share

॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૬

વાત: ૨૩૩ થી ૨૩૩

એક સાધુ રાઘવાનંદ તે પણ ભાગવત તાડપત્રમાં લખેલ વાંચતાં આંખ્યમાંથી આંસુ પડતાં ને માહાત્મ્ય પણ બહુ જાણતો, પણ મહારાજે એક ચોંટિયો લીધો એટલે વિમુખ થઈને ભાગી ગયો. જુઓ, ત્યારે એને કોઈ વાર એક ચીપટી નહીં આવી હોય? ને માવતરે ચિંટોણીઓ નહીં ભર્યો હોય? પણ જ્ઞાન નહીં તેણે એમ થયું. માટે દિવ્યને વિષે તો સંશય ન જ થાય પણ મનુષ્ય ચરિત્ર જે સગુણ ચરિત્ર તેને વિષે પણ દિવ્યભાવ જણાય ત્યારે ખરો ભક્ત કહેવાય. કાં જે, એ તો કર્તુમકર્તું ને અન્યથાકર્તું છે. એને ઉપર વળી શંકા શી? આમ સમજે ત્યારે ચોખી સ્વરૂપનિષ્ઠા કહેવાય, ને બીજી કસર હોય તો ટળે પણ આ ખામી ભાંગે નહીં. તે મધ્યના તેરના વચનામૃતમાં કહ્યું છે તેમ સમજે ત્યારે છૂટકો છે ને બીજું તો હાથ-પગ કહેવાય ને આ તો માથું કહેવાય. માટે આ કહ્યું તેમ સમજવું. તે સારુ એવી રુચિવાળા ગુરુ કરવા ને એવાં જ શાસ્ત્ર વાંચવા, એમ કરીને સિદ્ધ કરવું.

ભગવાનના સ્વરૂપમાં દિવ્યભાવ અને મનુષ્યભાવ (44.29) / (૬/૨૩૩)

In the divine actions of God, there is no doubt. But if even the human actions of God are known as divine, then only is one considered to be a true devotee. Since, God is the doer, non-doer and doer of otherwise impossible actions. So, what is there to doubt about him? When one understands this, it is pure knowledge of his real form. And if there are other deficiencies, they can be overcome, but this deficiency cannot be overcome. If one understands the form of God as described in Vachanamrut Gadhada II-13, then only does one attain liberation. The other means of liberation are like hands and legs, while this knowledge of the form of God is the head.1 Therefore, to understand all which has been said, a capable guru has to be accepted and only such scriptures which strengthen this knowledge should be read. By doing as stated above, knowledge of his form should be attained.

Perceiving Divine and Human Traits (44.29) / (6/233)

1. Disobeying God’s commands, etc. is like having one’s hand and legs cut off. But insulting the divine form of God is like having one’s head cut off – fatal.

Ek sādhu Rāghavānand te paṇ Bhāgwat tāḍpatramā lakhel vānchatā ānkhyamāthī ānsu paḍatā ne māhātmya paṇ bahu jāṇato, paṇ Mahārāje ek chonṭiyo līdho eṭale vimukh thaīne bhāgī gayo. Juo, tyāre ene koī vār ek chīpaṭī nahī āvī hoy? Ne māvatare chinṭoṇīo nahī bharyo hoy? Paṇ gnān nahī teṇe em thayu. Māṭe divyane viṣhe to sanshay na ja thāy paṇ manuṣhya charitra je saguṇ charitra tene viṣhe paṇ divyabhāv jaṇāy tyāre kharo bhakta kahevāy. Kā je, e to kartum-kartum ne anyathā-kartum chhe. Ene upar vaḷī shankā shī? Ām samaje tyāre chokhī swarūpniṣhṭhā kahevāy, ne bījī kasar hoy to ṭaḷe paṇ ā khāmī bhānge nahī. Te Madhyanā Ternā Vachanāmṛutmā kahyu chhe tem samaje tyāre chhūṭako chhe ne bīju to hāth-pag kahevāy ne ā to māthu kahevāy. Māṭe ā kahyu tem samajavu. Te sāru evī ruchivāḷā guru karavā ne evā ja shāstra vānchavā, em karīne siddha karavu.

Perceiving Divine and Human Traits (44.29) / (6/233)

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading