share

॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૧

વાત: ૩૨ થી ૩૨

ત્યાગ, વૈરાગ્ય, નિયમ ને ધર્મની કેટલીક વાત કરીને બોલ્યા જે, “ત્યાગ, વૈરાગ્યને શું કરવા છે? ગમે એવો જીવ હશે પણ ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ એ જ સત્સંગી છે ને તે વિના તો ગમે તેટલી ભક્તિ કરે તો પણ શું? ને કૃપાએ કરી અખંડ મૂર્તિ દેખે તો પણ શું? માટે ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ એ જ સત્સંગ છે. ને સત્સંગ તો રાત્રિપ્રલય સુધી કરશું ત્યારે થાશે, પછી તેને દેશકાળ નહિ લાગે એવો સત્સંગ કરવો છે.”

દ્રઢ સમાગમ-પ્રીતિ-ભક્તિ-મિત્રતા (19.1) / (૧/૩૨)

૧. પોતાપણાની ભાવના.

૨. વિરાટ બ્રહ્માની એક રાત્રિ થતાં ત્રિલોકનો નાશ થાય તે.

After talking on renunciation, detachment, observance of rules and dharma, Swami said, “What is one to do with renunciation and detachment? Whatever the type of jiva, only one who has profound association with the enlightened Sadhu of God is a satsangi. Without this, what is the use even if one offers much devotion? And so what even if he can, through grace, continuously see the murti? Only profound association with the enlightened Sadhu of God is satsang. This satsang is attained by continuously practicing it until the very end of the entire universe. Then, he will not be affected by adverse circumstances. So, do such satsang.”

Profound Association-Love-Devotion-Friendship (19.1) / (1/32)

Tyāg, vairāgya, niyam ne dharmanī keṭalīk vāt karīne bolyā je, “Tyāg, vairāgyane shu karavā chhe? Game evo jīv hashe paṇ Bhagwānnā bhaktamā ātmabuddhi1 e ja satsangī chhe ne te vinā to game teṭalī bhakti kare to paṇ shu? Ne kṛupāe karī akhanḍ mūrti dekhe to paṇ shu? Māṭe Bhagwānnā bhaktamā ātmabuddhi e ja satsang chhe. Ne satsang to rātripralay2 sudhī karashu tyāre thāshe, pachhī tene desh-kāḷ nahi lāge evo satsang karavo chhe.”

Profound Association-Love-Devotion-Friendship (19.1) / (1/32)

1. Potāpaṇānī bhāvanā.

2. Virāṭ Brahmānī ek rātri thatā Trilokno nāsh thāy te.

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading