share

॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૬

વાત: ૨૩૯ થી ૨૩૯

“સો વરસ સુધી આવા સાધુ ભેળા અખંડ રહીએ તો સારી રુચિ થાય.” પછી રુચિનું વચનામૃત વંચાવ્યું ને બોલ્યા જે, “હમણાં તો રુચિ ખાધાની, માનની ને પંચવિષયની છે. જ્યારે મોટા સાધુ હોય ત્યારે પાપી તેની મોટાઈ ખમી શકે નહીં; પછી દ્રોહ કરે ને પોતાનું ભૂંડું કરે.

“સંત સંતાપે જાત હે, રાજ ધર્મ અરુ વંશ;

તુલસી ત્રણ્યે ટીલે ન દીઠા, રાવણ કૌરવ ને કંસ.

“તે કંઈક મારી નજર આગળ ગયા. આ વણથળીથી એક બાઈ ભાગીને ગઢડે સાંખ્યજોગી થઈને રહી, તે સારુ દાદાખાચરને બસેં રૂપિયા મોસલાઈ ભરવી પડી ને કેટલીક ઉપાધિ થઈ. પછી વડોદરામાં એ ફરવા ગઈ. ત્યાં ગૃહસ્થને ત્યાં જમવાનું કહેલ ને ગોપાળાનંદ સ્વામી પણ ત્યાં હતા, તેમને પણ જમવાનું કહેલ. પછી સ્વામી કહે, ‘સાંખ્યયોગી થઈને લાડવા ખાય છે તે કેમ ઠીક રહેશે?’ એટલું કે’વરાવી મૂક્યું. ત્યારે ઓલી કહે, ‘તમે સાધુ થઈને કેમ ખાઓ છો?’ એમ બોલી તેનો દોષ લાગ્યો, તે સત્સંગમાંથી ભાગી ને વિશાજીને લઈને રહી. એમ અભાવે થયું. અને કેટલાકને અલ્પ સમજણે કરીને ગોપાળાનંદ સ્વામીનો પણ સત્સંગમાં અભાવ હતો. માટે હમણાં પણ કોઈથી ખમાતું નથી ને મોટાનો અવગુણ લે છે, પછી એનું ભૂંડું થાય.”

અભાવ-અવગુણ અને ગુણગ્રાહક દ્રષ્ટિ (22.14) / (૬/૨૩૯)

૧. ગામને પાદર મૃત વ્યક્તિઓના કાર્યસંભારણારૂપે પાળિયા હોય છે. તેમાં ક્યાંય રાવણ, કૌરવ, કંસના અવશેષ જોવા મળતા નથી. અર્થાત્ તેનું નામ-નિશાન નથી.

ભાવાર્થ: તુલસીદાસ કહે છે કે સંતને દુઃખી કરવાથી રાજ, ધર્મ, અને વંશનો નાશ થાય છે. રાવણે સીતા માતાનું અપહરણ કર્યું, કૌરવોએ પાંડવોનું રાજ્ય લઈ લીધું, કંસ શ્રીકૃષ્ણની સામે પડ્યો. આ રીતે બધા દ્રોહમાં પડ્યા તો તેમનાં રાજ, ધર્મ અને વંશનો નાશ થયો. સામાન્ય શહીદ, શૂરવીર કે સૈનિકના પણ પાળિયા હોય છે, પણ આના તો પાળિયા પણ જોવા મળતા નથી.

[તુલસીદાસની સાખીઓ(સસ્તુ સાહિત્ય): ૫૧; ઉદ્ધવસંપ્રદાયની માર્ગદર્શીકા: ૧૨૨; છંદરત્નાવલિ, તુલસીદાસ કૃત સવૈયા: ૨૮૬]

૨. ઉઘરાણી બાકી રહેતાં ચઢતો દંડ.

If one stays a hundred years with such a Sadhu, then one’s inclination becomes good. Then Swami had the ‘Personal Preferences’ Vachanamrut (Loya-14) read and said, “At present people’s preference is for eating, boosting the ego and material pleasures. When there is a great Sadhu, the sinful are unable to tolerate his greatness. So they malign him and incur misery upon themselves.”

Sant santāpe jāt he, rāj dharma aru vansh;

Tulsi tranye tile na dithā, Ravan Kaurav ne Kans.1

I have seen many like this.

Perceiving the Virtues and Faults of Others (22.14) / (6/239)

1. On the outskirts of the village memorials to the brave people are built; but nowhere are there any memorials to Ravan, Kauravs or Kansa.

“So varas sudhī āvā Sādhu bheḷā akhanḍ rahīe to sārī ruchi thāy.” Pachhī Ruchinu Vachanāmṛut vanchāvyu ne bolyā je, “Hamaṇā to ruchi khādhānī, mānnī ne panch-viṣhaynī chhe. Jyāre Moṭā Sādhu hoy tyāre pāpī tenī moṭāī khamī shake nahī; pachhī droh kare ne potānu bhūnḍu kare.
“Sant santāpe jāt he, rāj dharma aru vansh;
Tulsī traṇye ṭīle na dīṭhā, Rāvaṇ Kaurav ne Kansa.1

“Te kaīk mārī najar āgaḷ gayā. Ā Vaṇathaḷīthī ek bāī bhāgīne Gaḍhaḍe sānkhyajogī thaīne rahī, te sāru Dādā Khācharne base rūpiyā mosalāī2 bharavī paḍī ne keṭlīk upādhi thaī. Pachhī Vaḍodarāmā e faravā gaī. Tyā gṛuhasthne tyā jamavānu kahel ne Gopāḷānand Swāmī paṇ tyā hatā, temane paṇ jamavānu kahel. Pachhī Swāmī kahe, ‘Sānkhyayogī thaīne lāḍavā khāy chhe te kem ṭhīk raheshe?’ Eṭalu ke’varāvī mūkyu. Tyāre olī kahe, ‘Tame sādhu thaīne kem khāo chho?’ Em bolī teno doṣh lāgyo, te satsangmāthī bhāgī ne Vishājīne laīne rahī. Em abhāve thayu. Ane keṭlākne alp samajaṇe karīne Gopāḷānand Swāmīno paṇ satsangmā abhāv hato. Māṭe hamaṇā paṇ koīthī khamātu nathī ne moṭāno avaguṇ le chhe, pachhī enu bhūnḍu thāy.”

Perceiving the Virtues and Faults of Others (22.14) / (6/239)

1. Gāmne pādar mṛut vyaktionā kāryasambhārṇārūpe pāḷiyā hoy chhe. Temā kyāy Rāvaṇ, Kaurav, Kansanā avasheṣh jovā maḷatā nathī. Arthāt tenu nām-nishān nathī.

2. Ugharāṇī bākī rahetā chaḍhato danḍ.

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading