share

॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૫

વાત: ૯૬ થી ૯૬

મનજીભાઈએ પૂછ્યું જે, “જ્ઞાની હોય તો પણ કાંઈ વાસના રહેતી હશે?” સ્વામી કહે, “શુકજી ઊડ્યા ને જનકથી ઊડાણું નહિ, ને બેક પ્રવૃત્તિનો જોગ રહે ત્યાં સુધી જણાય ખરી; જેમ અમે ત્યાગી થયા તેવા સમામાં ગામ, નદી બધું દેખાતું માટે એ કાંઈ વાસના હતી? એ તો જોગે કરીને દેખાતું. ને વીસ વરસ થયાં પછી છેટું પડ્યું એટલે દેખાણું નહિ. તેમ પ્રવૃત્તિમાં જ્ઞાન વૃદ્ધિ પામે, અંતઃકરણ શુદ્ધ થાય પણ જોગે કરીને ઇન્દ્રિયોની શુદ્ધિ થાતી નથી.” પછી નથુ પટેલે પૂછ્યું જે, “પ્રાપ્તિમાં ફેર છે કે નહિ?” સ્વામી કહે, “પ્રાપ્તિમાં ફેર નથી, બરાબર છે. ને નિવૃત્તિવાળાને એટલો અધિક ન કહીએ તો તમે માનો પણ બીજા માને નહિ; માટે એમ ઉત્તર કરવો પડે, પણ ભગવાન તો ચાય તેમ કરે, તેનો કોઈ ધણી છે? ને ઉત્તર તો થાતો હોય તેમ થાય.”

(૫/૯૬)

૧. સ્વામી શુકજી ને જનકના દૃષ્ટાંતથી નિવૃત્તિમાર્ગ ને પ્રવૃત્તિમાર્ગ વચ્ચેનો ભેદ દર્શાવે છે. મહાભારત કહે છે કે શુકજી સદેહે લોકોના દેખતાં આકાશમાર્ગે સૂર્ય લોકમાં પ્રવેશ્યા હતા. જનકને માટે આ અશક્ય હતું.

૨. બહુધા.

Manjibhai asked, “If one is a gnāni, does he still have vāsanā remain?” Swami said, “Shukji flew in the air but Janak could not.1 As long as one is involved with a lot of pravrutti, it may seem vāsanā remains. When I first renounced, I could still see the village, river, etc. Was that all vāsanā? All of that appeared because of involvement in that activity. After twenty years, all of that is in the distant past and does not appear now. So, gnān becomes consolidated in pravrutti and the mind becomes pure, but because of the connection with pravrutti, the indriyas do not become pure.”

Then, Nathu Patel asked, “Is there a difference in attainment or not?”

Swami answered, “There is no difference in attainment; it is equal. And if we do not say one who has chosen the path of nivrutti is that much greater, then you will believe me but others would not.”

(5/96)

1. In this example of Shukji and King Janak, Swami is explaining the difference between the paths of nivrutti and pravrutti. In the Mahabharat, it is mentioned that everyone witnessed Shukji physically fly to Surya-lok. This was not possible for King Janak.

Manjībhāīe pūchhyu je, “Gnānī hoy to paṇ kāī vāsanā rahetī hashe?” Swāmī kahe, “Shukjī ūḍyā ne Janakthī ūḍāṇu nahi,1 ne bek2 pravṛuttino jog rahe tyā sudhī jaṇāy kharī; jem ame tyāgī thayā tevā samāmā gām, nadī badhu dekhātu māṭe e kāī vāsanā hatī? E to joge karīne dekhātu. Ne vīs varas thayā pachhī chheṭu paḍyu eṭale dekhāṇu nahi. Tem pravṛuttimā gnān vṛuddhi pāme, antahkaraṇ shuddha thāy paṇ joge karīne indriyonī shuddhi thātī nathī.” Pachhī Nathu Paṭele pūchhyu je,:Prāptimā fer chhe ke nahi?” Swāmī kahe, “Prāptimā fer nathī, barābar chhe. Ne nivṛuttivāḷāne eṭalo adhik na kahīe to tame māno paṇ bījā māne nahi; māṭe em uttar karavo paḍe, paṇ Bhagwān to chāy tem kare, teno koī dhaṇī chhe? Ne uttar to thāto hoy tem thāy.”

(5/96)

1. Swāmī Shukjī ne Janaknā draṣhṭāntthī nivṛuttimārg ne pravṛuttimārg vachcheno bhed darshāve chhe. Mahābhārat kahe chhe ke Shukjī sadehe lokonā dekhtā ākāshmārge sūrya lokmā praveshyā hatā. Janakne māṭe ā ashakya hatu.

2. Bahudhā.

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading