TEXT OPTIONS
AUDIO OPTIONS
Show audio player
Auto play audio
Auto advance audio
Auto scroll to audio
Auto advance to next page
॥ સ્વામીની વાતો ॥
પ્રકરણ: ૧
વાત: ૧૪૧ થી ૧૫૦
આ જીવ તો વિષયમાંથી નોખો પડતો નથી ને આ ભજન કરાવીએ છીએ તેમાંથી જરાક પળ, બે પળ નોખો પડે, તેમાંથી નિર્ગુણભાવને પામી જાય. ને જીવને તો ‘વચનામૃત’માં લંબકર્ણ જેવો કહ્યો છે, પણ આ વર્તમાન પાળે છે, એ તો જીવ સારા હશે. ને બ્રહ્માંડમાં એવો કોઈ પુરુષ નથી જેને સ્ત્રી ન જોઈએ, ને એવી કોઈ સ્ત્રી નથી જેને પુરુષ ન જોઈએ, તેમાંથી નોખા પડવાનો તો મહારાજે એક શ્લોક લખ્યો છે જે, નિજાત્માનં બ્રહ્મરૂપં। જેમ ગુજરાતની પૃથ્વીમાં પાતાળ સુધી ખોદીએ તો પણ પાણો ન મળે, તેમ બ્રહ્મરૂપ થાવું તેમાં કોઈ દોષ જ ન મળે.
This jiva does not distance itself from worldly pleasures, but because we make it offer devotion then it separates (from them) for a while. In this way, by detaching itself the jiva becomes pure. In the Vachanamrut, the jiva is described as a ‘donkey’. But those jivas who observe the codes of conduct must be good.
In this universe there is no man who does not desire a woman and no woman who does not desire a man. To separate each from the other, Maharaj has written one shlok: ‘Nijātmānam brahmarupam...’ i.e. believe one’s true self as ātmā, not the body. Just as there are no stones when one digs (the soil) of Gujarat deep down into the earth, similarly, there are no faults in one who is brahmarup.
Ā jīv to viṣhaymāthī nokho paḍato nathī ne ā bhajan karāvīe chhīe temāthī jarāk paḷ, be paḷ nokho paḍe, temāthī nirguṇbhāvne pāmī jāy. Ne jīvne to ‘Vachanāmṛut’mā lambakarṇa jevo kahyo chhe, paṇ ā vartamān pāḷe chhe, e to jīv sārā hashe. Ne brahmānḍmā evo koī puruṣh nathī jene strī na joīe, ne evī koī strī nathī jene puruṣh na joīe, temāthī nokhā paḍavāno to Mahārāje ek shlok lakhyo chhe je, Nijātmānam brahmarūpam. Jem Gujarātnī pṛuthvīmā pātāḷ sudhī khodīe to paṇ pāṇo na maḷe, tem brahmarūp thāvu temā koī doṣh ja na maḷe.
મોરે તો ભગવાનને મુમુક્ષુ ખોળતા ને આજ તો ભગવાન મુમુક્ષુને ખોળે છે.
Previously, spiritual aspirants sought God and today God searches for the spiritual aspirants.
More to Bhagwānne mumukṣhu khoḷatā ne āj to Bhagwān mumukṣhune khoḷe chhe.
ભગવાન ભજીએ છીએ તેમાંથી બહુ જ મોટો લાભ થાશે, તે એક બ્રહ્માંડ જેટલો ન કહેવાય ને સો બ્રહ્માંડ જેટલો પણ ન કહેવાય.
We will get much benefit from worshipping God. It cannot be described as being equal to possession of one universe nor even a hundred universes.
Bhagwān bhajīe chhīe temāthī bahu ja moṭo lābh thāshe, te ek brahmānḍ jeṭalo na kahevāy ne so brahmānḍ jeṭalo paṇ na kahevāy.
અમારા ભેળા રહે છે ને બીજે માલ માને છે તેને ઓળખાય નહિ. ને આ દર્શન થાય છે તે તો બહુ જન્મને પુણ્યે થાય છે; નીકર દર્શન થાય નહિ. ને આ તો જેમ છે તેમ જણાય તો આ ઘડીએ ગાંડા થાઓ. ને ગાંડા નથી થવાતું તે તો ભગવાનની ઇચ્છા છે. ને આ દર્શન તો બહુ દુર્લભ છે પણ વરસાદ વરસે ત્યારે તેનું માહાત્મ્ય ન જણાય પણ ન વરસે ત્યારે ખબર પડે. ને વરસાદ ન વરસે તેનું તો દેહને દુઃખ થાય, ને આ યોગ ન થાય તેનું તો જીવમાં દુઃખ થાય. ને આ જોગ નહિ થાય તેને તો પછી રોવું પડશે.
Those who stay with us and yet place their faith elsewhere will not know. This darshan is due to the merits of many births, otherwise this darshan is not possible. This darshan is very rare. When it rains, we do not appreciate its importance, but when it does not rain we do. If it does not rain, there will be physical difficulty and if this association is not made, the jiva experiences spiritual misery. And those who do not associate with this Sadhu will have to cry later.
Amārā bheḷā rahe chhe ne bīje māl māne chhe tene oḷakhāy nahi. Ne ā darshan thāy chhe te to bahu janmane puṇye thāy chhe; nīkar darshan thāy nahi. Ne ā to jem chhe tem jaṇāy to ā ghaḍīe gānḍā thāo. Ne gānḍā nathī thavātu te to Bhagwānnī ichchhā chhe. Ne ā darshan to bahu durlabh chhe paṇ varasād varase tyāre tenu māhātmya na jaṇāy paṇ na varase tyāre khabar paḍe. Ne varasād na varase tenu to dehne dukh thāy, ne ā yog na thāy tenu to jīvmā dukh thāy. Ne ā jog nahi thāy tene to pachhī rovu paḍashe.
દેહને લઈને, દેશને લઈને, કાળને લઈને જીવ બહુ ગ્લાનિ પામી જાય છે, એ ગ્લાનિ પામવી નહિ. ને એનો તો એવો સ્વભાવ છે, ને કર્યું ભગવાનનું થાય છે તે ગમે તે કરે. ને સ્થૂળનું દુઃખ આવે,૧ સૂક્ષ્મનું દુઃખ આવે,૨ કારણનું દુઃખ આવે૩ તેને માનવું નહિ. ને મહારાજે પણ મળતું રાખીને પ્રભુ ભજાવ્યા છે.
૧. શરીરમાં મંદવાડ રહ્યા કરે.
૨. મનમાં મૂંઝવણ રહ્યા કરે.
૩. વિષયભોગની વાસના રહ્યા કરે.
The jiva becomes dejected due to the (adverse conditions of) body, place and time. One should not become so subdued, since that is their very nature. Everything happens by the will of God and he may do anything. Do not think about the miseries of the body,1 mind2 or innate desires.3 And Maharaj, too, made people worship according to their natural inclination.
1. Illness, etc.
2. Worries, etc.
3. Desires for worldly pleasures.
Dehne laīne, deshne laīne, kāḷne laīne jīv bahu glāni pāmī jāy chhe, e glāni pāmavī nahi. Ne eno to evo swabhāv chhe, ne karyu Bhagwānnu thāy chhe te game te kare. Ne sthūḷnu dukh āve,1 sūkṣhmanu dukh āve,2 kāraṇnu dukh āve3 tene mānavu nahi. Ne Mahārāje paṇ maḷatu rākhīne Prabhu bhajāvyā chhe.
1. Sharīrmā mandavāḍ rahyā kare.
2. Manmā mūnjhvaṇ rahyā kare.
3. Viṣhaybhognī vāsanā rahyā kare.
આ કારખાનાં જો એક વરસનાં કરીએ તો બે વરસનાં ઊભાં થાય, ને બે વરસનાં કરીએ તો ચાર વરસનાં ઊભાં થાય એમ છે. ને સૌ મંડીએ તો જૂનાગઢથી વરતાલ સુધી સડક બાંધી દઈએ, તે છાંયડે ચાલ્યા જાઈએ તે તડકો જ ન લાગે પણ વાતું કરવાનું ને સમજવાનું છે તે રહી જાય. ને ભગવાન વિના તો આત્મજ્ઞાન, વૈરાગ્ય ને ધર્મ એ સર્વે અભદ્ર છે, કોઈ કલ્યાણકર્તા નથી.
If we set up workshops to build mandirs, etc. for a year, they will run for two. And if we set up for two, they will run for four years. If all try, a road can be built right from Junagadh to Vartal on which we can walk in the shade and not feel the heat, but then these talks and this understanding will remain undone. Without knowing God, ātmā-realization, detachment and dharma are of no use, since none of them can give liberation.
Ā kārakhānā jo ek varasnā karīe to be varasnā ūbhā thāy, ne be varasnā karīe to chār varasnā ūbhā thāy em chhe. Ne sau manḍīe to Jūnāgaḍhthī Vartāl sudhī saḍak bāndhī daīe, te chhāyaḍe chālyā jāīe te taḍako ja na lāge paṇ vātu karavānu ne samajvānu chhe te rahī jāy. Ne Bhagwān vinā to ātmagnān, vairāgya ne dharma e sarve abhadra chhe, koī kalyāṇkartā nathī.
ત્રીસ લક્ષણે યુક્ત સાધુરૂપ ભગવાન૧ જાણવા ને ઓગણચાલીસ લક્ષણે યુક્ત રાજારૂપ ભગવાન૨ જાણવા. બાકી ઐશ્વર્યપણે કરીને ભગવાનપણું નથી. આ વાત પણ અવશ્ય સમજવાની છે.
૧. સંતનાં ત્રીસ લક્ષણો:
૧. કૃપાલુ - સ્વાર્થની અપેક્ષા વિના પારકું દુઃખ સહન ન થાય તે અથવા પરદુઃખ ટાળવાની ઇચ્છાવાળો. ૨. સર્વદેહિનામ્ અકૃતદ્રોહ - સર્વદેહીઓમાં મિત્રાદિભાવ છે માટે કોઈનો પણ દ્રોહ નહિ કરનાર. ૩. તિતિક્ષુ - દ્વન્દ્વને સહન કરનાર. ૪. સત્યસાર - સત્યને જ એક બળ માનનાર. ૫. અનવદ્યાત્મા - દ્વેષ-અસૂયા આદિ દોષથી રહિત મનવાળો. ૬. સમ - સર્વમાં સમદૃષ્ટિવાળો. ૭. સર્વોપકારક - સર્વને ઉપકાર જ કરનાર. ૮. કામૈરહતધી - વિષય-ભોગથી બુદ્ધિમાં ક્ષોભ નહિ પામનાર. ૯. દાન્ત - ઇન્દ્રિયોનું દમન કરનાર. ૧૦. મૃદુ - મૃદુ ચિત્તવાળો. ૧૧. શુચિ - બાહ્ય અને આન્તર શુદ્ધિવાળો, તેમાં સ્નાન વગેરેથી થતી બાહ્ય શુદ્ધિ અને ભગવાનનાં ચિંતનથી થતી આન્તર શુદ્ધિ કહી છે. ૧૨. અકિંચન - અન્ય પ્રયોજને રહિત. ૧૩. અનીહ - લૌકિક વ્યાપારે રહિત કોઈ પણ પ્રકારની ઇચ્છાએ રહિત. ૧૪. મિતભુક્ - મિતાહાર કરનાર. ૧૫. શાન્ત - અંતઃકરણ જેનું નિયમમાં છે. ૧૬. સ્થિર - સ્થિરચિત્તવાળો. ૧૭. મચ્છરણ - હું જ શરણ (રક્ષિતા અને પ્રાપ્તિનો ઉપાય) જેને છે. ૧૮. મુનિ - શુભાશ્રયનું મનન કરનાર. ૧૯. અપ્રમત્ત - સાવધાન. ૨૦. ગભીરાત્મા - જેનો અભિપ્રાય જાણી શકાય નહિ તે. ૨૧. ધૃતિમાન્ - આપત્કાળમાં ધૈર્યવાળો. ૨૨. જિતષડ્ગુણ - ભૂખ, તરસ, શોક, મોહ, જરા, મૃત્યુ એ છ દ્વંદ્વોને જીતનાર. ૨૩. અમાની - પોતાના દેહના સત્કારની અભિલાષા નહિ રાખનાર. ૨૪. માનદ - બીજાઓને માન આપનાર. ૨૫. કલ્પ - હિતોપદેશ કરવામાં સમર્થ. ૨૬. મૈત્ર - કોઈને નહિ ઠગનારો. ૨૭. કારુણિક - કરુણાથી જ પ્રવર્તનારો, પણ સ્વાર્થ કે લોભથી નહિ. ૨૮. કવિ - જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ - આ પાંચ તત્ત્વોને યથાર્થ જાણનાર. ૨૯. આજ્ઞાયૈવં ગુણાન્ દોષાન્ મયાદિષ્ટાનપિ સ્વકાન્। ધર્માન્ સન્ત્યજ્ય યઃ સર્વાન્ મામ્ ભજેત - મેં વેદ દ્વારા ઉપદેશ કરેલા ગુણદોષોને જાણીને, પોતાના સર્વ ધર્મોનો ફળ દ્વારા ત્યાગ કરીને, મને સર્વભાવથી ભજનાર. ૩૦. જ્ઞાત્વા જ્ઞાત્વાઽથ યે વૈ માં યાવાન્ યશ્ચાસ્મિ યાદૃશઃ॥ ભજન્ત્યનન્યભાવેન - હું જેવા સ્વરૂપવાળો છું, જેવા સ્વભાવવાળો છું અને જેટલી વિભૂતિવાળો છું, તેવી રીતે જાણી જાણીને એટલે વારંવાર વિચાર કરીને અનન્યભાવથી મારી ભક્તિ કરનાર. એવી રીતે સાધુનાં ત્રીસ લક્ષણ કહ્યાં છે. (શ્રીમદ્ભાગવત: ૧૧/૧૧/૨૯-૩૩).
૨. ભગવાનનાં ઓગણચાલીસ લક્ષણો:
૧. સત્યમ્ - સર્વ જીવપ્રાણીમાત્રનું હિત કરવું, સત્ય બોલવું. ૨. શૌચમ્ - પવિત્રતા, નિર્દોષપણું. ૩. દયા - અન્યનાં દુઃખો દૂર કરવાની વૃત્તિ. ૪. ક્ષાન્તિઃ - અપરાધીઓના અપરાધ સહન કરવા. ૫. ત્યાગઃ - યાચકો પ્રત્યે ઉદારતા અથવા પરમાત્માને આત્મસમર્પણ. ૬. સંતોષઃ - સદાય ક્લેશે રહિતપણું. ૭. આર્જવમ્ - મન, વાણી અને શરીરનું એકરૂપપણું. એટલે જેવું મનમાં તેવું જ વાણીમાં અને તેવી જ ક્રિયા કરવી; અર્થાત્ સરળતા. ૮. શમઃ - મનનો સંયમ. ૯. દમઃ - આંખ વગેરે બાહ્ય ઇન્દ્રિયો પર સંયમ. ૧૦. તપઃ - શરીર તથા મનને ક્લેશ થાય તેવાં વ્રતાદિ કરવાં. ૧૧. સામ્યમ્ - શત્રુ-મિત્ર પ્રત્યે સમાન ભાવ. ૧૨. તિતિક્ષા - સુખ-દુઃખ જેવાં દ્વન્દ્વોથી પરાભવ નહિ પામવાપણું, સહનશક્તિ. ૧૩. ઉપરતિઃ - અધિક લાભ તથા પ્રાપ્તિ પ્રત્યે ઉદાસીનતા. ૧૪. શ્રુતમ્ - સર્વ શાસ્ત્રાર્થનું યથાર્થ જાણવાપણું. ૧૫. જ્ઞાનમ્ - આશ્રિતોના અનિષ્ટની નિવૃત્તિ અને ઈષ્ટની પ્રાપ્તિ કરી આપવામાં ઉપયોગી જ્ઞાન અથવા જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ તથા પરબ્રહ્મની અનુભવપૂર્ણ જાણકારી. ૧૬. વિરક્તિઃ - વૈરાગ્ય, વિષયમાં નિઃસ્પૃહપણું અથવા વિષયોથી ચિત્તનું આકર્ષણ ન થવાપણું. ૧૭. ઐશ્વર્યમ્ - સર્વ જીવપ્રાણીનું નિયંતાપણું. ૧૮. શૌર્યમ્ - શૂરવીરપણું. ૧૯. તેજઃ - પ્રભાવ, એટલે કોઈથી પણ પરાભવ ન પામવાપણું. ૨૦. બલમ્ - કલ્યાણકારી ગુણોને ધારણ કરવાનું સામર્થ્ય. ૨૧. સ્મૃતિઃ - પોતાનામાં અનન્યભાવે પ્રેમથી જોડાયેલ ભક્તોના અપરાધોને ન જોતા તેમને ક્ષણમાત્ર ન ભૂલે. તેમના ગુણોનું સ્મરણ કરે. ૨૨. સ્વાતંત્ર્યમ્ - અન્યની અપેક્ષાથી રહિતપણું. ૨૩. કૌશલમ્ - નિપુણપણું. ૨૪. કાન્તિઃ - આધ્યાત્મિક તેજ. ૨૫. ધૈર્યમ્ - સર્વદા અવ્યાકુળતા. ૨૬. માર્દવમ્ - ચિત્તની કોમળતા અથવા ક્રૂરતાએ રહિતપણું. ૨૭. પ્રાગલ્ભ્યમ્ - પીઢતા, જ્ઞાનની ગંભીરતા. ૨૮. પ્રશ્રયઃ - વિનયશીલતા, જ્ઞાન-ગરીબાઈ. ૨૯. શીલમ્ - સદાચાર. ૩૦. સહઃ - પ્રાણનું નિયમન-સામર્થ્ય. ૩૧. ઓજઃ - બ્રહ્મચર્યથી પ્રાપ્ત કરેલ દિવ્ય કાંતિ. ૩૨. બલમ્ - કલ્યાણકારી ગુણોને ધારણ કરવાનું સામર્થ્ય. ૩૩. ભગઃ - જ્ઞાનાદિ ગુણોની અધિકતા. ૩૪. ગાંભીર્યમ્ - જ્ઞાનનું ઊંડાણ, આછકલાપણાથી રહિત અથવા અભિપ્રાય ન જાણી શકાય તે. ૩૫. સ્થૈર્યમ્ - ક્રોધ થવાનાં નિમિત્ત સતે પણ વિકાર ન થાય તે અથવા ચંચળતાનો અભાવ. ૩૬. આસ્તિક્યમ્ - શાસ્ત્રાર્થમાં વિશ્વાસ અથવા ભગવાન સદાકર્તા, સાકાર, સર્વોપરી અને પ્રગટ છે તેવી દૃઢ શ્રદ્ધા. ૩૭. કીર્તિઃ - યશ. ૩૮. માનઃ - પૂજાની યોગ્યતા. ૩૯. અનહંકૃતિઃ અહંકારનો અભાવ, નિર્માનીપણું. (શ્રીમદ્ભાગવત: ૧/૧૬/૨૬-૨૮)
Know that God in the form of a sadhu has 30 qualities1 and God in the form of a king has 39 qualities.2 But Godliness is not due to miraculous powers. This, too, must be firmly understood.
1. Described in the Shrimad Bhagvat 11/11/29-32: (1) krupālu - one who selflessly showers grace upon others; (2) sarvedehinām akrutadroh - one who does not harm any living being; (3) titikshu - one who remains equipoise in all situations - such as in the duality of praise and insult, happiness and misery, hunger and thirst, etc.; (4) satyasār - one whose strength comes from satya; (5) anavadhyātmā - one who is devoid of jealousy or other such vices; (6) sam - one who views others with equality; (7) sarvopakārak - one who does only good to others; (8) kāmairahatadhihi - one whose mind is not disturbed by indulging in vishays; (9) dānt - one whose indriyas are restrained; (10) mrudu - gentle-natured; (11) shuchi - one with inner and outer purity; (12) akinchan - one without any worldly desires; (13) aniha - one without any desires for worldly gains; (14) mitabhuk - one who eats in moderation; (15) shānt - one whose mind is restrained; (16) sthir - one who is equipoise; (17) machchharan - one whose only refuge is God; (18) muni - one who has noble thoughts; (19) apramatta - one who is aware; (20) gambhirātmā - one whose motives are beyond our understanding; (21) dhrutimān - one who is patient even in difficult circumstances; (22) jitashadguna - one who has defeated: thirst, hunger, grief, infatuation, old age and death; (23) amāni - one with humility; (24) mānad - one who can praise others; (25) kalp - one who has the ability to speak for others’ benefit; (26) maitra - one who does not deceive others; (27) kārunik - one who is compassionate without any selfish motive; (28) kavi - One who fully knows the animate, the inanimate and God; (29) one who worships God; (30) one who has single-minded worship with the realization of God in His true glory.
2. Described in the Shrimad Bhagvat 1/16/26-30: (1) satya - truthfulness or benevolence to all beings; (2) sauch - [inner] purity, i.e., flawlessness; (3) dayā - compassion, i.e., intolerance of others’ pain; (4) kshānti - forbearance, i.e., tolerance of contempt from adversaries; (5) tyāg - renunciation, i.e., forsaking of all things, including one's self; (6) santosh - contentment, i.e., free from restlessness; (7) ārjav - sincerity, i.e., congruence of mind (thoughts), speech (words) and body (actions); (8) sham - tranquility, i.e., restraint of mind; (9) dam - self-control, i.e., restraint of outer sense organs; (10) tap - austerity, i.e., contemplation upon the creation of the world; (11) sāmya - equality, i.e., equal behaviour with friends and foe; (12) titikshā - endurance, i.e., withstanding of comforts and hardships; (13) uparati - abstinence, i.e., refraining from unnecessary activities; (14) shrut - learning, i.e., knowledge of the precise meanings of the scriptures; (15) gnān - knowledge, i.e., knowledge useful in helping aspirants attain the desirable and avoid the undesirable; (16) virakti - disaffection, i.e., devoid of attraction to the pleasures of the sense enjoyments; (17) aishvarya - power, i.e., control over all things; (18) shaurya - valour, i.e., boldness in battle; (19) tej - brilliance, i.e., resistance to defeat; (20) bal - strength, i.e., power to govern all beings; (21) smruti - memory, i.e., remembering of devotees’ favours in their times of faltering; (22) swātantrya - independence; (23) kaushal - expertise; (24) kānti - lustre; (25) dhairya - fortitude, i.e., strength of mind in adverse times; (26) mārdav - suppleness, i.e., modesty; (27) prāgalbhya - courage; (28) prashray - courtesy; (29) sheel - chastity, i.e., purity of character; (30) saha - potency; (31) ojas - vitality; (32) bal - strength, i.e., power to support all things; (33) bhag - excellence; (34) gāmbheerya - profundity; (35) sthairya - stability; (36) āstikya - faith in God and scriptures; (37) keerti - glory; (38) mān - self-respect; (39) anahamkruti - egolessness, i.e., humility.
Trīs lakṣhaṇe yukta sādhurūp Bhagwān1 jāṇavā ne ogaṇchālīs lakṣhaṇe yukta rājārūp Bhagwān2 jāṇavā. Bākī aishvaryapaṇe karīne Bhagwānpaṇu nathī. Ā vāt paṇ avashya samajvānī chhe.
1. Santnā trīs lakṣhaṇo:
1. Kṛupālu - svārthnī apekṣhā vinā pāraku dukh sahan na thāy te athavā pardukh ṭāḷvānī ichchhāvāḷo. 2. Sarvadehinām akṛutdroh - sarvadehīomā mitrādibhāv chhe māṭe koīno paṇ droh nahi karanār. 3. Titikṣhu - dvandvane sahan karanār. 4. Satyasār - satyane ja ek baḷ mānanār. 5. Anavadyātmā - dveṣh-asūyā ādi doṣhthī rahit manvāḷo. 6. Sam - sarvamā samdraṣhṭivāḷo. 7. Sarvopkārak - sarvane upakār ja karanār. 8. Kāmairahatadhī - viṣhay-bhogthī buddhimā kṣhobh nahi pāmanār. 9. Dānt - indriyonu daman karanār. 10. Mṛudu - mṛudu chittavāḷo. 11. Shuchi - bāhya ane āntar shuddhivāḷo, temā snān vagerethī thatī bāhya shuddhi ane Bhagwānnā chintanthī thatī āntar shuddhi kahī chhe. 12. Akinchan - anya prayojane rahit. 13. Anīh - laukik vyāpāre rahit koī paṇ prakārnī ichchhāe rahit. 14. Mitbhuk - mitāhār karanār. 15. Shānt - antahkaraṇ jenu niyammā chhe. 16. Sthir - sthirchittavāḷo. 17. Machchharaṇ - hu ja sharaṇ (rakṣhitā ane prāptino upāy) jene chhe. 18. Muni - shubhāshraynu manan karanār. 19. Apramatt - sāvadhān. 20. Gabhīrātmā - jeno abhiprāy jāṇī shakāy nahi te. 21. Dhṛutimā - āpatkāḷmā dhairyavāḷo. 22. Jitaṣhaḍguṇ - bhūkh, taras, shok, moh, jarā, mṛutyu e chha dvandvone jītanār. 23. Amānī - potānā dehnā satkārnī abhilāṣhā nahi rākhanār. 24. Mānad - bījāone mān āpanār. 25. Kalp - hitopadesh karavāmā samarth. 26. Maitra - koīne nahi ṭhagnāro. 27. Kāruṇik - karuṇāthī ja pravartanāro, paṇ svārtha ke lobhthī nahi. 28. Kavi - jīv, īshvar, māyā, Brahma ane Parabrahma - ā pāch tattvone yathārth jāṇanār. 29. Āgnāyaivam guṇān doṣhān mayādiṣhṭānapi swakān, dharmān santyajya yah sarvān mām bhajet - me Ved dvārā updesh karelā guṇdoṣhone jāṇīne, potānā sarva dharmono faḷ dvārā tyāg karīne, mane sarvabhāvthī bhajanār. 30. Gnātvā gnātvāth ye vai mām yāvān yashchāsmi yādrashah. Bhajantyananyabhāven - hu jevā swarūpvāḷo chhu, jevā swabhāvavāḷo chhu ane jeṭalī vibhūtivāḷo chhu, tevī rīte jāṇī jāṇīne eṭale vāramvār vichār karīne ananyabhāvthī mārī bhakti karanār. Evī rīte sādhunā trīs lakṣhaṇ kahyā chhe. (Shrīmad Bhāgwat: 11/11/29-33).
2. Bhagwānnā ogaṇchālīs lakṣhaṇo:
1. Satyam - sarva jīv-prāṇī-mātranu hit karavu, satya bolavu. 2. Shaucham - pavitratā, nirdoṣhpaṇu. 3. Dayā - anyanā dukho dūr karavānī vṛutti. 4. Kṣhāntihi - aparādhīonā aparādh sahan karavā. 5. Tyāgah - yāchako pratye udārtā athavā Parmātmāne ātm-samarpaṇ. 6. Santoṣhah - sadāy kleshe rahitpaṇu. 7. Ārjavam - man, vāṇī ane sharīrnu ekrūppaṇu. Eṭale jevu manmā tevu ja vāṇīmā ane tevī ja kriyā karavī; arthāt saraḷtā. 8. Shamah - manno saiyam. 9. Damah - ānkh vagere bāhya indriyo par saiyam. 10. Tapah - sharīr tathā manne klesh thāy tevā vratādi karavā. 11. Sāmyam - shatru-mitra pratye samān bhāv. 12. Titikṣhā - sukh-dukh jevā dvandvothī parābhav nahi pāmavāpaṇu, sahanshakti. 13. Uparatihi - adhik lābh tathā prāpti pratye udāsīntā. 14. Shrutam - sarva shāstrārthnu yathārth jāṇavāpaṇu. 15. Gnānam - āshritonā aniṣhṭanī nivṛutti ane īṣhṭanī prāpti karī āpavāmān upyogī gnān athavā jīv, īshvar, māyā, Brahma tathā Parbrahmanī anubhavpūrṇa jāṇkārī. 16. Viraktihi - vairāgya, viṣhaymā nihspṛuhapaṇu athavā viṣhayothī chittanu ākarṣhaṇ na thavāpaṇu. 17. Aishvaryam - sarva jīv-prāṇīnu niyantāpaṇu. 18. Shauryam - shūrvīrpaṇu. 19. Tejah - prabhāv, eṭale koīthī paṇ parābhav na pāmavāpaṇu. 20. Balam - kalyāṇkārī guṇone dhāraṇ karavānu sāmarthya. 21. Smṛutihi - potānāmā ananyabhāve premthī joḍāyel bhaktonā aparādhone na jotā temane kṣhaṇmātra na bhūle. Temanā guṇonu smaraṇ kare. 22. Svātantryam - anyanī apekṣhāthī rahitpaṇu. 23. Kaushalam - nipuṇpaṇu. 24. Kāntihi - ādhyātmik tej. 25. Dhairyam - sarvadā avyākuḷtā. 26. Mārdavam - chittanī komaḷtā athavā krūrtāe rahitpaṇu. 27. Prāgalbhyam - pīḍhatā, gnānnī gambhīrtā. 28. Prashrayah - vinayshīltā, gnān-garībāī. 29. Shīlam - sadāchār. 30. Sahah - prāṇnu niyaman-sāmarthya. 31. Ojah - brahmacharyathī prāpta karel divya kānti. 32. Balam - kalyāṇkārī guṇone dhāraṇ karavānu sāmarthya. 33. Bhagah - gnānādi guṇonī adhiktā. 34. Gāmbhīryam - gnānnu ūnḍāṇ, āchhakalāpaṇāthī rahit athavā abhiprāy n jāṇī shakāy te. 35. Sthairyam - krodh thavānā nimitta sate paṇ vikār na thāy te athavā chanchaḷtāno abhāv. 36. āstikyam - shāstrārthamā vishvās athavā Bhagwān sadākartā, sākār, sarvoparī ane pragaṭ chhe tevī draḍh shraddhā. 37. Kīrtihi - yash. 38. Mānah - pūjānī yogyatā. 39. Anahamkṛutihi ahankārno abhāva, nirmānīpaṇu. (Shrīmad Bhāgwat: 1/16/26-28)
અંતરમાં ટાઢું રહ્યા કરે ને ધગી ન જાય તેના બે ઉપાય છે: એક તો ભગવાનનું ભજન કરવું ને બીજું ભગવાનને સર્વકર્તા સમજવા ને તેમાં સુખ આવે તો સુખ ભોગવી લેવું ને દુઃખ આવે તો દુઃખ ભોગવી લેવું. તે કહ્યું છે જે, દાસના દુશ્મન હરિ કે’દી હોય નહિ, જેમ કરશે તેમ સુખ જ થાશે.૧
૧. ભાવાર્થ: ભગવાન પોતાના દાસ એટલે કે ભક્તના શત્રુ ક્યારેય હોતા જ નથી. તે જે કંઈ કરે છે તે ભક્તના સારા માટે જ કરે છે. આ વાત નિષ્કુળાનંદ સ્વામીના ‘દાસના દુશ્મન તે હરિ હોયે નહિ’ પદમાં ઉલ્લેખાયેલી છે.
કીર્તન
દાસના દુશ્મન હરિ કે’દી હોયે નહિ,
ભાઈ જે કાંઈ કરશે તે સુખ થાશે;
અણસમજે અટપટું એ લાગે ખરું,
પણ સમઝીને જુવે તો સત્ય ભાસે... દાસ. ૧
ભાઈ સુખમાં હરિ કહો કેને સાંભર્યા,
જો ધન રાજ ને પરિવાર પામે;
રાજના સાજમાં રામજી વિસરે,
વળી માલના મદના મદમાં મત્ત વામે... દાસ. ૨
ભાઈ સંસારના સુખ તે દુઃખ છે દાસને,
તેહ હરિ વિચારીને નહીં જ આપે;
પણ જક્તના જીવ તે જુક્તિ જાણે નહિ,
અણછતાં દાસના દોષ સ્થાપે... દાસ. ૩
ભાઈ દેહતણું દુઃખ તેહ સુખ છે સંતને,
જો અખંડ વરતિ વળી એમ રહે;
નિષ્કુળાનંદ એ દયા નાથની જાણજે,
જે સમજ્યા તે તો એમ જ કહે... દાસ. ૪
[કીર્તનસાર સંગ્રહ: ૨/૪૫૬]
There are two means by which inner peace remains and no agitation arises: one is to worship God and the other is to understand God as the all-doer. Then, if we get happiness we should enjoy it and if we encounter misery we should tolerate it. It is said, “Dāsnā dushman Hari ke’di hoy nahi, jem karashe tem sukh ja thāshe.”1 – “God is not an enemy of the devotee, whatever he does will bring happiness.”
1. Essence: God is not an enemy of his devotees. Whatever he does is for their benefit. This has been mentioned by Nishkulanand Swami in his kirtan Dāsnā dushman Hari ke’dī hoye nahi.
Kīrtan
Dāsnā dushman Hari ke’dī hoye nahi,
Bhāī je kāī karashe te sukh thāshe;
Aṇasamaje aṭpaṭu e lāge kharu,
Paṇ samazīne juve to satya bhāse... Dās. 1
Bhāī sukhmā Hari kaho kene sāmbharyā,
Jo dhan rāj ne parivār pāme;
Rājnā sājmā Rāmjī visare,
Vaḷī mālnā madnā madmā matta vāme... Dās. 2
Bhāī sansārnā sukh te dukh chhe dāsne,
Teh Hari vichārīne nahī ja āpe;
Paṇ jaktanā jīv te jukti jāṇe nahi,
Aṇachhatā dāsnā doṣh sthāpe... Dās. 3
Bhāī dehtaṇu dukh teh sukh chhe santne,
Jo akhanḍ varati vaḷī em rahe;
Niṣhkuḷānand e dayā Nāthnī jāṇaje,
Je samajyā te to em ja kahe... Dās. 4
[Kīrtan Sār Sangrah: 2/456]
Antarmā ṭāḍhu rahyā kare ne dhagī na jāy tenā be upāy chhe: ek to Bhagwānnu bhajan karavu ne bīju Bhagwānne sarva-kartā samajavā ne temā sukh āve to sukh bhogavī levu ne dukh āve to dukh bhogavī levu. Te kahyu chhe je, Dāsnā dushman Hari ke’dī hoy nahi, jem karashe tem sukh ja thāshe.1
1. Bhāvārth: Bhagwān potānā dās eṭale ke bhaktanā shatru kyāreya hotā ja nathī. Te je kaī kare chhe te bhaktanā sārā māṭe ja kare chhe. Ā vāt Niṣhkuḷānand Swāmīnā ‘Dāsnā dushman te Hari hoye nahi’ padmā ullekhāyelī chhe.
Kīrtan
Dāsnā dushman Hari ke’dī hoye nahi,
Bhāī je kāī karashe te sukh thāshe;
Aṇasamaje aṭpaṭu e lāge kharu,
Paṇ samazīne juve to satya bhāse... Dās. 1
Bhāī sukhmā Hari kaho kene sāmbharyā,
Jo dhan rāj ne parivār pāme;
Rājnā sājmā Rāmjī visare,
Vaḷī mālnā madnā madmā matta vāme... Dās. 2
Bhāī sansārnā sukh te dukh chhe dāsne,
Teh Hari vichārīne nahī ja āpe;
Paṇ jaktanā jīv te jukti jāṇe nahi,
Aṇachhatā dāsnā doṣh sthāpe... Dās. 3
Bhāī dehtaṇu dukh teh sukh chhe santne,
Jo akhanḍ varati vaḷī em rahe;
Niṣhkuḷānand e dayā Nāthnī jāṇaje,
Je samajyā te to em ja kahe... Dās. 4
[Kīrtan Sār Sangrah: 2/456]
ભગવાને મોહ શા સારુ કર્યો હશે? એમ સંકલ્પ કરીને તપાસ કર્યો તો જણાણું જે, એ પણ સમજીને કર્યું છે, નીકર તો બ્રહ્માંડ ચાલત નહિ.
Why has God created attraction for the opposite sex? With this thought we analysed and found that it was done purposely. Otherwise the universe would not function.
Bhagwāne moh shā sāru karyo hashe? Em sankalp karīne tapās karyo to jaṇāṇu je, e paṇ samajīne karyu chhe, nīkar to brahmānḍ chālat nahi.
મુક્તાનંદ સ્વામીમાં હેત થાય નહિ ને ભૂંડણ જેવી ડોશી હોય તેમાં હેત થાય; કેમ જે, દૈવની માયાનો મોહ જ એવો છે.
One does not develop affection for Muktanand Swami, yet develops affection for an ugly woman. The reason is the infatuation caused by God’s māyā.1
1. Swami is showing the strength of lust with these words. When one is overcome with lust, beauty is of no concern.
Muktānand Swāmīmā het thāy nahi ne bhūnḍaṇ jevī ḍoshī hoy temā het thāy; kem je, daivnī māyāno moh ja evo chhe.