share

॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૧

વાત: ૧૧ થી ૨૦

રૂપવાન સ્ત્રી, ઝાઝું દ્રવ્ય ને સારી મેડી મળી તે સત્સંગીને પણ માયાનું બંધન થયું. કેમ જે, એમાંથી જીવ નીકળે નહિ. માટે એ તો જેવું તેવું સાધારણ મળે તે જ સારું છે.

માયા (6.1) / (૧/૧૧)

Even a satsangi who gets a beautiful wife, plentiful wealth and a good house is said to be in the grip of māyā. Since, a jiva cannot escape from there. Thus, it is good if one attains ordinary things.

Maya (6.1) / (1/11)

Rūpvān strī, zāzu dravya ne sārī meḍī maḷī te satsangīne paṇ māyānu bandhan thayu. Kem je, emāthī jīv nīkaḷe nahi. Māṭe e to jevu tevu sādhāraṇ maḷe te ja sāru chhe.

Maya (6.1) / (1/11)

“દોષ રહે છે ને ટળી જાતા નથી એ તે કેવળ દોષ જ છે કે તેમાં કાંઈ ગુણ પણ છે? એ પ્રશ્ન છે.” તેનો ઉત્તર જે, “દોષ પીડે તેથી સત્સંગમાં દીન-આધીન રહેવાય, સત્સંગની ગરજ રહે ને ભગવાનની સ્તુતિ થાય ને દોષનો કજિયો હોય તેથી જ્ઞાન થાતું જાય, તે વિના એવી ગરજ રહે નહિ‌; માટે એ ગુણ છે.”

સ્વભાવ-વાસના-દૂરગુણો-પાપ (5.2) / (૧/૧૨)

When faults (e.g. greed, anger, etc.) remain and are not overcome, does it mean they are merely faults or is there some virtue even in them? That is the question. The answer, “Faults hurt, so one remains meek and humble in Satsang, one retains a need for Satsang and one prays to God. And if one experiences difficulty due to faults, knowledge develops. Without it, such a need does not arise. Therefore, this is a virtue (in a fault).”

Base Instincts-Worldly Desires-Drawbacks-Sin (5.2) / (1/12)

“Doṣh rahe chhe ne ṭaḷī jātā nathī e te kevaḷ doṣh ja chhe ke temā kāī guṇ paṇ chhe? E prashna chhe.” Teno uttar je, “Doṣh pīḍe tethī satsangmā dīn-ādhīn rahevāy, satsangnī garaj rahe ne Bhagwānnī stuti thāy ne doṣhno kajiyo hoy tethī gnān thātu jāy, te vinā evī garaj rahe nahi‌; māṭe e guṇ chhe.”

Base Instincts-Worldly Desires-Drawbacks-Sin (5.2) / (1/12)

દેહે કરીને ક્રિયા કરતો હોય ને પોતાનું રૂપ જુદું સમજીને ભજન કરતો હોય તો બહુ સમાસ થાય, પણ ક્રિયારૂપ થઈને તેમાં ભળી જાય તો ઠીક નહી.

આત્મનિષ્ઠા-બ્રહ્મરૂપ (29.1) / (૧/૧૩)

૧. પુષ્ટિ પમાય, પોષણ થાય, આગળ વધાય.

One who does things with his body and offers devotion to God with the understanding that his true form is different from the body (i.e. ātmā) progresses a lot. But if he becomes one with his actions, that is not proper.

Atmanishtha-Brahmarup (29.1) / (1/13)

Dehe karīne kriyā karato hoy ne potānu rūp judu samajīne bhajan karato hoy to bahu samās thāy,1 paṇ kriyārūp thaīne temā bhaḷī jāy to ṭhīk nahī.

Atmanishtha-Brahmarup (29.1) / (1/13)

1. Puṣhṭi pamāy, poṣhaṇ thāy, āgaḷ vadhāy.

કરોડ કામ બગાડીને પણ એક મોક્ષ સુધારવો ને કદાપિ કરોડ કામ સુધાર્યાં ને એક મોક્ષ બગાડ્યો તો તેમાં શું કર્યું?

વ્યવહાર અને પ્રવૃત્તિ (12.1) / (૧/૧૪)

Even by spoiling ten million tasks, improve your moksha. In case ten million tasks are improved, but moksha is spoilt, what is achieved?

Social Dealings and Activities (12.1) / (1/14)

Karoḍ kām bagāḍīne paṇ ek mokṣha sudhārvo ne kadāpi karoḍ kām sudhāryā ne ek mokṣha bagāḍyo to temā shu karyu?

Social Dealings and Activities (12.1) / (1/14)

નવધા ભક્તિ આદિક સાધને કરીને જીવ શુદ્ધ તો થાય છે, પણ વાતે કરીને જેવો શુદ્ધ થાય એવો થતો નથી, માટે શબ્દ જેવું તો કોઈ બળવાન નથી.

કથા-વાર્તા (17.1) / (૧/૧૫)

૧. પરમેશ્વરની નવ પ્રકારની ભક્તિ: કથાશ્રવણ, ગુણકીર્તન, નામસ્મરણ, પાદ-સેવન, અર્ચન (ચંદન વગેરેથી પૂજન), વંદન, દાસ્ય (દાસપણે - ગુલામભાવે વર્તવું), સખ્ય (મિત્રભાવ) અને આત્મનિવેદન (સર્વસ્વ અર્પણ કરવું, દરેક ક્રિયામાં ભગવાનને આગળ રાખવા).

The jiva is certainly purified through the nine forms of devotion and other endeavours, but not to the extent it is purified by the talks of God’s holy Sadhu. There is nothing as powerful as the words of the Satpurush.

Spiritual Discourses and Discussions (17.1) / (1/15)

Navadhā bhakti1 ādik sādhane karīne jīv shuddha to thāy chhe, paṇ vāte karīne jevo shuddha thāy evo thato nathī, māṭe shabda jevu to koī baḷavān nathī.

Spiritual Discourses and Discussions (17.1) / (1/15)

1. Parameshvarnī nav prakārnī bhakti: kathā-shravaṇ, guṇ-kīrtan, nām-smaraṇ, pād-sevan, archan (chandan vagerethī pūjan), vandan dāsya (dāspaṇe - gulāmbhāve vartavu), sakhya (mitrabhāv) ane ātmanivedan (sarvaswa arpaṇ karavu, darek kriyāmā Bhagwānne āgaḷ rākhavā).

શિવજી મોહિની સ્વરૂપમાં મોહ પામીને વ્યાકુળ થઈ ગયા ને તે પછી અંતરમાં જોયું ત્યારે જાણ્યું જે, મારા સ્વામીની માયામાં હું મોહ પામું એમાં શું? એમ વિચાર કર્યો ત્યારે અંતરમાં શાંતિ થઈ ગઈ. માટે દેશકાળ તો લાગે ખરો પણ જ્ઞાને કરીને તેનું દુઃખ મટે.

(૧/૧૬)

Shivji became infatuated with the form of Mohini and lost his senses. Then, he introspected and thought, what is surprising about becoming infatuated with my God’s māyā? He thought this way and felt peace in his heart. Therefore, one may be affected by unfavorable place, time, etc.; but with gnān, one can relieve their misery.

(1/16)

Shivjī Mohinī swarūpmā moh pāmīne vyākuḷ thaī gayā ne te pachhī antarmā joyu tyāre jāṇyu je, mārā Swāmīnī māyāmā hu moh pāmu emā shu? Em vichār karyo tyāre antarmā shānti thaī gaī. Māṭe desh-kāḷ to lāge kharo paṇ jnyāne karīne tenu dukh maṭe.

(1/16)

ભગવાને કહ્યું છે જે, “જેવો હું સત્સંગે કરીને વશ થાઉં છું એવો તપ, યજ્ઞ, યોગ, વ્રત, દાનાદિક સાધને કરીને પણ વશ નથી થાતો.” તે સત્સંગ શું જે, ‘મોટા એકાંતિકને હાથ જોડવા ને તે કહે તેમ કરવું એ જ છે.’

સત્સંગ (18.1) / (૧/૧૭)

૧. શ્રીમદ્‍ભાગવત (૧૧/૧૨/૧-૨)માં ભગવાન કહે છે:
‘ન રોધયતિ માં યોગો ન સાંખ્યં ધર્મ એવ ચ।
ન સ્વાધ્યાયસ્તપસ્ત્યાગો નેષ્ટાપૂર્તં ન દક્ષિણા॥
વ્રતાનિ યજ્ઞશ્છન્દાંસિ તીર્થાનિ નિયમા યમાઃ।
યથાવરુન્ધે સત્સંગઃ સર્વસંગાપહો હિ મામ્॥’

God has said, “I am not as pleased by austerities, sacrifices, yoga, observance of vows, donations and other endeavours as I am by satsang.” What is that satsang? “To fold one’s hands before the great God-realized Sadhu and to do as he says.”

Satsang (18.1) / (1/17)

Bhagwāne kahyu chhe je, “Jevo hu satsange karīne vash thāu chhu evo tap, yagna, yog, vrat, dānādik sādhane karīne paṇ vash nathī thāto.”1 Te satsang shu je, ‘Moṭā Ekāntikne hāth joḍavā ne te kahe tem karavu e ja chhe.’

Satsang (18.1) / (1/17)

1. Shrīmadbhāgavat (11/12/1-2)mā Bhagwān kahe chhe:
‘N rodhayati mām yogo na sānkhyam dharma ev cha;
N svādhyāyastapastyāgo neṣhṭāpūrtam na dakṣhiṇā.
Vratāni yagnashchhandānsi tīrthāni niyamā yamāhā;
Yathāvarundhe satsangah sarvasangāpaho hi mām.’

જીવ તો બહુ બળિયો છે. તે સાવજના દેહમાં આવે ત્યારે કેવું બળ હોય? એનો એ જીવ જ્યારે બકરાના દેહમાં આવે ત્યારે ગરીબ થઈ જાય છે.

જીવનું સ્વરૂપ (28.1) / (૧/૧૮)

The jiva is very powerful. When it is in the body of a lion, how much strength does it have? But when in the body of a sheep, the same jiva becomes meek.

The Jiva (28.1) / (1/18)

Jīv to bahu baḷiyo chhe. Te sāvajnā dehmā āve tyāre kevu baḷ hoy? Eno e jīv jyāre bakarānā dehmā āve tyāre garīb thaī jāy chhe.

The Jiva (28.1) / (1/18)

કરોડ રૂપિયા ખરચતાં પણ આવા સાધુ મળે નહિ ને કરોડ રૂપિયા દેતાં પણ આ વાતું મળે નહિ ને કરોડ રૂપિયા આપતાં પણ મનુષ્યદેહ મળે નહિ; ને આપણે પણ કરોડ જન્મ ધર્યા છે, પણ કોઈ વખત આવો જોગ મળ્યો નથી. નીકર શું કરવા દેહ ધરવો પડે?

પ્રાપ્તિનો મહિમા (32.1) / (૧/૧૯)

Even by spending tens of millions of rupees, such a sadhu is unattainable. Even by giving tens of millions of rupees, such spiritual talks are unattainable. Even by giving tens of millions of rupees, this human body cannot be attained. And we, too, have taken tens of millions of births. But never have we had such company of the God-realized Sadhu. Otherwise why would we have to take birth?

Glory of Attainment (32.1) / (1/19)

Karoḍ rūpiyā kharachtā paṇ āvā Sādhu maḷe nahi ne karoḍ rūpiyā detā paṇ ā vātu maḷe nahi ne karoḍ rūpiyā āpatā paṇ manuṣhya-deh maḷe nahi; ne āpaṇe paṇ karoḍ janma dharyā chhe, paṇ koī vakhat āvo jog maḷyo nathī. Nīkar shu karavā deh dharavo paḍe?

Glory of Attainment (32.1) / (1/19)

મોક્ષના દાતા તો ભગવાન ને સાધુ એ બે જ છે. ને વૈરાગ્ય છે તે તો વિષય સાથે વેર કરાવે પણ ભગવાનનું કામ ન કરે, ને આત્મનિષ્ઠા છે તે સર્વેમાંથી પ્રીતિ તોડાવે પણ ભગવાનનું કામ ન કરે, ને ધર્મ છે તેણે કરીને સુખી રહે પણ ભગવાનનું કામ ન કરે. માટે મોક્ષના દાતા તો ભગવાન ને સાધુ એ બે જ છે માટે એનો અવગુણ ન લેવો.

સાધુનો મહિમા (30.5) / (૧/૨૦)

Only God and his holy Sadhu can grant moksha. Detachment cultivates enmity towards material pleasures but does not do the job of God; ātmā-realization breaks attachment from everything but does not do the job of God; and by dharma one remains happy but it also does not do the job of God. Thus, only God and his holy Sadhu give moksha. Therefore, do not find faults in them.

Glory of the Sadhu (30.5) / (1/20)

Mokṣhnā dātā to Bhagwān ne Sādhu e be ja chhe. Ne vairāgya chhe te to viṣhay sāthe ver karāve paṇ Bhagwānnu kām na kare, ne ātmaniṣhṭhā chhe te sarvemāthī prīti toḍāve paṇ Bhagwānnu kām na kare, ne dharma chhe teṇe karīne sukhī rahe paṇ Bhagwānnu kām na kare. Māṭe mokṣhnā dātā to Bhagwān ne Sādhu e be ja chhe māṭe eno avaguṇ na levo.

Glory of the Sadhu (30.5) / (1/20)

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading