share

॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૧

વાત: ૧૮૧ થી ૧૯૦

સંત છે ત્યાં નિયમ છે, ધર્મ છે, જ્ઞાન છે. ને સંત છે ત્યાં અનંત ગુણ છે અને ભગવાન પણ ત્યાં જ છે ને તેથી જીવ પવિત્ર થાય છે. તે ‘વચનામૃત’માં કહ્યું છે જે, તપ, ત્યાગ, યોગ, વ્રત, દાન એ આદિક સાધને કરીને ભગવાન કહે, તેવો હું વશ થાતો નથી જેવો શુદ્ધ અંતઃકરણવાળા સાધુને સંગે કરીને રાજી થાઉં છું. ને આ સત્સંગ મળ્યો છે તેના પુણ્યનો પારાવાર નથી. અજામેળ મહાપાપી હતો પણ તેને સનકાદિક મળ્યા ને પગે લાગ્યો ને કહે જે, “મારાથી તો કાંઈ થાય નહિ.” ત્યારે સાધુ તો દયાળુ છે તે છોકરાનું નામ ‘નારાણય’ પડાવીને પણ મોક્ષ કર્યો.

સત્સંગ (18.7) / (૧/૧૮૧)

Where there is the great Sadhu, moral codes are observed, dharma is practised and spiritual wisdom is attained. Also, where there is the Sadhu there are infinite virtues, and also God. So, as a result, the jiva is purified. In the Vachanamrut, it is noted that God has said, “I am not as pleased by austerities, renunciation, yoga, observance of vows, donations or other endeavours as I am by the association of a Sadhu of complete inner purity. Having attained this satsang, the merits are limitless. Ajamil was a grave sinner, but he met Sanakadik, bowed to them and said, ‘I will not be able to do anything.’ But sadhus are compassionate, so they named his son Narayan, and in this way he attained moksha.”

Satsang (18.7) / (1/181)

Sant chhe tyā niyam chhe, dharma chhe, gnān chhe. Ne sant chhe tyā anant guṇ chhe ane Bhagwān paṇ tyā ja chhe ne tethī jīv pavitra thāy chhe. Te ‘Vachanāmṛut’mā kahyu chhe je, tap, tyāg, yog, vrat, dān e ādik sādhane karīne Bhagwān kahe, tevo hu vash thāto nathī jevo shuddha antahkaraṇvāḷā sādhune sange karīne rāji thāu chhu. Ne ā satsang maḷyo chhe tenā puṇyano pārāvār nathī. Ajāmeḷ mahāpāpī hato paṇ tene Sanakādik maḷyā ne page lāgyo ne kahe je, “Mārāthī to kāī thāy nahi.” Tyāre sādhu to dayāḷu chhe te chhokrānu nām ‘Nārāṇay’ paḍāvīne paṇ mokṣha karyo.

Satsang (18.7) / (1/181)

ભગવાનના ધામમાં સુખ છે, તેમાંથી છાંટો નાખ્યું તે પ્રકૃતિપુરુષમાં આવ્યું ને ત્યાંથી પ્રધાનપુરુષમાં આવ્યું ને ત્યાંથી વૈરાટમાં આવ્યું ને ત્યાંથી દેવતામાં આવ્યું ને ત્યાંથી આંહીં મનુષ્યમાં આવ્યું છે; તે સુખમાં જીવમાત્ર સુખિયા છે, માટે સુખમાત્રનું મૂળ કારણ ભગવાન છે; તેને સુખે સુખિયા થાવું.

સુખ (1.7) / (૧/૧૮૨)

The abode of God is full of bliss. From there a drop of bliss was released, reaching humans via Prakruti-Purush, Pradhan-Purush, Vairat and the deities. That bliss makes all jivas happy. Therefore, the source of all bliss is God. Be happy through his bliss.

Happiness (1.7) / (1/182)

Bhagwānnā dhāmmā sukh chhe, temāthī chhānṭo nākhyu te Prakṛuti-Puruṣhmā āvyu ne tyāthī Pradhān-Puruṣhmā āvyu ne tyāthī Vairāṭmā āvyu ne tyāthī devtāmā āvyu ne tyāthī āhī manuṣhyamā āvyu chhe; te sukhmā jīvmātra sukhiyā chhe, māṭe sukhmātranu mūḷ kāraṇ Bhagwān chhe; tene sukhe sukhiyā thāvu.

Happiness (1.7) / (1/182)

માતાએ મહારાજને કહ્યું જે, “મારો સ્ત્રીનો દેહ તે મુને ઝાઝું સમજાય નહિ, તેથી થોડાકમાં કહો.” પછી મહારાજે ચોસઠ લક્ષણ સાધુનાં કહ્યાં ને કહ્યું જે, “એવા સાધુમાં જેણે આત્મબુદ્ધિ કરી તેને સર્વે સંપૂર્ણ થઈ રહ્યું.” ને મહારાજે કહ્યું છે જે, “એવાનાં દર્શનને તો અમે પણ ઇચ્છીએ છીએ,” ઇત્યાદિક બહુ મહિમા કહ્યો છે.

સાધુનો મહિમા (30.19) / (૧/૧૮૩)

૧. સંતનાં ૬૪ લક્ષણ: ૧. દયાળુ, ૨. ક્ષમાવાળા, ૩. સર્વજીવનું હિત ઇચ્છનારા, ૪. ટાઢ, તડકો આદિક સહન કરનારા, પ. કોઈના પણ ગુણમાં દોષ નહીં જોનારા, ૬. શાંત, ૭. જેનો શત્રુ નથી થયો એવા, ૮. અદેખાઈ તથા વૈરથી રહિત, ૯. માન તથા મત્સરથી રહિત, ૧૦. બીજાને માન આપનારા, ૧૧. પ્રિય અને સત્ય બોલનારા, ૧૨. કામ, ક્રોધ, લોભ તથા મદથી રહિત, ૧૩. અહં-મમત્વરહિત, ૧૪. સ્વધર્મમાં દૃઢ રહેનારા, ૧૫. દંભરહિત, ૧૬. અંદર અને બહાર પવિત્ર રહેનારા, ૧૭. દેહ તથા ઇન્દ્રિયોને દમનારા, ૧૮. સરળ સ્વભાવવાળા, ૧૯. ઘટિત બોલનારા, ૨૦. જિતેન્દ્રિય તથા પ્રમાદ-રહિત, ૨૧. સુખદુઃખાદિદ્વંદ્વ-રહિત, ૨૨. ધીરજવાળા, ૨૩. કર્મેન્દ્રિયો તથા જ્ઞાનેન્દ્રિયોની ચપળતાથી રહિત, ૨૪. પદાર્થના સંગ્રહરહિત, ૨૫. બોધ કરવામાં નિપુણ, ૨૬. આત્મનિષ્ઠાવાળા, ૨૭. સર્વને ઉપકાર કરવાવાળા, ૨૮. કોઈ પણ પ્રકારના ભય રહિત, ૨૯. કોઈ પણ પ્રકારની આશારહિત, ૩૦. વ્યસનરહિત, ૩૧. શ્રદ્ધાવાળા, ૩૨. ઉદાર, ૩૩. તપસ્વી, ૩૪. પાપરહિત, ૩૫. ગ્રામ્યકથા ને વાર્તા નહીં સાંભળનારા, ૩૬. સત્શાસ્ત્રના નિરંતર અભ્યાસવાળા, ૩૭. માયિક પંચવિષય-રહિત, ૩૮. આસ્તિક બુદ્ધિવાળા, ૩૯. સત્-અસતના વિવેકવાળા, ૪૦. મદ્ય-માંસાદિકના સંસર્ગે રહિત, ૪૧. દૃઢ-વ્રતવાળા, ૪૨. કોઈની ચાડી-ચુગલી નહીં કરનારા, ૪૩. કપટરહિત, ૪૪. કોઈની છાની વાતને પ્રકટ નહીં કરનારા, ૪૫. નિદ્રાજિત, ૪૬. આહારજિત, ૪૭. સંતોષવાળા, ૪૮. સ્થિર બુદ્ધિવાળા, ૪૯. હિંસારહિત વૃત્તિવાળા, ૫૦. તૃષ્ણારહિત. ૫૧. સુખ-દુઃખમાં સમભાવવાળા, ૫૨. અકાર્ય કરવામાં લાજવાળા, ૫૩. પોતાનાં વખાણ નહીં કરનારા, ૫૪. બીજાની નિંદા નહીં કરનારા, ૫૫. યથાર્થ બ્રહ્મચર્ય પાળનારા, ૫૬. યમ તથા નિયમવાળા, ૫૭. આસનજિત, ૫૮. પ્રાણજિત, ૫૯. ભગવાનના દૃઢ આશ્રયવાળા, ૬૦. ભગવદ્‍ભક્તિ-પરાયણ, ૬૧. ભગવાન અર્થે જ સર્વ ક્રિયા કરનારા, ૬૨. ભગવાનની મૂર્તિમાં ધ્યાન-પરાયણ રહેનારા, ૬૩. ભગવાનની લીલાકથાનું શ્રવણ-કીર્તન કરનારા, ૬૪. ભગવાનની ભક્તિ વિના એક પણ ક્ષણ વ્યર્થ નહીં જવા દેનારા. [સત્સંગિજીવન (હરિગીતા) ૧: ૨૫-૩૭] (સ્વામીની વાત: ૧/૧૭૧ની પાદટીપ)

Bhaktimata told Maharaj, “I am a woman and so I do not understand much. Therefore, explain in brief.” Then Maharaj explained to her the 64 qualities of a true Sadhu1 and said, “For one who has profound attachment to such a Sadhu, everything is gained.” And Maharaj said, “Even I wish for his darshan,” and other such talks of his glory.

Glory of the Sadhu (30.19) / (1/183)

1. The 64 qualities of a sadhu (as mentioned in the Satsangijivan/Harigita: 1/25-37) are, one who:

1. Is compassionate,

2. Is forgiving,

3. Wishes the betterment of all jivas,

4. Tolerates cold, heat, etc.,

5. Does not look at the flaws in others’ virtues,

6. Is tranquil,

7. Does not have an enemy,

8. Is devoid of jealousy and animosity,

9. Is free of ego and envy,

10. Honors others,

Expand all qualities

Mātāe Mahārājne kahyu je, “Māro strīno deh te mune jhājhu samajāy nahi, tethī thoḍākmā kaho.” Pachhī Mahārāje chosaṭh lakṣhaṇ sādhunā kahyā1 ne kahyu je, “Evā sādhumā jeṇe ātmabuddhi karī tene sarve sampūrṇa thaī rahyu.” Ne Mahārāje kahyu chhe je, “Evānā darshanne to ame paṇ ichchhīe chhīe,” ityādik bahu mahimā kahyo chhe.

Glory of the Sadhu (30.19) / (1/183)

1. Santnā 64 lakṣhaṇ: 1. Dayāḷu, 2. Kṣhamāvāḷā, 3. Sarvajīvnu hit ichchhanārā, 4. Ṭāḍh, taḍako ādik sahan karanārā, 5. Koīnā paṇ guṇmā doṣh nahī jonārā, 6. Shānt, 7. Jeno shatru nathī thayo evā, 8. Adekhāī tathā vairthī rahit, 9. Mān tathā matsarthī rahit, 10. Bījāne mān āpanārā, 11. Priya ane satya bolnārā, 12. Kām, krodh, lobh tathā madthī rahit, 13. Aham-mamatva-rahit, 14. Svadharmamā draḍh rahenārā, 15. Dambha-rahit, 16. Andar ane bahār pavitra rahenārā, 17. Deh tathā indriyone damnārā, 18. Saraḷ swabhāvavāḷā, 19. Ghaṭit bolnārā, 20. Jitendriya tathā pramād-rahit, 21. Sukh-dukhādi-dvandva-rahit, 22. Dhīrajvāḷā, 23. Karmendriyo tathā gnānendriyonī chapaḷtāthī rahit, 24. Padārthnā sangrah-rahit, 25. Bodh karavāmā nipuṇ, 26. Ātmaniṣhṭhāvāḷā, 27. Sarvane upakār karavāvāḷā, 28. Koī paṇ prakārnā bhay rahit, 29. Koī paṇ prakārnī āshārahit, 30. Vyasan-rahit, 31. Shraddhāvāḷā, 32. Udār, 33. Tapasvī, 34. Pāparahit, 35. Grāmyakathā ne vārtā nahī sāmbhaḷnārā, 36. Satshāstranā nirantar abhyāsvāḷā, 37. Māyik panchaviṣhay-rahit, 38. Āstik buddhivāḷā, 39. Sat-asatnā vivekvāḷā, 40. Madya-mānsādiknā sansarge rahit, 41. Draḍh-vratvāḷā, 42. Koīnī chāḍī-chugalī nahī karanārā, 43. Kapaṭ-rahit, 44. Koīnī chhānī vātne prakaṭ nahī karanārā, 45. Nidrājit, 46. āhārjit, 47. Santoṣhvāḷā, 48. Sthir buddhivāḷā, 49. Hinsārahit vṛuttivāḷā, 50. Tṛuṣhṇārahit. 51. Sukh-dukhmā sambhāvavāḷā, 52. Akārya karavāmā lājvāḷā, 53. Potānā vakhāṇ nahī karanārā, 54. Bījānī nindā nahī karanārā, 55. Yathārth brahmacharya pāḷnārā, 56. Yam tathā niyamvāḷā, 57. Āsanjit, 58. Prāṇajit, 59. Bhagwānnā draḍh āshrayvāḷā, 60. Bhagwadbhakti-parāyaṇ, 61. Bhagwān arthe ja sarva kriyā karanārā, 62. Bhagwānnī mūrtimā dhyān-parāyaṇ rahenārā, 63. Bhagwānnī līlākathānu shravaṇ-kīrtan karanārā, 64. Bhagwānnī bhakti vinā ek paṇ kṣhaṇ vyartha nahī javā denārā. [Satsangijīvan (Harigītā) 1: 25-37] (Swāmīnī Vāt: 1/171nī Pādṭīp)

જેને જ્ઞાન ન હોય તેને તો એમ થાય જે, ‘આપણે શું પામશું ને ક્યાં જાશું?’ ને જેને જ્ઞાન હોય તેને તો ‘અહો! અહો!’ થયા કરે જે, ‘આ પ્રાપ્તિ થઈ છે, હવે કાંઈ કરવું રહ્યું નથી!’

જ્ઞાન-સમજણ-અજ્ઞાન (26.9) / (૧/૧૮૪)

Those who do not have spiritual wisdom wonder, “What will we attain and where will we go?” Those who have spiritual wisdom feel elated that they have this attainment, and now there is nothing more left to do (here on earth).

Spiritual Wisdom-Understanding-Ignorance (26.9) / (1/184)

Jene gnān na hoy tene to em thāy je, ‘Āpaṇe shu pāmashu ne kyā jāshu?’ Ne jene gnān hoy tene to ‘Aho! Aho!’ thayā kare je, ‘Ā prāpti thaī chhe, have kāī karavu rahyu nathī!’

Spiritual Wisdom-Understanding-Ignorance (26.9) / (1/184)

સો જન્મનો શુદ્ધ બ્રાહ્મણ સોમવલ્લીનો પીનારો હોય તે કરતાં પણ ભગવાનનો ભક્ત શ્વપચ હોય તે પણ શ્રેષ્ઠ છે. એમ ભગવાનના ભક્તનો મહિમા સમજવો એમ પ્રહ્‌લાદનું વાક્ય છે.

ભક્તનાં લક્ષણ અને મહિમા (21.2) / (૧/૧૮૫)

૧. વેદકાળમાં પ્રસિદ્ધ એક લતા, જેનાં પાનનો રસ યજ્ઞમાં વપરાતો.

૨. श्वानं पचति इति श्वपचः અર્થાત્ કૂતરાને મારી રાંધી ખાનારો એક છેલ્લી કોટિનો મનુષ્ય. પુરાણમાં શ્વપચ શબ્દ બહુ વાર વપરાયો છે.

A low caste person who is a devotee of God is greater than even a person who has been a Brahmin for a hundred births and drinks the Soma juice. Understand the glory of a devotee of God in this way – that is Prahladji’s statement.

Qualities and Glory of a Devotee (21.2) / (1/185)

So janmano shuddha brāhmaṇ somvallīno1 pīnāro hoy te karatā paṇ Bhagwānno bhakta shvapach2 hoy te paṇ shreṣhṭha chhe. Em Bhagwānnā bhaktano mahimā samajavo em Prahlādnu vākya chhe.

Qualities and Glory of a Devotee (21.2) / (1/185)

1. Vedkāḷmā prasiddha ek latā, jenā pānno ras yagnamā vaparāto.

2. Shvānam pachati iti shvapachah - arthāt kūtarāne mārī rāndhī khānāro ek chhellī koṭino manuṣhya. Purāṇmā shvapach shabda bahu vār vaparāyo chhe.

ભગવાન જ્યારે પૃથ્વી ઉપર આવે ત્યારે રાજસી, તામસી, સાત્ત્વિક ને અધમ તેનો ઉદ્ધાર કરી નાખે છે, કાંઈ મેળ રહે નહિ.

ભગવાનની દયા-કરુણા-કૃપા (39.10) / (૧/૧૮૬)

When God incarnates on earth, he liberates the egotistic, arrogant, pure and sinful. He makes no distinctions.

Mercy-Compassion-Grace of God (39.10) / (1/186)

Bhagwān jyāre pṛuthvī upar āve tyāre rājasī, tāmasī, sāttvik ne adham teno uddhār karī nākhe chhe, kāī meḷ rahe nahi.

Mercy-Compassion-Grace of God (39.10) / (1/186)

આ જીવ તો જેમ પરદેશમાંથી ભાઉડા ઝાલી લાવે એવા છે, તેને કશી ગમ નહિ. પછી તેને સાધુ જ્ઞાન દઈ દઈને મનુષ્ય કરે, ત્યારે મનુષ્ય થાય છે.

(૧/૧૮૭)

૧. હબસી.

The jivas are like the immoral people brought from foreign lands - they have no understanding. However, the Sadhu gives them gnān and transforms them into humans. Only then do they become human.

(1/187)

Ā jīv to jem pardeshmāthī bhāuḍā1 jhālī lāve evā chhe, tene kashī gam nahi. Pachhī tene Sādhu gnān daī daīne manuṣhya kare, tyāre manuṣhya thāy chhe.

(1/187)

1. Habasī.

“પુરુષોત્તમની ઉપાસનાએ કરીને જીવ અક્ષર જેવો થાય છે ને મોટાને મળે તે બહુ મોટપને પામે છે. તે જૂ વિયાય તો લીખ આવે ને હાથણી વિયાય તો બળદ જેવડું બચ્ચું આવે.” તે ઉપર વચનામૃત વંચાવ્યું જે, “જેવા ભગવાનને જાણે તેવો પોતે થાય છે.”

ઉપાસના (40.2) / (૧/૧૮૮)

Through the upāsanā of Purushottam, the jiva becomes like Akshar, and if one associates with the great Sadhu, one attains much greatness. When lice reproduce, they produce tiny eggs and when a female elephant gives birth, the infant is the size of a bull. Based on this, a Vachanamrut was read: one becomes what one believes God to be like (i.e. if one knows God to be free from all blemishes, one also finally becomes free of all blemishes).

Upasana (40.2) / (1/188)

“Puruṣhottamnī upāsanāe karīne jīv Akṣhar jevo thāy chhe ne Moṭāne maḷe te bahu moṭapne pāme chhe. Te jū viyāy to līkh āve ne hāthaṇī viyāy to baḷad jevaḍu bachchu āve.” Te upar Vachanāmṛut vanchāvyu je, “Jevā Bhagwānne jāṇe tevo pote thāy chhe.”

Upasana (40.2) / (1/188)

કોટિ કલ્પના પાશ લાગ્યા છે તે હમણાં ભગવાનમાં જોડાવા જઈએ છીએ પણ માયામાં જોડાઈ જવાય છે. ને જ્યારે જ્ઞાન થાશે ત્યારે માયામાં જોડાવા જાશું તો પણ ભગવાનમાં જોડાઈ જવાશે. ને હમણાં તો ઇન્દ્રિયું-અંતઃકરણના ભાવથી મુકાઈને સાધુમાં જોડાવું ને સાધુ ભગવાનમાં જોડશે, ને પોતાને બળે છૂટવા જાય તેમ વધુ બંધાશે.

જ્ઞાન-સમજણ-અજ્ઞાન (26.10) / (૧/૧૮૯)

The impressions of tens of millions of years have been made on the soul. At present we try to unite with God, but instead we are drawn towards māyā. But when spiritual knowledge is attained, even if we try to join with māyā, still we’ll be drawn towards God. For now, rise above the feelings of the senses and inner faculties and closely associate with the God-realized Sadhu; and he will unite us with God. But if one tries to overcome māyā by one’s own strength, one becomes increasingly bound to it.

Spiritual Wisdom-Understanding-Ignorance (26.10) / (1/189)

Koṭi kalpnā pāsh lāgyā chhe te hamaṇā Bhagwānmā joḍāvā jaīe chhīe paṇ māyāmā joḍāī javāy chhe. Ne jyāre gnān thāshe tyāre māyāmā joḍāvā jāshu to paṇ Bhagwānmā joḍāī javāshe. Ne hamaṇā to indriyu-antahkaraṇnā bhāvthī mukāīne Sādhumā joḍāvu ne Sādhu Bhagwānmā joḍshe, ne potāne baḷe chhūṭavā jāy tem vadhu bandhāshe.

Spiritual Wisdom-Understanding-Ignorance (26.10) / (1/189)

દેહનો ભાવ ન જણાય એવા તો સ્વરૂપાનંદ સ્વામી, કેમ જે, એ તો દેહમાં વરતે નહિ ને બીજાને તો દેહના ભાવ જણાય છે.

(૧/૧૯૦)

Swarupanand Swami is one who does not show any qualities of the body because he never behaved as the body. Others will show the qualities of the body.

(1/190)

Dehno bhāv na jaṇāy evā to Swarūpānand Swāmī, kem je, e to dehmā varate nahi ne bījāne to dehnā bhāv jaṇāy chhe.

(1/190)

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading