share

॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૧

વાત: ૧૬૧ થી ૧૭૦

સૂર્યને કોની ઉપમા દેવાય? એ તો એક જ. તેમ ભગવાન પણ એક જ. અને અનંત અવતાર તે સર્વે એક ભગવાનનું દીધું ઐશ્વર્ય પામ્યા છે. આવો સમો પૃથ્વી ઉપર આવ્યો નથી ને આવશે પણ નહિ, ને આ સાધુ પણ આવ્યા નથી ને આવશે પણ નહિ, ને આ ભગવાન પણ આવ્યા નથી ને આવશે પણ નહિ. અનંત અવતાર થઈ ગયા ને અનંત અવતાર થાશે પણ આ સાધુ ને આ ભગવાન તે આવ્યા નથી ને આવશે પણ નહિ.

સર્વોપરી ભગવાન (42.2) / (૧/૧૬૧)

Who can the Sun be compared with? It is one of a kind. Similarly, God is also one of a kind. And the countless avatārs have all attained the powers given by this one God. This opportunity has not arisen on earth before and will not come again. Even this Sadhu has not come on earth and will not come again, and this God has not come and will not come again. There have been infinite avatārs and there will be countless more avatārs, but this Sadhu and God have not come before and will not come again.

Supreme God (42.2) / (1/161)

Sūryane konī upamā devāy? E to ek ja. Tem Bhagwān paṇ ek ja. Ane anant avatār te sarve ek Bhagwānnun dīdhu aishvarya pāmyā chhe. Āvo samo pṛuthvī upar āvyo nathī ne āvashe paṇ nahi, ne ā Sādhu paṇ āvyā nathī ne āvashe paṇ nahi, ne ā Bhagwān paṇ āvyā nathī ne āvashe paṇ nahi. Anant avatār thaī gayā ne anant avatār thāshe paṇ ā Sādhu ne ā Bhagwān te āvyā nathī ne āvashe paṇ nahi.

Supreme God (42.2) / (1/161)

અક્ષરધામમાંથી આંહીં પોતે પુરુષોત્તમ જીવનાં કલ્યાણ કરવાને સ્વતંત્રપણે આવે ને અનંત જીવનો મોક્ષ કરીને ચાલ્યા જાય.

અક્ષરબ્રહ્મ (35.1) / (૧/૧૬૨)

Purushottam himself has descended here from Akshardham of his own wish. He liberates countless jivas and departs.

Aksharbrahman (35.1) / (1/162)

Akṣhardhāmmāthī ānhī pote Puruṣhottam jīvnā kalyāṇ karavāne swatantrapaṇe āve ne anant jīvno mokṣha karīne chālyā jāy.

Aksharbrahman (35.1) / (1/162)

અલભ્ય લાભ મળ્યો છે અને આત્યંતિક મુક્તિને પામ્યા છીએ અને આજ તો સત્સંગની ભરજુવાની છે ને આજ તો શેરડીના સાંઠાનો વચલો ભાગ આપણને મળ્યો છે. તેમાં રસ ઘણો ને સુગમ પણ છે.

પ્રાપ્તિનો મહિમા (32.6) / (૧/૧૬૩)

This is an incredible opportunity and we have attained ultimate liberation. Today satsang is in the peak of its youth. We have received the central (soft and juicy) portion of the sugarcane. There is a lot of juice in it and is convenient to eat.

Glory of Attainment (32.6) / (1/163)

Alabhya lābh maḷyo chhe ane ātyantik muktine pāmyā chhīe ane āj to satsangnī bharjuvānī chhe ne āj to sheraḍīnā sāṭhāno vachalo bhāg āpaṇne maḷyo chhe. Temā ras ghaṇo ne sugam paṇ chhe.

Glory of Attainment (32.6) / (1/163)

કામ-ક્રોધાદિક દોષ છે તે તો જેમ ખીલ કે દાદર હોય એવા છે, તે તો દેહનો ભાવ છે, ટળી જાશે ને મોટા દૃષ્ટિ કરે તો આ ઘડીએ ટળી જાય, પણ મોટાનો અવગુણ એ ક્ષયરોગ જેવો છે.

અભાવ-અવગુણ અને ગુણગ્રાહક દ્રષ્ટિ (22.1) / (૧/૧૬૪)

Vicious natures such as lust, anger, etc. are like pimples and ringworm! They are consequences of having a body. But they will be conquered. And if the great Sadhu showers his blessings, they will be overcome this instant. But to perceive flaws in the great Sadhu is like tuberculosis.

Perceiving the Virtues and Faults of Others (22.1) / (1/164)

Kām-krodhādik doṣh chhe te to jem khīl ke dādar hoy evā chhe, te to dehno bhāv chhe, ṭaḷī jāshe ne Moṭā draṣhṭi kare to ā ghaḍīe ṭaḷī jāy, paṇ Moṭāno avaguṇ e kṣhayrog jevo chhe.

Perceiving the Virtues and Faults of Others (22.1) / (1/164)

એક તો ભગવાનની આજ્ઞા પાળવી અને બીજું સંતનું સ્વરૂપ સમજવું અને ત્રીજું ભગવાનનું સ્વરૂપ સમજવું, એ ત્રણ વાતમાં ભગવાન રાજી, રાજી ને રાજી છે; ને તેને ધન્ય છે, ધન્ય છે ને ધન્ય છે. એ ત્રણ વાત રાખવી.

ભગવાન અને સાધુની પ્રસન્નતા માટે (34.2) / (૧/૧૬૫)

Three things really please God. First, following his wishes; second, understanding the Sadhu's form; and third, understanding the form of God. Such a person is to be truly, truly, truly commended. Therefore, adopt these three methods.

To Please God and His Holy Sadhu (34.2) / (1/165)

Ek to Bhagwānnī āgnā pāḷavī ane bīju santnu swarūp samajavu ane trīju Bhagwānnu swarūp samajavu, e traṇ vātmā Bhagwān rājī, rājī ne rājī chhe; ne tene dhanya chhe, dhanya chhe ne dhanya chhe. E traṇ vāt rākhavī.

To Please God and His Holy Sadhu (34.2) / (1/165)

આ સત્સંગ મળ્યો છે એ તો પરમ ચિંતામણિ મળી છે, તેમાં જીવ બહુ વૃદ્ધિને પામે છે.

સત્સંગ (18.6) / (૧/૧૬૬)

This satsang we have attained is the best chintāmani. With it, the jiva will make great progress.

Satsang (18.6) / (1/166)

Ā satsang maḷyo chhe e to param chintāmaṇi maḷī chhe, temā jīv bahu vṛuddhine pāme chhe.

Satsang (18.6) / (1/166)

આશરાનું રૂપ કહ્યું કે, “કોઈક આપણા મંદિરમાં કાલનો આવેલો હોય ને તે માંદો પડે ને વીસ વરસ માંદો રહે તો પણ એની ચાકરી આપણે કરવી પડે. ને વળી જેમ ગૃહસ્થનાં બાયડી-છોકરાંને તેનો આશરો છે તે દેશ-પરદેશમાં જઈને તેની ખબર રાખે છે, તેમ ભગવાન પોતાના આશ્રિતની ખબર રાખે છે.”

ભગવાનનો આશરો (24.3) / (૧/૧૬૭)

Just as a mother and children seek refuge of the husband, who cares for them whether he is at home or abroad, similarly, God cares for his followers.

Refuge in God (24.3) / (1/167)

Āsharānu rūp kahyu ke, “Koīk āpaṇā mandirmā kālno āvelo hoy ne te māndo paḍe ne vīs varas māndo rahe to paṇ enī chākarī āpaṇe karavī paḍe. Ne vaḷī jem gṛuhasthnā bāyaḍī-chhokarāne teno āsharo chhe te desh-pardeshmā jaīne tenī khabar rākhe chhe, tem Bhagwān potānā āshritnī khabar rākhe chhe.”

Refuge in God (24.3) / (1/167)

સર્વે વાત સાધુ વતે છે, માટે તેને મુખ્ય રાખવા પણ સાધુ ગૌણ થાય ને જ્ઞાન પ્રધાન થઈ જાય એમ ન કરવું.

સાધુનો મહિમા (30.18) / (૧/૧૬૮)

Everything is gained through the Sadhu. Therefore, keep him predominant. But do not let him become secondary and knowledge become the main aim.

Glory of the Sadhu (30.18) / (1/168)

Sarve vāt Sādhu vate chhe, māṭe tene mukhya rākhavā paṇ Sādhu gauṇ thāy ne gnān pradhān thaī jāy em na karavu.

Glory of the Sadhu (30.18) / (1/168)

મહિમા સમજાય છે ને ફરી ભૂલી જવાય છે, માટે સો વાર વાંચે-સાંભળે તો પછી ભુલાય નહિ. ને મહારાજ છતાં હેત બહુ હતું ને આજ જ્ઞાન અધિક છે, ને ઘણાક સંસ્કારી જીવ આવ્યા છે, માટે સાધુમાં હેત તરત થઈ જાય છે.

ભગવાનનો મહિમા (37.3) / (૧/૧૬૯)

The glory of God is understood and again forgotten. However, by reading and listening to it a hundred times it is not forgotten. And many virtuous jivas have come into Satsang, who instantly develop love for the Sadhu.

Glory of God (37.3) / (1/169)

Mahimā samajāy chhe ne farī bhūlī javāy chhe, māṭe so vār vānche-sāmbhaḷe to pachhī bhulāy nahi. Ne Mahārāj chhatā het bahu hatu ne āj gnān adhik chhe, ne ghaṇāk sanskārī jīv āvyā chhe, māṭe Sādhumā het tarat thaī jāy chhe.

Glory of God (37.3) / (1/169)

મોટા મોટા સર્વે સાધુ હોય અને શ્વેતદ્વીપ જેવું સ્થાનક હોય ને બ્રહ્માના કલ્પ પર્યંત આવરદા હોય ને સર્વેનો સંગ કરીને તેના ગુણ શીખે તો સત્સંગ થાય, ને વાસના પણ ત્યારે ટળે એવી છે. અને એ કહ્યા એ સર્વેના ગુણ એકને વિષે હોય એવાનો સંગ મળે તો તો સર્વે ગુણ આવે ને વાસના પણ ટળી જાય. તે સંગ આજ આપણને મળ્યો છે.

સંગ (4.2) / (૧/૧૭૦)

If all the great sadhus are present, the place is like Shvetdwip, the lifespan is as long as one kalpa of Brahma and if one associates with all, learning their virtues, only then satsang develops, and worldly desires are overcome. If all these virtues described are found in one Sadhu and one attains close association with him then one attains all virtues and desires are also overcome. We have attained such an association today.

Company (4.2) / (1/170)

Moṭā moṭā sarve sādhu hoy ane Shvetdvīp jevu sthānak hoy ne Brahmānā kalp paryant āvardā hoy ne sarveno sang karīne tenā guṇ shīkhe to satsang thāy, ne vāsanā paṇ tyāre ṭaḷe evī chhe. Ane e kahyā e sarvenā guṇ ekne viṣhe hoy evāno sang maḷe to to sarve guṇ āve ne vāsanā paṇ ṭaḷī jāy. Te sang āj āpaṇne maḷyo chhe.

Company (4.2) / (1/170)

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading