share

॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૧

વાત: ૧૫૧ થી ૧૬૦

મોટાને વિષે સદ્‍ભાવ એ જ નિર્વાસનિકપણાનો હેતુ છે ને મોટાને વિષે અસદ્‎‍ભાવ એ જ વાસનાનો હેતુ છે. અને ભગવાન ઓળખાણા, સાધુ ઓળખાણા તે સમજી રહ્યા, હવે કાંઈ ધ્રોડ કરવો નહિ.

દ્રઢ સમાગમ-પ્રીતિ-ભક્તિ-મિત્રતા (19.4) / (૧/૧૫૧)

Goodwill towards the great Sadhu is the only way to overcome worldly desires, while enmity towards the great engulfs one in desires to enjoy worldly pleasures. God and his Sadhu have been recognized and understood, so now there is no need to run around.

Profound Association-Love-Devotion-Friendship (19.4) / (1/151)

Moṭāne viṣhe sad‍bhāv e ja nirvāsanikpaṇāno hetu chhe ne Moṭāne viṣhe asad‎‍bhāv e ja vāsanāno hetu chhe. Ane Bhagwān oḷakhāṇā, Sādhu oḷakhāṇā te samajī rahyā, have kāī dhroḍ karavo nahi.

Profound Association-Love-Devotion-Friendship (19.4) / (1/151)

મોક્ષને અર્થે તો ભગવાન ને સાધુ એ બે જ છે ને બીજાં સાધનનું ફળ તો ધર્મ, અર્થ ને કામ છે.

મોક્ષ (48.2) / (૧/૧૫૨)

For attaining moksha, there is only God and his holy Sadhu. The fruit of other spiritual endeavours is dharma, wealth and fulfilment of desires.

Moksha (48.2) / (1/152)

Mokṣhane arthe to Bhagwān ne Sādhu e be ja chhe ne bījā sādhannu faḷ to dharma, artha ne kām chhe.

Moksha (48.2) / (1/152)

સ્વામિનારાયણ નામના મંત્ર જેવો બીજો કોઈ મંત્ર આજ બળિયો નથી ને એ મંત્રે કાળા નાગનું પણ ઝેર ન ચડે ને એ મંત્રે વિષય ઊડી જાય છે, બ્રહ્મરૂપ થાય છે ને કાળ, કર્મ, માયાનું બંધન છૂટી જાય છે, એવો બહુ બળિયો એ મંત્ર છે. માટે નિરંતર ભજન કરવું.

સ્વામિનારાયણ મહામંત્રનો મહિમા (49.2) / (૧/૧૫૩)

Today, there is no mantra more powerful than the Swaminarayan mantra. It makes even the poison of a black cobra ineffective and dispels the desire for material pleasures. With it, one becomes brahmarup and is freed from the bondage of kāl, karma and māyā. That is how powerful this mantra is. Therefore, always chant it.

Glory of the Swaminarayan Mahamantra (49.2) / (1/153)

Swāminārāyaṇ nāmnā mantra jevo bījo koī mantra āj baḷiyo nathī ne e mantre kāḷā nāgnu paṇ zer na chaḍe ne e mantre viṣhay ūḍī jāy chhe, brahmarūp thāy chhe ne kāḷ, karma, māyānu bandhan chhūṭī jāy chhe, evo bahu baḷiyo e mantra chhe. Māṭe nirantar bhajan karavu.

Glory of the Swaminarayan Mahamantra (49.2) / (1/153)

લાકડાં, પાણા, ઈંટાળા, માણસ એમાં સૌને દેવની માયાનો મોહ થયો છે પણ ભગવાનની મૂર્તિ આગળ તો આ સર્વે કાળનું ભક્ષ છે. અને કથા છે એ ભગવાનની મૂર્તિ છે, તે થકી સમજણની દૃઢતા થાય છે, માટે એનો અભ્યાસ રાખવો.

કથા-વાર્તા (17.7) / (૧/૧૫૪)

All are drawn to the māyā of the gods in the form of wood, stone, bricks and man. But compared to the murti of God, they will all perish with time. Spiritual discourses are the body of God. Through them, one’s understanding is strengthened. Therefore, they should be studied.

Spiritual Discourses and Discussions (17.7) / (1/154)

Lākaḍā, pāṇā, īnṭāḷā, māṇas emā saune devnī māyāno moh thayo chhe paṇ Bhagwānnī mūrti āgaḷ to ā sarve kāḷnu bhakṣh chhe. Ane kathā chhe e Bhagwānnī mūrti chhe, te thakī samajaṇnī draḍhatā thāy chhe, māṭe eno abhyās rākhavo.

Spiritual Discourses and Discussions (17.7) / (1/154)

નરનારાયણાનંદ સ્વામી એ નરનારાયણ છે, તેણે ત્રણ વરસ સુધી ડોશિયુંની સભામાં બુરાનપુરમાં વાતું કરિયું. તેની મહારાજે નરનારાયણ કહીને પૂજા કરી ને તેના દીકરા યોગાનંદ સ્વામી ને કૃષ્ણાનંદ સ્વામી; માટે ગૃહસ્થાશ્રમમાં રહે તો છોકરાં પણ થાય. એ તો મોટા મોટા પણ સૌ સંસારમાં રહીને આવ્યા છે.

(૧/૧૫૫)

Narnarayanand Swami is Narnarayan. He discoursed to women in Burānpur for three years. Maharaj called him Narnarayan and performed his puja. His sons are Yoganand Swami and Krushnanand Swami. So, if one was a gruhasth (prior to becoming a sadhu), he may have had children. Even the great came here (i.e., renounced and became sadhus) after they married.1

(1/155)

1. The message here is the same as in Swamini Vat 1/113. One who follows the path of gruhashtāshram may have children. However, they can still attain an elevated state. Swami gives the example of Narnarayanand Swami who had children prior to becoming a sadhu.

Narnārāyaṇānand Swāmī e Narnārāyaṇ chhe, teṇe traṇ varas sudhī ḍoshiyunī sabhāmā Burānpurmā vātu kariyu. Tenī Mahārāje Narnārāyaṇ kahīne pūjā karī ne tenā dīkarā Yogānand Swāmī ne Lṛuṣhṇānand Swāmī; māṭe gṛuhasthāshrammā rahe to chhokarā paṇ thāy. E to moṭā moṭā paṇ sau sansārmā rahīne āvyā chhe.

(1/155)

“ચાર પ્રકારના સત્સંગી, તેમાં પ્રથમ સૌ કરતાં સરસ આત્મા ને પરમાત્માના જ્ઞાનવાળો; ને તે પછી બીજો ધ્યાન અને પ્રીતિવાળો, તેણે કરીને જોડાયો હોય તો તે પાર પડે; ને તે કેડે ત્રીજો આજ્ઞાવાળો, તે આજ્ઞામાં રહીને માંડમાંડ પૂરું કરે, તે પણ પાર પડે તો તે ઠીક છે; ને તે કેડે ચોથો તે કોઈક સાધુમાં હેત થયું હોય તેણે કરીને કોઈક રીતે નભે.” એ રીતે ચાર પ્રકારના ભક્તનાં રૂપ કહ્યાં. તે પછી હરિજને પ્રશ્ન પૂછ્યો જે, “ચાર પ્રકારના ભક્તમાં પ્રથમ કહ્યો જે જ્ઞાની તેને કોઈ પ્રકારનું વિઘ્ન આવે કે ન આવે?” પછી તેનો ઉત્તર કર્યો જે, “કોઈક ધક્કો મારે ને પછી પડી જાય ને પાછો ઊભો થાય છે. ને વળી જેમ ચોમાસામાં પડે છે ને ઊભો થાય છે, તેમ વિચારે કરીને દેશકાળને ટાળી નાખે ને દેશકાળ તો આવે ખરો; એ ઉત્તર છે.”

ભક્તનાં લક્ષણ અને મહિમા (21.1) / (૧/૧૫૬)

There are four types of satsangis: “The first and best of them all is the one with knowledge of ātmā and Paramatma. Second is one who meditates and has love. Through his attachment for meditation and love for God and his sadhus in this way, he will succeed in attaining moksha. The third is one who follows the commands of God and just about makes it. And if he succeeds that is fine. The fourth is one who attaches himself to some sadhu and as a result somehow survives in Satsang.” Swami thus described the nature of the four types of devotees. Then a devotee asked, “Of the four types of devotees described, does the first, the spiritually wise, encounter any difficulties?” The answer, “If someone pushes, one falls and gets up again. In the rain one slips and gets up again. Similarly, obstacles due to adverse time and place are controlled by proper thinking, but obstacles due to difficult place and time do arise. That is the answer.”

Qualities and Glory of a Devotee (21.1) / (1/156)

Chār prakārnā satsangī, temā pratham sau karatā saras ātmā ne Paramātmānā gnānvāḷo; ne te pachhī bījo dhyān ane prītivāḷo, teṇe karīne joḍāyo hoy to te pār paḍe; ne te keḍe trījo āgnāvāḷo, te āgnāmā rahīne mānḍ-mānḍ pūru kare, te paṇ pār paḍe to te ṭhīk chhe; ne te keḍe chotho te koīk sādhumā het thayu hoy teṇe karīne koīk rīte nabhe. E rīte chār prakārnā bhaktanā rūp kahyā. Te pachhī harijane prashna pūchhyo je, “Chār prakārnā bhaktamā pratham kahyo je gnānī tene koī prakārnu vighna āve ke na āve?” Pachhī teno uttar karyo je, “Koīk dhakko māre ne pachhī paḍī jāy ne pāchho ūbho thāy chhe. Ne vaḷī jem chomāsāmā paḍe chhe ne ūbho thāy chhe, tem vichāre karīne desh-kāḷne ṭāḷī nākhe ne desh-kāḷ to āve kharo; e uttar chhe.”

Qualities and Glory of a Devotee (21.1) / (1/156)

કોટિ કલ્પે પણ જ્ઞાન કર્યા વિના છૂટકો નથી, તે શું જે, ‘નિજાત્માનં બ્રહ્મરૂપં’ એ શિક્ષાપત્રીના શ્લોકમાં કહ્યું છે એમ માનવું. જેમ ગુજરાતની પૃથ્વીમાં પાણો ન આવે, તેમ હરિભક્તને તો વિષય કહેવાય નહિ. એને તો આજ્ઞા છે.

(૧/૧૫૭)

Even after countless years, there is no choice but to gain spiritual knowledge, which is the knowledge written in the Shikshapatri shlok - ‘Nijātmānam brahmarūpam’ - believe the pragat Satpurush is one’s ātmā.

(1/157)

Koṭi kalpe paṇ gnān karyā vinā chhūṭako nathī, te shu je, ‘Nijātmānam brahmarūpam’ e Shikṣhāpatrīnā shlokmā kahyu chhe em mānavu. Jem Gujarātnī pṛuthvīmā pāṇo na āve, tem haribhaktane to viṣhay kahevāy nahi. Ene to āgnā chhe.

(1/157)

ભગવાન મળ્યા હોત પણ આવા સાધુ ન મળ્યા હોત તો આટલો દાખડો કરીને કોણ સમજાવત? ને મહારાજના સત્સંગી કરતાં પણ આ સાધુના સત્સંગી અધિક છે.

સાધુનો મહિમા (30.17) / (૧/૧૫૮)

If one had attained God, but not such a Sadhu, who would have put in such efforts and explained the glory and greatness of God? Therefore, the devotees of this Sadhu are more fortunate than even the devotees of Maharaj.

Glory of the Sadhu (30.17) / (1/158)

Bhagwān maḷyā hot paṇ āvā Sādhu na maḷyā hot to āṭalo dākhaḍo karīne koṇ samajāvat? Ne Mahārājnā satsangī karatā paṇ ā Sādhunā satsangī adhik chhe.

Glory of the Sadhu (30.17) / (1/158)

કથા વંચાવતાં વાત આવી જે, વ્યાસજીને શાંતિ ન થઈ. તે ઉપર બોલ્યા જે, “આપણને ભગવાન મળ્યા અને ભગવાન જેવા સાધુ મળ્યા તો પણ શાંતિ થતી નથી. તેનું કારણ એ છે જે, એક તો વિષયમાં રાગ ને બીજું ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તાય નહિ ને ત્રીજું અજ્ઞાન, તેણે કરીને શાંતિ થતી નથી.”

દુઃખ (2.3) / (૧/૧૫૯)

During a reading of the scriptures, it was mentioned that Vyasji did not attain peace. Explaining this, Swami said, “We have attained God and the God-like Sadhu, still we do not feel at peace. The reasons: first, a strong desire for worldly pleasures; second, inability to act according to the commands of God; and third, ignorance. Because of these, peace is not experienced.”

Misery (2.3) / (1/159)

Kathā vanchāvtā vāt āvī je, Vyāsjīne shānti na thaī. Te upar bolyā je, “Āpaṇne Bhagwān maḷyā ane Bhagwān jevā Sādhu maḷyā to paṇ shānti thatī nathī. Tenu kāraṇ e chhe je, ek to viṣhaymā rāg ne bīju Bhagwānnī āgnā pramāṇe vartāy nahi ne trīju agnān, teṇe karīne shānti thatī nathī.”

Misery (2.3) / (1/159)

મોટા મોટા સર્વે સાધુનો સંગ કરવો. તેનું કારણ એ છે જે, કોઈકમાં એક ગુણ હોય, કોઈકમાં બે ગુણ હોય ને કોઈકમાં ત્રણ ગુણ હોય, તે સર્વેના સંગમાંથી તે તે ગુણ આવે. ને સર્વગુણસંપન્ન એક મળે તો તો કાંઈ વાંધો જ ન રહે. પણ એવા ઝાઝા હોય નહિ.

સત્સંગ (18.5) / (૧/૧૬૦)

Associate with the great sadhus. Since, some of them will have one virtue, some will have two virtues and some will have three virtues. Thus, by associating with them all, we acquire the particular virtues they have. And if one finds a sadhu who is complete with all virtues, then no flaws will remain. But there are not many like that.

Satsang (18.5) / (1/160)

Moṭā moṭā sarve sādhuno sang karavo. Tenu kāraṇ e chhe je, koīkmā ek guṇ hoy, koīkmā be guṇ hoy ne koīkmā traṇ guṇ hoy, te sarvenā sangmāthī te te guṇ āve. Ne sarva-guṇ-sampanna ek maḷe to to kāī vāndho ja na rahe. Paṇ evā jhājhā hoy nahi.

Satsang (18.5) / (1/160)

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading