share

॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૧

વાત: ૧૯૧ થી ૨૦૦

એક શબ્દે કરીને તો સ્વરૂપાનંદ સ્વામીને જ્ઞાન થાય ને આપણને તો કરોડ શબ્દ પડે ત્યારે જ્ઞાન થાય પણ તરત ન સમજાય.

જ્ઞાન-સમજણ-અજ્ઞાન (26.11) / (૧/૧૯૧)

Swarupanand Swami attains spiritual wisdom in one word, whereas we require ten million words to attain spiritual wisdom, but we cannot understand instantly.

Spiritual Wisdom-Understanding-Ignorance (26.11) / (1/191)

Ek shabde karīne to Swarūpānand Swāmīne gnān thāy ne āpaṇne to karoḍ shabda paḍe tyāre gnān thāy paṇ tarat na samajāy.

Spiritual Wisdom-Understanding-Ignorance (26.11) / (1/191)

પૂર્વે મોટા મોટા થયા તેમાં કોઈમાં કોઈ પ્રકારનો દોષ હોય પણ તે દોષ કહેવાય નહિ, ને તેમાંથી તો જીવ બગડી જાય. ને એવી વાતમાં તો શિવજીના આચરણમાંથી ચિત્રકેતુને સંસ્કાર થયા. તે ચકલીનું મોત ઢેપલે, ને સત્સંગની મોટપ તો નિશ્ચય વડે છે, પણ સાધને કરીને નથી.

ભગવાનનું દિવ્ય સ્વરૂપમાં નિશ્ચય (43.2) / (૧/૧૯૨)

૧. નારદજીના ઉપદેશથી ચિત્રકેતુ રાજાએ કરોડ સ્ત્રીઓનો ત્યાગ કર્યો ને યમુના તીરે તપ કરી વિદ્યાધરોનું આધિપત્ય પ્રાપ્ત કર્યું. ચિત્રકેતુ એક વાર આકાશમાર્ગે નીકળ્યો. નીચે કૈલાસ પર શિવજીના સાથળ પર પાર્વતીને બેઠેલાં જોઈ તે હસી પડ્યો, એમ કે પોતાનો ત્યાગ ને તપ શિવજી કરતાં કેટલાં ઊંચાં છે! પાર્વતીએ ક્રોધાયમાન થઈ શાપ દીધો, તેથી તેને વૃત્રાસુર થવું પડ્યું. શિવજીનો અપરાધ થવાથી અસુર થવું પડ્યું એ સંસ્કાર થયા.

૨. જેમ ચકલી જેવું નાનું પંખી નાની ઢેપલીથી (કાંકરીથી) મરે, તેમ નાના અપરાધે પણ રાજા અસુર થયો.

Even if the great of the past had drawbacks, they should not be talked about. Since, such talks spoil the jiva. The example of Chitraketu, who criticized Shivji, illustrates the misery one has to suffer for such talks.1 A small bird is killed by a small pebble2 and greatness in Satsang is due to absolute faith in God, but not due to mere endeavours.

Firm Faith in the Divine Form of God (43.2) / (1/192)

1. As advised by Naradji, Chitraketu renounced his ten million wives and performed austerities on the banks of the river Yamuna. He attained the kingship of Vidyadhar. Once, Chitraketu was flying in the sky. Below, on Mt. Kailas, he saw Parvatiji seated on Shivji’s lap and laughed, thinking that his renunciation and austerities were greater than Shivji’s. This infuriated Parvatiji, who cursed Chitraketu to take birth as the demon Vritrasur. Thus, by insulting Shivji, he had to suffer.

2. Similarly, even by a small insult, Chitraketu had to take birth as a demon.

Pūrve moṭā moṭā thayā temā koīmā koī prakārno doṣh hoy paṇ te doṣh kahevāy nahi, ne temāthī to jīv bagaḍī jāy. Ne evī vātmā to Shivjīnā ācharaṇmāthī Chitraketune sanskār thayā.1 Te chakalīnu mot ḍhepale,2 ne satsangnī moṭap to nishchay vaḍe chhe, paṇ sādhane karīne nathī.

Firm Faith in the Divine Form of God (43.2) / (1/192)

1. Nāradjīnā updeshthī Chitraketu Rājāe karoḍ strīono tyāg karyo ne Yamunā tīre tap karī vidyādharonu ādhipatya prāpta karyu. Chitraketu ek vār ākāshmārge nīkaḷyo. Nīche Kailās par Shivjīnā sāthaḷ par Pārvatīne beṭhelā joī te hasī paḍyo, em ke potāno tyāg ne tap Shivjī karatā keṭalā ūnchā chhe! Pārvatīe krodhāymā thaī shāp dīdho, tethī tene Vṛutrāsur thavu paḍyu. Shivjīno aparādh thavāthī asur thavu paḍyu e sanskār thayā.

2. Jem chakalī jevu nānu pankhī nānī ḍhepalīthī (kākarīthī) mare, tem nānā aparādhe paṇ rājā asur thayo.

આપણું કલ્યાણ તો પ્રત્યક્ષ ભગવાનને આશરે કરીને છે ને શાસ્ત્ર પ્રમાણે વર્તવું એ તો બીજાના કલ્યાણને અર્થે છે, કેમ જે, આપણો ગુણ આવે તેનું પણ કલ્યાણ થાય.

(૧/૧૯૩)

Our liberation relies on the refuge of the manifest form of God, while behaving according to the scriptures is for the liberation of others. Why? Because whoever perceives our virtue (because we behave according to the scriptures) will be liberated.

(1/193)

Āpaṇu kalyāṇ to pratyakṣha Bhagwānne āshare karīne chhe ne shāstra pramāṇe vartavu e to bījānā kalyāṇne arthe chhe, kem je, āpaṇo guṇ āve tenu paṇ kalyāṇ thāy.

(1/193)

કેટલાક ધર્મમાં આકરા હોય પણ સમજણ થોડી હોય ને કેટલાક ધર્મમાં સામાન્ય હોય તો પણ સમજણ સારી હોય, માટે સમજણ હોય તે વૃદ્ધિને પામે.

(૧/૧૯૪)

Some are very staunch in observing dharma but weak in their understanding; whereas some are ordinary in observing dharma but their understanding is superb. Hence, one with understanding progresses.

(1/194)

Keṭlāk dharmamā ākarā hoy paṇ samajaṇ thoḍī hoy ne keṭlāk dharmamā sāmānya hoy to paṇ samajaṇ sārī hoy, māṭe samajaṇ hoy te vṛuddhine pāme.

(1/194)

બ્રહ્મભાવ ને મહિમાની વાત ઝાઝી કહેતા નથી, કેમ જે, એમાંથી તો માણસ ગાંડા થઈ જાય છે, તે સારુ વર્તમાન ને પુરુષપ્રયત્નની વાત કરીએ છીએ, કેમ જે, અનંત જીવને પ્રભુ ભજાવવા છે માટે.

પ્રકીર્ણ (52.2) / (૧/૧૯૫)

I do not speak much about the state of brahman or the glory of God since it makes people go mad. So, I talk about the moral and spiritual codes of conduct and personal endeavour, since we want to make infinite jivas worship God.

Miscellaneous (52.2) / (1/195)

Brahmabhāv ne mahimānī vāt jhājhī kahetā nathī, kem je, emāthī to māṇas gānḍā thaī jāy chhe, te sāru vartamān ne puruṣh-prayatnanī vāt karīe chhīe, kem je, anant jīvne Prabhu bhajāvvā chhe māṭe.

Miscellaneous (52.2) / (1/195)

આપણે જાણીએ છીએ જે, આપણને ભગવાનમાં હેત છે પણ આપણા કરતાં તો આપણા ઉપર ભગવાનને ને સાધુને ઝાઝું હેત છે.

ભગવાનની દયા-કરુણા-કૃપા (39.11) / (૧/૧૯૬)

We believe that we have love for God, but God and his holy Sadhu have even more love for us.

Mercy-Compassion-Grace of God (39.11) / (1/196)

Āpaṇe jāṇīe chhīe je, āpaṇne Bhagwānmā het chhe paṇ āpaṇā karatā to āpaṇā upar Bhagwānne ne Sādhune jhājhu het chhe.

Mercy-Compassion-Grace of God (39.11) / (1/196)

જીવમાત્ર લઘુશંકાના છે તે એનું ભજન કરે છે, એ વિના તો રહેવાય નહિ; તે ક્યાં સુધી જે, વૈરાટ સુધી ન રહેવાય, ને એમાંથી તો એક સનકાદિક તર્યા, ને આ તો મહારાજે નવો ઉઠાવ કર્યો છે. ને આપણે તો કો’ક લોકમાંથી આવ્યા હોઈશું તે અહીં બેસાય છે ને આવો જોગ મળ્યો છે; નીકર મળે નહિ. ને વિષય વિના તો જીવથી રહેવાય નહિ; તે સારુ વેદે કરીને ને નિયમ બાંધીને વિષયની રજા આપી. તો પણ જીવ વેદ પ્રમાણે ચાલતા નથી ને સારા સારા માણસ પણ નથી ચાલતા, કેમ જે, વિષયનું બહુ બળ છે. એ પ્રકારે વાત કરી.

પંચવિષય-વાસના-વ્યસન (8.7) / (૧/૧૯૭)

૧. લઘુશંકા - માયામાંથી જીવો ઊપજ્યા છે તેથી તેનું ભજન કરે છે.

All jivas are insignificant and worship the material pleasures, otherwise they are unable to survive. What level of creation does this go up to? Up to Vairat they cannot survive without material pleasures. Of them, only the Sanakadiks overcame. But Maharaj has started a new venture. We must have come from some holy realm and so are able to sit here and have attained this company of a great Sadhu; otherwise it is not attainable. Since jivas cannot live without material pleasures, freedom to enjoy the material pleasures has been granted, based on the Vedas and moral codes of conduct. Still, the jiva does not behave as per the Vedas. Even good people do not follow them since the material pleasures are very powerful.

Material Pleasures-Desires-Addictions (8.7) / (1/197)

Jīvmātra laghushankānā1 chhe te enu bhajan kare chhe, e vinā to rahevāy nahi; te kyā sudhī je, Vairāṭ sudhī na rahevāy, ne emāthī to ek Sanakādik taryā, ne ā to Mahārāje navo uṭhāv karyo chhe. Ne āpaṇe to ko’k lokmāthī āvyā hoīshu te ahī besāy chhe ne āvo jog maḷyo chhe; nīkar maḷe nahi. Ne viṣhay vinā to jīvthī rahevāy nahi; te sāru Vede karīne ne niyam bāndhīne viṣhaynī rajā āpī. To paṇ jīv Ved pramāṇe chālatā nathī ne sārā sārā māṇas paṇ nathī chālatā, kem je, viṣhaynu bahu baḷ chhe. E prakāre vāt karī.

Material Pleasures-Desires-Addictions (8.7) / (1/197)

1. Laghushankā - māyāmāthī jīvo ūpajyā chhe tethī tenu bhajan kare chhe.

આ કારખાનામાં તો બ્રહ્માંડ જેટલો વહેવાર કરવો ને ન બંધાવું, એવા તો એક સહજાનંદ સ્વામી છે. ને આ કામ તો કેવું છે જે, આઠ દોકડાભારની ઉંદરડીને માથે હજાર મણનો પાટડો ઊભો પડે તો ઉંદરડી ક્યાંઈ દેખાય નહિ એવું છે. તે મહારાજે કહ્યું છે જે, “ગોપાળાનંદ સ્વામી ને મુક્તાનંદ સ્વામી તે પણ ઊતરતા જેવા રહે કે ન રહે!” માટે આપણે તો ભગવાન ને સાધુ એ બે જ રાખવા અને સોનું રાખીને ઉપર રૂપિયા દેવા તેમાં ખોટ ન આવે ને બીજા વેપારમાં તો ખોટ પણ આવે. માટે આત્મનિષ્ઠા આદિક ગુણ છે; પણ ભગવાન ને સાધુ જેવું કોઈ નથી.

ભગવાનની મહત્તા (38.5) / (૧/૧૯૮)

To conduct the activities of the whole universe in this workshop, and yet remain unattached is a feat only Sahajanand Swami can perform. What is this work like? It is like a 1000 kilo weight falling vertically on a lightweight mouse which then ceases to be seen. Thus, Maharaj said, “Well, whether or not even Gopalanand Swami and Muktanand Swami would remain like even a lowly person (by their involvement in worldly activities) is not guaranteed.” Therefore, we should only keep the company of God and his Sadhu. Since, no one is like them.

Grandeur of God (38.5) / (1/198)

Ā kārkhānāmā to brahmānḍ jeṭalo vahevār karavo ne na bandhāvu, evā to ek Sahajānand Swāmī chhe. Ne ā kām to kevu chhe je, āṭh dokḍābhārnī undarḍīne māthe hajār maṇno pāṭaḍo ūbho paḍe to undarḍī kyāī dekhāy nahi evu chhe. Te Mahārāje kahyu chhe je, “Gopāḷānand Swāmī ne Muktānand Swāmī te paṇ ūtaratā jevā rahe ke na rahe!” Māṭe āpaṇe to Bhagwān ne Sādhu e be ja rākhavā ane sonu rākhīne upar rūpiyā devā temā khoṭ na āve ne bījā vepārmā to khoṭ paṇ āve. Māṭe ātmaniṣhṭhā ādik guṇ chhe; paṇ Bhagwān ne Sādhu jevu koī nathī.

Grandeur of God (38.5) / (1/198)

એક એક વિષય છે તે ગિરનાર જેવા છે, તે આખી પૃથ્વીના સુથાર, લુહાર, કડિયા ભેળા કરીને પોંચસેં હજાર વરસ સુધી ખોદે ત્યારે ખોદાય, એમ એ વાર્તા કરી તે સમજવી.

પંચવિષય-વાસના-વ્યસન (8.8) / (૧/૧૯૯)

Each sense pleasure is like the Girnar mountain. If all the world’s carpenters, blacksmiths and masons get together and dig for 500-1000 years then Girnar can be dug. This talk should be understood in this way.

Material Pleasures-Desires-Addictions (8.8) / (1/199)

Ek ek viṣhay chhe te Girnār jevā chhe, te ākhī pṛuthvīnā suthār, luhār, kaḍiyā bheḷā karīne ponchse hajār varas sudhī khode tyāre khodāy, em e vārtā karī te samajavī.

Material Pleasures-Desires-Addictions (8.8) / (1/199)

સર્વ કરતાં ભજન કરવું તે અધિક છે ને તે કરતાં સ્મૃતિ રાખવી તે અધિક છે ને તે કરતાં ધ્યાન કરવું તે અધિક છે ને તે કરતાં પોતાના આત્માને વિષે ભગવાનને ધારવા તે અધિક છે.

સાધન (16.1) / (૧/૨૦૦)

Above all, to offer worship is better; and compared to that to keep on remembering (God and his holy Sadhu) is better; and compared to that to do meditation is better; and compared to that to behold God within one’s ātmā is better.

Spiritual Endeavours (16.1) / (1/200)

Sarva karatā bhajan karavu te adhik chhe ne te karatā smṛuti rākhavī te adhik chhe ne te karatā dhyān karavu te adhik chhe ne te karatā potānā ātmāne viṣhe Bhagwānne dhāravā te adhik chhe.

Spiritual Endeavours (16.1) / (1/200)

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading