share

॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૫

વાત: ૧૧૨ થી ૧૧૨

છેલ્લા પ્રકરણનું બીજું વચનામૃત વંચાવીને સ્વામીએ વાત કરી જે, “મહારાજ વિના બીજામાં માલ માને છે ને બીજું જોવાને ઇચ્છે છે તે તો સૂર્યની આગળ દીવો કરે તેવો છે ને સત્સંગી જ ક્યાં છે? ને આ વાત સમજાશે ત્યારે ગાંડા થઈ જવાશે ને ગાંડા નથી થવાતું તે તો ભગવાનની ઇચ્છા છે. ને એકાંતિકનો સંગ મળવો દુર્લભ છે ને ભગવાનથી કામ થાય તેટલું એકાંતિકથી થાય છે, કારણ કે બધાને ભગવાનનો જોગ રહે નહિ તેથી એકાંતિકનાં લક્ષણ સમજવાં.” તે ઉપર -

તીન તાપકી ઝાળ જર્યો પ્રાની કોઈ આવે,

તાકું શીતલ કરત તુરત દિલદાહ મિટાવે.

કહિ કહિ સુંદર બેન રેન અજ્ઞાન નિકાસે,

પ્રગટ હોત પહિચાન જ્ઞાન ઉર ભાનુ પ્રકાશે.

વૈરાગ ત્યાગ રાજત વિમળ ભવ દુઃખ કાટત જંતકો,

કહે બ્રહ્મમુનિ આ જક્તમાં સંગ અનુપમ સંતકો.

એ સવૈયો બોલ્યા ને કહ્યું જે, “હમણાં તો જોગ છે ત્યાં સુધી જણાતું નથી પણ જોગ નહિ હોય ત્યારે કાળ પડે ને દુઃખ થાય તેટલું જીવને દુઃખ થાશે ને આંખ્યમાંથી આંસુ પડશે.” વસુદેવ-દેવકીનું દૃષ્ટાંત દીધું. “ને આવો જોગ મળ્યો છે તે પૂર્વનાં પુણ્ય છે.” પછી હરિશંકરભાઈએ પૂછ્યું જે, “વેદરસનો ગ્રંથ વાંચવાની મહારાજે શા સારુ ના પાડી છે?” ત્યારે સ્વામી બોલ્યા જે, “વેદરસનો ગ્રંથ વાંચવાવી મહારાજે ના પાડી નથી, એ તો કઠણ પડવાથી કોઈ વાંચતા નથી. ભગવત્પ્રસાદજી મહારાજના કાગળમાં લખાવ્યું જે, જે કામ કરો તેના ધણી થાશો નહિ, ભગવાનને માથે નાખજો ને ભગવાનનો વિશ્વાસ રાખજો.”

સાધુનો મહિમા (37.6) / (૫/૧૧૨)

After having Vachanamrut Gadhada III-2 read, Swami said, “One who sees worth in anything else except Maharaj and desires to see something else is like one who lights a small lamp before the sun. And is he a satsangi? When this talk is understood, one will become mad. And that one does not become mad after understanding God’s glory is due to God’s will.

“To attain the company of the God-realized Sadhu is rare. All the work that God can do can be done by him. And not all have the company of God. Therefore, understand the qualities of the God-realized Sadhu.”

“Tin tāpki jhāl jaryo prāni koi āve;

Tāku shital karat turat dildāha bujhāve.

Kahi kahi sundar ben ren agnān nikāse;

Pragat hot pahichān gnān ur bhānu prakāshe.

Vairāg tyāg rājat vimal bhav dukh kātat jant ko;

Kahe Brahmamuni ā jagatme sang anopam sant ko.”1

Swami recited these verses and then said, “At present you have the association of this Sadhu and so you do not realize the pain of separation. But when there is no association and famine-like difficulties arise, the jiva will be pained so much that tears will flow from the eyes (Swami described the pain suffered by Vasudev and Devki). And that we have attained this association is due to the merits earned in the past.”

Glory of the Sadhu (37.6) / (5/112)

1. If one who is suffering from the three miseries comes to the Sadhu, one feels peace and one’s heartaches are removed. The Sadhu gives great spiritual guidance and removes the darkness of ignorance; one recognizes the manifest form of God and the sun of knowledge shines in one’s heart. Such a Sadhu, who is pure and radiates with detachment, removes the worldly miseries of people; Brahmamuni says that the best company in the world is that of the Sadhu.

Chhellā Prakaraṇnu Bīju Vachanāmṛut vanchāvīne Swāmīe vāt karī je, “Mahārāj vinā bījāmā māl māne chhe ne bīju jovāne ichchhe chhe te to sūryanī āgaḷ dīvo kare tevo chhe ne satsangī ja kyā chhe? Ne ā vāt samajāshe tyāre gānḍā thaī javāshe ne gānḍā nathī thavātu te to Bhagwānnī ichchhā chhe. Ne ekāntikno sang maḷavo durlabh chhe ne Bhagwānthī kām thāy teṭalu ekāntikthī thāy chhe, kāraṇ ke badhāne Bhagwānno jog rahe nahi tethī ekāntiknā lakṣhaṇ samajavā.” Te upar -
Tīn tāpkī zāḷ jaryo prānī koī āve,
Tāku shītal karat turat dildāh miṭāve.
Kahi kahi sundar ben ren agnān nikāse,
Pragaṭ hot pahichān gnān ur bhānu prakāshe.
Vairāg tyāg rājat vimaḷ bhav dukh kāṭat jantko,
Kahe Brahmamuni ā jaktamā sang anupam santko.

E savaiyo bolyā ne kahyu je, “Hamaṇā to jog chhe tyā sudhī jaṇātu nathī paṇ jog nahi hoy tyāre kāḷ paḍe ne dukh thāy teṭalu jīvne dukh thāshe ne ānkhyamāthī āsu paḍashe.” Vasudev-Devkīnu draṣhṭānt dīdhu. “Ne āvo jog maḷyo chhe te pūrvanā puṇya chhe.” Pachhī Harishankarbhāīe pūchhyu je, “Vedrasno granth vānchavānī Mahārāje shā sāru nā pāḍī chhe?” Tyāre Swāmī bolyā je, “Vedrasno granth vānchavāvī Mahārāje nā pāḍī nathī, e to kaṭhaṇ paḍavāthī koī vānchatā nathī. Bhagwatprasādjī Mahārājnā kāgaḷmā lakhāvyu je, je kām karo tenā dhaṇī thāsho nahi, Bhagwānne māthe nākhajo ne Bhagwānno vishvās rākhajo.”

Glory of the Sadhu (37.6) / (5/112)

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading