share

॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૩

વાત: ૧૯ થી ૧૯

જીવ બીજે ક્યાંઈ અટકતો નથી, મહારાજને પુરુષોત્તમ કહેવા તેમાં અટકે છે. પછી રઘુવીરજી મહારાજે પ્રશ્ન પૂછ્યો જે, “મહારાજનાં ચરિત્ર દીઠાં, સાંભળ્યાં હોય તોય કહેતાં, લખતાં અટકે છે કેમ?” પછી સ્વામી બોલ્યા જે, “એક ઘોડાનો સ્વપ્નમાં પગ ભાંગ્યો. તે જ્યારે જાગ્યો ત્યારે તોળીને ઊભો, પણ પગ માંડે નહિ. પછી વૈદને દેખાડ્યો; ત્યારે વૈદે કહ્યું જે, ‘આ ઘોડાનો પગ ભાંગ્યો નથી ને કાંઈ માંદો થયો નથી, એને તો સ્વપ્ન થયું છે તે પગ તોળીને ઊભો છે.’ ત્યારે પૂછ્યું જે, ‘એનું કેમ કરવું?’ ત્યારે એણે કહ્યું જે, ‘બસેં ઘોડાં સાબદાં કરો ને તોપુંના ને બંધૂકુંના ભડાકા કરવા માંડો, એટલે ચમકશે ત્યારે સ્વપ્ન થયું છે તે મૂકી દેશે.’ તેમ એને શાસ્ત્રના શબ્દની ભ્રાંતિ પડી છે તે આમ ને આમ નિરંતર ધડાકા ને પડકારા કરશું તો મૂકી દેશે,” એટલી વાત કરી. ને પછી રઘુવીરજી મહારાજ ગાદી ઉપર ચંપાનાં ત્રણ ફૂલ મૂકીને બોલ્યા જે, “કેટલાક તો આ ફૂલ સુધી પૂગે છે ને કેટલાક તો આ ફૂલ સુધી પૂગે છે, પણ આ ફૂલ સુધી તો કોઈ પૂગતા જ નથી,” એમ મર્મમાં વાત કરી. પછી સ્વામીએ ત્રીજું ફૂલ હતું તે અચિંત્યાનંદ બ્રહ્મચારીને દીધું. પછી રઘુવીરજી મહારાજે કહ્યું જે, “સ્વામી પારસાવ્યા કે?” એમ કહીને જમવા પધાર્યા.

સર્વોપરી ભગવાન (42.10) / (૩/૧૯)

૧. પહેલું ફૂલ ગાદી પર નજીક પડેલું એટલે શ્રીજીમહારાજને કેટલાક દત્તાત્રેય, કપિલ જેવા જાણે છે. બીજું સહેજ દૂર હતું અર્થાત્ મહારાજને કેટલાક રામ-કૃષ્ણાદિક જેવા સમજે છે. પણ ત્રીજું ફૂલ વધુ દૂર હતું ત્યાં સુધી કોઈ પહોંચતા નથી, અર્થાત્ સર્વોપરી, સર્વાવતારી પરબ્રહ્મ જાણતા નથી. આ માટે એક સર્વોપરી સંસ્કૃત ગ્રંથ રચવા સ્વામીએ અચિંત્યાનંદજીને એ ત્રીજું ફૂલ આપ્યું ને બ્રહ્મચારીએ સદ્‍ગુરુ ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદથી શ્રીહરિલીલાકલ્પતરુ ગ્રંથ રચ્યો.

The jiva does not hesitate anywhere, but hesitates in describing Maharaj as Purushottam. Then Raghuvirji Maharaj asked a question, “Why does one who has seen and heard of Maharaj’s divine actions still hesitate to describe and write about them?” Then Swami said, “A horse had a dream in which its leg was broken. When it awoke, it stood as if the leg was really broken, and would not put it on the ground. Then it was shown to the vet, who said, ‘This horse’s leg is not broken. It is not ill. It has had a dream so it is standing holding its leg up.’ Then someone asked, ‘What should be done?’ The vet said, ‘Prepare 200 horses and fire canons and guns. When it is startled, it will forget its dream.’ Similarly, people have been confused by the words of the scriptures, so when we continuously bombard like this, it will clear up the confusion.” This much was said. Then Raghuvirji Maharaj placed three champā flowers on his seat and said, “Some have reached upto this first flower and some reach upto this second flower, but nobody reaches this third flower.” Thus he spoke in code. Then Swami gave the third flower to Achintyanand Brahmachari and Raghuvirji Maharaj said, “Has Swami become really pleased?”1 Then he went to eat.

Supreme God (42.10) / (3/19)

1. The first flower represents those who understand Shriji Maharaj to be like Dattatrey, Kapil, etc. The second flower represents those who understand Shriji Maharaj to be like Ram, Krishna, etc. The third flower represents those who understand Shriji Maharaj’s true glory as the Supreme God. Gunatitanand Swami picked up the third and farthest flower and gave it to Achintyanand Brahmachari, telling him to compose a scripture describing the supreme form of Shriji Maharaj. Subsequently he wrote the Harililakalpataru, a scripture comprising 33,000 Sanskrit shloks.

Jīv bīje kyāī aṭakto nathī, Mahārājne Puruṣhottam kahevā temā aṭake chhe. Pachhī Raghuvīrjī Mahārāje prashna pūchhyo je, “Mahārājnā charitra dīṭhā, sāmbhaḷyā hoy toy kahetā, lakhatā aṭake chhe kem?” Pachhī Swāmī bolyā je, “Ek ghoḍāno swapnamā pag bhāngyo. Te jyāre jāgyo tyāre toḷīne ūbho, paṇ pag mānḍe nahi. Pachhī vaidne dekhāḍyo; tyāre vaide kahyu je, ‘Ā ghoḍāno pag bhāngyo nathī ne kāī māndo thayo nathī, ene to swapna thayu chhe te pag toḷīne ūbho chhe.’ Tyāre pūchhyu je, ‘Enu kem karavu?’ Tyāre eṇe kahyu je, ‘Base ghoḍā sābadā karo ne topunā ne bandhūkunā bhaḍākā karavā mānḍo, eṭale chamakshe tyāre swapna thayu chhe te mūkī deshe.’ Tem ene shāstranā shabdanī bhrānti paḍī chhe te ām ne ām nirantar dhaḍākā ne paḍakārā karashu to mūkī deshe,” Eṭalī vāt karī. Ne pachhī Raghuvīrjī Mahārāj gādī upar champānā traṇ fūl mūkīne bolyā je, “Keṭlāk to ā fūl sudhī pūge chhe ne keṭlāk to ā fūl sudhī pūge chhe, paṇ ā fūl sudhī to koī pūgatā ja nathī,” Em marmamā vāt karī. Pachhī Swāmīe trīju fūl hatu te Achintyānand Brahmachārīne dīdhu.1 Pachhī Raghuvīrjī Mahārāje kahyu je, “Swāmī pārsāvyā ke?” Em kahīne jamavā padhāryā.

Supreme God (42.10) / (3/19)

1. Pahelu fūl gādī par najīk paḍelu eṭale Shrījī Mahārājne keṭalāk Dattātrey, Kapil jevā jāṇe chhe. Bīju sahej dūr hatu arthāt Mahārājne keṭlāk Rām-Kṛuṣhṇādik jevā samaje chhe. Paṇ trīju fūl vadhu dūr hatu tyā sudhī koī pahonchatā nathī, arthāt sarvoparī, sarvāvatārī Parbrahma jāṇatā nathī. Ā māṭe ek sarvoparī sanskṛut granth rachavā Swāmīe Achintyānandjīne e trīju fūl āpyu ne Brahmachārīe sadguru Guṇātītānand Swāmīnā āshīrvādthī Shrīharilīlākalpataru grantha rachyo.

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading