share

॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૧

વાત: ૧૩૧ થી ૧૪૦

દુર્લભમાં દુર્લભ સત્સંગ, ને દુર્લભમાં દુર્લભ એકાંતિકપણું, ને દુર્લભમાં દુર્લભ ભગવાન, એ ત્રણ વાત આપણને મળી રહી છે. સૂકાઈ જાઓ, અન્ન મૂકી દિયો, વનમાં જાઓ કે ઘર મૂકી દિયો તે કરતાં પણ આ સાધુની વાતું સાંભળવી તે અધિક છે, અને આ તો પુરુષોત્તમનાં વચન છે ને ગુણાતીત વાતું છે ને આ વાતુંમાંથી તો અક્ષરધામ દેખાય છે. તે ભગવાન અક્ષરધામ ને મુક્તને લઈને એવા ને એવા જ આવ્યા છે તેમાં ફેર ન સમજવો, ને મહિમા સમજાતો નથી તેથી જીવ દૂબળો રહે છે.

કથા-વાર્તા (17.5) / (૧/૧૩૧)

To attain Satsang is extremely rare, to attain spiritual enlightenment and to attain God is extremely rare. But we have attained all three. To listen to this Sadhu’s spiritual talks is better than totally emaciating one’s body, shunning food, living in the jungle and renouncing home. These are the words of Purushottam (supreme God) and the talks of Gunatit. By these talks we reach Akshardham.

Spiritual Discourses and Discussions (17.5) / (1/131)

Durlabhmā durlabh satsang, ne durlabhmā durlabh ekāntikpaṇu, ne durlabhmā durlabh Bhagwān, e traṇ vāt āpaṇne maḷī rahī chhe. Sūkāī jāo, anna mūkī diyo, vanmā jāo ke ghar mūkī diyo te karatā paṇ ā Sādhunī vātu sāmbhaḷavī te adhik chhe, ane ā to Puruṣhottamnā vachan chhe ne guṇātīt vātu chhe ne ā vātumāthī to Akṣhardhām dekhāy chhe. Te Bhagwān Akṣhardhām ne muktane laīne evā ne evā ja āvyā chhe temā fer na samajavo, ne mahimā samajāto nathī tethī jīv dūbaḷo rahe chhe.

Spiritual Discourses and Discussions (17.5) / (1/131)

એક દિવસે રાજ દેવાય પણ વિદ્યા ન દેવાય. ને રાજાનો કુંવર હોય તેને ગમે એટલું ખવરાવે તો પણ એક દિવસે મોટો ન થાય. એ તો ધીરે ધીરે મોટો થાય, તેમ જ્ઞાન પણ સંગે કરીને ધીરે ધીરે થાય છે.

સંગ (4.1) / (૧/૧૩૨)

A kingdom can be given in one day, but not knowledge. Even by feeding a prince plenty of food, he does not grow up in one day. He grows slowly. Similarly, knowledge also develops slowly through association with the great Sadhu.

Company (4.1) / (1/132)

Ek divase rāj devāy paṇ vidyā na devāy. Ne rājāno kuvar hoy tene game eṭalu khavarāve to paṇ ek divase moṭo na thāy. E to dhīre dhīre moṭo thāy, tem gnān paṇ sange karīne dhīre dhīre thāy chhe.

Company (4.1) / (1/132)

જેણે મોટાને જીવ આપી દીધો હોય તેને પણ વાસના રહે, તેને ટાળવાનું સાધન તો મહિમા ને આત્મનિષ્ઠા છે.

સ્વભાવ-વાસના-દૂરગુણો-પાપ (5.9) / (૧/૧૩૩)

One who has surrendered his jiva to the great Sadhu may also have some desires remaining. The means to overcome them are understanding his glory and knowledge of the ātmā.

Base Instincts-Worldly Desires-Drawbacks-Sin (5.9) / (1/133)

Jeṇe Moṭāne jīv āpī dīdho hoy tene paṇ vāsanā rahe, tene ṭāḷavānu sādhan to mahimā ne ātmaniṣhṭhā chhe.

Base Instincts-Worldly Desires-Drawbacks-Sin (5.9) / (1/133)

વાસના ટળે તો પણ દેહનો ભાવ રહી જાય. ઋષભદેવ ભગવાનનો દેહ પડવાનો થયો ત્યારે મુખમાં પાણાનો કોળિયો મૂક્યો, તે શાથી જે, ખાવાનો અભ્યાસ, માટે એ વાત પણ સમજવી.

(૧/૧૩૪)

Even if one’s desires are destroyed, consciousness to one’s body may still remain. When Rushabhdev Bhagwan was about to die, he put a stone in his mouth. Why? Because of the habit of eating. Therefore, this must also be understood.

(1/134)

Vāsanā ṭaḷe to paṇ dehno bhāv rahī jāy. Ṛuṣhabhdev Bhagwānno deh paḍavāno thayo tyāre mukhmā pāṇāno koḷiyo mūkyo, te shāthī je, khāvāno abhyās, māṭe e vāt paṇ samajavī.

(1/134)

કદાપિ રાજી થઈને માથે બે હાથ મૂકીએ તો પણ જ્ઞાન કેમ થાય? એ તો વાતે કરીને થાય. ને રાજી થાય તો બુદ્ધિ આપે તેથી વાત સમજાય.

જ્ઞાન-સમજણ-અજ્ઞાન (26.8) / (૧/૧૩૫)

Even if we become pleased and place two hands on the head (to bless), how is spiritual knowledge attained? That is gained through spiritual talks. And if pleased, we’ll give intelligence so that the talks can be understood by you.

Spiritual Wisdom-Understanding-Ignorance (26.8) / (1/135)

Kadāpi rājī thaīne māthe be hāth mūkīe to paṇ gnān kem thāy? E to vāte karīne thāy. Ne rājī thāy to buddhi āpe tethī vāt samajāy.

Spiritual Wisdom-Understanding-Ignorance (26.8) / (1/135)

આ વાતું તો જાદુ છે તે સાંભળે તો ગાંડો થાય. તે ગાંડો તે શું જે, જગત ખોટું થઈ જાય, પછી તેને ડાહ્યો કોણ કહે?

કથા-વાર્તા (17.6) / (૧/૧૩૬)

These talks are magic – one who listens becomes mad! Mad in what sense? The world ceases to exist and is understood as perishable, then who will call one wise?

Spiritual Discourses and Discussions (17.6) / (1/136)

Ā vātu to jādu chhe te sāmbhaḷe to gānḍo thāy. Te gānḍo te shu je, jagat khoṭu thaī jāy, pachhī tene ḍāhyo koṇ kahe?

Spiritual Discourses and Discussions (17.6) / (1/136)

ઇન્દ્રિયું-અંતઃકરણ તો મુંબઈ ને સૂરતનાં તળનાં માણસ જેવાં છે, તેને સત્સંગ થાય નહીં. ને માંહિલો કજિયો તો બહુ ભારે છે, તે આડો આવે તે જાણે, એ તો મધરાશીના રંગની પેઠે માયાના પાશ લાગ્યા છે તેથી વાત અડતી નથી.

માયા (6.3) / (૧/૧૩૭)

૧. મદ્રાસીના.

The senses and inner faculties are like the people of inner Mumbai and Surat – they will not take to satsang. Also, inner strife is extremely burdensome and is known to be obstructive. And like a Madrasi, whose dark skin does not lose its darkness, māyā has made an impact on the jiva and that is why satsang does not have an impact.

Maya (6.3) / (1/137)

Indriyu-antahkaraṇ to Mumbaī ne Sūratnā taḷnā māṇas jevā chhe, tene satsang thāy nahī. Ne māhilo kajiyo to bahu bhāre chhe, te āḍo āve te jāṇe, e to Madhrāshīnā1 rangnī peṭhe māyānā pāsh lāgyā chhe tethī vāt aḍatī nathī.

Maya (6.3) / (1/137)

1. Madrāsīnā.

“સાધને કરીને કદાપિ નિર્વાસનિક થવાશે તો પણ શું પાક્યું? ને તેણે કરીને શું ફળ છે? એ તો ઝાડવાં જેવો છે. ને ભગવાનની નિષ્ઠા છે ને વાસના છે તો પણ તેની શી ફિકર છે ને તેનો શો ભાર છે?” ઇત્યાદિ બહુ બળની વાત કરી.

(૧/૧૩૮)

“So what if one becomes free of desires (nirvāsanik) by means of spiritual endeavors. And what fruit will they obtain from that? That is actually like trees (being free of desires). On the contrary, what worry does one who has faith in Bhagwan, despite some desires, have?” Swami talked a great deal on such talks of strength (of having faith in Bhagwan).

(1/138)

“Sādhane karīne kadāpi nirvāsanik thavāshe to paṇ shu pākyu? Ne teṇe karīne shu faḷ chhe? E to jhāḍavā jevo chhe. Ne Bhagwānnī niṣhṭhā chhe ne vāsanā chhe to paṇ tenī shī fikar chhe ne teno sho bhār chhe?” Ityādi bahu baḷnī vāt karī.

(1/138)

ભગવાનનો આશરો થયો છે તે જેવી તો કોઈ વાત નથી, તેને તો સર્વે વાત થઈ રહી છે. કાંઈ કરવું બાકી રહ્યું નથી. ને ભગવાન તો અધમોદ્ધારણ છે, પતિતપાવન છે ને શરણાગતવત્સલ છે ને

‘જાકો જગ મેં કોઈ નહીં, તાકું તુમ હો મહારાજ’

જેનું કોઈ નહિ તેના ભગવાન છે. તે ભગવાન તો ગરીબના નિવાજ કહાવે છે. ને

‘પ્રગટને ભજી ભજી પાર પામ્યા ઘણા, ગીધ ગણિકા કપિવૃંદ કોટિ;

વ્રજતણી નાર વ્યભિચારભાવે તરી, પ્રગટ ઉપાસના સૌથી મોટી.’

માટે પ્રગટના જેવી તો કોઈ વાત નથી ને પ્રગટ સૂર્ય વતે અજવાળું થાય છે. માટે પ્રગટનો આશરો થયો છે તે બળ રાખવું.

ભગવાનની દયા-કરુણા-કૃપા (39.6) / (૧/૧૩૯)

There is nothing better for an aspirant than to take firm refuge in God. For such a person, everything has been achieved and he has nothing more left to do. God is the uplifter of the downtrodden, redeemer of the sinful and compassionately cares for all who surrender to him,

“Jāko jagme koi nahi, tāku tum ho Mahārāj.”

Meaning, for those who have no one, God is there to protect them. God is known as the shelter for the poor. And,

Pragatne bhaji bhaji pār pāmyā ghanā, gidh ganikā kapivrund koti;

Vrajtani nār vyabhichārbhāve tari, pragat upāsanā sauthi moti.1

Thus, there is nothing comparable to the talks of the manifest form of God. When the sun manifests, light spreads everywhere. And we have taken refuge of the manifest at present, so remain strong by the strength of that refuge.

Mercy-Compassion-Grace of God (39.6) / (1/139)

1. By worshipping the manifest human form of God, many have attained liberation e.g., Jatayu, the vulture; Lakshmibai, the prostitute of Jetalpur; the monkeys who helped Ram; and even the Gopis of Vrundavan, despite their adulterous feelings towards Shri Krishna, attained liberation. Thus, worship of the manifest is the best form of veneration.

Bhagwānno āsharo thayo chhe te jevī to koī vāt nathī, tene to sarve vāt thaī rahī chhe. Kāī karavu bākī rahyu nathī. Ne Bhagwān to adhamoddhāraṇ chhe, patitpāvan chhe ne sharaṇāgat-vatsal chhe ne
‘Jāko jag me koī nahī, tāku tum ho Mahārāj’
Jenu koī nahi tenā Bhagwān chhe. Te Bhagwān to garībnā nivāj kahāve chhe. Ne
‘Pragaṭne bhajī bhajī pār pāmyā ghaṇā, gīdh gaṇikā kapivṛund koṭi;
Vrajtaṇī nār vyabhichār-bhāve tarī, pragaṭ upāsanā sauthī moṭī.’

Māṭe pragaṭnā jevī to koī vāt nathī ne pragaṭ sūrya vate ajavāḷu thāy chhe. Māṭe pragaṭno āsharo thayo chhe te baḷ rākhavu.

Mercy-Compassion-Grace of God (39.6) / (1/139)

તપાસીને જોયું તો આપણે તો વિષયનો સંબંધ હોય ત્યારે જ પ્રભુ ભજાય પણ તે વિના ભજાય નહિ. તે ખાવાનું, રહેવાનું આદિક સાનુકૂળ હોય તો ભજાય.

ભગવાનનું ધ્યાન અને ભક્તિ (25.3) / (૧/૧૪૦)

Having analysed, we are only able to worship God when we have contact of the sense pleasures, but not in their absence. So, if food, shelter, etc. are convenient, God can be worshipped.

Worship and Meditation of God (25.3) / (1/140)

Tapāsīne joyu to āpaṇe to viṣhayno sambandh hoy tyāre ja Prabhu bhajāy paṇ te vinā bhajāy nahi. Te khāvānu, rahevānu ādik sānukūḷ hoy to bhajāy.

Worship and Meditation of God (25.3) / (1/140)

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading