TEXT OPTIONS
AUDIO OPTIONS
Show audio player
Auto play audio
Auto advance audio
Auto scroll to audio
Auto advance to next page
॥ સ્વામીની વાતો ॥
પ્રકરણ: ૧
વાત: ૧૦૧ થી ૧૧૦
ભગવાન ને ભગવાનના સાધુ એ બે સામું જોવું ને એ જ જોયા જેવા છે, બીજામાં કાંઈ માલ નથી.
Observe only God and his holy Sadhu. Only these two are worth observing. There is no worth in anything else.
Bhagwān ne Bhagwānnā Sādhu e be sāmu jovu ne e ja joyā jevā chhe, bījāmā kāī māl nathī.
“મોટાને વિષે મનુષ્યભાવ નથી રહ્યો તેનો કેમ તપાસ કરવો?” એ પ્રશ્નનો ઉત્તર કર્યો જે, “એની કોઈ ક્રિયામાં દોષ ન આવે એ જ દિવ્યભાવ છે.”
How can one check to find out that one perceives no human traits in the great (Sadhu)? The answer, “Seeing no faults in any of his actions is to see divinity.”
“Moṭāne viṣhe manuṣhyabhāv nathī rahyo teno kem tapās karavo?” E prashnano uttar karyo je, “Enī koī kriyāmā doṣh na āve e ja divyabhāv chhe.”
ભગવાનની સ્તુતિ કરવી પણ પોતાને પતિત કે અધમ માનવું નહિ. કેમ જે, એમ માને તો જીવમાં બળ રહે નહિ ને જીવ ગ્લાનિ પામી જાય, ને આપણે તો ભગવાન મળ્યા છે માટે પતિત શા સારુ માનીએ? આપણે તો કૃતાર્થ માનવું.
Pray to God, but do not believe oneself to be sinful and inferior. Since, by thinking like that, the jiva does not remain strong and its strength declines. And we have attained God, so why should we feel fallen? We should feel fulfilled.
Bhagwānnī stuti karavī paṇ potāne patit ke adham mānavu nahi. Kem je, em māne to jīvmā baḷ rahe nahi ne jīv glāni pāmī jāy, ne āpaṇe to Bhagwān maḷyā chhe māṭe patit shā sāru mānīe? Āpaṇe to kṛutārth mānavu.
‘મોંહા-મોંહ મિલે નિજ પ્રીતમ, કૌન પતિયાર કરે પતિયાંસે.’૧
- તેમાં શું કહ્યું જે, કાગળના લખનારા મળ્યા તે પછી કાગળનું શું કામ? તેમ આપણને પ્રગટ સંત મળ્યા છે હવે શું બાકી રહ્યું?
૧. અર્થ: પોતાના પ્રિયતમ મુખોમુખ પ્રત્યક્ષ મળ્યા પછી પત્રમાં કોણ વિશ્વાસ કરે?
“Mohā moh mile nij Pritam, kaun patiya kare patiyāse.”
Meaning, when one meets the author of the letter himself, what need is there for the letter? Similarly, we have attained the manifest Sadhu, who is God in human form, so what else remains to be achieved?
‘Mohā-moha mile nij prītam, kaun patiyār kare patiyāse.’1
- Temā shu kahyu je, kāgaḷnā lakhanārā maḷyā te pachhī kāgaḷnu shu kām? Tem āpaṇne pragaṭ Sant maḷyā chhe have shu bākī rahyu?
1. Artha: potānā priyatam mukhomukh pratyakṣha maḷyā pachhī patramā koṇ vishvās kare?
આજ તો મહારાજ કહે, “સૌને ભીડામાં લેવા છે ને સૌને એકાંતિક કરવા છે ને વાસના હશે તો સૂર્યના લોકમાં થઈને બાળીને લઈ જાશું.”
Today, Maharaj says, “I want to put everyone in trying situations and make everyone spiritually enlightened. And if worldly desires remain I will take you through the realm of the Sun and burn them.”
Āj to Mahārāj kahe, “Saune bhīḍāmā levā chhe ne saune ekāntik karavā chhe ne vāsanā hashe to Sūryanā lokmā thaīne bāḷīne laī jāshu.”
રાજાના કુંવરને ઢેઢથી મરાય નહિ, તેમ ભગવાનના ભક્તને માથે કાળ, કર્મ, માયા આદિક કોઈનો ભાર નહિ જે તેને પીડી શકે.
A person of low birth cannot hit a prince. Similarly, kāl, karma, māyā etc. have no influence over a devotee of God and cannot harass him.
Rājānā kuvarne ḍheḍhthī marāy nahi, tem Bhagwānnā bhaktane māthe kāḷ, karma, māyā ādik koīno bhār nahi je tene pīḍī shake.
સુલભા૧ હતી તે સમાધિવાળી હતી. તે પરકાયામાં પ્રવેશ કરતી એવી હતી, પણ વનમાં ગઈ ત્યાં સારું દેખીને એમ થયું જે, ‘કોઈ પુરુષ હોય તો રમીએ.’
૧. એક બ્રહ્મવાદિની સ્ત્રી. પોતે કુમારિકા હતી ત્યારથી એકલી જ પૃથ્વી પર વિચરતી. તેણે જનકની પ્રશંસા સાંભળી પોતાનું શરીર યોગશક્તિથી બદલીને સૌંદર્યવાન બનાવ્યું. મિથિલામાં જઈ ભિક્ષા નિમિત્તે જનકને મળી. પરંતુ જનકને તેમાં મોહ ન થયો. પોતાનો પ્રભાવ જનક પર લાવવા સુલભા યોગશક્તિથી જનકની બુદ્ધિમાં પ્રવેશી ગઈ ને તેના મનને બાંધી લીધું. એક જ શરીરમાં જનક અને સુલભાનો સંવાદ થયો. ગુરુ પંચશિખના પ્રતાપે જનકે તેનો પરાભવ કર્યો. (મહાભારત, શાન્તિપર્વ)
Sulabhā could experience samādhi and was able to enter another’s body. However, when she went to the forest and saw the beauty, she thought, “If there was a man, we could play.”1
1. Here, Swami gives a example of what he has mentioned in Swamini Vat 1/37: Even if one has the ability to experience samādhi at will, their desires to enjoy the vishays is not eradicated. Sulabhā was a woman who could experience samādhi, yet she still had desires to enjoy the vishays (i.e., desired the company of a man).
Sulabhā1 hatī te samādhivāḷī hatī. Te parkāyāmā pravesh karatī evī hatī, paṇ vanmā gaī tyā sāru dekhīne em thayu je, ‘Koī puruṣh hoy to ramīe.’
1. Ek brahmavādinī strī. Pote kumārikā hatī tyārthī ekalī ja pṛuthvī par vichartī. Teṇe Janaknī prashansā sāmbhaḷī potānu sharīr yog-shaktithī badalīne saundaryavān banāvyu. Mithilāmā jaī bhikṣhā nimitte Janakne maḷī. Parantu Janakne temā moh na thayo. Potāno prabhāv Janak par lāvavā Sulabhā yog-shaktithī Janaknī buddhimā praveshī gaī ne tenā manne bāndhī līdhu. Ek ja sharīrmā Janak ane Sulabhāno samvād thayo. Guru Panchashikhnā pratāpe Janake teno parābhav karyo. (Mahābhārat, Shāntiparva)
ધર્મશાળા હતી તે પાડીને ફરી કરી, તે હવે પ્રથમની દેખાતી નથી. એમ પ્રકૃતિનું કાર્ય સર્વે નાશ કરી નાખવું, તેનું નામ સાંખ્ય કહેવાય.
The resthouse for pilgrims was knocked down and has been rebuilt, so now the original cannot be seen. Similarly, to demolish all the works of Prakruti (i.e. to believe that no worldly, physical object is permanent, including one’s own body) is called Sānkhya.
Dharmashāḷā hatī te pāḍīne farī karī, te have prathamnī dekhātī nathī. Em prakṛutinu kārya sarve nāsh karī nākhavu, tenu nām sānkhya kahevāy.
પોતાને જાણે બે માણસનું કામ કરે તેથી પણ મોટાની આજ્ઞાએ કરીને બેસી રહે અથવા કહે એટલું કરે એ જ શ્રેષ્ઠ છે.
Someone may single-handedly do the work of two people, but to obey the great Sadhu and sit idle or only do what he says is the best.
Potāne jāṇe be māṇasnu kām kare tethī paṇ Moṭānī āgnāe karīne besī rahe athavā kahe eṭalu kare e ja shreṣhṭh chhe.
“વિષય લોપી નાખતા હોય તેને મોટાને રાજી કર્યાનો શો ઉપાય?” પ્રશ્નનો ઉત્તર એ જે, “મોટાની અનુવૃત્તિ ને તે જે કહે તે કરવું એ જ છે.”
How can one who is overpowered by the material pleasures please the great Sadhu? The answer is to follow and obey the will of the great.
“Viṣhay lopī nākhatā hoy tene Moṭāne rājī karyāno sho upāy?” Prashnano uttar e je, “Moṭānī anuvṛutti ne te je kahe te karavu e ja chhe.”