share

॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૫

વાત: ૨૯૦ થી ૨૯૦

કેટલાક કહે છે જે, “કાંઈ જાણતા નથી, આવડતું નથી;” પણ ગાદીએ કોણે બેસાર્યા છે, એની તેને કાંઈ ખબર છે? બધુંય જાણે છે ત્યારે જ ગાદીએ બેસાર્યા છે. આ તો સત્સંગમાં કુસંગની વાત કરી, હવે મોક્ષની વાત કરીએ છીએ જે, ‘એકોઽપિ કૃષ્ણસ્ય કૃતઃ પ્રણામો’ એ શ્લોકનો અર્થ કર્યો જે, એક પ્રણામે મોક્ષ થાય, તો આ તો કરોડો પ્રણામો કર્યા હશે, પણ મોક્ષ થયાની પ્રતીતિ આવતી નથી ને શાંતિ થાતી નથી. પણ જો પ્રગટ ભગવાનને જાણીને તથા ઓળખીને એક પ્રણામ કરે તો ભગવાનના ધામમાં જાય ને મોક્ષ થયાની પ્રતીતિ આવે ને શાંતિ પણ થાય.

પ્રત્યક્ષ ભગવાન (46.17) / (૫/૨૯૦)

૧. ભગવાનને માહાત્મ્ય સહિત એક જ દંડવત્ પ્રણામ કર્યો હોય તો તેનું ફળ દસ અશ્વમેધ યજ્ઞ કરી પવિત્રતા પ્રાપ્ત કર્યા બરાબર થાય છે. જો કે દસ અશ્વમેધ યજ્ઞ કરનારને પણ ફરી જન્મ ધારણ કરવો પડે છે, પણ ભગવાનને પ્રણામ કરનાર કદી ફરી સંસારમાં આવતો નથી. અર્થાત્ તેની મુક્તિ થાય છે. (મહાભારત; શાંતિપર્વ: ૧૨/૪૭/૯૨)

Some say that he (Swami) does not know anything and is unable to do anything. But do they know anything about the person (Bhagwan Swaminarayan) who has placed him on the seat? He (Bhagwan Swaminarayan) knows everything, that is why Swami has been placed on the seat (by him). Here, I have just talked about the bad company in the Satsang fellowship. Now, I will talk about moksha. ‘Ekopi Krishnasya krutah pranāmo...’ This shlok was explained: if moksha is attained by performing only one prostration, then we have offered tens of millions of prostrations, yet we do not feel convinced that moksha has been attained and we do not even experience peace. But, if after knowing and recognizing the manifest God, one offers a single prostration, then one attains the abode of God and one is convinced that moksha has been attained. And peace is also experienced.

The Manifest Form of God (46.17) / (5/290)

Keṭlāk kahe chhe je, “Kāī jāṇatā nathī, āvaḍatu nathī;” paṇ gādīe koṇe besāryā chhe, enī tene kāī khabar chhe? Badhuy jāṇe chhe tyāre ja gādīe besāryā chhe. Ā to satsangmā kusangnī vāt karī, have mokṣhanī vāt karīe chhīe je, ‘Ekopi Kṛuṣhṇasya kṛutah praṇāmo’1 e shlokno arth karyo je, ek praṇāme mokṣha thāy, to ā to karoḍo praṇāmo karyā hashe, paṇ mokṣha thayānī pratīti āvatī nathī ne shānti thātī nathī. Paṇ jo pragaṭ Bhagwānne jāṇīne tathā oḷakhīne ek praṇām kare to Bhagwānnā dhāmmā jāy ne mokṣha thayānī pratīti āve ne shānti paṇ thāy.

The Manifest Form of God (46.17) / (5/290)

1. Bhagwānne māhātmya sahit ek ja danḍavat praṇām karyo hoy to tenu faḷ das Ashvamedh Yagna karī pavitratā prāpta karyā barābar thāy chhe. Jo ke das Ashvamedh Yagna karanārne paṇ farī janma dhāraṇ karavo paḍe chhe, paṇ Bhagwānne praṇām karanār kadī farī sansārmā āvato nathī. Arthāt tenī mukti thāy chhe. (Mahābhārat; Shāntiparva: 12/47/92)

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading