન વ્યાપે; એ તો દરવાજે રહીને જોયા કરે છે.

ભક્તનાં લક્ષણ અને મહિમા (21.3) / (૧/૨૦૫)

૧. જાણપણારૂપ.

One who is truly spiritual is not affected by the influence of the three material qualities of ignorance, passion and goodness, but stands at the doorway of awareness and remains alert.

Qualities and Glory of a Devotee (21.3) / (1/205)

Kharekharā bhagvadī hoy tene guṇ na vyāpe; e to darvāje1 rahīne joyā kare chhe.

Qualities and Glory of a Devotee (21.3) / (1/205)

1. Jāṇpaṇārūp.

મહારાજ કહે, “અમને એમ સંકલ્પ થાય છે જે, સર્વેને મુક્તાનંદ સ્વામી જેવા કરી મૂકીએ પછી સાચવવા ન પડે. તે મુક્તાનંદ સ્વામીને તો જ્ઞાન. તે જ્ઞાને કરીને સર્વ ટાળી નાખે ને મુક્તાનંદ સ્વામીને તો શબ્દ આકાશનો ભાગ છે એમ કાપતાં આવડે. ને બીજાને તો એવું જ્ઞાન નહિ તે સારુ આ નિયમ કર્યા છે જે, જોવું નહિ, સાંભળવું નહિ. એ પ્રકારે નિયમ બાંધ્યા છે.”

ધર્મ-નિયમમાં દ્રઢતા (15.2) / (૧/૨૦૬)

Maharaj says, “I wish to make everyone like Muktanand Swami, then they do not have to be looked after. Muktanand Swami has spiritual wisdom, with which he overcomes everything. And for Muktanand Swami, words are a part of space, so he knows how to interpret them. Others do not have this spiritual wisdom, so these codes of conduct have been formulated for them: do not see, do not listen, etc.; such codes of conduct have been made.”

Resolute Observance of Dharma and Codes of Conduct (15.2) / (1/206)

Mahārāj kahe, “Amane em sankalp thāy chhe je, sarvene Muktānand Swāmī jevā karī mūkīe pachhī sāchavvā na paḍe. Te Muktānand Swāmīne to gnān. Te gnāne karīne sarva ṭāḷī nākhe ne Muktānand Swāmīne to shabda ākāshno bhāg chhe em kāptā āvaḍe. Ne bījāne to evu gnān nahi te sāru ā niyam karyā chhe je, jovu nahi, sāmbhaḷvu nahi. E prakāre niyam bāndhyā chhe.”

Resolute Observance of Dharma and Codes of Conduct (15.2) / (1/206)

બ્રહ્મવેત્તાને મતે તો વેદનો માર્ગ જે વિધિનિષેધ તે પણ ગણતીમાં નથી, એમ જડભરતે રહૂગણને કહ્યું. એની સમજણમાં તો આત્મા ને પરમાત્મા એ બે જ વાત રાખવી, એમ કહ્યું. ને તે ઉપર છેલ્લા પ્રકરણનું છેલ્લું વચનામૃત વંચાવ્યું ને બોલ્યા જે, “આ વચનામૃતમાં પણ આત્મા ને પરમાત્મા એ બે વાતનો વેગ લગાડી દેવો, એમ મહારાજનો સિદ્ધાંત છે.”

(૧/૨૦૭)

“Jadbharat said to King Rahugan that the path the Vedas have shown – that of the moral do’s and don’ts - does not come into consideration for one who is a brahmavettā (i.e. one who knows Brahman). According to his understanding, one should only realize both ātmā and Paramātmā.”

Based on this, Swāmi had Vachanāmrut Gadhadā III-39 read and said, “The principle that Mahārāj establishes in this Vachanāmrut is also the same; that one should only truly have fervor for ātmā and Paramātmā.”

(1/207)

Brahmavettāne mate to Vedno mārga je vidhi-niṣhedh te paṇ gaṇatīmā nathī, em Jaḍbharate Rahūgaṇne kahyu. Enī samajaṇmā to ātmā ne Paramātmā e be ja vāt rākhavī, em kahyu. Ne te upar Chhellā Prakaraṇnu Chhellu Vachanāmṛut vanchāvyu ne bolyā je, “Ā Vachanāmṛutmā paṇ ātmā ne Paramātmā e be vātno veg lagāḍī devo, em Mahārājno siddhānt chhe.”

(1/207)

મારો દેહ પચીસ વરસ થયાં, આવરદા વિના રહ્યો છે. તે શા સારુ જે, મુમુક્ષુના રૂડાને અર્થે રહ્યો છે, ને મહારાજનું સ્વરૂપ સમજાવવું પડે તે સારુ અમને રાખ્યા છે.

ગુણાતીતાનંદ સ્વામીનું પ્રભાવશાળી વ્યક્તિત્વ (50.4) / (૧/૨૦૮)

My body has remained for 25 years more than its original lifespan. Why? For the benefit of spiritual aspirants, I have been kept to explain Maharaj’s form.

Gunatitanand Swami's Impressive Personality (50.4) / (1/208)

Māro deh pachīs varas thayā, āvardā vinā rahyo chhe. Te shā sāru je, mumukṣhunā rūḍāne arthe rahyo chhe, ne Mahārājnu swarūp samajāvvu paḍe te sāru amane rākhyā chhe.

Gunatitanand Swami's Impressive Personality (50.4) / (1/208)

હાલનો આવેલો હશે તેને અક્ષરધામનું સુખ આવતું હશે. ને સ્વરૂપનિષ્ઠા વિના તો મહારાજનો મળેલો હશે, ને મુક્તાનંદ સ્વામીનો મળેલો હશે તેને અક્ષરનું સુખ નહિ આવતું હોય; એમ સમજણમાં રહ્યું છે.

ભગવાનનું દિવ્ય સ્વરૂપમાં નિશ્ચય (43.4) / (૧/૨૦૯)

One who has recently joined the Satsang may be enjoying the bliss of Akshardham. And without resolute faith in the manifest form of God, one may have met Maharaj, or met Muktanand Swami but will not have the bliss of Akshar. This is the very nature of understanding.

Firm Faith in the Divine Form of God (43.4) / (1/209)

Hālno āvelo hashe tene Akṣhardhāmnu sukh āvatu hashe. Ne swarūpniṣhṭhā vinā to Mahārājno maḷelo hashe, ne Muktānand Swāmīno maḷelo hashe tene Akṣharnu sukh nahi āvatu hoy; em samajaṇmā rahyu chhe.

Firm Faith in the Divine Form of God (43.4) / (1/209)

આપણને જ્ઞાન તો આવડે નહિ ને વૈરાગ્ય તો છે જ નહિ, માટે ‘હું ભગવાનનો ને એ મારા’ એમ માનવું. ને હેત તો પંદર આના સંસારમાં છે ને એક આનો અમારામાં છે ને કલ્યાણ તો એને શરણે ગયા એટલે એ સમર્થ છે તે કરશે, એ એની મોટાઈ છે.

ભગવાનનો આશરો (24.5) / (૧/૨૧૦)

૧. હાલની રૂપિયા પદ્ધતિ પહેલાં ૧૬ આનાનો રૂપિયો ગણાતો તે ગણતરી પ્રમાણે સમજવું. ૬ પૈસાનો એક આનો ગણાતો.

We do not have the spiritual knowledge and do not possess detachment. So, believe ‘I am God’s and God is mine.’ And you have maximum attachment for worldly pleasures and minimum attachment for us. But since you have surrendered at his feet and he is capable, he will ensure your moksha. That is his greatness.

Refuge in God (24.5) / (1/210)

Āpaṇne gnān to āvaḍe nahi ne vairāgya to chhe ja nahi, māṭe ‘Hu Bhagwānno ne e mārā’ em mānavu. Ne het to pandar ānā1 sansārmā chhe ne ek āno amārāmā chhe ne kalyāṇ to ene sharaṇe gayā eṭale e samartha chhe te karashe, e enī moṭāī chhe.

Refuge in God (24.5) / (1/210)

1. Hālnī rūpiyā paddhati pahelā 16 ānāno rūpiyo gaṇāto te gaṇatrī pramāṇe samajavu. 6 paisāno ek āno gaṇāto.

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading