TEXT OPTIONS
AUDIO OPTIONS
Show audio player
Auto play audio
Auto advance audio
Auto scroll to audio
Auto advance to next page
॥ સ્વામીની વાતો ॥
પ્રકરણ: ૧
વાત: ૧૨૧ થી ૧૩૦
કોટિ કલ્પે ભગવાનનું ધામ ન મળે, તે આવા સાધુને હાથ જોડે એટલામાં મળે છે.
God’s abode cannot be obtained even after tens of millions of years, but is attained by merely folding one’s hands to such a God-realized Sadhu.
Koṭi kalpe Bhagwānnu dhām na maḷe, te āvā Sādhune hāth joḍe eṭalāmā maḷe chhe.
બીજા દોષને મહારાજ ગણતા નથી, પણ ચારના દ્રોહને૧ ગણે છે. એક ભગવાન, બીજા આચાર્ય, ત્રીજા સાધુ ને ચોથા સત્સંગી; માટે એ ચારનો દ્રોહ ન કરવો.
૧. દ્રોહ અને અપરાધ આધ્યાત્મિક માર્ગમાં વિઘ્નરૂપ છે. અજાણતાં થાય તે અપરાધ ને જાણી-બૂજીને થાય તે દ્રોહ. દ્રોહ અને અપરાધ મન, વાણી ને કર્મથી એમ ત્રણ પ્રકારે થાય છે. અપરાધીને ઊગરવાનો અવકાશ છે, દ્રોહી તો અસુરમાં જ ખપે છે.
God overlooks other faults, but takes into account the insults against these four: God, āchārya, sadhus and satsangis. Therefore do not malign them.
Bījā doṣhne Mahārāj gaṇatā nathī, paṇ chārnā drohne1 gaṇe chhe. Ek Bhagwān, bījā āchārya, trījā Sādhu ne chothā satsangī; māṭe e chārno droh na karavo.
1. Droh ane aparādh ādhyātmik mārgmā vighnarūp chhe. Ajāṇtā thāy te aparādh ne jāṇī-būjīne thāy te droh. Droh ane aparādh man, vāṇī ne karmathī em traṇ prakāre thāy chhe. Aparādhīne ūgarvāno avakāsh chhe, drohī to asurmā ja khape chhe.
ભગવાનના સ્વરૂપની નિષ્ઠા થઈ તેને સાધન સર્વે થઈ રહ્યાં, બાકી કાંઈ કરવું રહ્યું નથી.
One who has resolute faith in God (that he will grant liberation) has completed all endeavours. He has nothing more left to do.
Bhagwānnā swarūpnī niṣhṭhā thaī tene sādhan sarve thaī rahyā, bākī kāī karavu rahyu nathī.
મહારાજે કહ્યું હતું જે, સ્ત્રીને છોકરાં થાય તે પછી પુરુષમાં હેત ઓછું થઈ જાય; તેમ ભગવાનની મૂર્તિ દેખાય તે પછી પ્રગટની તાણ્ય ઝાઝી રહેતી નથી.
Maharaj once said, “When a woman bears children, her love for her husband lessens. Similarly, when one is able to see the murti of God within, then the zeal for the manifest form of God does not remain.”1
1. Swami points out a subtle deficiency of an aspirant here. When one achieves the ability to see God internally, then the zeal for the manifest form of God - i.e., the Satpurush - does not remain. According to Maharaj and Swami’s principle, even when one achieves this state, the manifest form of God should remain predominant, because it is due to the manifest form of God that one is able to achieve the darshan of God within.
Mahārāje kahyu hatu je, strīne chhokrā thāy te pachhī puruṣhmā het ochhu thaī jāy; tem Bhagwānnī mūrti dekhāy te pachhī pragaṭnī tāṇya jhājhī rahetī nathī.
આ લોકમાં ડાહ્યો તો કોઈ પ્રભુ ભજતો નથી ને જે ગાંડો થાય તે ભજે છે.
In this world, the intelligent do not worship God and one who becomes ‘mad’ does.
Ā lokmā ḍāhyo to koī Prabhu bhajato nathī ne je gānḍo thāy te bhaje chhe.
બાજરો ખાવો ને પ્રભુ ભજવા, બીજું કાંઈ કરવું નથી ને રોટલા તો ભગવાનને દેવા છે, સાધુને દેવા છે, તે દેશે, દેશે ને દેશે.
Eat simple food and worship God. There is no need to do anything else. And God and his Sadhu want to give us food, so they will certainly give it.
Bājaro khāvo ne Prabhu bhajavā, bīju kāī karavu nathī ne roṭalā to Bhagwānne devā chhe, Sādhune devā chhe, te deshe, deshe ne deshe.
