share

॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૬

વાત: ૮૫ થી ૮૫

“નિર્મળ અંતઃકરણ કરીને એમ જોવું જે, જે જે વાત થાય છે તે તે આ સાધુથી જ થાય છે. તે આ સત્સંગ ઓળખાણો ને ભગવાન તથા સાધુ ઓળખાણા એ જ મોક્ષનું દ્વાર કહ્યું છે.” પ્રસંગમજરં પાશમ્ એ શ્લોક બોલીને કહ્યું જે, “દ્વાર વિના ભીંતમાં માથુ ભરાવો જોઈએ, જવાય નહીં. માટે તેવા સાધુ સાથે જીવ જોડવો ને યોગ વિના ભેળા ન થવાય, ને યોગવાળો ભગવાનને અખંડ ધારે પણ જો આવો યોગ હોય તો તો ઠીક; ને તે ન હોય ત્યારે સાંખ્યનું કામ પડે છે, ને પ્રકૃતિ સુધી તેના રૂપને જાણી મૂકે ત્યારે નિર્વિઘ્ન રહેવાય;” તે ઉપર યોગ ને સાંખ્યનું વચનામૃત વંચાવ્યું ને કહ્યું જે, “તે સારુ એ શીખી રાખવું.” ત્યારે કો’કે પૂછ્યું જે, “એવા શબ્દ પડે છે પણ રહેતું કેમ નથી?” એટલે સ્વામી કહે, “અનંત કાળ થયાં ગોટા ને ગોટા વાળ્યા છે ને હમણાં પણ ઘણુંખરું એ જ થાય છે, અને આ તો એક આનો, પા આનો, કો’કે કર્યું છે, તે ધીરે ધીરે બહુ શબ્દ થાશે. સર્વત્ર જન્તોર્વ્યસનાવગત્યા ॥ સર્વે જોવું જે, કેટલાકને દાણા નથી મળતા ને ભગંદર, જળંધર, કઠોદર એવા અનંત રોગ થાય છે ને વણથળીના બળદનું, મારવાડાના ઊંટનું ને પિશોરીના ગધેડાનું એ સર્વેનાં દુઃખ જોવાં; ને ઢોરને ચાર મહિના ચાંદ્રાયણ ઉનાળામાં થાય છે. એવાં જન્મમરણ, ગર્ભવાસ, ચોરાસી, જમપુરી એવાં હજારો દુઃખ છે તે જન્મ-મૃત્યુજરાવ્યાધિદુઃખદોષાનુદર્શનમ્ ॥ એમ જોઈને વિચારવું જે, હમણાં સારું દેહ છે, માટે થોડાકમાં કામ કાઢી લેવું.”

સાંખ્યજ્ઞાન (27.31) / (૬/૮૫)

૧. ઋષભદેવ ભગવાન પુત્રોને કહે છે, “હે પુત્રો! હંસ સમાન વિવેકવાળા ગુરુ વિષે તથા પરમાત્મા વિષે તેમની અનુવૃત્તિ પાળવા રૂપ ભક્તિ વડે, તૃષ્ણાનો ત્યાગ કરી, સુખ-દુઃખાદિક દ્વન્દ્વોને સહન કરવાથી, ‘આ લોક - સ્વર્ગલોક બધે જ જીવને દુઃખ છે,’ એવું જાણવાથી, તત્ત્વની જિજ્ઞાસાથી, તપથી, કામ્ય કર્મ તજવાથી, મારી કથા કરવાથી... સર્વ બંધનના કારણરૂપ અહંકારથી મુક્ત થઈ પરમપદને પામવું.” (શ્રીમદ્‍ભાગવત: ૫/૫/૧૦)

૨. પેશાવરના.

૩. ચંદ્રની વધતી કળા મુજબ એક એક કોળિયો વધારતા પૂનમે પંદર કોળિયા થાય, પછી વદ પક્ષમાં એક એક ઊતરતા અમાસે નિર્જળા ઉપવાસ થાય. આ યવમધ્ય ચાંદ્રાયણ કહેવાય. બીજું પિપિલિકા ચાંદ્રાયણ છે. તે વદ પક્ષની અમાસે ૧૫-૧૪-૧૩ એ ઊતરતા વદ ચૌદશનો એક કોળિયો, અમાસે ઉપવાસ ને ફરી ચઢતા સુદ પક્ષે પડવાનો એક પછી બે એમ પંદર સુધી કોળિયા લેવાય છે. દિવસમાં એક જ વાર બપોરે આઠ કોળિયા લેવાય તેન યતિ ચાંદ્રાયણ કહે છે. સવાર-સાંજ બે વાર ચાર-ચાર લેવાય તેને શિશું ચાંદ્રાયણ કહે છે. અને રોજ ફક્ત ત્રણ જ કોળિયા લેવાય તેને ઋષિ ચાંદ્રાયણ કહે છે. (વિશેષ માટે જુઓ સત્સંગિજીવન: ૫/૪૭)

After purifying one’s inner faculties, one should think that whatever important talks take place are due to this Sadhu. And that this Satsang, God and his Sadhu have been recognized is described as the gateway to moksha. After reciting the shlok, ‘Prasangamajaram pāsham...’1 he said, “Without a door, even if the head is banged against the wall, it is not possible to enter. So, attach the jiva with such a Sadhu; since without attachment, it is not possible to come together. And one with such attachment beholds God continuously. So, if one has this union (with God and his Sadhu) then it is fine, and when it is not present, then one needs Sānkhya. And when one realizes the perishable nature of everything up to Prakruti, then one can live without hindrance.” On this, the Vachanamrut entitled ‘Sankhya and Yoga’ (Panchala-2) was read (in which Shriji Maharaj states that both the doctrines of Sankhya and Yoga are good and accepted by the great, but each has its deficiency. So, one should employ certain methods of interpretation to remove these deficiencies). Then Swami said, “For this reason, learn this.” Then someone asked, “Such words are heard, but why is their meaning not retained?” So Swami said, “Since time immemorial, one has made mistakes and more mistakes and even now, on the whole, that is what is happening. Some have done a little and others have done more of this work, so slowly these words of inspiration will accumulate. ‘Sarvatra jantorvyasanāvagatyā.’2 See everything – that many do not get food to eat, and many suffer from piles, dropsy, splenomegaly, etc. And see the misery of the bullocks from Vanthali, camels from Marvad, donkeys from Peshawar; the cattle endure four months of austerities in the summer. There are thousands of miseries like birth and death, gestation, cycle of rebirths, hell and ‘Janma-mrutyu-jarāvyādhi-dukh-doshānu-darshanam.’3 See all this and consider that, at present, the body is well; so in this short period get the work of moksha done.”

The Knowledge of Sankhya (27.31) / (6/85)

1. Kapildev Bhagwan says to his mother, Devhuti, “If a person maintains profound attachment towards the God-realized Sadhu just as resolutely as he maintains profound attachment towards his own relatives, then the gateway to liberation opens for him.” - Shrimad Bhagvat 3/25/20 (Footnote 1, Vat 19.11 - English version; Vat 3-42 - Gujarati version)

2. Realize that everywhere life is miserable for all living beings. - Shrimad Bhagvat 5/5/10

3. Reflect upon the miseries of birth, death, old age, tension, pain, faults, etc. Therefore do the needful at present when health is good.

"Nirmaḷ antahkaraṇ karīne em jovu je, je je vāt thāy chhe te te ā Sādhuthī ja thāy chhe. Te ā satsang oḷakhāṇo ne Bhagwān tathā Sādhu oḷakhāṇā e ja mokṣhanu dvār kahyu chhe." Prasang-majaram pāsham E shlok bolīne kahyu je, "Dvār vinā bhīntamā māthu bharāvo joīe, javāy nahī. Māṭe tevā Sādhu sāthe jīv joḍavo ne yog vinā bheḷā na thavāy, ne yogvāḷo Bhagwānne akhanḍ dhāre paṇ jo āvo yog hoy to to ṭhīk; ne te na hoy tyāre sānkhyanu kām paḍe chhe, ne Prakṛuti sudhī tenā rūpne jāṇī mūke tyāre nirvighn rahevāy;" Te upar Yog ne Sānkhyanu Vachanāmṛut vanchāvyu ne kahyu je, "Te sāru e shīkhī rākhavu." Tyāre ko'ke pūchhyu je, "Evā shabda paḍe chhe paṇ rahetu kem nathī?" Eṭale Swāmī kahe, "Anant kāḷ thayā goṭā ne goṭā vāḷyā chhe ne hamaṇā paṇ ghaṇu-kharu e ja thāy chhe, ane ā to ek āno, pā āno, ko'ke karyu chhe, te dhīre dhīre bahu shabda thāshe. Sarvatra jantorvyasanāvagatyā ||1 sarve jovu je, keṭlākne dāṇā nathī maḷatā ne bhagandar, jaḷandhar, kaṭhodar evā anant rog thāy chhe ne Vaṇthaḷīnā baḷadnu, Māravāḍānā ūnṭnu ne Pishorīnā2 gadheḍānu e sarvenā dukh jovā; ne ḍhorne chār mahinā chāndrāyaṇ3 unāḷāmā thāy chhe. Evā janmamaraṇ, garbhavās, chorāsī, Jampurī evā hajāro dukh chhe te Janma-mṛutyujarāvyādhidukhdoṣhānudarshanam || em joīne vichāravu je, hamaṇā sāru deh chhe, māṭe thoḍākmā kām kāḍhī levu."

The Knowledge of Sankhya (27.31) / (6/85)

1. Hruṣhabhdev Bhagwān putrone kahe chhe, “He putro! Hans samān vivekvāḷā guru viṣhe tathā Paramātmā viṣhe temanī anuvṛutti pāḷavā rūp bhakti vaḍe, tṛuṣhṇāno tyāg karī, sukh-dukhādik dvandvone sahan karavāthī, ‘Ā lok - swargalok badhe ja jīvne dukh chhe,’ evu jāṇavāthī, tattvanī jignāsāthī, tapthī, kāmya karma tajvāthī, mārī kathā karvāthī... sarva bandhannā kāraṇrūp ahankārthī mukta thaī parampadne pāmavu.” (Shrīmad Bhāgwat: 5/5/10)

2. Peshāvarnā.

3. Chandranī vadhatī kaḷā mujab ek ek koḷiyo vadhārtā Pūname pandar koḷiyā thāy, pachhī Vad pakṣhamā ek ek ūtartā amāse nirjaḷā upavās thāy. Ā Yavamadhya Chāndrāyaṇ kahevāy. Bīju Pipilikā Chāndrāyaṇ chhe. Te Vad pakṣhanī Amāse 15-14-13 e ūtartā Vad Chaudashno ek koḷiyo, Amāse upavās ne farī chaḍhatā Sud pakṣhe Paḍavāno ek pachhī be em pandar sudhī koḷiyā levāy chhe. Divasmā ek ja vār bapore āṭh koḷiyā levāy ten Yati Chāndrāyaṇ kahe chhe. Savār-sāj be vār chār-chār levāy tene Shishu Chāndrāyaṇ kahe chhe. Ane roj fakta traṇ ja koḷiyā levāy tene hruṣhi chāndrāyaṇ kahe chhe. (Visheṣh māṭe juo Satsangijīvan: 5/47)

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading