TEXT OPTIONS
AUDIO OPTIONS
Show audio player
Auto play audio
Auto advance audio
Auto scroll to audio
Auto advance to next page
॥ સ્વામીની વાતો ॥
પ્રકરણ: ૧
વાત: ૧૧૧ થી ૧૨૦
“મોટાને શું કરવાનું તાન છે તે કેમ સમજાય?” એ પ્રશ્નનો ઉત્તર કર્યો, તેમાં વરતાલનું સોળમું ‘વચનામૃત’ વંચાવીને બોલ્યા જે, “આમાં કહ્યું છે તેમ કરાવવું છે. તે શું જે, ભગવાનનું ભજન કરવું ને ભગવાનના ભક્તનો સંગ એ બે જ રહસ્ય ને અભિપ્રાય છે. તે લઈને મંડે તો રાજી થતાં ક્યાં વાર છે? માટે રાજી કરવા હોય તેણે મંડવું.”
“How can we understand what the great Sant insists us to do?” Swami answered this question by reading from Vachanamrut Vartal-16: “One should do what is mentioned in this Vachanamrut. What is that? Worship God and keep the company of the Bhakta of God - these two are His only innermost wishes. If one is steadfast in these two, then how long will it really take to please Him? (Not long.) So if one wants to please Him, one should endeavour in these two.”
“Moṭāne shu karavānu tān chhe te kem samajāy?” E prashnano uttar karyo, temā Vartālnu Soḷmu ‘Vachanāmṛut’ vanchāvīne bolyā je, “Āmā kahyu chhe tem karāvavu chhe. Te shu je, Bhagwānnu bhajan karavu ne Bhagwānnā bhaktano sang e be ja rahasya ne abhiprāy chhe. Te laīne manḍe to rājī thatā kyā vār chhe? Māṭe rājī karavā hoy tene manḍavu.”
જ્ઞાની હોય તેને પણ ટાઢ, તડકો, ભૂખ, તરસ આદિક દેહના ભાવ સર્વે જણાય, એ પણ સમજવું.
Even a gnāni will experience the cold, heat, hunger, thirst and other physical conditions of the body.1 One should understand this.
1. One who has attained the brāhmic state whilst being alive show hunger, thirst, etc. associated with the body, despite being above these qualities. They do not experience a disturbance within.
Gnānī hoy tene paṇ ṭāḍh, taḍako, bhūkh, taras ādik dehnā bhāv sarve jaṇāy, e paṇ samajavu.
પ્રિયવ્રતને૧ છોકરાં થયાં ને આત્મારામ ભાગવત કહેવાણા, કેમ જે, ભગવાનની કથા ને ભગવાનને વહાલા એવા જે સાધુ તેના સંગનો ત્યાગ ન કરતા હવા; તે જનકે૨ કહ્યું જે, “મિથિલાનગરીમાં મારું કાંઈ બળતું નથી,” પણ છોકરાં થયાં; ને ગોવર્ધનભાઈને તો સાકર ને મીઠું એ બેય સરખાં તો પણ છોકરાં થયાં; માટે ભેળા રહે તો છોકરાં થાય.
૧. સ્વાયંભુવ મનુના પુત્ર. નારદજીના સમાગમથી તેઓ રાજપાટ છોડી સાધુ થયા. પછી બ્રહ્માની દરમ્યાનગીરીથી પાછા સંસારમાં આવ્યા, છતાં મન તો ત્યાગી જેવું જ હતું. ગૃહસ્થ હોવા છતાં આત્મારામ ને મહાભાગવત કહેવાયા. જગતથી નિર્લેપ રહ્યા. (ભાગવત: ૭/૧-૨)
૨. મિથિલાના રાજવંશીઓનું ઉપનામ ‘જનક’ કહેવાય છે. એટલે મિથિલાના બધા જ રાજાઓ જનક કહેવાયા. સીતાજીના પિતા સિરધ્વજ નામના જનક હતા. (વિષ્ણુપુરાણ: ૪/૫/૨૨-૪)
Priyavrat had children; yet he was known as ‘ātmārām bhāgwat’ because he never abandoned the discourse of God and the Sadhu who is dear to God. Moreover, Janak said, “Nothing of mine is burning in the city of Mithilā.” Yet, he also had children. To Govardhanbhai, sugar and salt were the same; yet he had children. When one stays close [to a woman] (i.e., one is married), they will have children.1
1. Swami’s purport here is that a gruhasth who has reached an elevated state may engage in their familial duties and have children, despite being aloof of such activities. Swami has praised Priyavat in other Swamini Vatos because he had a zeal for listening to discourses of God. Janak understood everything in this world as false. Gordhanbhai had conquered taste.
Priyvratne1 chhokarā thayā ne ātmārām bhāgvat kahevāṇā, kem je, Bhagwānnī kathā ne Bhagwānne vahālā evā je sādhu tenā sangno tyāg na karatā havā; te Janake2 kahyu je, “Mithilānagarīmā māru kāī baḷatu nathī,” paṇ chhokarā thayā; ne Govardhanbhāīne to sākar ne mīṭhu e bey sarakhā to paṇ chhokarā thayā; māṭe bheḷā rahe to chhokarā thāy.
1. Svāyambhuv Manunā putra. Nāradjīnā samāgamthī teo rājpāṭ chhoḍī sādhu thayā. Pachhī Brahmānī daramyāngīrīthī pāchhā sansārmā āvyā, chhatā man to tyāgī jevu ja hatu. Gṛuhastha hovā chhatā ātmārām ne mahābhāgwat kahevāyā. Jagatthī nirlep rahyā. (Bhāgwat: 7/1-2)
2. Mithilānā rājvanshīonu upnām ‘Janak’ kahevāy chhe. Eṭale Mithilānā badhā ja rājāo Janak kahevāyā. Sītājīnā pitā Siradhvaj nāmnā Janak hatā. (Viṣhṇu Purāṇ: 4/5/22-4)
ભગવાન અને મોટા સાધુને આશરે કરીને તો વાદળ જેવાં દુઃખ આવવાનાં હોય તે પણ ટળી જાય ને સાધને કરીને તો કૂટી કૂટીને મરી જાય તો પણ ન ટળે.
By seeking refuge in God and his Sadhu, even intense miseries that are to befall on one are averted. However, even if one exhausts oneself through endeavours, they are still not averted.
Bhagwān ane Moṭā Sādhune āshare karīne to vādaḷ jevā dukh āvavānā hoy te paṇ ṭaḷī jāy ne sādhane karīne to kūṭī kūṭīne marī jāy to paṇ na ṭaḷe.
હૈયામાં જ્ઞાન ભર્યું છે એ તો હજી બહાર કાઢ્યું નથી. કેમ જે, સાંભળનારા આગળ પાત્ર ન મળે. ને એ જ્ઞાન તો બ્રહ્માની આયુષ્ય પર્યંત કરીએ તો પણ ખૂટે નહિ; પણ તે કહ્યાની તો નિવૃત્તિ આવતી નથી.
The spiritual wisdom stored in my heart has not yet been fully revealed, since suitable recipients have not been found. And even if that spiritual wisdom is spoken for the period of Brahmā’s lifetime, it will not be exhausted. But time to tell it is not available.
Haiyāmā gnān bharyu chhe e to hajī bahār kāḍhyu nathī. Kem je, sāmbhaḷnārā āgaḷ pātra na maḷe. Ne e gnān to Brahmānī āyuṣhya paryant karīe to paṇ khūṭe nahi; paṇ te kahyānī to nivṛutti āvatī nathī.
“ઇન્દ્રિયું-અંતઃકરણનાં દુઃખ આવતાં હોય તેનું કેમ કરવું?” એ પ્રશ્નનો ઉત્તર કર્યો જે, “એ તો મોટા મોટાને પણ આવતાં, એ તો સ્વભાવ કહેવાય માટે તેનું સહન કરવું.”
“What should one do about the pain brought by the indriyas and antahkaran?” Swami answered the question, “Even the great experienced misery because of them. That is called swabhāv and one should tolerate.”
“Indriyu-antahkaraṇnā dukh āvatā hoy tenu kem karavu?” E prashnano uttar karyo je, “E to moṭā moṭāne paṇ āvatā, e to swabhāv kahevāy māṭe tenu sahan karavu.”
“મોટા છે તે કોઈકને વધુ સુખ આપે છે ને કોઈકને થોડુંક સુખ આપે છે તેનું કેમ સમજવું?” એ પ્રશ્નનો ઉત્તર કર્યો જે, “મોટા તો સમુદ્ર જેવા છે. તે સમુદ્રમાં પાણીની ખોટ નથી; તેમ એ તો કોઈને ઓછું સુખ આપતા નથી, પણ પાત્રને લઈને એમ જણાય છે. ને ઉપરથી તો મોટા માણસનું રાખવું પડે એવું ગરીબનું ન રખાય, એ તો વહેવાર કહેવાય જે, પર્વતભાઈ જેવા વાંસે બેસે ને મોટું માણસ હોય તે આગળ બેસે.”
The great Sadhu gives more happiness to some and less to others. How should this be understood? In reply, he said, “The great are like an ocean, in which there is no shortage of water. The Sadhu does not give less happiness to people, but it appears that way to them due to the suitability of the recipient. Also, senior people have to be looked after – and this is not necessary for the meek. That is the way of the world. Meek people, like Parvatbhai, sit at the back and dignitaries sit at the front of the assembly.”
“Moṭā chhe te koīkne vadhu sukh āpe chhe ne koīkne thoḍuk sukh āpe chhe tenu kem samajavu?” E prashnano uttar karyo je, “Moṭā to samudra jevā chhe. Te samudramā pāṇīnī khoṭ nathī; tem e to koīne ochhu sukh āpatā nathī, paṇ pātrane laīne em jaṇāy chhe. Ne uparthī to moṭā māṇasnu rākhavu paḍe evu garībnu na rakhāy, e to vahevār kahevāy je, Parvatbhāī jevā vānse bese ne moṭu māṇas hoy te āgaḷ bese.”
મહારાજના સ્વરૂપમાં વળગી રહેવું ને અગિયાર નિયમ૧ પાળવા ને ત્યાગીને ત્રણ ગ્રંથ૨ પાળવા એટલું કરવું છે; બીજું કાંઈ કરવું નથી.
૧. ૧. કોઈની હિંસા ન કરવી. ૨. પરસ્ત્રીનો સંગ ન કરવો. ૩. માંસ ન ખાવું. ૪. દારૂ ન પીવો. ૫. વિધવા સ્ત્રીનો સ્પર્શ ન કરવો. ૬. આત્મહત્યા ન કરવી. ૭. ચોરી ન કરવી. ૮. કોઈને કલંક લગાડી બદનામ ન કરવો. ૯. કોઈ દેવની નિંદા ન કરવી. ૧૦. બિનખપતું - હૉટલ વગેરેનું અને ડુંગળી-લસણ-હિંગવાળું ન ખાવું. ૧૧. ભગવાન અને સંતથી વિમુખ જીવ હોય તેના મુખેથી કથા ન સાંભળવી.
૨. શિક્ષાપત્રી, ધર્મામૃત અને નિષ્કામશુદ્ધિ.
Attach oneself to the manifest form of Maharaj. The householder should obey the eleven codes of conduct1 and the renunciant should observe the three scriptures.2 There is no need to do anything else.
1. (1) Non-violence
(2) Not to commit adultery
(3) Not to eat meat
(4) Not to drink alcohol
(5) Not to touch widows
(6) Not to commit suicide
(7) Not to steal
(8) Not to level false charges
(9) Not to speak ill of or abuse any deities
(10) Not to eat onions, garlic and other inedibles
(11) Not to listen to even religious discourses from people who oppose God and God-realized Sadhus
2. Shikshapatri, Nishkam-Shuddhi, and Dharmamrut.
Mahārājnā swarūpmā vaḷagī rahevu ne agiyār niyam1 pāḷavā ne tyāgīne traṇ granth2 pāḷavā eṭalu karavu chhe; bīju kāī karavu nathī.
1. 1. Koīnī hinsā na karavī. 2. Parstrīno sang na karavo. 3. Māns na khāvu. 4. Dārū na pīvo. 5. Vidhavā strīno sparsha na karavo. 6. ātmahatyā na karavī. 7. Chorī na karavī. 8. Koīne kalank lagāḍī badnām na karavo. 9. Koī devnī nindā na karavī. 10. Bin-khaptu - hŏṭal vagerenu ane ḍungaḷī-lasaṇ-hingvāḷu na khāvu. 11. Bhagwān ane santthī vimukh jīv hoy tenā mukhethī kathā na sāmbhaḷvī.
2. Shikṣhāpatrī, Dharmāmṛut ane Niṣhkāmshuddhi.
કોટિ જન્મે કસર ટળવાની હોય તે આજ ટળી જાય ને બ્રહ્મરૂપ કરી મૂકે, જો ખરેખરા સાધુ મળે ને તે કહે તેમ કરે તો.
If a true God-realized Sadhu is attained and one does as he says then the failings that would have taken tens of millions of births to overcome are overcome today and one becomes brahmarup.
Koṭi janme kasar ṭaḷavānī hoy te āj ṭaḷī jāy ne brahmarūp karī mūke, jo kharekharā sādhu maḷe ne te kahe tem kare to.
કેટલેક રૂપિયે આંખ્ય, કાન આદિક ઇન્દ્રિયું મળે નહિ તે ભગવાને આપ્યાં છે, પણ જીવ કેવળ કૃતઘ્ની છે.
No amount of money can buy eyes, ears and other sense organs, but God has given them free. However, the jiva is forever ungrateful.
Keṭlek rūpiye ānkhya, kān ādik indriyu maḷe nahi te Bhagwāne āpyā chhe, paṇ jīv kevaḷ kṛutaghnī chhe.