ધર્મશાળાના કામમાં માણસે બહુ દાખડો કર્યો, તે અમે રાજી થયા, તે ભગવાન રાજી થઈ રહ્યા. ને આવા સાધુનું દર્શન તો પંચમહાપાપને પણ બાળી નાખે એવું છે, પણ એવો મહિમા નથી ને એવો મહિમા હોય તો અંતરમાંથી આનંદના ફુવારા છૂટે. અને આ તે કાંઈ વાતું છે! આ તો અક્ષરધામની વાતું છે, પણ સાંખ્ય વિના કસર રહી જાય છે, ને સાંખ્યવાળાને તો આ લોક સર્વે નર્ક જેવું લાગે છે, પણ ક્યાંઈ માલ મનાય નહિ. ને આ કારખાનું તો સર્વે ધૂડ્યનું છે, માટે તેમાં માલ માનવો નહિ.
Darshan of this Sadhu destroys even the five grave sins,1 but such glory is not realized. If one has realized such glory, fountains of joy will erupt from within.
Are these merely talks? They are the talks of Akshardham. But without the knowledge of Sānkhya drawbacks remain. And to followers of the Sānkhya school of philosophy this world appears hellish. They do not believe it to have any value. In fact, to them all these workshops are of dust, therefore, do not believe them to be of any worth.
1. The five grave sins are killing a Brahmin, drinking alcohol, stealing gold (or money), having illicit relations with the wife of one’s guru, company of one who engages in the any of the previous sins.
Dharmashāḷānā kāmmā māṇase bahu dākhaḍo karyo, te ame rājī thayā, te Bhagwān rājī thaī rahyā. Ne āvā Sādhunu darshan to pancha-mahāpāpne paṇ bāḷī nākhe evu chhe, paṇ evo mahimā nathī ne evo mahimā hoy to antarmāthī ānandnā fuvārā chhūṭe. Ane ā te kāī vātu chhe! Ā to Akṣhardhāmnī vātu chhe, paṇ sānkhya vinā kasar rahī jāy chhe, ne sānkhyavāḷāne to ā lok sarve nark jevu lāge chhe, paṇ kyāī māl manāy nahi. Ne ā kārakhānu to sarve dhūḍyanu chhe, māṭe temā māl mānavo nahi.
ભગવાનમાં ને સાધુમાં હેત રહેશે તો તેના ઉપર સૌ હેત કરશે ને એથી પ્રતિકૂળ રહેશે તેને તો સૌ પ્રતિકૂળ થાશે, એ વાત સમજી રાખવી, એમાં તો કાંઈ સંશય નથી.
If one has love for God and his Sadhu, then one will be loved by everyone. But if one is against them, then all will turn against one. Remember this talk, there is no doubt in it.
Bhagwānmā ne Sādhumā het raheshe to tenā upar sau het karashe ne ethī pratikūḷ raheshe tene to sau pratikūḷ thāshe, e vāt samajī rākhavī, emā to kāī sanshay nathī.
દુઃખ કોઈ માનશો નહિ ને જે જોઈએ તે આપણને મળ્યું છે, ને ઝાઝા રૂપિયા આપે તો પ્રભુ ભજાય નહીં, તે સારુ આપતા નથી.
Do not feel miserable, for we have got what we want. If too much wealth is given, one forgets God and does not worship him. Therefore, he does not give it to us.
Dukh koī mānasho nahi ne je joīe te āpaṇne maḷyu chhe, ne jhājhā rūpiyā āpe to Prabhu bhajāy nahī, te sāru āpatā nathī.
મહાપ્રલયના અગ્નિમાં પણ વાસના બળી નહિ. તે વાસના તો કારણ શરીરરૂપ જે માયા તે છે. તેને ટાળવાનું કારણ તો એ છે જે, એક તો ભગવાનની ઉપાસના ને બીજી આજ્ઞા, તે શિક્ષાપત્રીમાં કહ્યું છે જે, ‘નિજાત્માનં બ્રહ્મરૂપં’ એમ માનવું, એ આજ્ઞા છે. તે એ વચનમાં મહારાજે સૌને એકાંતિક કરી મૂક્યા.
Innate desires (of the jiva to enjoy worldly pleasures) are not burnt even by the fire of the Great Dissolution. Innate desire is māyā in the form of the causal body. The means to overcome it is, first, the upāsanā of God and, second, the observance of God’s commands – that is to act as stated in the Shikshapatri (verse 116): Nijātmānam brahmarupam. With these words, Maharaj has made everyone become God-realized.
Mahāpralaynā agnimā paṇ vāsanā baḷī nahi. Te vāsanā to kāraṇ sharīrrūp je māyā te chhe. Tene ṭāḷavānu kāraṇ to e chhe je, ek to Bhagwānnī upāsanā ne bījī āgnā, te Shikṣhāpatrīmā kahyu chhe je, ‘Nijātmānam brahmarūpam’ em mānavu, e āgnā chhe. Te e vachanmā Mahārāje saune ekāntik karī mūkyā.