share

॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૧

વાત: ૧૭૧ થી ૧૮૦

એક તો યજ્ઞ કરે તે આખી પૃથ્વીમાં ઘોડો ફેરવે તેમાં બહુ દાખડો, કેમ જે, કોઈક બાંધે તો યજ્ઞ અધૂરો રહે. ને એક તો ફળિયામાં ઘોડો ફરેવીને યજ્ઞ કરી લે. તેમાં શું કહ્યું જે, “ઇન્દ્રિયું-અંતઃકરણ તેને વશ કરવાં એ તો પૃથ્વીમાં ઘોડો ફેરવવા જેવું છે, ને પોતાને બ્રહ્મરૂપ માનવું એ તો ફળિયામાં ઘોડો ફેરવવા જેવું છે. અને વળી, ચોસઠ લક્ષણ સાધુનાં કહ્યાં છે તે શીખવાં એ તો પૃથ્વીમાં ઘોડો ફેરવવા જેવું કઠણ છે ને ચોસઠ લક્ષણવાળા સાધુમાં જોડાવું એ તો ફળિયામાં ઘોડો ફેરવવા જેવું સુગમ છે.”

આત્મનિષ્ઠા-બ્રહ્મરૂપ (29.3) / (૧/૧૭૧)

૧. સંતનાં ૬૪ લક્ષણ: ૧. દયાળુ, ૨. ક્ષમાવાળા, ૩. સર્વજીવનું હિત ઇચ્છનારા, ૪. ટાઢ, તડકો આદિક સહન કરનારા, ૫. કોઈના પણ ગુણમાં દોષ નહીં જોનારા, ૬. શાંત, ૭. જેનો શત્રુ નથી થયો એવા, ૮. અદેખાઈ તથા વૈરથી રહિત, ૯. માન તથા મત્સરથી રહિત, ૧૦. બીજાને માન આપનારા, ૧૧. પ્રિય અને સત્ય બોલનારા, ૧૨. કામ, ક્રોધ, લોભ તથા મદથી રહિત, ૧૩. અહં-મમત્વરહિત, ૧૪. સ્વધર્મમાં દૃઢ રહેનારા, ૧૫. દંભરહિત, ૧૬. અંદર અને બહાર પવિત્ર રહેનારા, ૧૭. દેહ તથા ઇન્દ્રિયોને દમનારા, ૧૮. સરળ સ્વભાવવાળા, ૧૯. ઘટિત બોલનારા, ૨૦. જિતેન્દ્રિય તથા પ્રમાદ-રહિત, ૨૧. સુખદુઃખાદિદ્વંદ્વ-રહિત, ૨૨. ધીરજવાળા, ૨૩. કર્મેન્દ્રિયો તથા જ્ઞાનેન્દ્રિયોની ચપળતાથી રહિત, ૨૪. પદાર્થના સંગ્રહરહિત, ૨૫. બોધ કરવામાં નિપુણ, ૨૬. આત્મનિષ્ઠાવાળા, ૨૭. સર્વને ઉપકાર કરવાવાળા, ૨૮. કોઈ પણ પ્રકારના ભય રહિત, ૨૯. કોઈ પણ પ્રકારની આશારહિત, ૩૦. વ્યસનરહિત, ૩૧. શ્રદ્ધાવાળા, ૩૨. ઉદાર, ૩૩. તપસ્વી, ૩૪. પાપરહિત, ૩૫. ગ્રામ્યકથા ને વાર્તા નહીં સાંભળનારા, ૩૬. સત્શાસ્ત્રના નિરંતર અભ્યાસવાળા, ૩૭. માયિક પંચવિષય-રહિત, ૩૮. આસ્તિક બુદ્ધિવાળા, ૩૯. સત્-અસતના વિવેકવાળા, ૪૦. મદ્ય-માંસાદિકના સંસર્ગે રહિત, ૪૧. દૃઢ-વ્રતવાળા, ૪૨. કોઈની ચાડી-ચુગલી નહીં કરનારા, ૪૩. કપટરહિત, ૪૪. કોઈની છાની વાતને પ્રકટ નહીં કરનારા, ૪૫. નિદ્રાજિત, ૪૬. આહારજિત, ૪૭. સંતોષવાળા, ૪૮. સ્થિર બુદ્ધિવાળા, ૪૯. હિંસારહિત વૃત્તિવાળા, ૫૦. તૃષ્ણારહિત, ૫૧. સુખ-દુઃખમાં સમભાવવાળા, ૫૨. અકાર્ય કરવામાં લાજવાળા, ૫૩. પોતાનાં વખાણ નહીં કરનારા, ૫૪. બીજાની નિંદા નહીં કરનારા, ૫૫. યથાર્થ બ્રહ્મચર્ય પાળનારા, ૫૬. યમ તથા નિયમવાળા, ૫૭. આસનજિત, ૫૮. પ્રાણજિત, ૫૯. ભગવાનના દૃઢ આશ્રયવાળા, ૬૦. ભગવદ્‍ભક્તિ-પરાયણ, ૬૧. ભગવાન અર્થે જ સર્વ ક્રિયા કરનારા, ૬૨. ભગવાનની મૂર્તિમાં ધ્યાન-પરાયણ રહેનારા, ૬૩. ભગવાનની લીલાકથાનું શ્રવણ-કીર્તન કરનારા, ૬૪. ભગવાનની ભક્તિ વિના એક પણ ક્ષણ વ્યર્થ નહીં જવા દેનારા. [સત્સંગિજીવન (હરિગીતા) ૧: ૨૫-૩૭]

For one who performs (an Ashwamedh) yagna and rides a horse throughout the world it is very difficult, since if someone captures the horse the yagna will remain incomplete. While another, who rides the horse in the compound, completes the yagna. The meaning of this is, “Controlling the senses and inner faculties is like riding the horse throughout the world. While, believing oneself as brahmarup is like riding the horse in the compound. Also, imbibing the 64 qualities of a sadhu is like riding the horse throughout the world. But, associating with a sadhu who has the 64 qualities1 is convenient, like riding the horse in the compound.”

Atmanishtha-Brahmarup (29.3) / (1/171)

1. The 64 qualities of a sadhu (as mentioned in the Satsangijivan/Harigita: 1/25-37) are, one who:

1. Is compassionate,

2. Is forgiving,

3. Wishes the betterment of all jivas,

4. Tolerates cold, heat, etc.,

5. Does not look at the flaws in others’ virtues,

6. Is tranquil,

7. Does not have an enemy,

8. Is devoid of jealousy and animosity,

9. Is free of ego and envy,

10. Honors others,

Expand all qualities

Ek to yagna kare te ākhī pṛuthvīmā ghoḍo ferave temā bahu dākhaḍo, kem je, koīk bāndhe to yagna adhūro rahe. Ne ek to faḷiyāmā ghoḍo farevīne yagna karī le. Temā shu kahyu je, “Indriyu-antahkaraṇ tene vash karavā e to pṛuthvīmā ghoḍo feravvā jevu chhe, ne potāne brahmarūp mānavu e to faḷiyāmā ghoḍo feravvā jevu chhe. Ane vaḷī, chosaṭh lakṣhaṇ sādhunā kahyā chhe1 te shīkhavā e to pṛuthvīmā ghoḍo feravvā jevu kaṭhaṇ chhe ne chosaṭh lakṣhaṇvāḷā sādhumā joḍāvu e to faḷiyāmā ghoḍo feravvā jevu sugam chhe.”

Atmanishtha-Brahmarup (29.3) / (1/171)

1. Santnā 64 lakṣhaṇ: 1. Dayāḷu, 2. Kṣhamāvāḷā, 3. Sarvajīvnu hit ichchhanārā, 4. Ṭāḍh, taḍako ādik sahan karanārā, 5. Koīnā paṇ guṇmā doṣh nahī jonārā, 6. Shānt, 7. Jeno shatru nathī thayo evā, 8. Adekhāī tathā vairthī rahit, 9. Mān tathā matsarthī rahit, 10. Bījāne mān āpanārā, 11. Priya ane satya bolnārā, 12. Kām, krodh, lobh tathā madthī rahit, 13. Aham-mamatva-rahit, 14. Svadharmamā draḍh rahenārā, 15. Dambha-rahit, 16. Andar ane bahār pavitra rahenārā, 17. Deh tathā indriyone damnārā, 18. Saraḷ swabhāvavāḷā, 19. Ghaṭit bolnārā, 20. Jitendriya tathā pramād-rahit, 21. Sukh-dukhādi-dvandva-rahit, 22. Dhīrajvāḷā, 23. Karmendriyo tathā gnānendriyonī chapaḷtāthī rahit, 24. Padārthnā sangrah-rahit, 25. Bodh karavāmā nipuṇ, 26. Ātmaniṣhṭhāvāḷā, 27. Sarvane upakār karavāvāḷā, 28. Koī paṇ prakārnā bhay rahit, 29. Koī paṇ prakārnī āshārahit, 30. Vyasan-rahit, 31. Shraddhāvāḷā, 32. Udār, 33. Tapasvī, 34. Pāparahit, 35. Grāmyakathā ne vārtā nahī sāmbhaḷnārā, 36. Satshāstranā nirantar abhyāsvāḷā, 37. Māyik panchaviṣhay-rahit, 38. Āstik buddhivāḷā, 39. Sat-asatnā vivekvāḷā, 40. Madya-mānsādiknā sansarge rahit, 41. Draḍh-vratvāḷā, 42. Koīnī chāḍī-chugalī nahī karanārā, 43. Kapaṭ-rahit, 44. Koīnī chhānī vātne prakaṭ nahī karanārā, 45. Nidrājit, 46. āhārjit, 47. Santoṣhvāḷā, 48. Sthir buddhivāḷā, 49. Hinsārahit vṛuttivāḷā, 50. Tṛuṣhṇārahit, 51. Sukh-dukhmā sambhāvavāḷā, 52. Akārya karavāmā lājvāḷā, 53. Potānā vakhāṇ nahī karanārā, 54. Bījānī nindā nahī karanārā, 55. Yathārth brahmacharya pāḷnārā, 56. Yam tathā niyamvāḷā, 57. Āsanjit, 58. Prāṇajit, 59. Bhagwānnā draḍh āshrayvāḷā, 60. Bhagwadbhakti-parāyaṇ, 61. Bhagwān arthe ja sarva kriyā karanārā, 62. Bhagwānnī mūrtimā dhyān-parāyaṇ rahenārā, 63. Bhagwānnī līlākathānu shravaṇ-kīrtan karanārā, 64. Bhagwānnī bhakti vinā ek paṇ kṣhaṇ vyartha nahī javā denārā. [Satsangijīvan (Harigītā) 1: 25-37]

તપ કરીને બળી જાય તો પણ જો ભગવાનનો આશરો ન હોય તો ભગવાન તેડવા ન આવે ને હિંડોળા-ખાટમાં સૂઈ રહે ને દૂધ-સાકર ને ચોખા જમે ને સેવાના કરનારા ને રળનારા બીજા હોય તો પણ તેને અંતસમે વિમાનમાં બેસારીને ભગવાન તેડી જાય, જો ભગવાનનો દૃઢ આશરો હોય તો. માટે મોક્ષનું કારણ આશરો છે.

ભગવાનનો આશરો (24.4) / (૧/૧૭૨)

One may be burnt out by performing austerities, but if one does not have firm refuge in God then he will not come to take when one passes away. And even if one sleeps comfortably on a swing, and eats sweetened milk and rice while others serve him, still, if his refuge is firm, God will seat him in a divine chariot and take him. Therefore, the cause of moksha is refuge in God.

Refuge in God (24.4) / (1/172)

Tap karīne baḷī jāy to paṇ jo Bhagwānno āsharo na hoy to Bhagwān teḍavā na āve ne hinḍoḷā-khāṭmā sūī rahe ne dūdh-sākar ne chokhā jame ne sevānā karanārā ne raḷnārā bījā hoy to paṇ tene antsame vimānmā besārīne Bhagwān teḍī jāy, jo Bhagwānno draḍh āsharo hoy to. Māṭe mokṣhanu kāraṇ āsharo chhe.

Refuge in God (24.4) / (1/172)

નવરાશ હોય ત્યારે ભગવાનની મૂર્તિને લઈને બેસવું. તે મૂર્તિ તે શું જે, ભગવાનની કથા, કીર્તન, વાર્તા ને ધ્યાન એ ભગવાનની મૂર્તિ છે. ને દેહ હોય ત્યાં લોભ, કામ, ક્રોધ, સ્વાદ, સ્નેહ, માન ને નિદ્રા એ સર્વે હોય છે. તેને તો દેહ ભેળાં કરી રાખવાં. તે તો જેમ કોઈક અફીણનું વ્યસન રાખે છે તે સુખ જેવું જણાય છે પણ એ તો દેહને દુઃખ દે એવું છે, એમ સમજવું.

કથા-વાર્તા (17.8) / (૧/૧૭૩)

When free, sit with the murti of God. What is that murti? Discourses, bhajans, talks and meditation of God are God’s murti. And because one possesses a body, one will have greed, lust, anger, craving for taste, affection toward relatives, ego, and inclination to sleep. These should be considered as the qualities of the body. This is similar to one who has an addiction to morphine and he experiences happiness in that; however, it causes misery to the body.1 One should understand as such.

Spiritual Discourses and Discussions (17.8) / (1/173)

1. Addictions provide temporary happiness and eventually cause misery to the body. Similarly, the base natures (anger, ego, greed, etc.) may provide happiness but ultimately leads to misery.

Navrāsh hoy tyāre Bhagwānnī mūrtine laīne besavu. Te mūrti te shu je, Bhagwānnī kathā, kīrtan, vārtā ne dhyān e Bhagwānnī mūrti chhe. Ne deh hoy tyā lobh, kām, krodh, svād, sneh, mān ne nidrā e sarve hoy chhe. Tene to deh bheḷā karī rākhavā. Te to jem koīk afīṇnu vyasan rākhe chhe te sukh jevu jaṇāy chhe paṇ e to dehne dukh de evu chhe, em samajavu.

Spiritual Discourses and Discussions (17.8) / (1/173)

આપણે તો છેલ્લો જન્મ થઈ રહ્યો છે. તે છેલ્લો જન્મ તે શું જે, પ્રકૃતિના કાર્યમાં મને કરીને માલ ન માનવો એ જ છેલ્લો જન્મ છે.

સાંખ્યજ્ઞાન (27.4) / (૧/૧૭૪)

This is our last birth. What understanding makes this the last birth? To believe that the work of Prakruti has no worth, that is the last birth.

The Knowledge of Sankhya (27.4) / (1/174)

Āpaṇe to chhello janma thaī rahyo chhe. Te chhello janma te shu je, prakṛutinā kāryamā mane karīne māl na mānavo e ja chhello janma chhe.

The Knowledge of Sankhya (27.4) / (1/174)

કોઈક માણસનું કોઈકે જરાક રાખ્યું હોય તો તે પણ નથી ભૂલતું, તો ભગવાનને અર્થે આપણે કાંઈક કર્યું હોય કે કરીએ તો તે કેમ ભૂલે? એ ભગવાન તો કાંઈ ભૂલે એવા નથી. ને ભગવાનની દયા તો અપાર છે ને સર્વ ઠેકાણે ત્યાંથી જ દયા આવી છે.

ભગવાનની દયા-કરુણા-કૃપા (39.8) / (૧/૧૭૫)

People do not forget even the little help given to them by others. So, if we have done or do something for God, how can he forget? God is not the type to forget. The grace of God is limitless and compassion everywhere has come from him.

Mercy-Compassion-Grace of God (39.8) / (1/175)

Koīk māṇasnu koīke jarāk rākhyu hoy to te paṇ nathī bhūlatu, to Bhagwānne arthe āpaṇe kāīk karyu hoy ke karīe to te kem bhūle? E Bhagwān to kāī bhūle evā nathī. Ne Bhagwānnī dayā to apār chhe ne sarva ṭhekāṇe tyāthī ja dayā āvī chhe.

Mercy-Compassion-Grace of God (39.8) / (1/175)

ભગવાન મળ્યા, સાધુ મળ્યા, તે હવે હૈયામાં દુઃખ આવવા દેવું નહિ ને પ્રારબ્ધનું આવે તો ભોગવી લેવું.

દુઃખ (2.4) / (૧/૧૭૬)

We have attained God and the Sadhu, now do not let misery enter the heart and accept whatever fate has in store for us.

Misery (2.4) / (1/176)

Bhagwān maḷyā, Sādhu maḷyā, te have haiyāmā dukh āvavā devu nahi ne prārabdhnu āve to bhogavī levu.

Misery (2.4) / (1/176)

જેવા શબ્દ સાંભળે તેવો જીવ થઈ જાય છે. માટે બળિયા ભગવાનના ભક્ત હોય તેના શબ્દ સાંભળીએ તો જીવમાં બળ આવે, પણ નપુંસકને સંગે બળ પમાય નહિ.

કથા-વાર્તા (17.9) / (૧/૧૭૭)

The jiva becomes like the words it hears. So, if the jiva hears the words of a powerful devotee of God, then it becomes strong. But it does not become strong by the company of an impotent person.

Spiritual Discourses and Discussions (17.9) / (1/177)

Jevā shabda sāmbhaḷe tevo jīv thaī jāy chhe. Māṭe baḷiyā Bhagwānnā bhakta hoy tenā shabda sāmbhaḷīe to jīvmā baḷ āve, paṇ napunsakne sange baḷ pamāy nahi.

Spiritual Discourses and Discussions (17.9) / (1/177)

આ તો મોટાની નજર પડી ગઈ છે તેથી વિષયની તીક્ષ્ણ વૃત્તિ ઓછી થઈ ગઈ છે, નીકર તો તે વિના રહેવાય નહિ.

ભગવાનની દયા-કરુણા-કૃપા (39.9) / (૧/૧૭૮)

The great have cast their glance of grace on us so the intense desire for enjoyment of worldly pleasures has been reduced, otherwise it is not possible to stay without them.

Mercy-Compassion-Grace of God (39.9) / (1/178)

Ā to moṭānī najar paḍī gaī chhe tethī viṣhaynī tīkṣhṇa vṛutti ochhī thaī gaī chhe, nīkar to te vinā rahevāy nahi.

Mercy-Compassion-Grace of God (39.9) / (1/178)

અવિદ્યાનું પણ ભગવાન ચાલવા દે તો ચાલે, નીકર અવિદ્યાનો શો ભાર છે? એ તો ભગવાન દૃષ્ટિ કરે તો ફાટી મરે, માટે એ વાત પણ સમજવી.

માયા (6.4) / (૧/૧૭૯)

૧. માયા.

Māyā is able to influence only if God allows, otherwise what is its strength? If God merely casts a glance it would be destroyed. This, too, should be understood.

Maya (6.4) / (1/179)

Avidyānu1 paṇ Bhagwān chālavā de to chāle, nīkar avidyāno sho bhār chhe? E to Bhagwān draṣhṭi kare to fāṭī mare, māṭe e vāt paṇ samajvī.

Maya (6.4) / (1/179)

1. Māyā.

(1/180)

1. God does not look at the flaws of his devotees. He forgives them of their flaws and liberates them.

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading