TEXT OPTIONS
AUDIO OPTIONS
Show audio player
Auto play audio
Auto advance audio
Auto scroll to audio
Auto advance to next page
॥ સ્વામીની વાતો ॥
પ્રકરણ: ૧
વાત: ૧ થી ૧૦
અનાદિ મૂળ અક્ષરમૂર્તિ શ્રી ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી જે, ભગવાન ને સાધુના મહિમાની વાતું નિરંતર કરવી ને સાંભળવી. ને મહારજ તો પોતાનું અક્ષરધામ ને પાર્ષદ ને પોતાનું સમગ્ર ઐશ્વર્ય તે લઈને આંહી પધાર્યા છે. તે એવા ને એવા જ છે. ને દેહ મૂકીને જેને પામવા છે, તે આજ દેહ છતાં મળ્યા છે, કાંઈ બાકી નથી; ને એમ ન સમજાય તેથી જીવમાં દુર્બળતા રહે છે, ને એમ સમજાય ત્યારે કોઈ દિવસ જીવમાં દુર્બળતા મનાય જ નહિ; ને જીવ બીજી રીતનો થઈ જાય છે. ને મહિમા સમજવા જેવું બીજું કોઈ મોટું સાધન પણ નથી ને મહિમા વિના બીજાં ગમે એટલાં સાધન કરે, તો પણ જીવ બળને પામે નહિ. ને એવો મહિમા સમજવાનું કારણ તો એવા ભગવદીનો પ્રસંગ છે, પણ તે વિના એવો મહિમા સમજાતો નથી.
One should continuously engage in delivering and listening to talks on the glory of God and his Sadhu. Maharaj has come here (to earth) with his Akshardham, pārshads and all his powers. He is exactly the same (today).1 He whom we wish to attain after death, we have attained during this life; there is nothing more left to attain. If this truth is not understood properly, the jiva remains weak. Once this is understood, the jiva will no longer consider itself weak and will acquire a different mettle. Also, there is no greater endeavour than to understand the glory of God. Without understanding the glory, even countless other endeavours will not enable the jiva to attain spiritual strength. The means to understanding this glory is profound association with such a holy Sadhu, and without it the true glory of God cannot be understood.
1. Meaning, the human form on earth is the same as the divine form in Akshardham.
Anādi Mūḷ Akṣharmūrti Shrī Guṇātītānand Swāmīe vāt karī je, Bhagwān ne Sādhunā mahimānī vātu nirantar karavī ne sāmbhaḷvī. Ne Mahāraj to potānu Akṣhardhām ne pārṣhad ne potānu samagra aishvarya te laīne āhī padhāryā chhe. Te evā ne evā ja chhe. Ne deh mūkīne jene pāmavā chhe, te āj deh chhatā maḷyā chhe, kāī bākī nathī; ne em na samajāy tethī jīvmā durbaḷtā rahe chhe, ne em samajāy tyāre koī divas jīvmā durbaḷtā manāy ja nahi; ne jīv bījī rītno thaī jāy chhe. Ne mahimā samajvā jevu bīju koī moṭu sādhan paṇ nathī ne mahimā vinā bījā game eṭlā sādhan kare, to paṇ jīv baḷne pāme nahi. Ne evo mahimā samajvānu kāraṇ to evā Bhagwadīno prasang chhe, paṇ te vinā evo mahimā samajāto nathī.
સાંખ્યવિચાર૧ કરવા શીખવો. ને સાંખ્ય વિના લોભ, કામ, સ્વાદ, સ્નેહ ને માન એ પાંચ દોષ તથા અધ્યાત્મ,૨ અધિભૂત,૩ ને અધિદૈવ૪ એ ત્રણ તાપ એ સર્વેનું દુઃખ મટે નહિ. ને સાંખ્ય વિના અરધો સત્સંગ કહેવાય. માટે સુખિયા રહેવાને અર્થે સાંખ્યવિચાર શીખવો.
૧. યથાર્થ જ્ઞાન, સમ્યક્ વિચાર, અંતર્દૃષ્ટિ, દેહ, લોક ને ભોગ મિથ્યા સમજવા ને આત્માને સત્ય સમજવો.
૨. શરીર અને મનનાં દુઃખ.
૩. પંચભૂત સંબંધી, પૃથ્વી પરના મનુષ્યો સંબંધી - ચોરી, તીડ પડવાં વગેરે દુઃખો.
૪. દેવ સંબંધી આપદા: અતિવૃષ્ટિ, દુષ્કાળ, ધરતીકંપ વગેરે.
Without learning the teachings of Sānkhya,1 faults such as greed, lust, taste, attachment and ego, and the three miseries – due to adhyātma, adhibhut and adhidaiv2 – cannot be removed. Without Sānkhya, satsang is said to be only half complete. Thus, to remain happy learn the principles of Sānkhya.
1. Sānkhya – to realize that the body, the world and all worldly pleasures are perishable. And to believe the ātmā and Paramātmā to be permanent and focus the mind on it.
2. Adhyātma – miseries of the mind. Adhibhut – physical illnesses, miseries. Adhidaiv – floods, famines, earthquakes, plagues and other natural disasters.
Sānkhya-vichār1 karvā shīkhavo. Ne sānkhya vinā lobh, kām, svād, sneh ne mān e pānch doṣh tathā adhyātma,2 adhibhūt,3 ne adhidaiv4 e traṇ tāp e sarvenu dukh maṭe nahi. Ne sānkhya vinā aradho satsang kahevāy. Māṭe sukhiyā rahevāne arthe sānkhya-vichār shīkhavo.
1. Yathārth gnān, samyak vichār, antardraṣhṭi, deh, lok ne bhog mithyā samajavā ne ātmāne satya samajavo.
2. Sharīr ane mannā dukh.
3. Panchabhūt sambandhī, pṛuthvī parnā manuṣhyo sambandhī - chorī, tīḍ paḍavā vagere dukho.
4. Dev sambandhī āpadā: ativṛuṣhṭi, duṣhkāḷ, dharatīkamp vagere.
પ્રહ્લાદજીએ નારાયણ સાથે ઘણા દિવસ યુદ્ધ કર્યું૧ પણ ભગવાન જિતાણા નહિ, પછી ભગવાને પ્રહ્લાદને કહ્યું જે, “એ યુદ્ધે કરીને તો હું જિતાઉં એવો નથી ને મને જીતવાનો ઉપાય તો એ છે જે, જીભે કરીને મારું ભજન કરવું, મનમાં મારું ચિંતવન કરવું, નેત્રમાં મારી મૂર્તિ રાખવી. એ પ્રકારે નિરંતર મારી સ્મૃતિ કરવી.” એમ કહ્યું છે; પછી એવી રીતે પ્રહ્લાદે અભ્યાસ કર્યો ત્યારે ભગવાન છ માસમાં વશ થઈ ગયા. માટે ભગવાનને રાજી કરવાને અર્થે આ ઉપાય સર્વોપરી છે તે શીખવો.
૧. એક વખત ચ્યવન ઋષિ વહેલી સવારે સ્નાન કરવા ગયા ત્યારે તેમને કોઈ અસુરે લઈ જઈ પાતાળમાં વાસુકિ નાગના બંધનમાં રાખ્યા; પણ ઋષિના ભજનથી નાગનું ઝેર ઓછું થતું જણાયું. આથી, નાગે ઋષિને દૈત્યાના રાજા પ્રહ્લાદને સોંપ્યા. પ્રહ્લાદે પોતાને મૃત્યુલોકનાં બધાં તીર્થ કરાવવાની શરતે ઋષિને મૃત્યુલોકમાં પહોંચાડ્યા. ત્યાર પછી ઋષિ અને પ્રહ્લાદ તીર્થ કરતાં બદરિકાશ્રમમાં આવ્યા. ત્યાં નરનારાયણ ઋષિને ધનુષ્યબાણ સહિત તપ કરતા જોઈ, તે રાખવાનું કારણ પૂછ્યું. ત્યારે ભગવાને ઉત્તર આપ્યો કે, “તારા જેવા દૈત્યને મારવા માટે રાખ્યાં છે.” આમ, ભગવાન તરફથી આવો ઉત્તર મળતાં પ્રહ્લાદે યુદ્ધ કર્યું હતું.
Prahladji fought for many days with Narayan, but God was not won over. Then God told Prahlad, “I cannot be won over by such wars. The way to win me over is by singing my bhajans, thinking of me in your mind and cherishing my murti in your eyes. In this way, always remember me.” Then, Prahlad tried this method and God was won over within six months. Thus, to please God, learn this method, which is the best.
Prahlādjīe Nārāyaṇ sāthe ghaṇā divas yuddha karyu1 paṇ Bhagwān jitāṇā nahi, pachhī Bhagwāne Prahlādne kahyu je, “E yuddhe karīne to hu jitāu evo nathī ne mane jītvāno upāy to e chhe je, jībhe karīne māru bhajan karavu, manmā māru chintavan karavu, netramā mārī mūrti rākhavī. E prakāre nirantar mārī smṛuti karavī.” Em kahyu chhe; pachhī evī rīte Prahlāde abhyās karyo tyāre Bhagwān chha māsmā vash thaī gayā. Māṭe Bhagwānne rājī karavāne arthe ā upāy sarvoparī chhe te shīkhavo.
1. Ek vakhat Chyavan Ṛuṣhi vahelī savāre snān karavā gayā tyāre temane koī asure laī jaī pātāḷmā Vāsuki Nāgnā bandhanmā rākhyā; paṇ Ṛuṣhinā bhajanthī nāgnu zer ochhu thatu jaṇāyu. Āthī, nāge Ṛuṣhine daityānā rājā Prahlādne sopyā. Prahlāde potāne mṛutyuloknā badhā tīrth karāvavānī sharate Ṛuṣhine mṛutyulokmā pahochāḍyā. Tyār pachhī Ṛuṣhi ane Prahlād tīrth karatā Badrikāshrammā āvyā. Tyā Naranārāyaṇ Ṛuṣhine dhanuṣhyabāṇ sahit tap karatā joī, te rākhavānu kāraṇ pūchhyu. Tyāre Bhagwāne uttar āpyo ke, “Tārā jevā daityane māravā māṭe rākhyā chhe.” Ām, Bhagwān tarafthī āvo uttar maḷatā Prahlāde yuddha karyu hatu.
ભગવાનની મોટાઈ જેના અંતરમાં સમજાણી હોય તેને ગમે તેવા દેશકાળની૧ અવળાઈ થાય અથવા દેહમાં ગમે એવો રોગ થઈ આવે ઇત્યાદિકમાં પણ એમ સમજે જે, ‘ભગવાનના કર્યા વિનાનું પાનડું પણ કોઈનું હલાવ્યું હલતું નથી,’ એમ સમજીને સુખી રહે; ને એમ ન સમજે તેને કોઈ પ્રકારનો દેશકાળ આવે તો સત્સંગ ચૂંથાઈ જાય.
૧. દેશકાળ, જમાનો, બીજા અર્થમાં આપત્તિ. વ્યાપક અર્થમાં દેશકાળ શબ્દથી આઠનું ગ્રહણ થાય છે: દેશ, કાળ, ક્રિયા, સંગ, મંત્ર, શાસ્ત્ર, દીક્ષા ને ધ્યાન.
If one has from within (essentially and earnestly) understood the glory of God, then whatever difficult circumstances1 arise or whatever ill health arises, one still believes, “Without God’s wish nobody can move even a leaf.” With this understanding, one remains happy. And if one does not understand this and encounters difficult circumstances, then his satsang will be spoiled.
1. The eight factors of place, time, action, company, mantra, holy scriptures, initiation and meditation may be adverse and troublesome.
Bhagwānnī moṭāī jenā antarmā samajāṇī hoy tene game tevā desh-kāḷnī1 avaḷāī thāy athavā dehmā game evo rog thaī āve ityādikmā paṇ em samaje je, ‘Bhagwānnā karyā vinānu pānaḍu paṇ koīnu halāvyu haltu nathī,’ em samajīne sukhī rahe; ne em na samaje tene koī prakārno desh-kāḷ āve to satsang chūnthāī jāy.
1. Desh-kāḷ, jamāno, bījā arthmā āpatti. Vyāpak arthmā desh-kāḷ shabdathī āṭhnu grahaṇ thāy chhe: desh, kāḷ, kriyā, sang, mantra, shāstra, dīkṣhā ne dhyān.
આ જીવ સાધન તે શું કરશે? એ તો જેમ કોસ જોડીને વાડી કરવી તેમાં ઘણો દાખડો, કેમ જે, તેને ઢોર ખાય, પંખી ખાય. તેમ સાધન વતે કલ્યાણ થાવું તે એવું છે. ને ભગવાનની પ્રાપ્તિ વતે કેવું થાય છે? તો જેમ આખી પૃથ્વીમાં વરસાદ વરસે ને દાણા પાકે છે. પછી તેને ઢોર ખાય, પંખી ખાય, ચોર લઈ જાય તો પણ ખૂટે નહિ. ને કૂવા, તળાવ ને નદિયું ખૂટે પણ સમુદ્ર ન ખૂટે, તેમ ભગવાન વતે કલ્યાણ તે એવું છે, ને આ તો બહુ જ દુર્લભ છે પણ મહિમા સમજાતો નથી.
What spiritual endeavours will this jiva undertake? Attaining moksha through spiritual means can be likened to farming with the aid of bullocks and a labourer to irrigate the field by drawing water from a well. It requires a great deal of effort. The little crop that is raised is eaten by cattle and birds. Attaining moksha through the grace of God is like raising a crop when the rainfall is plentiful. Then, even if the cattle and birds eat it or thieves steal it, the crop will never get exhausted. Wells, lakes and rivers may dry, but not oceans. Similarly, liberation through God is like that. This is extremely rare, but its glory is not understood.
Ā jīv sādhan te shu karashe? E to jem kos joḍīne vāḍī karavī temā ghaṇo dākhḍo, kem je, tene ḍhor khāy, pankhī khāy. Tem sādhan vate kalyāṇ thāvu te evu chhe. Ne Bhagwānnī prāpti vate kevu thāy chhe? To jem ākhī pṛuthvīmā varsād varase ne dāṇā pāke chhe. Pachhī tene ḍhor khāy, pankhī khāy, chor laī jāy topaṇ khūṭe nahi. Ne kūvā, taḷāv ne nadiyu khūṭe paṇ samudra na khūṭe, tem Bhagwān vate kalyāṇ te evu chhe, ne ā to bahu ja durlabh chhe paṇ mahimā samajāto nathī.
મોટાને સેવ્યા હોય ને તેના ગુણ આવ્યા હોય તેને દેશકાળ ન લાગે, તે કેની પેઠે? તો જેમ સૂર્યની આગળ અંધારું ભેળું થઈને જાય, પણ ત્યાં રહેવા પામે નહિ.
If one has served the great Sadhu and acquired his virtues then adverse circumstances will have no effect on one. This is like the darkness which disappears in the presence of the Sun, but is unable to exist there.
Moṭāne sevyā hoy ne tenā guṇ āvyā hoy tene desh-kāḷ na lāge, te kenī peṭhe? To jem sūryanī āgaḷ andhāru bheḷu thaīne jāy, paṇ tyā rahevā pāme nahi.
ભગવાનમાં જોડાણા હોય ને ભગવાનની આજ્ઞામાં રહેતા હોય ને ભગવાનની મરજીને જાણતા હોય એવા સાધુ સાથે પોતાના જીવને બાંધવો; તે થકી ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ અને મહિમા સહિત ઉપાસના એ સર્વે ગુણ પમાય, પણ તે વિના ક્યાંથી પમાય? ને જેવા સાધુને સેવે તેવા ગુણ આવે; તે મુમુક્ષુ હોય તે પણ ઘટી જાય ને પામર હોય તે વધી જાય, માટે સર્વેનું કારણ સંગ છે.
One should attach one’s jiva to a sadhu who is attached to God, obeys God’s commands and knows God’s wishes. From such a sadhu one can acquire all the virtues of dharma, spiritual knowledge, detachment, devotion and upāsanā along with the knowledge of God’s glory. Apart from him, where else can they be acquired? A person acquires the virtues of the sadhu he serves; even if he is a genuine spiritual aspirant if he is not attached to a God-realized Sadhu, he may regress; and even an evil person may progress if he associates with a genuine Sadhu. Thus, the cause of everything is the company of a great Sadhu.
Bhagwānmā joḍāṇā hoy ne Bhagwānnī āgnāmā rahetā hoy ne Bhagwānnī marjīne jāṇatā hoy evā Sādhu sāthe potānā jīvne bāndhavo; te thakī dharma, gnān, vairāgya, bhakti ane mahimā sahit upāsanā e sarve guṇ pamāy, paṇ te vinā kyāthī pamāy? Ne jevā sādhune seve tevā guṇ āve; te mumukṣhu hoy te paṇ ghaṭī jāy ne pāmar hoy te vadhī jāy, māṭe sarvenu kāraṇ sang chhe.
ઇન્દ્રિયારામ હોય તે દબાય પણ આત્મારામ હોય તે ન દબાય, કેમ જે, ઇન્દ્રિયારામને તો સેવા કરીને કે પદાર્થ આપીને પણ દબાવીએ, પણ આત્મારામ હોય તે શા સારુ દબાય? કેમ જે, એને તો કાંઈ જોઈએ જ નહિ, ને એ તો અનંતને દબાવી દે પણ પોતે દબાય નહિ.
One who is controlled by his senses can be suppressed, but one who is controlled by his ātmā is not. The former is suppressed by serving him or giving him things. But why should the latter be suppressed? For, he does not desire anything. And he can control countless others but he himself is not controlled.
Indriyārām hoy te dabāy paṇ ātmārām hoy te na dabāy, kem je, indriyārāmne to sevā karīne ke padārth āpīne paṇ dabāvīe, paṇ ātmārām hoy te shā sāru dabāy? Kem je, ene to kāī joīe ja nahi, ne e to anantne dabāvī de paṇ pote dabāy nahi.
સંસાર મૂકીને ત્યાગી થાય તે દુઃખમાત્રને ટાળીને સુખિયો થઈ જાય, પણ ત્યાગી થયા પછી પણ વાસનાનું દુઃખ રહે છે. તે વાસના લોભની, કામની, સ્વાદની, સ્નેહની ને માનની છે. તે વાસના ટળે તેમ તેમ સુખિયો થાય છે.
One who renounces worldly life and becomes a renunciant overcomes all miseries and becomes happy. But even after becoming a renunciant, the misery associated with base instincts – greed, lust, taste, attachments and ego – remains. As these base instincts are (gradually) overcome, one becomes happier.
Sansār mūkīne tyāgī thāy te dukh-mātrane ṭāḷīne sukhiyo thaī jāy, paṇ tyāgī thayā pachhī paṇ vāsanānu dukh rahe chhe. Te vāsanā lobhnī, kāmnī, svādnī, snehnī ne mānnī chhe. Te vāsanā ṭaḷe tem tem sukhiyo thāy chhe.
ઇન્દ્રિયું, અંતઃકરણ એ સર્વે કુસંગી છે. તે જે જે વિષયનો જોગ થાય તે તે રૂપ થઈ જાય, એવો જ એ જીવનો સ્વભાવ છે. તે એવા જીવને ભગવાનના સાધુ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, મહિમા, ઉપાસના એ સર્વે ગુણ આપે છે.
The senses and inner faculties are all bad company. Since, they become engrossed in the sense pleasures they come into contact with. That is also the nature of the jiva. Such a jiva is given all the virtues of dharma, spiritual knowledge, detachment, devotion, glory of God and upāsanā by God’s holy Sadhu.
Indriyu, antahkaraṇ e sarve kusangī chhe. Te je je viṣhayno jog thāy te te rūp thaī jāy, evo ja e jīvno swabhāv chhe. Te evā jīvne Bhagavānnā sādhu dharma, gnāna, vairāgya, bhakti, mahimā, upāsanā e sarve guṇ āpe chhe.