share

॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૫

વાત: ૧૨૭ થી ૧૨૭

હરિશંકરભાઈએ પૂછ્યું જે, “વચનામૃતમાં બતાવ્યા છે તે સાધુ ઓળખાણા નહિ તેનું કેમ કરવું?” ત્યારે સ્વામી બોલ્યા જે, “એ વાત કહેવાય નહિ. કહીએ તો માર પડે ને અવગુણ આવે. માટે સમજો છો તેમ સમજવું, ને ફળિયામાં ઘોડો ફેરવી લેવો. તે શું જે, યજ્ઞ કરનારા દસે દિશાયુંમાં ઘોડો ફેરવીને જીત કરીને યજ્ઞની પૂર્ણાહુતિ કરે છે. તેમ જેણે દસ ઇન્દ્રિયુંરૂપ દસ દિશાયું જીતી છે, કહેતાં જેની વૃત્તિ કોઈ વિષયમાં લેવાતી નથી તેવા સંતમાં જોડાય ત્યારે તેનો જ્ઞાનયજ્ઞ પૂરો થઈ રહ્યો, તે ફળિયામાં ઘોડો ફેરવીને યજ્ઞ કર્યા જેવું છે.”

(૫/૧૨૭)

Harishankarbhāi asked, “What should we do if we haven’t recognized a Sadhu shown in the Vachanamrut?” Swami answered, “That cannot be said. If we do, we would be beaten and you may perceive a flaw. Therefore, understand as you do and walk the horse around your courtyard. Meaning, those who perform an [Ashwamedh] yagna send a horse in ten directions and must become victorious [in all battles] in order to complete the yagna. Similarly, one who has attached oneself to a Sant who has won over the ten directions in the form of the ten indriyas, i.e. who never becomes attached to the sensual pleasures, is said to have completed the gnān-yagna. That is analogous to completing the [Ashwamedh] yagna by merely walking the horse around one’s courtyard.”

(5/127)

Harishankarbhāīe pūchhyu je, “Vachanāmṛutmā batāvyā chhe te Sādhu oḷakhāṇā nahi tenu kem karavu?” Tyāre Swāmī bolyā je, “E vāt kahevāy nahi. Kahīe to mār paḍe ne avaguṇ āve. Māṭe samajo chho tem samajavu, ne faḷiyāmā ghoḍo feravī levo. Te shu je, yagna karanārā dase dishāyumā ghoḍo feravīne jīt karīne yagnanī pūrṇāhuti kare chhe. Tem jeṇe das indriyurūp das dishāyu jītī chhe, kahetā jenī vṛutti koī viṣhaymā levātī nathī tevā Santmā joḍāya tyāre teno gnānyagna pūro thaī rahyo, te faḷiyāmā ghoḍo feravīne yagna karyā jevu chhe.”

(5/127)

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading