TEXT OPTIONS
AUDIO OPTIONS
Show audio player
Auto play audio
Auto advance audio
Auto scroll to audio
Auto advance to next page
॥ સ્વામીની વાતો ॥
Prakaran: ૩
Vat: ૧૨ to ૧૨
મહારાજને પુરુષોત્તમ જાણ્યા વિના અક્ષરધામમાં જવાય નહિ ને બ્રહ્મરૂપ થયા વિના મહારાજની સેવામાં રહેવાય નહિ. ત્યારે શિવલાલે પ્રશ્ન પૂછ્યો જે, “પુરુષોત્તમ કેમ જાણવા? ને બ્રહ્મરૂપ કેમ થવાય?” ત્યારે કહ્યું જે, “મહારાજ તો સર્વોપરી ને સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ છે.” તે ઉપર મધ્યનું નવમું ને છેલ્લાનું આડત્રીસમું વચનામૃત વંચાવીને કહ્યું જે, “આજ તો સત્સંગમાં સાધુ, આચાર્ય, મંદિર ને મૂર્તિયું તે સર્વોપરી છે, તો મહારાજ સર્વોપરી હોય તેમાં શું કહેવું? એ તો સર્વોપરી જ છે એમ સમજવું, અને બ્રહ્મરૂપ તો એમ થવાય છે જે, આવા સાધુને બ્રહ્મરૂપ જાણીને મન, કર્મ, વચને તેનો સંગ કરે છે તે બ્રહ્મરૂપ થાય છે.” તે ઉપર વરતાલનું અગિયારમું વચનામૃત વંચાવીને કહ્યું જે, “આવો થાય છે ત્યારે પુરુષોત્તમની સેવામાં રહેવાય છે.”
Without knowing Maharaj as Purushottam, it is not possible to go to Akshardham. And without becoming brahmarup, it is not possible to stay in the service of Maharaj. Then Shivlal asked a question, “How should Maharaj as Purushottam be known? And how can one become brahmarup?” Then Swami said, “Know that Maharaj is supreme, the source of all avatārs and the cause of all causes.” Based on this, he had Vachanamruts Gadhada II-9 and Gadhada III-38 read and said, “Today, in Satsang, sadhus, āchāryas, mandirs and murtis are all supreme. So what is there to say in Maharaj being supreme? One should understand that he is supreme. And one can become brahmarup by believing this Gunatit Sadhu to be brahmarup and associating with him through one’s mind, deeds and speech. Then one becomes brahmarup.” Based on this, he had Vachanamrut Vartal-11 read and said, “When one becomes like this (Gunatit Sadhu) then one stays in the service of Purushottam.”
Mahārājne Puruṣhottam jāṇyā vinā Akṣhardhāmmā javāy nahi ne brahmarūp thayā vinā Mahārājnī sevāmā rahevāy nahi. Tyāre Shivlāle prashna pūchhyo je, “Puruṣhottam kem jāṇavā? Ne brahmarūp kem thavāy?” Tyāre kahyu je, “Mahārāj to sarvoparī ne sarva avatārnā avatārī, sarva kāraṇnā kāraṇ chhe.” Te upar Madhyanu Navmu ne Chhellānu Āḍatrīsmu Vachanāmṛut vanchāvīne kahyu je, “Āj to satsangmā sādhu, āchārya, mandir ne mūrtiyu te sarvoparī chhe, to Mahārāj sarvoparī hoy temā shu kahevu? E to sarvoparī ja chhe em samajavu, ane brahmarūp to em thavāy chhe je, āvā Sādhune brahmarūp jāṇīne man, karma, vachane teno sang kare chhe te brahmarūp thāy chhe.” Te upar Vartālnu Agiyārmu Vachanāmṛut vanchāvīne kahyu je, “Āvo thāy chhe tyāre Puruṣhottamnī sevāmā rahevāy chhe.”